ત્રણ વિકલ્પ - 22

(51)
  • 3k
  • 5
  • 1.5k

ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૨૨ અનુપ દારૂ પીવે છે એટલે અજય આંખના ઇશારાથી રાકેશને નિમિતાનો ફોન લેવા કહે છે. રાકેશ જમીન પરથી ફોન લઈ સ્વિચ ઓફ કરી પોતાના ખિસ્સામાં સરકાવે છે. સાથે નિમિતાની કિસ્મત પણ અંધારામાં ગરકાવ થાય છે. જ્યારે અનુપનું મગજ કામ ના કરતું હોય ત્યારે તેને દારૂ પીવાની આદત હોય છે. નિમિતાએ દારૂની આદત છોડાવી હોય છે. પણ અજય જાણતો હતો કે અનુપ વધારે તણાવ સહન કરી શકશે નહીં. અજયે થોડી મિનિટોની રમતમાં અનુપને ખૂબ ભારે તણાવગ્રસ્ત સ્થિતિમાં લાવી દીધો હતો. વિદ્યા અને નિમિતા શાંત થઈ ગયા હોય છે. ખુરશી પર બેઠા-બેઠા બન્ને બેભાન