લાલની રાણીનું આધારકાર્ડ - 19

(36)
  • 3.1k
  • 5
  • 1.2k

પ્રકરણ- ઓગણીસમું/૧૯‘શું નામ છે તમારું?'થોડીવાર લાલસિંગ સામે જોઈને પેલી સ્ત્રી બોલી,‘રાણી’ રાણી જાદવ. શ્યામ વર્ણ ધરાવતી બાવીસથી ચોવીસ વર્ષની આસપાસની ઉંમર. શહેરને છેડે આવેલી શ્રમિકવર્ગની બેથી ત્રણ હજારની વસ્તીના વિસ્તારમાં આવેલાં એક કાચા મકાનની ઓરડી, એ રાણીનું રહેણાંક. જયારે રાણીની ઉંમર દસેક વર્ષની હશે ત્યારે અચાનક આભ ફાટ્યું હોય એવા પ્રચંડ વિનાશકારી પૂરના પ્રકોપમાં શહેર અને તેની આસપાસના વિસ્તારને ધમરોળીને કુદરતે જે કાળો કેર વર્તાવ્યો હતો, એ હૈયાં વલોવી નાખે તેવી હોનારતમાં રાણીના માતા-પિતાએ જાન ગુમાવી દેતાં અબુધ રાણી અનાથ થઇ ગઈ. પેટની ભૂખ અને વાત્સલ્યની ઉણપની સાથે સાથે શરુ થયા રાણીની જીવન સંઘર્ષના બોધપાઠ. સમય જતાં રાણીની વયના પ્રમાણ કરતાં