ત્રણ વિકલ્પ - 17

(54)
  • 3.3k
  • 3
  • 1.8k

ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૧૭ નિમિતા અને અનુપનું આટલું નજીક આવવું અજય અને રાકેશને પરવડે તેમ નહોતું. બન્ને અનુપનો સ્વભાવ જાણતા હતા. એક વાર અનુપ કોઈને પ્રેમ કરે તો, પૂરો એનામાં ઓતપ્રોત થઈ જાય. બન્નેએ અનુપનો એકતરફી પ્રેમ જોયો હતો. સેજલના મોહમાં એણે બધી ખરાબ આદતો છોડી હતી. બન્ને સેજલના નિસ્તેજ ચહેરા અને ઉમળકા વગરના વર્તન પરથી જાણી ગયા કે, એ અનુપને પૂરા દિલથી અપનાવી શકી નથી. એટલે અનુપને તે સમયે અજય અને રાકેશ ફરીથી ડ્રગ્સ અને દારૂના નસામાં ગળાડૂબ કરી શક્યા હતા. પણ અત્યારે નિમિતા ખરેખર અનુપ તરફ સાચા દિલથી આકર્ષાતી હતી. નિમિતા અને અનુપ