વસુધા - વસુમાં - પ્રકરણ-10

(61)
  • 7.1k
  • 3
  • 3.7k

વસુધાપ્રકરણ-10 દિવાળીબહેન વસુધાનાં વખાણ કરી રહેલાં કે ગુણવંતભાઇનું ખોરડું આપણી વસુધાના જવાથી દીપી ઉઠવાનું છે અને એ લોકો પણ વસુધા વિશે બધું જાણીને આનંદમાં હતાં કે ઘરમાં સુશીલ સમજુ અને સંસ્કારી છોકરી ઘરમાં આવવાની છે મારો કેટલો આભાર માન્યો કે તમે તમારી ભાઇની છોકરીનો સંબંધ કરવા અમને કહ્યું સાચેજ મારાં પીતાંબરને ગુણીયલ છોકરી મળશે. પુરષોત્તમભાઇ અને પાર્વતીબેન બધુ સાંભળીને ખુશ થયાં. પુરષોત્તમભાઇએ કહ્યું બહેન તું આવી છે તો આજે લીસ્ટ બનાવી દઇએ. એમને ત્યાંથી શુકનનો સાકરપડો પણ આવી જાય પછી બીજી તૈયારીઓમાં સમયજ નહીં રહે. સમય જતાં ક્યાં વાર લાગે છે. જોત જોતામાં વસુધાનું લગ્ન આવી જશે. પાર્વતીબહેને કહ્યું તમે