લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 46

(20)
  • 3.5k
  • 1
  • 1.5k

ચાંદની રાત ચારે કળાએ ખીલેલ હતી. આકાશમાં તારાની મહેફિલ જામી હતી. રાતના બાર વાગવાની તૈયારીમાં જ હતા ને સ્નેહાના ફોનની રિંગ રણકી. મોબાઈલ હાથમાં જ હતો એટલે તેને તરત જ ફોન ઉપાડયો. "હેપ્પી બર્થડે ડિયર " દર વર્ષની જેમ આજે પણ પહેલો ફોન નિરાલીનો જ આવ્યો. "થેન્કયું સો મચ યાર. " સ્નેહાએ તેમનો અભાર વ્યક્ત કરતા કહયું. "આજે તો વધારે બીજી હશો ને..??ચલ બાઈ કાલે સવારે વાત કરીશું." "ના યાર જયા સુધી શુંભમનો ફોન ના આવે ત્યાં સુધી તો ફ્રી છું.""ઓ...તો હજું સુધી તેને વિશ નથી કર્યું તને.""તારી પહેલાં કોઈ કયારે કરી શકે...!!ને આમેય તેનો કોઈ ભરોસો ના હોય. બે