શબ્દરંગ કાવ્ય - ભાગ - ૧

(11)
  • 3.5k
  • 4
  • 932

શબ્દરંગ કાવ્ય ડો. હિના દરજી ભાગ-૧ વ્હાલા મિત્રો, આપની સમક્ષ મારો પ્રથમ કાવ્યસંગ્રહ રજૂ કરૂ છું. આશા રાખું છું જેટલો પ્રેમ અને આવકાર મારી નવલકથાને મળે છે એટલો પ્રેમ અને આવકાર મારી કવિતાઓને પણ મળશે. (૧) સવાલ પૂછે ? ફરિયામાં ઉડતા પક્ષીઓનો કલરવ સવાલ પૂછે મને; શું તને આ મધુર સંગીત સાંભળવું ના ગમે ? બારીમાંથી ડોકિયા કરતું આકાશ સવાલ પૂછે મને; શું તને બહારનું આકાશ નિહાળવું ના ગમે ? દરિયાનાં ફીણ કરતાં મોજા સવાલ પૂછે મને; શું તને મન મુકીને મોજામાં ન્હાવું ના ગમે ? નદી કિનારાની ભીની સુવાસ સવાલ પૂછે મને;