કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ - 9

(76)
  • 7.8k
  • 6
  • 3.6k

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ : ૯ વિશાલના ધાર્યા પ્રમાણે એના શબ્દોની અસર થઈ હતી. એની વાત પૂરી થાય એ પહેલા શુક્લા બહાર આવ્યો હતો. વિશાલ શુક્લા સામે જોવાના બદલે ટેબલ પર બેઠેલા ઇન્સ્પેક્ટર સામે જોતો હતો. એ ઇન્સ્પેક્ટરને પણ ઝાટકો લાગ્યો હતો. વિશાલ ઇન્સ્પેક્ટરને જોતો હતો પણ શુક્લા અને ઇન્સ્પેક્ટર એકબીજા સામે જોઈ ઇશારાથી વાત કરતા હતા. વિશાલને એ વાતની ખુશી થાય છે કે દાવ બરાબર પડ્યો છે. સાથે એને કોઈ ઓળખી ના જાય તથા કોઈ ભૂલ ના થાય એના માટે સાવધ થાય છે. હજી તો એણે શાંત પાણીમાં માત્ર એક કાંકરી નાંખી