લવ બ્લડ - પ્રકરણ-56

(84)
  • 4.7k
  • 6
  • 1.7k

લવ બ્લડપ્રકરણ-56 સુરજીત કબીલાવાળા સાથે વાત કરી રહેલો એમાં પેલાએ ડમરૂનાથનાં ત્રાસની વાત કરી. એટલે સુરજીતે રીતીકાથી દુર જઇને કહ્યું આગળ આવો હું કહુ છું તમને. રીતીકા સાથે કબીલામાંથી પેલી આદીવાસી છોકરી પાસે આવી અને રીતીકાને કહે "તમે ગાડીમાં શું કરતા હતાં ? મને કંઇજ દેખાયુ નહીં પણ મારો વર કહે એ લોકો પ્રેમ કરે છે. તમે પ્રેમ કરતાં હતાં ? તો અમારે એવું જોવું ના જોઇએ માફ કરો. રીતીકાને ગુસ્સાની જગ્યાએ હસુ આવી ગયુ ? એણે પૂછ્યુ "કેમ તમે પ્રેમ નથી કરતા ? પેલી શરમાઇ ગઇ પછી બોલી અમે તો ગમે ત્યારે કરી લઇએ અમારે કોઇ સંકોચ નથી મારાવાળો