ત્રણ વિકલ્પ - 30 in Gujarati Novel Episodes by Dr Hina Darji books and stories Free | ત્રણ વિકલ્પ - 30

ત્રણ વિકલ્પ - 30

ત્રણ વિકલ્પ

ડો. હિના દરજી

પ્રકરણ : ૩૦

 

એ રાત્રે નિયતિએ પહેલો બદલો લેવાની પૂરી તૈયારી કરી હતી.  જલ્દી જમવાનું પતાવી એ પોતાનાં રૂમમાં જતી રહી.  કબાટમાંથી એક કાળા રંગની બેગ કાઢે છે.  જીન્સ, ટીશર્ટ, સ્પોર્ટ્સ શૂઝ, હેન્ડ ગ્લોસ બધુ કાળા રંગનું પહેરે છે.  કાળા રંગનાં કપડાં પહેર્યા પછી માત્ર એનો ચહેરો ચમકતો હતો. કાળા રંગનો સ્કાફ ચહેરા અને વાળ પર વીંટાળે છે જેથી અંધારામાં એને કોઈ ઓળખી શકે નહીં.  તૈયાર થઈ અરીસા સામે જોઈ કોઈ ભૂલ થઈ નથી એ ખાતરી કરે છે.  પલંગ પરથી મોબાઈલ ઉપાડી કિશનને ફોન કરે છે: “પપ્પા, આજે અજયને એના કર્મોની સજા આપવા જાઉં છું...”  સામે છેડે કિશન સાવધાની રાખવા માટે કહે છે. 

નિયતિ ફોન પેન્ટનાં ખિસ્સામાં સરકાવી રૂમની બારીમાંથી હેમા ક્યારે છોકરીને લઈ સ્ટુડિયો જવા નીકળે છે, એ જોવા લાગી.  નિયતિનાં રૂમની બારીમાંથી હોસ્ટેલનો ગેટ સારી રીતે દેખાતો હતો.  બસ હેમા જ્યારે પણ જાય ત્યારે તરત જ નિયતિ પાછળ જવા મીટ માંડીને રાહ જોતી હતી.  બારીમાંથી હોસ્ટેલના ગેટ પર ચહલપહલ જોતી વખતે નિયતિને રૂમની બહાર કોઈનો અવાજ સંભળાય છે.  એ સાવચેતીથી દરવાજા બહારનો અવાજ સાંભળવા લાગે છે.

છોકરી: “હેમાબેન અત્યારે અનુપસરને શું કામ પડ્યું તો બોલાવે છે...  અડધી રાત થવા આવી છે...  આપણે જે કામ હોય એ સવારે ના કરી શકાય?”

હેમા: “તારે આવ્યે હજી બે દિવસ પણ નથી થયા...  અને તું બધાને સલાહસૂચન કરવા લાગી...  મોડેલિંગનું કામ અટપટું હોય છે એ તો તું જાણતી હશે...  એમાં ક્યારેક શૂટિંગ રાતના પણ હોય છે...  તારે મોડેલ બનવું હોય તો અત્યારે એક મોકો છે...”  હેમા પેલી છોકરીને એના વાક્ચાતુર્યથી જોડે લઈ જવા માટે મનાવી રહી હતી.  “જો તારે અત્યારે શૂટિંગ ના કરવું હોય તો હું બીજી છોકરીને મોકો આપું...  આતો મને એવું લાગ્યું કે તને પહેલાં ચાન્સ મળશે તો તારી કેરિયર બની જશે...” 

હેમા આટલું બોલી સીડીઓ ઉતારવા લાગી એટલે પેલી છોકરી ગળગળી થઈ બોલી: “હેમાબેન, સોરી હું આ રીતે વિચારતી નહોતી...  તમે મને સારી સમજણ પાડી...  હું અત્યારે શૂટિંગ કરવા આવું છું.”  હેમા ખુશ થતી છોકરીને લઈ નીચે ઉતરે છે.  સ્ટુડિયો જવા માટે ઓફિસથી ગાડી આવી ગઈ હતી એમાં બન્ને બેસે છે, ગાડી સ્ટુડિયો તરફ ચાલવા લાગી.  નિયતિ તરત કોઇની નજર ના પડે એ રીતે સીડી ઉતરી, ગેટ પાસે વોચમેન બીડી ફૂંકતો આંટા મારતો હતો.  વોચમેનની પીઠ દેખાઈ એટલે નિયતિ દોડી કોટ સુધી પહોંચી.  આજુબાજુ નજર કરી કોઈ જોતું નથી એ ખાતરી કરી નિયતિ બન્ને હાથ કોટ પર મૂકી બન્ને પગ હવામાં અધ્ધર કરી કોટ કુદી ગઈ.  

સૂમસામ રસ્તા પર નિયતિ ઓફિસના રસ્તે દોડવા લાગી.  નિયતિને જેટલું બને એટલું જલ્દી હેમા કરતાં પણ પહેલાં પહોંચવાનું હતું.  એ દિવસે એની દોડવાની સ્પીડ એટલી વધારે હતી કે, જે રસ્તો દસ મીનીટમાં પસાર કરવાની ટેવ પાડી હતી એ રસ્તો નિયતિએ ૭ મીનીટમાં પસાર કર્યો હતો.  ઓફિસની પાછળ નિયતિ પહોંચી ત્યારે હેમાને સીડીઓ પરથી છોકરી સાથે ઉપર જતાં જોઈ.  હેમા છોકરીને લઈ સ્ટુડિયોમાં પહોંચી.  નિયતિને ખબર હતી અજય થોડીવારમાં છોકરીને લઈ બેડરૂમમાં આવશે એટલે નિયતિ ઝડપથી સીડી ચઢી સીધી બેડરૂમ વાળી બાલ્કનીમાં ગઈ.  સીડીઓનો ઉપયોગ માત્ર સ્ટુડિયો સુધી જવા માટે કરવામાં આવતો હતો અને ફક્ત સ્ટુડિયોના રૂમનો દરવાજો ખુલતો હતો.  બાકી બધા જ માળના દરવાજા બંધ રહેતા હતા.  બેડરૂમની બાલ્કનીનો દરવાજો હંમેશા બંધ રહેતો હતો.  ડુપ્લીકેટ ચાવીથી બેડરૂમનો દરવાજો ખોલી કોઈ આવે એ પહેલાં નિયતિ ત્યાં પહોંચી હતી.  માત્ર એક મિનિટ જેટલા સમયમાં નિયતિ બેડરૂમમાં કોઇપણ પ્રકારની તકલિફ વગર આવી હતી.  બેડરૂમમાં એક મોટો wardrobe હતો જેનો નીચેનો ભાગ હંમેશા ખાલી રહેતો.  નીચેના ખાનામાં નિયતિ સંતાઇ ગઇ.  દરવાજો થોડો ખુલ્લો રાખી એ અજયની રાહ જોતી હતી.  

થોડીવારમાં અનુપ બેડરૂમમાં આવે છે.  એની પાછળ રાકેશ અને અજય છોકરીને લઈને આવે છે. બધા આવ્યા ત્યારે છોકરી બેભાન હતી.  અનુપ સીધો બેડ પર આડો પડે છે.  રાકેશ છોકરીને બેડ પર અનુપની બાજુમાં સુવાડે છે.  રાકેશ સામે આંખ મારી અજય બોલે છે: "અનુપ, તું પહેલાં મજા કરી લે...  હું આ સુંદરી માટે થોડી રાહ જોઇ લઇશ."

રાકેશ કટાક્ષમાં બોલે છે: “અનુપને હજી પણ પેલી નિમિતા યાદ આવે છે...  એની યાદમાં બીજી છોકરીઓ સાથે મજા કરવાનું ભૂલી ગયો છે...”

રાકેશનો કોલર પકડી અજય બોલે છે: “રાકલા, તને કેટલી વાર કહ્યું?  નિમિતાની વાત કરી અનુપને ગુસ્સો અપાવવો નહીં...”  

રાકેશ અને અજયની વાતો સાંભળી ખરેખર અનુપ ઘુરાય્યો હતો.  રાકેશનું ગળું પકડી બોલે છે: “તેં પણ ઓછી મજા નથી કરી...  એ પ્રેમનું નાટક કરતી હતી તો એની સજા આપણે ત્રણેએ મળીને આપી છે...  સાલા બાયલા…  એના જેટલી મજા બીજી કોઇની જોડે આવે છે તને?”  ગુસ્સામાં બેડ પર બેભાન પડેલી છોકરીનું ટોપ બે હાથથી ખેંચે છે.  ટોપના બધા બટન ખૂલી જાય છે.  “જા તારામાં આવડત અને પાણી હોય તો એવી મજા આ છોકરી જોડે લઈને બતાવ...”  આટલું બોલી અનુપ દરવાજા બહાર જતો રહે છે.  અજય અને રાકેશ હાથ મિલાવી હસવા લાગે છે. 

રાકેશના ખભા પર હાથ મૂકી અજય બોલે છે: “આપણા શોખ પૂરા કરવા માટે આ દેવદાસને આ રીતે જ નિમિતાની યાદ આપવવાની અને સુંદર છોકરીઓથી દૂર રાખવાનો...  આપણને તાજી છોકરીઓ સાથે રાતો રંગીન કરવા મળતી જ રહેશે...”  બન્ને જોરથી હસતા હસતા ગળે મળે છે.  પોતાની હવશ પૂરી કરવામાં બન્ને હલકટાઈની દરેક સીમા ઓળંગી ગયા હતા.  આ બધી વાત સાંભળી નિયતિ એટલું સમજી ચૂકી હતી કે અનુપને ખોટા માર્ગે અજય અને રાકેશ લઈ જતા હતા.

રાકેશ શર્ટના બટન ખોલવા લાગ્યો.  અજય બોલે છે: “રકલા તને બહુ ઉતાવળ આવી છે?”

રાકેશ બોલે છે: “ખબર નથી મને ક્યારે તું સૌથી પહેલાં કોઈ છોકરી સાથે મજા લેવા દઇશ.” નિરાશ થઈ બોલે છે: “અજય જલ્દી કરજે...  આની સાથે મારે પણ થોડી મજા લેવી છે...”

અજય: “અરે હા...  તને પણ ચાન્સ મળશે...  તું પણ મજા લૂંટી લેજે...  પહેલાં ગ્લાસમાં મારા માટે દારૂ કાઢ...  એક પેગ તૈયાર કર...  અને રાકેશ મારા માટે વાયગ્રાની ગોળી પણ કાઢજે...”  રાકેશ ફટાફટ ગોળી કાઢી અને દારૂનો એક પેગ બનાવી અજયને આપે છે.  અજય ગોળી મોઢામાં મૂકી એક ઝટકામાં દારૂનો પેગ પૂરો કરે છે.   રાકેશ ફરી પેગ બનાવે છે, અજય ફરી પણ ગટગટાવી જાય છે અને બોલે છે: “રાકેશ ત્રીજો પેગ તૈયાર કરીને રાખ હું જરા washroom જઈને આવું છું...” 

અજય કપડાં કાઢવા લાગે છે.  રાકેશ ત્રીજો પેગ બનાવી બેડ તરફ આગળ વધે છે.  છોકરીનું ટોપ કાઢવા જાય છે ત્યારે અજય પાછળથી આવી એનો હાથ પકડી બોલે છે: “તું પહેલા બહાર જા રાકેશ...  મને ખબર છે હું બાથરૂમમાં જઈને આવીશ ત્યાં સુધી તું એની જોડે ચુમ્મા-ચાટી કરીશ...  તારો ચુમ્મા-ચાટી કરવાનો વારો પછી છે...”

રાકેશ હાથ મસળતો રૂમમાંથી બહાર જાય છે.  અજયે શર્ટ અને પેન્ટ બન્ને ઉછાળી washroom તરફ આગળ વધે છે.  આ તકનો લાભ લઈ નિયતિ ફટાફટ wardrobe માંથી બહાર નીકળી.  ડ્રોવર ખોલી વાયગ્રાની બીજી ત્રણ ગોળી કાઢી એનો જે તૈયાર કરેલો પેગ હોય છે એમાં નાંખે છે.  ખૂબ ઝડપથી ફરી પાછી wardrobeમાં સંતાઈ જાય છે.  નિયતિની બનાવેલી યોજના પ્રમાણે અજય બહાર આવી તરત દારૂનો ગ્લાસ પીવે છે.  અજય નસામાં ચૂર થઈ છોકરીનાં હોઠ પર ચુંબન કરી એની હવસ પૂરી કરવાની શરૂઆત કરે છે.  અજય છોકરીના ગાલ અને હોઠો પર શિયાળ કોઈ શિકાર પર તૂટી પડે એ રીતે તૂટી પડ્યો.  ગોળીની અસર શરૂ થાય એની રાહ જોયા વગર નિયતિ એના વાળ પકડી બેડ પરથી નીચે ધક્કો મારે છે.  અજયે સપનામાં પણ નહોતું વિચાર્યુ કે કોઈ આવી રીતે એને બેડ પરથી ધક્કો મારશે.

નિયતિને ત્યાં જોઈ અજયને આશ્ચર્ય થાય છે.  દારૂ અને ગોળીની પૂરી અસર થઈ નહોતી પણ એની અસર એની આંખોમાં દેખાતી હતી.

અજય: “તું અહિયાં કેવી રીતે આવી?”

નિયતિ: “આજે હું એક રાક્ષસને એના કરેલા પાપોની સજા આપવા આવી છું...”  નિયતિ છોકરીને રજાઈ ઓઢાડે છે.

અજય: “ભગવાનનો ઉપકાર માન કે તારી સાથે મેં એવું કશું કર્યુ નથી...”  અજય ઊભો થઈ નિયતિનો હાથ પકડે છે: “તું કોણ છું મને સજા આપનારી?  ચૂપચાપ આહિયા થી હાલતી થા...  નહિતો તારા હાલ એવા કરીશ કે તને રડવું પણ નહીં આવે.”

નિયતિ: “અચ્છા...  એટલે મારા પર બળાત્કાર કરીશ?”

હાથની પકડ મજબૂત કરી અજય બોલે છે: “મારા રસ્તામાં વિધ્ન બનીશ તો એ પણ કરીશ...  તું માધવની સેક્રેટરી છું એટલે બચી ગઈ છું...  નહિતો ક્યારનીય તને મસળી નાંખી હોત...”

નિયતિ હાથ છોડાવી બોલે છે: “તારા માટે બધી સુંદર છોકરીઓ ભોગવવાનું સાધન છે નહીં?  બાયલા એક વાત યાદ રાખ, જ્યારે પણ કોઈ માણસ કોઈ સ્ત્રી પર બળાત્કાર કરે ત્યારે, એ નામર્દ મર્દાનગી નથી બતાવતો પણ આત્મહત્યા કરી રહ્યો હોય છે...  આજે તું તારા હાથે આત્મહત્યા કરવાનો છું...  અને હું તને એમાં મદદ કરવા આવી છું...”

 

ક્રમશ:

Rate & Review

Divya Shah

Divya Shah 4 months ago

Bhakti Makwana

Bhakti Makwana 5 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 5 months ago

Chandubhai

Chandubhai 10 months ago

Dhany

Dhany 10 months ago