અનંત સફરનાં સાથી - 22

(28)
  • 3.2k
  • 3
  • 1.5k

૨૨.નવી કહાની નવો અંત વહેલી સવારે રાહી અને રાધિકા ઉઠીને હોલમાં બેઠી હતી. રોજ બધાંની પાછળ ઉઠવાવાળી બંને બહેનો આજે બધાંની પહેલાં ઉઠી ગઈ હતી. એ જોઈને ગૌરીબેન, મહાદેવભાઈ અને દાદીમા બધાંને આશ્ચર્ય થયું. "આજે ફરી કંઈક ખેલ થશે." એમ વિચારતાં દાદીમા રાહી અને રાધિકા પાસે આવ્યાં. "તમે બધાં ઉઠી ગયાં. ચાલો, હવે બધાં અહીં બેસો. અમારે તમને બધાંને કંઈક કહેવાનું છે." રાધિકાએ સોફા પરથી ઉભાં થઈને કહ્યું. "પણ અત્યારમાં..." ગૌરીબેન બોલવાં ગયાં. ત્યાં જ મહાદેવભાઈએ તેમને વચ્ચે જ અટકાવતાં કહ્યું, "હવે તેમણે નક્કી કરી જ લીધું છે, કે અત્યારે જ વાત કરશે. તો પહેલાં તેમની વાત સાંભળી લઈએ. પછી