કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ - 14

(72)
  • 5.7k
  • 3
  • 3.2k

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ : ૧૪ શંકર અદબ વાળી બોલે છે: “બેટા એક અઠવાડિયું સરને અહિયાં જ રહેવું પડશે... નહીં તો તારી સાથે એમનો જીવ પણ જોખમમાં છે... માત્ર એમનો અને તારો નહીં...” શંકર આંખો બંધ કરે છે: “એટલું જ નહીં... આગળ તું પણ સમજદાર છે...” આ સાંભળી કરણને આશ્ચર્ય થાય છે. એ એવું સમજતો હતો કે વિક્કી, પ્રતિક અને રોહિત મુશ્કેલીમાં છે. પણ અહિયાં તો એનો પૂરો પરિવાર મુશ્કેલીમાં હતો. કરણ આંખો ફાડી શંકર સામે જુએ છે: “કાકા, તો એટલે પપ્પાએ સંધ્યા અને ચિન્ટુને અમદાવાદ મૂકીને આવવા માટે જિદ્દ કરી હતી? મમ્મીને