Love Blood - 56 books and stories free download online pdf in Gujarati

લવ બ્લડ - પ્રકરણ-56

લવ બ્લડ
પ્રકરણ-56
સુરજીત કબીલાવાળા સાથે વાત કરી રહેલો એમાં પેલાએ ડમરૂનાથનાં ત્રાસની વાત કરી. એટલે સુરજીતે રીતીકાથી દુર જઇને કહ્યું આગળ આવો હું કહુ છું તમને. રીતીકા સાથે કબીલામાંથી પેલી આદીવાસી છોકરી પાસે આવી અને રીતીકાને કહે "તમે ગાડીમાં શું કરતા હતાં ? મને કંઇજ દેખાયુ નહીં પણ મારો વર કહે એ લોકો પ્રેમ કરે છે. તમે પ્રેમ કરતાં હતાં ? તો અમારે એવું જોવું ના જોઇએ માફ કરો.
રીતીકાને ગુસ્સાની જગ્યાએ હસુ આવી ગયુ ? એણે પૂછ્યુ "કેમ તમે પ્રેમ નથી કરતા ? પેલી શરમાઇ ગઇ પછી બોલી અમે તો ગમે ત્યારે કરી લઇએ અમારે કોઇ સંકોચ નથી મારાવાળો તો બાવરો છે આખો વખત મને.. પછી કહે મને એકલીજ મૂક્તો નથી પેલા બાવાનાં માણસો કબીલાની છોકરીઓને પટાવીને ઉપાડી જાય છે પછી ત્યાં ગમે તેવા કામ કરાવે છે. અમારે અમારી છોકરીઓને છોડાવવાની છે. એ લોકો એજ વાત કરતાં હશે.
સુરજીત કબીલાનાં પુરુષોને કહે "કેમ તમને બાવો કેવી રીતે રજાડે છે ? શું કરે છે ? પેલાની આંખમાં આંસુ સાથે ક્રોધ આવી ગયો કહે અમારાં કબીલાની છોકરીઓ ઉઠાવી ગયો છે પછી પેલાં સરદાર જેવાં યુવાનને બતાવીને કહે આની જોરુને ઉઠાવી ગયાં છે તમે અમને મદદ કરશો ? જીંદગીભર તમારાં ગુલામ થઇ જઇશું અમને મદદ કરો.
સુરજીતે એ લોકોને કહ્યું "અમે એને ત્યાંજ આવ્યા છીએ અમારો પણ દુશ્મન છે અમે આમે... એમ કહીને બધો પ્લાન સમજાવ્યો અહીંથી કેટલુ દૂર છે દક્ષિણ દિશામાં તમે લોકો રાત્રે આવી જજો.
બધો પ્લાન સમજાવી સુરજીત ખુશ થતો રીતીકા પાસે આવ્યો એમની ભાષામાં સુરજીતે કહ્યું "અમે જઇએ છીએ મેં પ્લાન કીધો એમજ કરજો તો તમને તમારી જોરુ અને બીજી છોકરીઓ મળી જશે અમને અમારુ કામ થયાનો સંતોષ થશે હવે એ બાવાની ખેર નથી.
રીતીકા અને સુરજીત પાછા જીપમાં ગોઠવાયાં અને એલોકોની રજા લઇને પાછા આવવા નીકળ્યા. રીતીકા પાછી સુરજીતને વળગી ગઇ અને બોલી એ લોકોને કાચમાંથી કંઇ દેખાયુ નથી અને હસવા માંડી. કહ્યું નેં એ લોકોને શું સમજાવ્યું ?
સુરજીતે ખૂબ ટૂંકમાં આખો પ્લાન સમજાવ્યો અને રીતીકા ખુશ થઇ ગઇ ચાલો સામે ડીનર પાર્ટી પાર્ટી કરે છે જોઇએ આગળ શું થાય છે ? અને સુરજીતે થોડા માઇલ જીપ દોડાવી પેલું બટન જેવું ટ્રાન્સમીટર એજ જગ્યાએ પાછું ફીટ કરીને એક્ટીવ કરી દીધું. રીતીકા આર્શ્ચયથી બધુ જોઇ રહી હતી એ કંઇ પૂછવા ગઇ ને સુરજીતે ઇશારાથી એ અંગે કંઇ બોલવા ના પાડી અને જે રસ્તેથી એ લોકો આવ્યાં હતાં ત્યાંથી પાછા ફરી રહ્યાં હતાં.
********************
સુજોયે કહ્યું હવે આપણે બાબાનાં આશ્રમની સાવ નજીક છીએ બધાં સાવધાન થઇ જાવ. દેબુ ઉત્તેજીત થઇ ગયો એણે કહ્યું "હવે તો પાપા મળી જશે વાત થાય તો માં ને સેટેલાઇટ ફોનથી વાત થઇ શકશે ભલે મોબાઇલ બધા બંધ થઇ ગયાં. સુજોયે કહ્યું "હું SIT નાં ચીફ સાથે વાત કરી લઊં એણે સેટેલાઇટ ફોનથી ચીફ સાથે વાત કરી "સર આપણે ઘણાં નજીક છીએ આપણે આગળ કોઇ સલામત જગ્યાએ ઉભા રહીએ ચર્ચા કરી લઇએ અને દૂરથી દૂરબીન વડે ત્યાંની ચહલપહલ જોઇએ હવે તો એ પ્રમાણે જ આગળનો પ્લાન કરી લઇએ.
સરે કહ્યું ઓકે અમે જે જગ્યાએ જીપ ઉભી રાખીએ તમે એ પ્રમાણે ફોલો કરજો અહીંથી આપણાં સીલીગુડી અને અહીઓ સમયમાં ફેરફાર છે એ પ્રમાણે સમય સેટ કરી લઇએ તો કોઇ પ્લાનમાં ફેરફાર ના થાય.
દેબુ બધુ સાંભળી રહેલો એણે સુજોયને પૂછ્યું માંડ 350 થી 500 માઇલનું અંતર છે અને આટલો સમયનો ફેર ? સુજોય કહ્યું એજ તો જોવાનુ છે અહીંથી આગળનાં પાડોશી દેશો વચ્ચે સમયનાં ફેરને કારણે ઘણી વસ્તુઓ સ્થિતિઓમાં ફેર પડે છે. ચીફ કહે એ પ્રમાણે આપણે સમય સેટ કરી લઇએ અહીંથી સીલીગુડી ભલે એટલાં અંતરે હોય પણ જો અહીં તો અજવાળુ અજવાળુ છે બધીજ ચહલપહલ જોઇ શકાશે આગળ ચીફે જીપ ઉભી રાખી ઊંચા ઊંચા વૃક્ષો અને ઘાટું જંગલને આગળનાં ભાગમાં મેદાનો દેખાતાં હતાં. દૂર બાવાનો આશ્રમ આવેલો હતો.
નુપુરે દેબુનાં ખભે હાથ મૂકેલો હજી એ એમજ બેસી રહેલી. સુજોય કહે નુપુર તારે કાંઇ સંદેશ આપવાનો છે ? નુપુર કહે કોને ? મારી કોઇ ચિંતા ના કરો.. તમે જો દેબુ અને રીપ્તા વળી SIT નાં જવાન છે મને કોઇ ચિંતા નથી એમ કહીને દેબુની સામે જોવા લાગી. રીપ્તા એ બંન્નેને જોઇ રહી હતી.
ત્યાં પાછળની SITની જીપ પણ આવી ગઇ બધાં ઉભા રહી ગયાં.
ડમરૂનાથનો રસાલો આશ્રમ પર આવી ગયો. ડમરૂનાથ લેટેસ્ટ મોડલની જીપમાં હતો એની સાથે એનાં ચમચાં જેવા સેવકો પાછળ બીજી બે કાર એમાં પેલો મીનીસ્ટર અને ડ્રગનો વેપારી બધાં આવી રહેલાં. ડમરૂનાથની જીપ આવી જોઇએ તરતજ પ્રવાર એની પાસે આવ્યો. ડમરૂનાથે એની સાથે ખાનગીમાં વાતચીત કરી લીધી જાણી લીધુ કે બે જણાં આશ્રમ પર જ છે અને સુરજીત રીતીકા સફારીમાં ગયાં છે.
ડમરૂનાથે પ્રવારને પૂછ્યું "આપણાં બાઇકર્સ એમની પાછળજ છે ને ? પ્રવારે કહ્યું "કોઇનો કોઇ મેસેજ નથી મને ટેન્શન છે કે એ લોકોએ એમનું કામ પતાવ્યુ કે નહીં ? કંઇ ખબર નથી હું અહીં તમારાં કહેવા પ્રમાણે અહીંજ કામ જોઇ રહેલો.
ડમરૂનાથે આંખ ઝીણી કરીને કહ્યું "ક્યાં જવાનાં છે ? હમણાં આવી જશે ડીનર પાર્ટીની તૈયારી થઇ ગઇ છે ને ? અને પેલો છોકરો શું એનું નામ ? હાં બોઇદો એને જે કામ સોંપ્યુ છે એ કામ હું કરુ એટલે થઇ જવું. જોઇએ. પાર્ટી પુરી થાય એટલે તરતજ એનો અમલ થવો જોઇએ એમ કહી મહેમાનો ને એમનાં રૂમ બતાવવા કહી એ એનાં અંગત રૂમમાં જતો રહ્યો.
પ્રવારે મીનીસ્ટર અને વેપારીને ગ્રાઉન્ડ ફલોર પર એમનો શ્યુટ જેવાં રૂમમાં ઉતારો આપી દીધો અને કહ્યું "તમે ફેશ થઇને આરામ કરો બધા હમણાં બહાર નહીં આવો ડીનરની તૈયારી થયે તમને જાણ કરીશુ અને એણે એનાં સેટેલાઇટ ફોન થી કોઇને ફોન કર્યો "તારી તૈયારી પુરી છે ને ? હું કહુ એટલે એક્શનમાં આવી જજે. જરૂર પડશે ત્યારે ફરીથી ફોન કરીશ પણ કાંઇ કાચુ કપાવું ના જોઇએ. એમ કહીને ફોન બંધ કર્યો.
**********
રીતીકાસેન અને સુરજીત પણ આશ્રમ પર આવી ગયાં. પ્રવાર દોડતો એમની પાસે આવ્યાં અને બોલ્યો "જીપમાં કોઇ અગવડ નથી પડીને ? કેવી રહી ટ્રીપ ? કોઇ શિકાર કર્યો સુરજીતે કહ્યું "ખૂબ મજા આવી અને અમારાં રૂમમાં જઇએ અને ફ્રેશ થઇને નીચે આવીશું બાબા આવી ગયાં ? ક્યાં છે ?
પ્રવારે કહ્યું "ક્યારનાં આવી ગયાં એમનાં રૂમમાં છે હમણાં ધ્યાનમાં બેઠાં હશે સમય થયે આવી જશે.
સુરજીતે કહ્યું "અમારાં દોસ્ત ક્યાં છે સૌરભ અને ઘોષ ? એલોકો કેમ છે ? પ્રવારે કહ્યું "એ લોકો પુલ સાઇડ છે ત્યાં બેઠાં છે બોલાવું ? સુરજીતે કહ્યું "ના અમે જ એમની પાસે જઇએ છીએ તમે તમારુ કામ પરવારો અમારે જરૂર પડશે તમને જણાવીશું એમ કહીને રીતીકા સાથે પુલ સાઇડ જવા લાગ્યાં.
પ્રવારે ત્રાંસી નજરે રીતીકા સામે જોયું અને હોઠ વાંકા કરીને હસ્યો. મને બધી ખબર છે ડીનર પતવા દો પછી વાત.
સુરજીત રીતીકા સૌરભ અને સૌમિત્રય ઘોષ બેઠાં હતાં ત્યાં પહોચ્યાં સૌરભ કાનમાં ઇયર ફોન લગાવી મ્યુઝીક સાંભળતો હતો અત્યારે એકદમ ફ્રેશ લાગતો હતો. ઘોષ બીયર પી રહેલાં. સુરજીત રીતીકાને જોઇને એ ઉભો થઇ ગયો. બોલ્યો "તમે આવી ગયા ? કેવી રહી ટ્રીપ મજા આવી ? કોઇ પ્રાણીઓ જોવા મળ્યા સુરજીતે કહ્યું "હાં મજા આવી પણ તમારે કેવું રહ્યુ ?
સૌરભે રીતીકાને જોઇને મ્યુઝીક બંધ કરી ઇયર ફોન કાઢીને કહ્યું "મેમ કેવી રહી ટ્રીપ ? રીતીકાએ કહ્યું "બધાં કેવી રહી ટ્રીપ કેમ એવું પૂછ્યાં કરો છો ? નોર્મલ રહી. કેમ કંઇ થવાનું હતુ ? એમ પૂછીને સુરજીતની સામે જોયું.
સૌરભે ખાસીયાણાં થતાં કહ્યું "નો નો મેમ એવો કોઇ મતલબ નથી પણ આવા ઘાઢ જંગલમાં ગયેલાં અને બે જણા એકલા એટલે વિચાર આવેલો. અમે અહીં રેસ્ટજ લીધો મારી તબીયત નરમ થઇ ગઇ હતી પણ હવે એકદમ સારું છે.
ઘોષ સરની કપનીમાં સમય ક્યાં ગયો ખબરજ ના પડી અને અહીં સેવાઓ એટલી સરસ છે કે કંટાળો ના આવ્યો. સુરજીત અને રીતીકા બંન્નેની નજર ટેબલ પર પડી "આ લોકોએ શાંતિથી બીયર પીધા કર્યો લાગે છે અને હસવા માંડી.
ઘોષબાબુ તમે તો આખાં મહીનાનાં અને આ સૌરભે વરસનો કોટા પુરો કર્યો લાગે છે પણ નોર્મલ છો ને ? થોડીવાર પછી ડીનર પાર્ટી છે પેલો બાવો પણ આવી ગયો છે મહેમાનો સાથે.
સુરજીતે કહ્યું "ઘોષ બાબુ પાર્ટીની સાથે સાથે મીટીંગ એરેન્જ કરી છે તમે કઇ વચ્ચે બોલતાં નહીં હુંજ વાત કરવાનો છું નહીંતર અહીંથી પાછા પણ નહીં જઇ શકીએ.
ઘોષ અવાચક થઇને આશ્ચર્યથી સાંભળી રહ્યો.
વધુ આવતા અંકે - પ્રકરણ-57