ત્રણ વિકલ્પ - 30

(64)
  • 2.9k
  • 3
  • 1.5k

ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૩૦ એ રાત્રે નિયતિએ પહેલો બદલો લેવાની પૂરી તૈયારી કરી હતી. જલ્દી જમવાનું પતાવી એ પોતાનાં રૂમમાં જતી રહી. કબાટમાંથી એક કાળા રંગની બેગ કાઢે છે. જીન્સ, ટીશર્ટ, સ્પોર્ટ્સ શૂઝ, હેન્ડ ગ્લોસ બધુ કાળા રંગનું પહેરે છે. કાળા રંગનાં કપડાં પહેર્યા પછી માત્ર એનો ચહેરો ચમકતો હતો. કાળા રંગનો સ્કાફ ચહેરા અને વાળ પર વીંટાળે છે જેથી અંધારામાં એને કોઈ ઓળખી શકે નહીં. તૈયાર થઈ અરીસા સામે જોઈ કોઈ ભૂલ થઈ નથી એ ખાતરી કરે છે. પલંગ પરથી મોબાઈલ ઉપાડી કિશનને ફોન કરે છે: “પપ્પા, આજે અજયને એના કર્મોની સજા આપવા જાઉં