લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 32

(28)
  • 3.7k
  • 4
  • 1.5k

છેલ્લા એક કલાકથી તે આયના સામે ઊભી રહી પોતાના ચહેરાને નિહાળી રહી હતી. આજે આ ચહેરો ખાસ કોઈ માટે તૈયાર થઈ રહયો હતો. પહેલીવાર કોઈ જોવા આવવાનું છે ને સ્નેહા આટલી સરસ રીતે તૈયાર થઈ રહી હતી. બ્લેક કલરનું ટોપ ને રેડ કલરની લેગિજ સાથે તે થોડી નહીં પણ વધારે ખુબસુરત દેખાય રહી હતી. આજે તેમની ખુબસુરતી નો નિખાર કોઈ બીજા નહીં પણ પોતાના જ મનના મિત એવા શુંભમ માટે હતો. કેટલા સમય પછી આજે પહેલીવાર તે મળવાના હતા. ઈતજાર વધતો જ્ઇ રહયો હતો. સમય બસ એમ જ ભાગી રહયો હતો. કલાકો પછી મિનિટો ગણાય રહી હતી.