Anant Safarna Sathi - 22 in Gujarati Novel Episodes by Sujal B. Patel books and stories PDF | અનંત સફરનાં સાથી - 22

અનંત સફરનાં સાથી - 22

૨૨.નવી કહાની નવો અંતવહેલી સવારે રાહી અને રાધિકા ઉઠીને હોલમાં બેઠી હતી. રોજ બધાંની પાછળ ઉઠવાવાળી બંને બહેનો આજે બધાંની પહેલાં ઉઠી ગઈ હતી. એ જોઈને ગૌરીબેન, મહાદેવભાઈ અને દાદીમા બધાંને આશ્ચર્ય થયું. "આજે ફરી કંઈક ખેલ થશે." એમ વિચારતાં દાદીમા રાહી અને રાધિકા પાસે આવ્યાં.
"તમે બધાં ઉઠી ગયાં. ચાલો, હવે બધાં અહીં બેસો. અમારે તમને બધાંને કંઈક કહેવાનું છે." રાધિકાએ સોફા પરથી ઉભાં થઈને કહ્યું.
"પણ અત્યારમાં..." ગૌરીબેન બોલવાં ગયાં. ત્યાં જ મહાદેવભાઈએ તેમને વચ્ચે જ અટકાવતાં કહ્યું, "હવે તેમણે નક્કી કરી જ લીધું છે, કે અત્યારે જ વાત કરશે. તો પહેલાં તેમની વાત સાંભળી લઈએ. પછી બીજું બધું કામ કરીશું."
"પપ્પા, મેં અને દીદુએ ગરીબ બાળકો માટે એક સ્કુલ ખોલવાનો નિર્ણય કર્યો છે." રાધિકાએ સીધી મુદ્દાની વાત પર આવતાં ક્હ્યું.
"શું કહ્યું?? સ્કુલ...વિચારીને તો બોલે છે ને?? તારી બહેને બુટિક ખોલ્યું. તારે સ્કુલ ખોલવી છે. રાહીએ તો બુટિક સંભાળી લીધું. પણ તું સ્કુલ સંભાળી શકીશ?? સ્કુલનું બાંધકામ, શિક્ષકો, સ્કુલની જગ્યા બધું તારાથી મેનેજ થશે??" મહાદેવભાઈએ રાધિકાએ અચાનક આપેલાં ઝટકા પર વિચારીને પૂછ્યું. રાધિકા જીદ્દી હતી. તો તેને સમજાવવાનો મતલબ ન હતો. આમ પણ તેનો વિચાર સારો હતો.‌ તો મહાદેવભાઈએ પણ સીધી મુદ્દાની વાત જ કરી.
"એ બધું મેનેજ કરવામાં હું રાધુની મદદ કરીશ. આમ પણ હજી તેની કોલેજની એક્ઝામ બાકી છે. એ પૂરી થાય. ત્યાં સુધીમાં હું અને રચના મળીને બધું તૈયાર કરી લઈશું. બસ તમારી નજરમાં કોઈ સારી જગ્યા હોય. તો મને જાણ કરજો. હું કાર્તિક જોડે પણ આ બાબતે વાત કરી લઈશ." રાહીએ પોતાનો વિચાર જણાવતાં કહ્યું.
"કાર્તિક જોડે હું વાત કરી લઈશ. અત્યારે રાધિકાએ તેની કોલેજ પર ધ્યાન આપવું જોઈએ." મહાદેવભાઈ અચાનક જ ભર નિદ્રામાંથી જાગ્યાં હોય‌. એ રીતે ચમકીને બોલ્યાં. રાધિકાને તેમનાં ઉપર થોડી શંકા ગઈ. પણ અચાનક જ ઘડિયાળ તરફ જોતાં તેણે કહ્યું, "હવે હું કોલેજ જવાં નીકળું છું." રાધિકા કોઈની વાત સાંભળ્યાં વગર જ પોતાનાં રૂમ તરફ ભાગી. રાહી પણ બુટિક પર જવાની તૈયારી કરવા લાગી.
રાધિકા આજે કોલેજ જવાં માટે કંઈક વધારે જ ઉતાવળી થતી હતી. થાય પણ કેમ નહીં.!! કોલેજમાં શ્યામ જો હોય છે. આખરે રાધિકા શ્યામ પાસે જવાં ઉતાવળી નાં થાય. તો કોની પાસે જવાં ઉતાવળ કરવાની.!! જીન્સનાં બ્લૂ શોર્ટ્સ પર વ્હાઈટ શોર્ટ ટી-શર્ટ પહેરીને રાધિકા તૈયાર થતાં થતાં ગીત ગણગણવા લાગી, "હૈ સાથ આયે વો મન મેં સમાયે વો, ઉનકો જો ભાયે વો હમ લેંગે, હૈ જાન સે પ્યારે, સાજન હમારે, ઉનકે લિયે કુછ ભી કર દેંગે, આજ ઉનસે મિલના હૈ હમેં." ગીત ગણગણતા જ રાધિકાએ પોતાનાં વાળને નીચેથી થોડાં કર્લી કર્યા. અને આંખમાં કાજલ અને હોંઠો પર હલ્કા ગુલાબી રંગની લિપસ્ટિક લગાવીને કોલેજે જવાં નીકળી ગઈ.
"ઓયે, આજ કોલેજ જવાં કંઈક વધારે જ ઉતાવળી થાય છે ને કંઈ.!!" રાધિકાને એક્ટિવા પર બેસેલી જોઈને રાહીએ કારની વિન્ડોનો મિરર નીચે કરતાં કહ્યું.
"દીદુ, તમારો સમય પણ આવશે. ત્યારે ગણી ગણીને બદલા લઈશ." કહેતાં રાધિકાએ સ્માઈલ કરતાં કરતાં કોલેજ જતાં રસ્તે એક્ટિવા દોડાવી મૂકી. રાહી મોબાઈલ હાથમાં લઈને શિવાંશને યાદ કરવાં લાગી. ત્યાં જ તેનો મેસેજ આવ્યો, "આપણી મુલાકાત બહું જલ્દી થાશે. મારી રાહ જોજે." સવાર સવારમાં શિવાંશનો મેસેજ મળતાં જ રાહીનાં ચહેરાં પર સ્માઈલ આવી ગઈ. એ સ્માઈલ સાથે જ તેણે બુટિક તરફ જતાં રસ્તે કાર દોડાવી મૂકી.
રાધિકા કોલેજ પહોંચીને એક્ટિવા પાર્ક કરીને ક્લાસરૂમ તરફ આગળ વધી રહી હતી. ત્યાં જ એક છોકરો તેની સામે આવીને ઉભો રહી ગયો. અભય રાઠોડ...રાધિકાનો જુનિયર હતો. તે અચાનક જ રાધિકાની સામે આવીને ઉભો રહી ગયો. તો રાધિકાએ કમર પર હાથ રાખીને પૂછ્યું, "શું છે??" એ સમયે જ અભયનું ધ્યાન રાધિકાની ખુલ્લી દેખાતી કમર પર ગયું. એ સાથે જ તેણે પોતાનાં નીચેનાં હોંઠ પર બેશરમીથી અંગૂઠો ફેરવીને કહ્યું, "તારાં જેવી હોટ બ્યુટી સામે આવી જાય. તો તેને જોઈને તેનો રસ્તો તો રોકવો પડે ને." અભય એમ કહીને રાધિકાને ઉપરથી નીચે સુધી ગંદી રીતે જોવાં લાગ્યો. અભયની એવી હરકતથી રાધિકાએ તેનાં ગાલ પર એક થપ્પડ લગાવી દીધી. જેનાંથી અભયનો ઈગો હર્ટ થયો. તેણે તરત જ રાધિકાનો હાથ પકડીને તેને પોતાની તરફ ખેંચીને તેની કમર પર હાથ મૂકી દીધો. રાધિકા અભયની અચાનક થયેલી હરકતથી કંઈ સમજી નાં શકી. અભયે પોતાનો અંગૂઠો રાધિકાનાં હોંઠો તરફ લઈ જવાની કોશિશ કરી. ત્યાં જ તેનાં નાક પર એક મુક્કો પડ્યો. અભયનાં નાકમાંથી એ જ ક્ષણે લોહી વહેવા લાગ્યું. તે જમીન પર ફસડાઈ પડ્યો. રાધિકાએ પાછળ નજર કરી. તો તેની બરાબર પાછળ શ્યામ ઉભો હતો.
"પાંચ ફૂટ... પૂરાં પાંચ ફૂટની દૂરી બનાવીને રાખજે રાધિકાથી. બાકી આજે નાક પર મુક્કો પડયો છે. આગલી વખતે શું થાશે? તેનું નક્કી નહીં રહે." શ્યામે અભયને જમીન પરથી ઉભો કરીને તેનાં ટી-શર્ટની બાંય ખંખેરીને કહ્યું.
"તારી માશૂકા લાગે છે. પણ તે બહું મોટી ભૂલ કરી. અભય રાઠોડ પર આજ સુધી કોઈએ હાથ ઉપાડ્યો નથી." અભયે શ્યામની આંખોમાં આંખો પરોવીને થોડો ગુસ્સો બતાવતાં કહ્યું.
"તો આજે તારો એ રેકોર્ડ તૂટી ગયો. ચલ જા હવે. અને હાં સિનિયર સાથે કેવી રીતે વાત કરવી? એ શીખી લેજે." શ્યામે પણ એટલાં જ એટિટ્યૂડ સાથે જવાબ આપ્યો. અભય તરત જ જતો રહ્યો. તેનાં જતાં જ શ્યામ અચાનક જ રાધિકાને ગુસ્સાની નજરથી જોવા લાગ્યો.
"શું?? આમ મને ખાઈ જવાવાળી આંખો કરીને નાં જો." રાધિકાએ કહ્યું. તો શ્યામ તેનો હાથ પકડીને ચાલવા લાગ્યો. રાધિકાની કંઈ સમજમાં નાં આવ્યું. તો રાધિકાએ પૂછ્યું, "શ્યામ, શું કરે છે?? ક્યાં લઈ જાય છે મને??" શ્યામ રાધિકાની વાત સાંભળ્યાં વગર જ ચાલતો રહ્યો. અચાનક જ કોલેજનો રિહર્સલ રૂમ આવતાં શ્યામનાં પગ ત્યાં થંભી ગયાં. હોલ ખાલી હતો. શ્યામ રાધિકાને લઈને ત્યાં ગયો.
"અહીં કેમ લાવ્યો?" રાધિકાએ ફરી પૂછ્યું. તો શ્યામે તરત જ પોતાનું જેકેટ ઉતારીને રાધિકાને પહેરાવી દીધું.
"ઓહ શ્યામ પ્લીઝ, મને અભય જેવાં છોકરાઓથી કોઈ ફરક નથી પડતો. તેમનું તો કામ જ એ હોય છે. તો તું મને આ રીતે ટ્રીટ નાં કર. આમ પણ અભય જેવાં પુરુષોની નજર જ એવી હોય છે. લોકો કહે કે, છોકરીઓ ટૂંકા કપડાં પહેરે એટલે છોકરાઓ તેમને હેરાન કરે. પણ જ્યાં પાંચ અને દશ વર્ષની બાળકીઓ સાથે લોકો ખરાબ કૃત્ય કરે છે. ત્યારે તેમનાં ક્યાં કપડાં ટૂંકા હોય છે.
મહાભારતમાં દ્રોપદીનું ચીર હરણ થયું. ત્યારે તેણે ક્યાં ટૂંકા કપડાં પહેર્યા હતાં. અમુક લોકોની માનસિકતા જ સંકુચિત અને વિચાર જ ખરાબ હોય છે. કપડાં તો બસ એક બહાનું છે. બાકી તેમને તો પોતાની હવસ જ નજર આવતી હોય છે. આમ પણ જે માણસનાં મનમાં વિકાર જ ભર્યા હોય. તેનું કંઈ નાં થઈ શકે. આ શરીર કુદરતની દેન છે. તેને ઢાંકવા માત્રથી એવાં લોકોનાં વિચાર નહીં બદલે. જે ખરાબ સિવાય કંઈ વિચારી જ નાં શકતાં હોય. એટલે પ્લીઝ..." રાધિકા આગળ કંઈ બોલે એ પહેલાં જ શ્યામે તેનાં હોંઠો પર હાથ રાખી દીધો. અને તેને ચૂપ કરાવી. રાધિકા થોડીવાર સુધી શ્યામની આંખોમાં જ જોઈ રહી. જેમાં રાધિકા પ્રત્યે ચિંતા તો હતી. પણ જેવું રાધિકાએ વિચાર્યું. એ મુજબ શ્યામ રાધિકાને કોઈ પણ બાબતે રોકવા માંગતો હોય. એવાં કોઈ ભાવ તેની આંખોમાં રાધિકાને નજર નાં આવ્યાં.
"તું જેવી રીતે રહે. મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ તારાં પ્રત્યે મારી જે ચિંતા છે. તેનું હું શું કરું?? બનારસમાં જે થયું હતું. એ હું આજ સુધી ભૂલી શક્યો નથી. એમાં એ અભય તારી એટલી નજીક તારી કમર પર હાથ રાખીને ઉભો હતો. તને એટલી ગંદી રીતે જોતો હતો. એ કેમ કરી સહન કરી શકું?" કહેતાં કહેતાં જ શ્યામની આંખોમાં ગુસ્સા અને ચિંતાના મિશ્રિત ભાવો ઉપસી આવ્યાં. જે સહન ન થતાં શ્યામ તરત મોઢું ફેરવી ગયો.
રાધિકા શ્યામની વાત અને તેની ચિંતા સમજી ગઈ હતી. તે તરત જ શ્યામને પાછળથી ભેટી પડી. શ્યામની છાતી પર રહેલાં રાધિકાનાં સુંવાળાં હાથો પર શ્યામે પોતાનાં સખ્ત હાથ રાખી દીધાં. રાધિકા આંખો બંધ કરીને એમ જ શ્યામને વળગી રહી. શ્યામ પણ આંખો બંધ કરીને રાધિકાનાં હાથ પકડી ઉભો રહ્યો. થોડીવાર પછી શ્યામે રાધિકાનાં હાથ પકડીને ધીરેથી તેને પોતાનાથી અળગી કરી.
"રાધુ, હું તારાથી તારી આઝાદી છીનવી લેવા નથી માંગતો. પણ મારી ચિંતા ઉપર કાબૂ પણ નથી કરી શકતો. હું તને પ્રેમ કરું છું. તો તું એટલું તો સમજી જ શકે." શ્યામે રાધિકાનો ચહેરો પોતાનાં હાથમાં લઈને પ્રેમથી કહ્યું. શ્યામની આંખોમાં પોતાનાં પ્રત્યે પ્રેમ જોઈને રાધિકા ફરી તેને વળગી પડી. શ્યામ તેનાં માથામાં હાથ ફેરવતો રહ્યો. અચાનક જ શ્યામનો હાથ રાધિકાની ખુલ્લી કમર પર જતાં જ રાધિકાનાં દિલની ધડકન વધી ગઈ. જે શ્યામને તરત જ મહેસૂસ થતાં તેણે પોતાનો હાથ હટાવી લીધો. રાધિકા ધીરે રહીને શ્યામથી અળગી થઈ. શ્યામને રાધિકાની આંખમાં શરમનાં ભાવ દેખાયાં. તો શ્યામે રાધિકાની કમર પર હાથ રાખીને તેને પોતાની તરફ ખેંચતા કહ્યું, "ઓહ, તો મારી લેડી દબંગ બોક્સરને શરમાતાં પણ આવડે છે. જરાં હું પણ આ શરમની લાલી જોવ. આહાહા...કેટલી ક્યૂટ લાગે છે."
શ્યામની એવી વાત સાંભળી રાધિકાએ શરમાઈને પોતાનું માથું શ્યામની મજબૂત છાતી પર ઢાળી દીધું. રાધિકાને શ્યામની બાહોમાં સિક્યોર ફીલ થતું હતું. તે જાણી ગઈ હતી. જ્યાં સુધી શ્યામ તેની સાથે છે. રાધિકાને ક્યારેય કોઈપણ વ્યક્તિ કોઈપણ પ્રકારે હેરાન નહીં કરી શકે.લખનૌ
પોલીસ સ્ટેશન

લખનૌ પોલીસ સ્ટેશનની બહાર લોકોની ભીડ જામી હતી. બધાનાં હાથમાં આજનું ન્યૂઝ પેપર હતું. જેનાં ફ્રન્ટ પેજ પર જ ચંદાબાઈનો ફોટો લાગેલો હતો. ચંદાબાઈનાં કહ્યાં મુજબ કેશવે ચંદાબાઈની બાયોગ્રાફી છપાવી દીધી હતી. જેનાં લીધે અત્યારે લોકોનો મેળાવડો નજર આવી રહ્યો હતો.
લખનૌની પોલીસ લોકોને અંદર જતાં રોકી રહી હતી. પણ કોઈ માનવાં તૈયાર ન હતું. એ બધાં લોકોમાં ચંદાબાઈનાં ધંધાને લગતાં લોકો, ગૃહ ઉદ્યોગની મહિલાઓ, રેડ લાઈટ એરિયાની મહિલાઓ એ બધાં શામેલ હતાં. પોલીસ બધાંની આગળ ઉભી રહીને ડંડા અને લોખંડની જાળી આગળ રાખીને બધાંને રોકી રહી હતી. પણ બધાં પ્રયત્નો નિષ્ફળ નીવડી રહ્યાં હતાં.
"એક મિનિટ, સબ શાંત હો જાઓ. મૈં બાત કરતી હૂં." અચાનક જ લોકોની ભીડ ચીરીને એક છોકરી આગળ આવીને બોલી. એ સાથે જ બધાં શાંત થઈ ગયાં. એકાએક જ ભીડની વચ્ચેથી કોઈ બોલ્યું, "યે હમારે ગૃહ ઉદ્યોગ કી શેરની આ ગઈ. અબ તો પુલિસ કો ચંદાબાઈ કો છોડનાં હી પડેગા."
"કૌન હૈં આપ??" બહારથી આવતાં અવાજો અચાનક જ બંધ થઈ જતાં એસીપી રાધેશ્યામ વર્માએ બહાર આવીને એ છોકરીને પૂછ્યું. જે બધાંની આગળ લોકોની સામે મોં કરીને ઉભી હતી.
"મૈં સંસ્કૃતિ શુક્લા.. ચાંદની ગૃહ ઉદ્યોગ મેરે અન્ડર હી ચલતા હૈ. ચાંદની મેમ કભી કભી આ જાતી હૈ. બાકી કામ મૈં હી દેખતી હૂં." સંસ્કૃતિએ એસીપીને પોતાનો પરિચય આપતાં કહ્યું. સંસ્કૃતિનાં અવાજમાં એક સ્ફૂર્તિ, મક્કમ વિચારો અને કોની સાથે કેવી રીતે વાત કરવી એવાં વ્યકિતત્વની છાપ ઝલકતી હતી. એ જોઈને એસીપીને સંસ્કૃતિ સ્વાભિમાની અને નીડર છોકરી લાગી.
"યહાં આને કી વજહ??" એસીપીએ વધું વિચાર નાં કરતાં મુદ્દાની વાત કરી.
"મૈં ગૃહ ઉદ્યોગ ચલાને કે સાથ એક વકીલ ભી હૂં. ચંદાબાઈ કી બેલ કે પેપર્સ લાયી હૂં. આપકો અભી કે અભી ઉન્હેં છોડનાં પડેગા." સંસ્કૃતિએ એક ફાઈલ એસીપી તરફ લંબાવીને કહ્યું.
એસીપી વર્માએ સંસ્કૃતિનાં હાથમાંથી ફાઈલ લઈને ચેક કરી. જે ચંદાબાઈને કેટલાંય સમયથી પોતાની હિરાસતમાં લેવાં માટે એસીપીએ રાત દિવસ મહેનત કરી હતી. એ જ ચંદાબાઈને પકડી પાડ્યા પછી એક જ રાતમાં છોડી દેવી પડશે. એવું એસીપીએ વિચાર્યું ન હતું.
"ચંદાબાઈ ને ભલે હી કુછ કામ અચ્છે કિયે હો. લેકિન આખિર મેં તો વો એક રેડ લાઈટ એરિયા હી ચલાતી હૈ ના. ફિર ઉન્હોંને મર્ડર ભી કિયા હૈ. તો ઐસે કૈસે ઉન્હેં છોડ દે." એસીપીએ દલીલ કરતાં કહ્યું.
"વો અપને વાદે ઔર ઉસૂલો કી પક્કી હૈ. ઈસ લિયે રેડ લાઈટ એરિયા ચલાતી હૈ. ક્યૂંકી ઉન્હોંને રેડ લાઈટ એરિયા કી અસલી માલકિન કો કિયા વાદા કિયા થા. ઈસ લિયે બસ ઉસે હી પૂરાં કરને કે લિયે આજ ભી રેડ લાઈટ એરિયા ચાલું રખા હૈ. બાકી ઉનકા જ્યાદા ધ્યાન તો ગૃહ ઉદ્યોગ પર હી રહતા હૈ. ઈસ લિયે આપકો ઉન્હેં છોડના હોગા." સંસ્કૃતિએ ફરી એ જ મક્કમ નિર્ણય સાથે કહ્યું.
"લેકિન..."
"જબ તક રેડ લાઈટ એરિયા કી લડકિયા ખુદ વહાં સે જાને કે લિયે તૈયાર નાં હો. તબ તક હમ રેડ લાઈટ એરિયા બંદ નહીં કર સકતે." અચાનક જ ભીડમાંથી એક વ્યક્તિનો અવાજ સંભળાયો. બધાંની નજર એ તરફ ગઈ. એ વ્યક્તિ ફરી બોલ્યો, "ફિર ચંદાબાઈ ને જીસકા મર્ડર કિયા હૈ. મૈં ઉસકા બડા ભાઈ હૂં. ઔર મેરા છોટા ભાઈ કોઈ દૂધ કા ધૂલા નહીં થા. ઉસને તો બહુત સારી લડકિયો કી જીંદગી બર્બાદ કી હૈ. જબ કી ચંદાબાઈ લડકિયો કી જીંદગી સવારતી હૈ. તો મુજે મેરે ભાઈ કે મર્ડર કેસ કી ફાઈલ બંદ કરની હૈ. આપ ચંદાબાઇ કો છોડ દિજીયે." અખિલેશ ચતુર્વેદીનાં ભાઈએ એસીપી વર્માની સામે ઉભાં રહીને કહ્યું.
"જા બે કેશવ કલ કે ન્યૂઝ પેપર મેં મેરે એક અચ્છે સે ફોટો કે સાથ એક લંબા સા લેખ છપવા દિયો કિ ચાંદની ગૃહ ઉદ્યોગ ચંદાબાઈ કા હી હૈ. ઔર સાથ મેં મેરી બાયોગ્રાફી ભી છપવા દિયો." પહેલાં લોકોની ભીડ પછી સંસ્કૃતિ શુક્લા અને અંતે અખિલેશ ચતુર્વેદીનો ભાઈ બધાં જ ચંદાબાઈની સાથે હતાં. એ જોતાં જ એસીપી વર્માનાં કાનમાં ચંદાબાઈએ પોલીસની જીપમાં બેસતી વખતે કેશવને કહેલાં શબ્દો ગુંજવા લાગ્યાં. આખરે કોઈ કસર બાકી રહી ગઈ હોય. એમ કમિશનર સાહેબનો પણ ચંદાબાઈને છોડવાનો મેસેજ આવી જતાં એસીપી વર્માએ પોતાનાં હથિયારો નીચે મૂકીને ચંદાબાઈને છોડવી જ પડી.
એસીપી વર્માએ પોલીસ સ્ટેશનની અંદર જઈને જેલનો દરવાજો ખોલ્યો. એ સાથે જ ચંદાબાઈએ કહ્યું, "અબ ખેલ સહી અંજામ તક પહુંચા હૈ. કભી કોઈ કામ પડે તો મેરે પાસ આ જાના. ક્યૂંકી તેરે સે જ્યાદા તો મૈં લોગો મેં ફેમશ હૂં." કહેતાં જ ચંદાબાઈ હસતી હસતી જતી રહી.
ચંદાબાઈ જ્યારે તેનાં રેડ લાઈટ એરિયામાં પહોંચી. ત્યારે શુભમ અને અમ્મા પણ ત્યાં જ હતાં. અમ્માએ ખુશી ખુશી ચંદાબાઈનું સ્વાગત કર્યું. ચંદાબાઈએ વર્ષો પહેલાં જે ગુમાવ્યું હતું. એનાંથી ડબલ આજે તેણે હાંસિલ કરી લીધું હતું. જેની ખુશી તેનાં ચહેરાં પર નજર આવતી હતી.
"મુજે માફ કરના મેડમ, મૈં આપકો સમજ નહીં પાયા. લેકિન આપને મુજે ગૃહ ઉદ્યોગ કે બારે મેં ક્યૂં નહીં બતાયા? મુજે આપકે સભી બૂરે કામો કે બારે મેં પતા થા. લેકિન અચ્છે કામ કે બારે મેં આપને ક્યૂં નહીં બતાયા??" અચાનક જ દિનેશે આવીને ચંદાબાઈની માફી માંગતા કહ્યું.
"મૈં તુજે બતાનેવાલી થી. લેકિન તબ તક તુ વિભૂતિ કો પ્યાર કરને લગા થા. તો મૈંને તેરે સાથ એક ખેલ ખેલને કે બારે મેં સોચા." ચંદાબાઈએ કહ્યું, "મૈંને તુમ્હારી ઔર વિભૂતિ કી શાદી ક્યૂં નહીં કરવાયી. યે તુજે પતા હૈં?" ચંદાબાઈનાં સવાલ પર દિનેશે નકારમાં ડોક હલાવી. તો ચંદાબાઈએ હસીને કહ્યું, "મૈં તેરે પ્યાર કી પરીક્ષા લે રહી થી. મૈં તો પ્યાર મેં ધોખા ખા ચુકી થી. લેકિન દૂસરી લડકી કે સાથ ઐસા હોને દેના નહીં ચાહતી થી. તો મૈંને સોચા તુજે થોડાં ઈંતેજાર કરવાતી હૂં. દેખતી હૂં તેરા પ્યાર કિતના સચ્ચા ઔર પક્કા હૈ. લેકિન તું તો અવ્વલ નંબર સે પાસ હુઆ. તુને તો વિભૂતિ કો પાને કે લિયે મેરે સાથ હી બગાવત કર દી." કહીને ચંદાબાઈ જોર જોરથી હસવા લાગી.
"તો આપકો પતા થા કિ મૈં હી શુભમ ઔર પુલિસ કો લેકર યહાં આયા થા??" દિનેશે ધીમાં અવાજે પૂછ્યું.
"હાં, ક્યૂંકી યહાં મેરે દુશ્મન મેરી યા મેરે ઈલાકે કે કોઈ ભી ઈન્સાન કી ઈજાજત કે બગૈર મુજે ચકમા નહીં દે સકતે. તો મુજે સબ પતા થા. તુજે પુલિસને પકડ લિયા હૈ. યે ખબર તુજસે પહલે હી મુજ તક પહુંચ ગયી થી." ચંદાબાઈએ ફરી હસીને કહ્યું. પણ ચંદાબાઈને પહેલેથી બધી ખબર હતી. એ જાણીને દિનેશને થોડો ઝટકો લાગ્યો. ત્યાં જ ચંદાબાઈ તેનાં માથે હાથ મૂકીને બોલી, "પાગલ, ડરને કી કોઈ જરૂરત નહીં હૈ. તું મેરી લી હુયી પરીક્ષા મેં પાસ હો ગયાં હૈ. તો જાકર તેરી ઔર વિભૂતિ કી શાદી કી તૈયારી શુરુ કર. મૈં ખુદ વિભૂતિ કા કન્યાદાન કરુંગી."
ચંદાબાઈની વાત સાંભળીને બધાંને બહું ખુશી થઈ. આખાં એરિયામાં ખુશીની લહેર ફરી વળી. દિનેશ અને વિભૂતિનાં ચહેરાં ઉપર તો ખુશી સમાતી ન હતી. પણ વિભૂતિને હજું એક સવાલ પરેશાન કરી રહ્યો હતો. તેણે ચંદાબાઈ પાસે જઈને પૂછ્યું, "શુભમ જબ મુજે યે બતાને આયા કિ વો હમ સબ કો યહાં સે આઝાદ કરને આયા હૈ. તબ મૈંને યહાં કી સભી લડકિયો સે બાત કી થી. તબ તો વો સબ યહાં સે જાને કે લિયે તૈયાર હો ગયી થી. લેકિન ફિર જબ શુભમને સબ કો બોલા. તો કુછ લડકિયો કે અલાવા બાકી સબને ક્યૂં મના કર દિયા??"
વિભૂતિનો સવાલ સાંભળીને ચંદાબાઈનાં ચહેરાં પર હળવું સ્મિત આવી ગયું. તેણે વિભૂતિની નજીક જઈને કહ્યું, "કલ જો લડકિયા યહા સે જાને કે લિયે તૈયાર હુયી થી. વો કુછ હી દિનો પહલે યહાં આયી હૈં. યે બાત તો તુમ ભી જાનતી હો. ઉન સભી લડકિયો કો કિસી નાં કિસી ને કોઈ નાં કોઈ જગહ સે ઉઠાયા થા. ઈસ લિયે વો અપને પરિવાર કે પાસ જાના ચાહતી થી. જબ કી જિસ લડકિયો ને આખરી મૌકે પર અપના ફૈસલા બદલ દિયા ઔર યહાં રહને કે લિયે તૈયાર હુયી. ઉન સબ કો કોઈ નાં કોઈ આકર યહાં બેચકર ગયાં થા. તો ઉન્હેં અપને પરિવાર કે પાસ જાને કા કોઈ મોહ નહીં થા. ઈસ લિયે ઉન્હોંને અપના ફૈસલા બદલ દિયા. ફિર દૂસરી વજહ ઉનકો મેરે ઔર મેરે ગૃહ ઉદ્યોગ કે અચ્છે કામ કે બારે મેં પતા થા." ચંદાબાઈએ એક સંતોષકારક સ્મિત સાથે વાત પૂરી કરી. હવે કોઈનાં મનમાં કોઈ સવાલ ન હતો. બધાં વિભૂતિ અને દિનેશનાં લગ્નની તૈયારીઓમાં લાગી ગયાં.(ક્રમશઃ)


_સુજલ બી.પટેલ


Rate & Review

Monika

Monika 11 months ago

Nehal

Nehal 1 year ago

Parash Dhulia

Parash Dhulia 1 year ago

Anjna Manavadaria
rutvik zazadiya