રાજકારણની રાણી - ૧૭

(61)
  • 5.7k
  • 5
  • 3k

રાજકારણની રાણી ૧૭ - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૭ સુજાતાના વિચારો જનાર્દનને અત્યારે અકળાવી રહ્યા હતા. સુજાતા તૂટી ગયેલી આખી વ્યવસ્થાને સરખી કરવાની વાત કરી રહી હતી. રાજકારણમાં સ્વચ્છતા અભિયાન ચલાવવાની વાત કરી રહી હતી. એને ક્યાં ખબર છે કે રાજકારણમાં મત મેળવવા અને પ્રચારમાં રહેવા માટે સ્વચ્છતા અભિયાનના નાટક પણ થાય છે. જો સુજાતા આ રીતે દેશ સેવા અને પ્રામાણિકતાના ગીતો ગાતી રહી તો આગળ વધવાનું મુશ્કેલ બનશે. રાજકારણમાં તો બીજી કોઇપણ રમત કરતાં વધારે ખેલ થાય છે. આજે જે દુશ્મન છે એ કાલે દોસ્ત બની જાય છે અને દોસ્ત હોય એ પળવારમાં દુશ્મન બને છે. સુજાતાને