કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - 28

(92)
  • 5.2k
  • 3
  • 2.9k

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ - ૨૮ ગણતરીની સેકન્ડમાં ત્રણેય મિત્રો ગાડીમાં બેસે છે. કરણ ફોન કરી શુક્લાને ત્યાંથી નીકળી જવા કહે છે અને ફરી વિડીયોની ધમકી આપે છે. શુક્લા ગાડી લઇ જાય છે એટલે કરણ ઝડપથી ગાડી લઈ નીકળે છે. રાવજીને પાછળ કોઇ ગાડી આવે છે કે નહીં એ જોવા માટે ત્યાં રાખે છે. કરણનાં ગયા પછી પાંચ મિનિટ સુધી કોઇ શંકાસ્પદ વાહન દેખાતું નથી. ગાડી ફૂલ સ્પીડમાં ચલાવી કરણ ત્યાંથી વિશાલ બીજી ગાડી સાથે જ્યાં રાહ જોતો હોય છે ત્યાં પહોંચે છે. ગાડીમાં બે-ત્રણ વાર વિક્કી કહી બોલાવે છે પણ વિક્રાંત બેભાન