કેસ નંબર ૩૬૯ સત્યની શોધ - ૪૯

(91)
  • 5.2k
  • 5
  • 2.5k

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ - ૪૯અંગાર બધા ગુનાઓ કબૂલ કરી નીલિમા સામે જોઈ આંખ મારે છે. અંગારનાં મગજમાં કોઈ પ્લાન હતો એ વિક્કીને શક જાય છે. શું પ્લાન હોય શકે એ વિચારે તે પહેલા અંગાર ચક્કર ખાઈ નીચે પડે છે. કોર્ટનાં કઠેરામાં અંગાર બેભાન થઈ જાય છે. કોર્ટમાં સન્નાટો છવાઈ જાય છે.અંગારને બેભાન જોઈ રાજુ એનું માથું ખોળામાં લે છે: “જજ સાહેબ મારા ભાઈને આ પોલીસવાળાએ શું કર્યું? ખેંગારે એને બહુ લાડકોડથો ઉછેર્યો છે... પોલીસે એના પર જુલમ કર્યો છે... એને દવાખાને લઈ જવાની વ્યવસ્થા કરાવો...”વિક્કીને ખબર હતી અંગાર નાટક કરે છે. નીલિમા સામે જુએ છે.