કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ - 6

(74)
  • 6.6k
  • 5
  • 3.8k

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ : ૬ સંજય અને વિશાલ કેસ નંબર - ૩૬૯ના સત્યની શોધની શરૂઆત બસ થોડી ક્ષણોમાં શરૂ કરવાના હતા જેનાથી અસલી ગુનેગારો અજાણ હતા. બન્નેને આ કામ કરવાની ખુશી વધારે હતી કારણકે આજ પહેલાં એ લોકોએ ગુનેગારો વિરુધ્ધ પુરાવા શોધવા માટે કામ કર્યુ હતું. આ વખતે પહેલી વાર એવું બન્યું હતું કે એ લોકો નિર્દોષ અપરાધીઓને બચાવવા માટે કામ કરવાના હતા. જ્યારે તમને ખબર હોય કે અપરાધીએ સાચ્ચે ગુનો કર્યો છે, ત્યારે એના વિરુધ્ધ પુરાવા એની ભૂલમાંથી શોધવાના હોય છે. આ વખતે માત્ર એ લોકોને એટલી ખબર હતી કે ત્રણેય