વસુધા - વસુમાં - Novels
by Dakshesh Inamdar
in
Gujarati Motivational Stories
એક નારી, નારીનો આદર્શ, નારીની ઇચ્છાશક્તિ, નિર્ણયશક્તિ નીડરતા, પાત્રતા, દરેક પડકાર સામે ઝઝુમવાની સાહસિકતા, પવિત્રતા, કરુણા, પ્રેમ, વાત્સલ્યતા, આવા ક ગુણ સદગુણથી પરોવાયેલું એક સ્ત્રી ચરિત્ર એટલે વસુધા-વસુમાં.... નારી તું નારાયણી સાબિત કરી આપ્યું....
વસુધા એક નાનકડા ગામની નિર્દોષ ...Read Moreસુંદર કન્યા. સાવ નાની ઊંમરે થઇ ગયેલું વેવીશાળ. હજી માંડ 9 ધોરણ પાસ કર્યા અને વેવીશાળ થઇ ગયું. બીજા વર્ષે લગ્ન અને 16 વર્ષની કિશોરાવસ્થા અને યુવાનીનાં ઉંબરે પગ મૂકતી કન્યા સાસરે આવી ગઇ.
વસુધા - વસુમાં એક નારી, નારીનો આદર્શ, નારીની ઇચ્છાશક્તિ, નિર્ણયશક્તિ નીડરતા, પાત્રતા, દરેક પડકાર સામે ઝઝુમવાની સાહસિકતા, પવિત્રતા, કરુણા, પ્રેમ, વાત્સલ્યતા, આવા ક ગુણ સદગુણથી પરોવાયેલું એક સ્ત્રી ચરિત્ર એટલે વસુધા-વસુમાં.... નારી તું નારાયણી સાબિત કરી આપ્યું.... ...Read Moreએક નાનકડા ગામની નિર્દોષ ચંચળ સુંદર કન્યા. સાવ નાની ઊંમરે થઇ ગયેલું વેવીશાળ. હજી માંડ 9 ધોરણ પાસ કર્યા અને વેવીશાળ થઇ ગયું. બીજા વર્ષે લગ્ન અને 16 વર્ષની કિશોરાવસ્થા અને યુવાનીનાં ઉંબરે પગ મૂકતી કન્યા સાસરે આવી ગઇ. સાસરાનું ઘર ભર્યુ ભર્યુ જમીન, મકાન મિલ્કત ઢોરઢાંખર બધુ હતું. પતિ પણ માંડ 18 વર્ષનો પીતાંબર ઘરની ખેતી અને ઢોરઢાંખર, દૂધ પર ઘર
વસુધાપ્રકરણ-2 પુરષોત્તમભાઇ હાથપગ ધોઇ કપડાંથી હાથ લૂછતાં લૂછતાં આવ્યાં. અને વસુધા અને દુષ્યંતને જોઇને ક્યું વાહ બંન્ને છોકરાઓ આવી ગયાં. તમે લોકો આજે ખૂબ રમ્યા લાગો છો વસુધાએ નિર્દોષતાથી પૂછ્યું બાપુ તમને કેવી રીતે ખબર ? પુરષોત્તમભાઇ એ ...Read Moreઅરે પાદરે મંદિરનાં પૂજારી શાસ્ત્રી કાકા બૂમ પાડતાં હતાં. બધાં છોકરાઓ તોફાન કર્યા કરે અને આ છોકરીઓ ડાહી છે રમતાં પહેલાં ફૂલો લાવી આપે. અને મહાદેવની આરતી પહેલાં હાજર થઇ જાય પછી બધાં તોફાનીઓ વંટ વગાડવા આવે. પ્રસાદ લઇને ઘરે જાય. વસુધાએ ક્હ્યુ હાં બાપુ અમને લોકોને મહાદેવજીને ચઢાવવા બીલીપત્ર અને ફૂલો લાવવા ખૂબ ગમે. અને પછી લાવેલા ફૂલ પૂજારીકાકા એવાં
વસુધાપ્રકરણ-3 સૂર્યનારાયણ ધીમે ધીમે ઉગમણે ઉગી રહ્યાં છે. હળવો મંદમંદ મીઠો પવન વાઇ રહ્યો છે. પાર્વતીબહેને આજે થોડાં વહેલાં ઉઠીને રોટલા શાક રાંધી નાંખ્યા છે થોડો કંસાર પણ હલાવી નાંખ્યો છે. આજે વસુધાએ પણ ગમાણ વાળી લાલી અને ...Read Moreવાછડા ભેંશ વગેરેને ઘાસ અને પાણી આપી દીધાં હતાં. દૂધ પણ દોહીને ડેરીએ ભરાવી દીધું હતું દુષ્યંત સવારથી વાંચવા બેસી ગયો છે ત્યાં પાર્વતીબહેને કહ્યું સાંભળો છો ? આપણે શીરામણ કરી લઇએ પછી નીકળવું છે ને ? પાર્વતીબહેને બધાને જમવા બોલાવી દીધાં અને બધાંને જમાડીને કહ્યું વસુ તું ધ્યાન રાખજે અમે ગાડરીયા જઇને આવીએ છીએ. દુષ્યંત ટીખળ કરતાં કહ્યું માં વસુ
વસુધાપ્રકરણ-4 પાર્વતીબેન અને પુરષોત્તમભાઇ ગાડરીયા ગામ પોતાની દીકરી વસુધા માટે છોકરો જોવા આવ્યાં હતાં. બધી વાતચીત ચાલી રહી હતી. વાતવાતમાં છોકરાઓં ભણતર અંગે વાત નીકળી ત્યારે જાણ્યું કે એમનો દિકરો પીતાંબર સાત ચોપડી ભણેલો છે. પાર્વતીબહેને કહ્યું ...Read Moreવસુધા 9 ચોપડી ભણી છે એને તો આગળ ભણવું છે પણ અમે... ત્યાં પીતાંબરની માં એ કહ્યું અરે વાહ સારુ કહેવાય મને તો છોકરીઓ ભણે એ ગમે છે જો એને આગળ ભણવું હશે તો અમને વાંધો નહીં ઉઠાવીએ અને મારે ત્યાં પરણીને આવી તો હું એને આગળ ભણાવીશ મારે પણ ભણવાની હોંશ હતી પણ આપણાં સમયમાં છોકરીઓને ભણાવતાંજ નહીં હજી કિશોરી થઇ
વસુધાપ્રકરણ-5 વસુધાનાં માં-પાપા એમની દૂરની બહેન દિવાળીબહેનનાં ઘરે ગયાં જે એમનાં ઘરે જતાં રસ્તામાં પડતું બતું વળી દિવાળી બહેનને કોઇ સંસાર નહોતો તેઓ વિધવા હતાં.. ના છોકરા છૈયા એકલાં હતાં. એમણે પુરષોત્તમભાઇને પૂછ્યું તમને કેવો લાગ્યો છોકરો ...Read Moreઅને માણસો ? પુરષોત્તમભાઇ અને પાર્વતીબહેન એકબીજા સામે જોયું પછી પાર્વતીબહેન બોલ્યાં કુટુંબ અને માણસો ઘણાં સારાં છે તમે બતાવો ઘર પછી એમાં જોવાનું હોય. પણ.. પણ.. છોકરો માત્ર સાત ચોપડીજ ભણ્યો છે એ જરા... ત્યાંજ દિવાળીબહેને કહ્યું અરે પાર્વતી એકવાત સમજ આટલી ખેતી-ઢોર અને દૂધ.. ખેતીમાં મબલખ આવક હોય ખાનાર ત્રણ જણાં એકનો એક દીકરો -દિકરી સરલા પરણાવી દીધી છે. એય
વસુધાપ્રકરણ-6 વસુધાનાં પાપા મંમી છોકરો જોઇને દિવાળીબહેનને હકારો ભણીને ઘરે આવ્યાં. ઘરે આવી વસુધાને બધી વાત કરી. વાતવાતમાં વસુધાએ જાણ્યુ કે છોકરો સાત ચોપડી સુધી જ ભણ્યો છે અને ભણવાનું છોડી દીધુ છે. ઘરમાં ઢોર ઢાંખર ઘણાં ...Read Moreખેતી ઘણી મોટી અને સારી છે. દૂધની ઘણી આવક છે છોકરો એકનો એક છે એ બધી વાત એણે કોરાણે મૂકી અને ભણવાનું છોડી દીધું છે. એ જાણીને નિરાશ થઇ ગઇ. એણે કહ્યુ માં દૂધ બધુ દોહી-ભરીને તૈયાર છે ડેરીમાં ભરવાનું જ બાકી છે તમે પતાવી દેજો તું. મારી લાલી પાસે જઊં છું. કહીને એ ગમાણમાં ગઇ લાલીનાં ગળામાં હાથ પરોવીને ઉભી રહી
વસુધાપ્રકરણ-7 દિવાળીબેન ઘરે આવેલાં અને પુરષોત્તમભાઇ અને પાર્વતીબેન બંન્ને ખૂબ આનંદમાં હતાં. દિવાળીબહેને આવીને ગુણવંતભાઇ અને ભાનુબહેન સંબંધથી સ્વીકારીને ખૂબ ખુશ છે એમ કીધું પછી ઉર્મેર્યું કે આપણી વસુધા ખૂબ હોંશિયાર અને સ્વરૂપવાન છે એમને આવી છોકરી ક્યાં ...Read More? વસુધા હિસાબ જોતી જોતી મોટેરાંઓની વાતો સાંભળી રહી હતી એ વિચારોમાં પડી ગઇ કે આ લોકો મારાં લગ્ન કરાવવા ઉતાવળા અને અધીરા થઇ ગયાં છે મારાં લગ્ન થવાનાં એ કુટુંબનાં માણસો કેવા હશે ? મને ત્યાં ફાવશે ? એ પિંતાબરે ભણવાનું છોડી દીધું છે કેમ એવું કર્યું હશે ? હું તો ત્યાં જઇને પણ ભણવાની પણ અહીંથી જવાનું કેમ ગમશે
વસુધાપ્રકરણ-8 પુરષોત્તમભાઇએ વસુધાને પૂછયું વસુધા તેં ડેરીનો હિસાબ જોઇ લીધો ? ગાયનું અને ભેંશનું બન્નેનાં દૂધનો હિસાબ ચોપડીમાં લખાવી લાવ્યો છું આપણે બે મહીનાથી ઉપાડ નથી કર્યો. બધુ જમા કરાવ્યું છે. એટલે આ વખતે બધો હિસાબ જોઇને પૈસા ...Read Moreલઇશું. વસુધાએ કહ્યું હાં પાપા મેં જોઇ લીધો છે અને દુષ્યંતને સરવાળો ચેક કરવા આપી છે. બેઉ જણાં સરવાળો કરી જોઇએ તો કોઇ ભૂલ થઇ હોય તો ખબર પડે. ત્યાં દુષ્યંતે કહ્યું મેં જોઇ લીધું છે બધુ બરોબર છે. પાપા બે મહિનાનાં થઇને 21,000/- લેવાનાં નીકળે છે ફેટ પ્રમાણે એ લોકો જે વધારો આપે એ અલગ. વસુધાએ કહ્યું આપશેજ સ્તો. દર
વસુધાપ્રકરણ-9 અવંતિકાએ મોક્ષને કહ્યું મોક્ષ તમે મને ખૂબ પ્રેમ કરો છોને તો મારી એકવાત માનશો ? મોક્ષે કહ્યું તારી વાતમાં તથ્ય હોય છે હું જાણું છું નિસંકોચ મને કહે હું તારી વાત માનીશજ. અવંતિકાએ કહ્યું મોક્ષ આ નવલકથા ...Read Moreચરિત્ર એમની જીવનયાત્રા વાંચી રહી છું મને એટલી ગમે છે કે... મોક્ષ તમને શું કહ્યું ? આ કેવો સરસ સમય કાળ હશે કે માણસો આપણે પ્રેમાળ, પરિશ્રમી અને લાગણીશીલ હતો એમની દરેક વાત અને વિચાર-વર્તનમાં સંસ્કાર ટપકે છે એકબીજા માટે કેટલી લાગણી અને પ્રેમ છે. મોક્ષ વસુધાનું બાળપણ, શિક્ષણ અને કિશોરાવસ્થાથી એ ગાયને કેટ પ્રેમ કરે છે અને એની ગાય પણ
વસુધાપ્રકરણ-10 દિવાળીબહેન વસુધાનાં વખાણ કરી રહેલાં કે ગુણવંતભાઇનું ખોરડું આપણી વસુધાના જવાથી દીપી ઉઠવાનું છે અને એ લોકો પણ વસુધા વિશે બધું જાણીને આનંદમાં હતાં કે ઘરમાં સુશીલ સમજુ અને સંસ્કારી છોકરી ઘરમાં આવવાની છે મારો કેટલો આભાર ...Read Moreકે તમે તમારી ભાઇની છોકરીનો સંબંધ કરવા અમને કહ્યું સાચેજ મારાં પીતાંબરને ગુણીયલ છોકરી મળશે. પુરષોત્તમભાઇ અને પાર્વતીબેન બધુ સાંભળીને ખુશ થયાં. પુરષોત્તમભાઇએ કહ્યું બહેન તું આવી છે તો આજે લીસ્ટ બનાવી દઇએ. એમને ત્યાંથી શુકનનો સાકરપડો પણ આવી જાય પછી બીજી તૈયારીઓમાં સમયજ નહીં રહે. સમય જતાં ક્યાં વાર લાગે છે. જોત જોતામાં વસુધાનું લગ્ન આવી જશે. પાર્વતીબહેને કહ્યું તમે
વસુધાપ્રકરણ-11 પાર્વતીબહેને કહ્યું સારુ તમે આવી ગયાં. દિવાળીબેન પણ હમણાંજ આવ્યાં. વેવાઇનો ફોન હતો. અગિયાસે સાકરપડો લઇને આવશે એમની દિકરી અને જમાઇ પણ સિધ્ધપુરથી આવી ગયાં છે. હાંશ ક્યારની રાહ જોવાતી હતી. ત્યાં દિવાળીબેન કહ્યું મારાં ભાઇની ...Read Moreસાચી હતી જુઓ વેવાઇનો ફોન પણ આવી ગયો. એ લોકોનાં જમવાની રહેવાની વ્યવસ્થા કરવી પડશે ને પણ વેવાઇ સાકરપડો આપી વ્યવહાર પતાવી રાત્રે પાછાં વળી જશે અહીં રોકાશે નહીં કારણ કે લગ્ન પહેલાં એ શોભે નહીં અને એમની દીકરી જમાઇ આવેલાં છે એ લોકો પણ બધી તૈયારી કરશે ને. પુરષોત્તમભાઇએ કહ્યું રહેવાનાં એટલે જમી પરવારી એ લોકોને આરામ માટે અલાયદો રૂમ આપવો
વસુધાપ્રકરણ-12 વસુધા-પીતાંબર બંન્ને એકબીજાનાં માતાપિતાને પગે લાગ્યાં અને પછી બંન્ને જણાં દિવાળી ફોઇને પગે લાગ્યાં. આશીર્વાદ લીધાં. ત્યારબાદ વડીલોએ વાતો ચાલુ કરી અને વસુધા પાછળ લાલી પાસે ગઇ અને લાલીને કહ્યું તારાં જમાઇ આવ્યાં છે. સારાં લાગે છે ...Read Moreપણ સ્વભાવે કેવા ખબર નથી. ત્યાં દિવાળી ફોઇએ કહ્યું પીતાબંરકુમાર તમે જાવ જરા પગ છુટા કરો અને બેન સરલા જાવ વાડો જુઓ વસુધા ત્યાંજ છે. સરલાએ ભાવેશકુમારને આવવા પૂછ્યું. ભાવેશકુમારે કહ્યું તમે જાવ વાતો કરો હું અહીં પાપા પાસે બેઠો છું પછી આવું છું અને સરલા અને દુષ્યંત પણ પીતાંબર સાથે બહાર ગયાં. વાડા તરફ દુષ્યંત દોરી ગયો અને બૂમ પાડી
વસુધાપ્રકરણ-13 સરલા અને દુષ્યંત ખેતરમાં ફરવા નીકળ્યાં. વસુધા ત્યાં રૂમનો ઓટલે બેસી ગઇ. પીતાંબર એની બરોબર બાજુમાં આવી બેસી ગયો અને વસુધાને શું ગમે ? શું શોખ છે એ પૂછવા લાગ્યો. વસુધાએ કીધુ. ભણવાં સાથે બધુ ગમે. ફીલ્મ ...Read Moreગામમાં આવે ત્યારે રામલીલા, આંકડી કચુકી રમવી, મારી લાલી સાથે વાતો કરવી મને ખૂબ ગમે. ત્યાં પીતાંબર વસુધાનાં ખભે હાથ મૂક્યો અને... વસુધા થોડી આધી ખસી ગઇ. વસુધા શરમાઇ રહી હતી. પીતાંબરે કહ્યું આજે આપણો સંબંધ નક્કી થયો ગોળધાણા ખવાયા અને સાકરપેંડો અપાઇ ગયો. વડીલોનાં આશીર્વાદ લીધાં હવે લગ્ન થવાનાં આમ શરમાય છે કેમ ? હવે તો આપણે નજીક આવવું જોઇએ
વસુધાપ્રકરણ-14 ગુણવંતભાઇએ ચા પીધાં પછી પુરષોત્તમભાઇને કહ્યું ભાઇ પુરષોત્તમ હવે અમે રજા લઇએ અને હવે પછી આ બંન્ને છોકરાઓને હળવાભળવા દેજો કોઇ ચિંતા ના કરશો. હમણા સરલા અહીં છે એટલે લગ્નની પણ તૈયારી અને બધાં પ્રસંગો એટલે કે ...Read Moreમહેંદી, ગરબા, લગ્ન, વગેરે કેવી રીતે કરવા એ બધુ નક્કી કરીશું વળી વસુધા માટેનાં ઘરેણાં કપડાં બધુ અમે પણ તૈયારી કરીશું. પીતાંબરનું પણ સાથે સાથે થશે. ભાનુબહેને કહ્યું અમે છોકરાવાળા છીએ ભલે પણ અમારે પણ એકનો એક છોકરો છે એટલે પૈસા સામું જોયા વિના ખુબ ધામધૂમથી લગ્ન કરીશું. અને હાં ગ્રહશાંતિ લગ્ન પછીજ ગોઠવ્યુ જેથી પીતાંબર અને વસુધા બેસી શકે. બીજું
વસુધાપ્રકરણ-15 પીતાંબર વસુધા અને દુષ્યંત ટોકીઝ પહોંચી ગયાં. ત્યાં પીતાંબરનો મિત્ર નલીન એની પ્રેમીકા નલીની સાથે ટીકીટ લઇને રાહ જોતો હતો. મૂવીનો સમય થઇ ગયો હતો. બધાં સીનેમા હોલમાં પહોચી ગયાં. ત્યાં U રોમાં છેલ્લી પાંચ સીટ હતી ...Read Moreવસુધા પછી પીતાંબર પછી દુષ્યંત અને પછી નલીન અને નલીની બેઠાં. વસુધાએ પીતાંબરને કહ્યું આમ નહીં બીજી રીતે બેસીએ દુષ્યંત મારી બાજુમાં બેસજો એ એકલો પડી જશે. પીતાંબરે કહ્યું અરે હું એની સાથે બેઠો છું. એને મારી કંપની માં બેસવા દે એ બરાબર બેઠો છે હું તને કે એને કોઇનો એકલા નહીં પડવા દઊં એટલે તો બેઊની વચ્ચે હું બેઠો છું.
વસુધાપ્રકરણ-16 મૂવી જોઇ પાછા ફરતાં પીતાંબર વસુધાની મશ્કરી કરી રહેલો વસુધાએ કહ્યું આવી વાતો કેમ કરો છો ? આપણને શોભતી નથી. તમે આવું ના બોલો મને નથી ગમતું એમ કહીની રીસાઇ ગઇ. પીતાંબર ખૂબ મસ્તીમાં હતો પણ વસુધાને ...Read Moreનહીં એટલે પછી ચૂપ થઇ ગયો. છેક ગામ આવ્યું ત્યાં સુધી કોઇ કંઇ બોલ્યું નહીં. પછી પીતાંબરે કહ્યું મસ્તીને આમ ગંભીર ના બનાવી દેવી ફરીથી જે તને નથી ગમતું એવી વાત નહીં કરું પણ હવે તો ઘર પણ આવી ગયું હવે તો ગુસ્સો થૂંકીને હસી નાંખ નહીંતર મને ઊંઘ પણ નહીં આવે. વસુધાએ કહ્યું હું કંઇ મનમાં ભરી નથી રાખતી જે
વસુધાપ્રકરણ-17 વસુધાનાં ઘરે ગ્રહશાંતક પૂજા ચાલી રહી છે. વસુધા એની માંની બાજુમાં બેઠી બેઠી પૂજા જોઇ રહી છે. ધ્યાનથી શ્લોક-મંત્રોચ્ચાર સાંભળી રહી છે. મનોમન ઇશ્વરને પ્રાર્થના કરી રહી છે કે બધાં પ્રસંગ આનંદ ઉલ્લાસથી પૂર્ણ થાય કોઇ વિધ્ન ...Read Moreઆવે. અને દુષ્યંતે આવીને વસુધાને કહ્યું દીદી દીદી જુઓ કોણ આવ્યું છે ? વસુધા ઉભી થઇને આવનારને જોઇ રહી અને આનંદીત થઇ ગઇ. સરલા અને ભાવેશકુમાર આવ્યા હતા. ગૃહશાંતિની પૂજામાં આવેલા અને માતાજીનો પ્રસાદ લઇને જવાનાં હતાં. વસુધાએ ભાવેશકુમારને પૂરા સન્માન સાથે આવકાર આપ્યો અને પોતાનાં પિતાની બાજુમાં બેસાડયાં અને સરલાને કહ્યું. દીદી તમે દર્શન કરી લો પછી આપણે ગૌ પૂજન
વસુધા પ્રકરણ -18વસુધા હાર લઈને આવે અને પીતામ્બર ને આવકાર આપે એવું જણાવવામાં આવ્યું નવો રિવાજ સ્વીકારવો પડ્યો અને વસુધા હાર લઈને આવી અને પીતામ્બરને વધાવ્યો. પાર્વતિબેનને નવા રિવાજ સામે સંકોચ હતો પરંતુ પુર્ષોત્તમભાઈની આંખનાં ઈશારે ચૂપ રહ્યાં અને ...Read Moreપક્ષની માંગણી સ્વીકારી લીધી એમની ન્યાતમાં પણ નવો ચીલો ચિતરાઈ ગયો. વસુધા અને પીતામ્બરનાં લગ્ન વિધિસર અને ખુબજ ધામધૂમથી થઇ ગયાં. બધાએ લગ્ન અને સહુનો આવકાર વખાણ્યો. વસુધાને લગ્નમાં જે કરિયાવર આપવામાં આવ્યું એવું બધાએ ખુબ વખાણ્યું અને બધાની જીભે એકજ વાત હતી કે પુરુષોત્તમભાઈએ ખુબ સારું કર્યું છોકરીને કોઈએ ના આપ્યું હોય એવું આપ્યું .વિદાય વેળાએ વસુધાના આંખમાં આંસુ રોકાતાં
વસુધા પ્રકરણ -19 વસુધાની પિયરની વિદાય અને સાસરીમાં આગમન વસુધાને બધાએ ખુબ લાગણી અને પ્રેમથી વધાવી. વસુધાએ આવીને તરત લાલીને યાદ કરી...લાલીને પણ ગમાણમાં સ્થાન મળી ગયું. લગ્નની રાત્રે વસુધા અને પીતાંબરપ્રેમ એહસાસ અને સહવાસમાં પરોવાયાં. સવારે વહેલી ઉઠી ...Read Moreસ્નાનાદી પરવારીને પેહલી દેવસેવામાં જઈ ફૂલ ચઢાવી પ્રાર્થના કરી પછી સાસુ સસરાને પગે લાગી આશીર્વાદ લીધાં અને સીધી ગમાણમાં લાલી પાસે ગઈ... લાલી વસુધાને જોઈને ભાંભરવા માંડી. વસુધાએ એને હાથ ફેરવ્યો અને બોલી લાલી તને અહીં ફાવી ગયું ? નવી જગ્યા અને નવા માણસો તને કેવું લાગ્યું ? આ હવેથી આપણું નવું ઘર નવું કુટુંબ છે પણ તને અહીં કોઈ
વસુધાપ્રકરણ -20વસુધાને પીતાંબર કોઈક મોંઘી ભેટ આપવા માંગતો હતો. પણ વસુધાએ કહ્યું મને આપવું હોયતો મારુ મનગમતું આપો પીતાંબરે કહ્યું બોલને તું કહે એ આપું નવું ઘરેણું- સાડી તારી કોઈ મનગમતી વસ્તુ બોલ હું શું આપું ? જેવાંથી તું ...Read Moreથઈ જાય કહે વસુધા.વસુધાએ કહ્યું તમે મને આપવા માંગો છો એ બધુંજ મારી પાસે છે મારાં મનનું ગમતું તો તમારો પ્રેમ વિશ્વાસ વફાદારી જે આપણાં સંબંધને મજબૂત કરનાર છે એ આપો. મને આગળ ભણાવો જેથી હું આપણાં બાળકોને પણ ખુબ સારું શિક્ષણ અને સંસ્કાર આપી શકું એમ કહી વસુધાએ પીતાંબરની આંખોમાં જોયું.પીતાંબર વિસ્મય થઈને જોઈ રહ્યો એણે કહ્યું વસુધા હું
વસુધા પ્રકરણ -21વસુધા પોતાની સાસરીમાં ઘરમાં હવે હેવાઈ થવા માંડી હતી. પીતાંબર દૂધ ભરવા જવાની તૈયારી કરતો હતો અને એના ગામનાં ભરવાડ મિત્ર રમણ એની માં સાથે મળવા આવે છે બંન્ને બહાર પાથરેલાં ખાટલા પર બેસે છે. ભાનુબેન આવકારે ...Read Moreઅને કહે છે તમે લગ્નમાં ના આવ્યા પણ પછી ખબર પડી હતી કે તમારાં જેઠ અવસાન પામ્યાં હતાં.રમણની માં એ કહ્યું આતો મરણ પ્રસંગ હતો એટલે લગ્નનાં ઘરમાં ક્યાં આવવું ? હવે બધું પતી ગયું છે એટલે આજે વહુનું મોં જોવા આવી અને શુકન કરાવવા પડેને ? આ પીતાંબર તો મારા રમણ નો લંગોટિયો ભાઈબંધ છે. ભાનુબહેને કહ્યું એ સારું હું
વસુધાપ્રકરણ: ૨૨દિવાળીફોઈ વસુધાની ખબર કાઢવા આવ્યાં હતાં દીકરી હમણાં વળાવી છે તો ખબર અંતર પૂછી આવું કરીને આવેલાં. એ બધાં વાત કરી રહેલાં અને પીતાંબર ડેરીએથી દૂધ ભરીને આવ્યો આવીને દિવાળી ફોઈને પગે લાગ્યો. વસુધાની પીતાંબર પર નજર પડી ...Read Moreઆંખો હસી ઉઠી એણે જોયું પીતાંબરનાં ખીસામાં કોઈ વસ્તુ હોય એવું લાગ્યું એણે પૂછ્યું નહીં જોઈને નજર ફેરવી લીધી પણ વિચારમાં પડી કે દૂધ ભરીને આવ્યાં અને એટલીવારમાં શું લઇ આવ્યાં ? હશે કંઈ એમ કહી એણે ધ્યાન વાતોમાં પરોવ્યું પીતાંબરે કહ્યું ફોઈ આજે અહીંજ રહી જાઓ અને જમીને પછી અમે તમને મુકવા આવીશું.લાગલુંજ વસુધા બોલી હાં ફોઈ આજે રહી
વસુધા પ્રકરણ :23 વસુધા અને પીતાંબર રાત્રે સુવા માટે ઉપર રૂમમાં આવ્યાં અને વસુધાએ કહ્યું હું આજે ખુબ થાકી છું મારે સુઈ જઉં છે તમે પણ સુઈ જાવ. પીતાંબરે તું સુઈ જા મારે હજી વાર છે હું હજી તો ...Read Moreએક આંટો મારવા જઈશ હમણાંથી ભેલાણ થવા માંડ્યું છે સાલું કોઈ જાનવર છે કે માણસ ખબર નથી પડતી ચાર બાજુ ફેન્સીંગ કરાવી એનાં માટે...તોય.. તું શાંતિથી સુઈ જા. વસુધાએ કહ્યું ઓહ તમારે જવું પણ જરૂરી છે આપણે વાવણીથી શરુ કરી આટલી મહેનત કરીએ અને જાનવર કે કોઈ માણસ એક રાતમાં નુકશાન કરી જાય થોડું ચાલે ? પણ તમે બે માણસોને
વસુધા પ્રકરણ : 24 પીતાંબર ડેરીએ દૂધ ભરાવવા ગયો અને વસુધા અને સરલા ધોવાનાં કપડાં વાડામાં લઈને આવ્યાં. સરલાએ પીતાંબરનું પહેરણ જોયું એમાંથી તીવ્ર વાસ આવી રહી હતી એ થોડામાં બધું સમજી ગઈ. પીતાંબર ડેરીએથી આવ્યો બધાં ...Read Moreનાસ્તો કરવા સાથે બેઠાં અને સરલાએ સીધુંજ વસુધાની સામે પીતાંબરને પૂછ્યું ભાઈ તું રાત્રે ખેતરે ગયેલો ? સારું કર્યું રાતે પણ ચોકી તો જોઈએજ. ઉભો પાક કોઈ ભેલાણ ના કરે એટલે જરૂરી છે પણ તેં આમ હલકાં કામ ક્યારે શરુ કર્યા ? રાત્રે કેમ પીધેલું ? વસુધા સમજી નહોતી રહી અને પીતાંબર સરલા સામે ના જોઈ શક્યો એણે મોઢું અને આંખો
વસુધા પ્રકરણ - 25 પીતાંબર વસુધાની માફી માંગીને એને મનાવવાની કોશીશ કરી રેહેલો. એનાં ચહેરાં પર ખરેખર પસ્તાવાનો ભાવ હતો એણે વસુધાની બાજુમાં બેસીને કહ્યું વસુ... હું જાણું છું મારાંથી ભૂલ થઇ છે પાપ નહીં અને ...Read Moreપણ ત્રણ ગુના માફ કરે છે પ્લીઝ મને માફ કર હું તને ખુબ પ્રેમ કરું છું વસુધાને ઘણો આઘાત લાગ્યો હતો એણે કહ્યું હજી આપણાં લગ્ન...તમે માફી માંગીને હવે મનાવવા આવ્યાં છો એલોકોનો વાર્તાલાપ ચાલુ હતો અને દાદર પર પગરવનો અવાજ આવ્યો અને પીતાંબરચૂપ થઇ ગયો ત્યાં સરલા ઉપર આવી અને વસુધાની બાજુમાં બેઠી... સરલાએ કહ્યું વસુધા એમ કહી એનો ચહેરો
વસુધા - પ્રકરણ ૨૬ સરલા અને ભાવેશકુમાર કારમાં ઘરે જવા નીકળી ગયાં અહીં ભાનુબહેન બોલ્યાં આખું ઘર જાણે ખાલી ખાલી થઇ ગયું...સરલાની આટલાં દિવસની હાજરી જાણે અચાનક ખાલીપો કરી ગઈ. દીકરી હોય ત્યાં સુધી જાણે ભર્યું ભર્યું હતું બસ ...Read Moreવિદાય થાય એટલે બધાં હોવાં છતાં ખાલીપો અનુભવાય છે.વસુધા સાંભળી રહેલી એનાંથી પણ કહ્યાં વિના ના રહેવાયું બોલી માં તમે સાચુંજ કહો છો. સરલાબેન હતાં તો એવું લાગતું હતું કે કોઈ સખી મારી મોટી બહેન મારી સાથે હતી હું સાવ નિશ્ચિંન્તતા અનુભવતી હતી કે મારી સાથે કોઈ છે. માં - પાપા તમે લોકો તો છો જ માથે કે તમારાં આશીર્વાદ અને
વસુધા - પ્રકરણ ૨૬ સરલા અને ભાવેશકુમાર કારમાં ઘરે જવા નીકળી ગયાં અહીં ભાનુબહેન બોલ્યાં આખું ઘર જાણે ખાલી ખાલી થઇ ગયું...સરલાની આટલાં દિવસની હાજરી જાણે અચાનક ખાલીપો કરી ગઈ. દીકરી હોય ત્યાં સુધી જાણે ભર્યું ભર્યું ...Read Moreબસ જેવી વિદાય થાય એટલે બધાં હોવાં છતાં ખાલીપો અનુભવાય છે. વસુધા સાંભળી રહેલી એનાંથી પણ કહ્યાં વિના ના રહેવાયું બોલી માં તમે સાચુંજ કહો છો. સરલાબેન હતાં તો એવું લાગતું હતું કે કોઈ સખી મારી મોટી બહેન મારી સાથે હતી હું સાવ નિશ્ચિંન્તતા અનુભવતી હતી કે મારી સાથે કોઈ છે. માં - પાપા તમે લોકો તો છો જ માથે કે
વસુધા પ્રકરણ-27 વસુધા પીતાંબર અને એનાં સાસુ સસરા સાથે એનાં પિયર આવી. એનાં માતાપિતા પાર્વતીબેન અને પુરષોત્તમભાઇ ખૂબ રાજીનાં રેડ થઇ ગયાં. પાર્વતીબેનની આંખમાંથી આનંદનાં આંસુ આવી ગયાં. દુષ્યંત તો દોડીને વસુધાને ...Read Moreપડ્યો. દીદી આવી દીદી આવી એનાં આનંદમાં સમાતો નહોતો. અને કેમ આનંદ ના હોય વસુધા લગ્ન પછી પહેલીવાર પીયર આવી હતી. એનાં સાસુ પણ આનંદ વ્યક્ત કરી રહ્યાં એ વસુધાનાં ભાઇ અને ઘરનાનો આનંદ જોઇ બોલ્યાં માવતરનાં ત્યાં દીકરી આવે ત્યારે આખુ પીયરયુ પ્રેમથી ઉભરાઇ જાય. બધાં દિવાનખાનામાં બેઠાં એમનો ચેહરો અને આંગણયુ આજે જાણે હસતું દીસતું હતું. વસુધા પહેલાંજ પાછળ વાડામાં દોડી ત્યાં લાલીની
વસુધા પ્રકરણ-28 દુષ્યંતને બોલ બેટ અપાવી પીતાંબર ઘરે આવ્યો. આવીને વસુધાનાં હાથમાં બેગ મૂકી કહ્યું આ તારાં માટે, વસુધાએ જોયું કેડબરી ચોકલેટ જોઇને બોલી વાહ આજે તો કંઇ ખૂબ ખુશ છો ને ...Read Moreપીતાંબરે કહ્યું સાસરે આવ્યો છું ખુશજ હોઊં ને પણ આજે બજારમાં મારો ફ્રેન્ડ મળેલો મેં કહ્યું અહીં ક્યાથી એ કહે અહીં સાસરે આવ્યો છું મેં કીધું તારું સાસરુ અહીંજ છે ? કહે હાં બાજુનાં ગામમાં પણ અહીં થોડી ખરીદી કરવા આવેલો. વસુધાએ કહ્યું તમને મિત્રો મળી જાય છે સારું કહેવાય શું નામ છે એમનું ? પીતાંબરે કહ્યું ભાર્ગવ જોષી મારી સાથે સ્કૂલમાં હતો. થોડીવાર એની
વસુધા પ્રકરણ-29 પીતાંબરે એની પથારી બધાં વડીલો સાથે પથરાયેલી જોઇ વસુધા પર ખોટો ખોટો ગુસ્સો કર્યો અને બોલ્યો અહીં જુદા સૂવાનું ? મને નહીં ચાલે તારાં વિનાં. રાત્રે ધાબે જતા રહીશું પછી પાછાં આવીને સૂઇ જઇશું. વસુધાએ કહ્યું તમે ...Read Moreલુચ્ચા છો અહીં તો એવુંજ હોય ચાલો સૂઇ જાવ છાના માનાં રાત્રીની વાત રાત્રે એમ કહીને માં અને સાસુ હતાં ત્યાં સૂવા જતી રહી. બધાં વાતો કરતાં કરતાં સૂઇ ગયાં. પીતાંબરને ઊંઘ આવતી નહોતી એ પડખાં ફેરવી રહેલો એણે જોયું બધાં ઘસઘસાટ ઊંઘે છે બધાંના નસ્કોરાં બોલી રહ્યાં છે એ હળવેથી ઉભો થયો કંઇ અવાજ ના થાય એમ દબાતાં પગલે
વસુધા પ્રકરણ :૩૦ ભાનુબહેને એસ. ટી. બસ ઉપડતાંજ કીધું તમને ખબર છે ? રાત્રે...પીતાંબર...ભાનુબહેન આગળ બોલે પહેલાંજ પુરુષોત્તમ ભાઈએ એમને અટકાવતાં કહ્યું ભાનુ જુવાન લોહી છે હમણાં તાજાં તાજાં લગ્ન થયાં છે આવું બધું થયા કરે આમ ધ્યાનમાં ના ...Read Moreમને ખબર છે એ રાત્રે ઉપર ધાબે ગયેલો...વસુધાને પણ એણે બોલાવેલી પછી પાછળ દુષ્યંત પણ ગયેલો મારી આંખો ખુલ્લીજ હતી મને બધી ખબર છે તને આપણો સમય યાદ નથી ? તું નવી નવી પરણીને આવેલી બાપુ બહાર ખાટલો નાંખીને સુતા હતાં અને હું.... ભાનુબહેને શરમાતાં કહ્યું તમે સાવ એવાંજ છો એટલેકે હતાં તમારો છોકરો તમારાં ઉપરજ ગયો છે પણ વેવાઈ
વસુધા પ્રકરણ - ૩૧ મહાદેવનાં દર્શન કરી પીતાંબર અને વસુધા ગર્ભગૃહમાંથી પ્રસાદ લઈને બહાર નિકળ્યાં. પાર્વતીબેન - દિવાળીફોઈ બહાર બેઠાં બેઠાં માળા કરતાં હતાં. દુષ્યંત ઉભો ઉભો નદી તરફ હોડીઓ જોઈ રહેલો. દિવાળીફોઈએ કહ્યું તમે લોકો બધે ફરી આવો ...Read Moreઅહીં બેઠાં છીએ તમે પાછાં આવો એટલે ઘરે જવા માટે નીકળી જઈશું. વસુધાએ કહ્યું ભલે અને દુષ્યંતને બોલાવી સાથે કરી લીધો. ત્રણે જણાં મેળાની મેદની વટાવીને નદીકાંઠા તરફ જઇ રહેલાં. રસ્તામાં નાની નાની હંગામી દુકાનો બધું વેચવા ગોઠવાયેલી હતી ઘણાં પાથરણાં પાથરીને બધી વસ્તુઓ વેચવા બેઠેલાં, ફળફળાદી, રમકડાં, આંબલી, બોર, સૂકા બોર, જામફળ, કાકડી બધું વેચાતું હતું ક્યાંક રમકડાં, ક્યાંક
વસુધા પ્રકરણ-32 વસુધાને એનાં માવતરનાં ઘર ગયે આજે અઠવાડીયું થઇ ગયું હતું. પીતાંબર વસુધાની ગેરહાજરીમાં લાલીનું વધુ ધ્યાન રાખતો. વસુધાની ટકોર પણ યાદ હતી અને વસુધાની લાલી સાચવવામાં જાણે વસુધાનો ખ્યાલ રાખતો હોય એવી લાગણી થઇ આવતી. વસુધાનાં ઘરેથી ...Read Moreપછી એણે વસુધાને ફોનજ ના કર્યો એને થયું. એનો અવાજ સાંભળી એનો વિરહ જાણે વધુ લાગશે એ મારી પાસે નથી અને અવાજ દૂરથી સાંભળવાનો. વારે વારે વસુધાની યાદમાં આંખો ભીની થઇ જતી. આજે ઉઠીને તરતજ લાલીને ખોળ-ઘાસ નીર્યુ પાણી આપ્યું અને હાથ ફેરવીને બોલ્યો લાલી આપણી વસુધાને ગયે અઠવાડ્યું થઇ ગયું એની યાદમાં આપણે જાણે હોરાઇ રહ્યાં છે મેં ફોન
વસુધા પ્રકરણ-33 વસુધા માં બનવાની છે એવાં એધાંણથી ઘરનાં બધાં ખૂબ ખુશ હતાં. પુરષોત્તમભાઇ અને પાર્વતીબેનનાં ચહેરાં પર આનંદ છવાયો હતો. પાર્વતીબેને કહ્યું તમે વેવાઇને ત્યાં ફોન લગાડી આપો… હું ભાનુબેનને વધાઇ આપી દઊં. પુરષોત્તમભાઇએ ટેલીફોન લગાડી આપ્યો અને ...Read Moreકહ્યું શું વાત છે વેવાણ આજે સવાર સવારમાં ફોન ? પાર્વતીબેને કહ્યું વેવાણ વાતજ એવી મીઠી છે સાંભળો વસુધાને દીવસ રહ્યાં છે એ ખુશીનાં સમાચાર પહેલાં તમનેજ આપ્યાં છે. તમારાં ઘરમાં કુળદીપક આવશે અને એમને ઘર ભર્યું ભર્યુ લાગશે. અને હાં સરલાબેનને પણ જાણ કરજો. જમાઇરાજ લેવા આવશે ત્યારે.. પાર્વતીબેનને બોલતાં બોલતાં હર્ષનાં આંસુ આવી ગયાં. ભાનુબહેને કહે પાર્વતીબેન તમે
વસુધા પ્રકરણ-34 અવંતિકા “વસુધા-વસુમાં” વાંચી રહી હતી. અત્યારે વસુધા એનાં પિયર આવી હતી અને એને ઉલ્ટી ઉબકા આવી રહ્યાં હતાં અને અનુભવી દિવાળી ફોઈ સમજી ગયાં કે વસુધા પેટથી છે. ઘરમાં આનંદ છવાઇ ગયો. અહીં પીતાંબરનાં ઘરમાં પણ ખુશી ...Read Moreહતી. ભાનુબેન કહ્યું પીતાંબરનાં જન્મ પછી ઘરમાં ફરીથી ખુશી આવી છે. પીતાંબર અને વસુધા બંન્ને ખુશ હતાં. અવંતિકાને પણ વાંચીને આનંદ થયો કે વસુધા માં બનવાની છે. એ વિચારમાં પડી કે સંસ્કારી ઘરની છોકરી હોય તો કુટુંબમાં કેટલી શાંતિ અને સુખ જણાય. વસુધા અને પીતાંબર બધાં સાથે મહીસાગર મંદિરે ગયાં. નદીમાં હોડીથી પ્રવાસ કર્યા બધાં કેટલાં ખુશ હતાં બંન્ને જણાં
વસુધા પ્રકરણ-35 ગુણવંતભાઇ ભટ્ટ વસુધાનાં સસરાં બીજે દિવસે દૂધ મંડળીનાં બધાં સભ્યોને એકઠાં કર્યા. ગામનાં અગ્રણી દૂધ ઉત્પાદક પશુપાલન કરનાર બધાને બોલાવીને મીટીંગની જાણ કરી. ગામમાં દૂધ સહકારી મંડળી ચલાવનારમાં મોતીભાઇ આહીર, પશાભાઇ પટેલ, રમણભાઇ પટેલ, કૌશિક નાયી, ભુરાભાઇ ...Read Moreઅને પોતે ગુણવંતભાઇ ભટ્ટ આ બધાં પાસે દુધાળા જાનવર વધારે હતાં બધાં મંડળીનાં કારોબારી સભ્ય હતાં. એમાં સૌથી વધૂ દૂધાળા જાનવર ધરાવનાર મોતીભાઇ આહીર પ્રમુખ હતાં. મોતીભાઇએ કહ્યું ગુણવંતભાઇ કેમ એવું શું કામ પડ્યું કે બધાને સંભા માટે આમંત્ર્યા છે ? મંડળીનું કામ તો સરસ રીતે ચાલી રહ્યું છે. ગુણવંતભાઇએ કહ્યું આપણી મંડળીની આવક વધારવા માટે મારે સૂચન કરવાનું છે
વસુધા - ૩૬ ગુણવંતભાઈ મંડળીની મીટીંગ પતાવીને ઘરે આવી રહ્યાં હતાં અને એમનાં શાખ પાડોશી રમણભાઈ સાથે વાત કરી અને જણાવ્યું કે આટલું સારું મારુ કથન મારી પ્રસ્તાવના હતી જેમાં ગામનાં યુવાનો યુવતીઓ ત્યાં આખા ગામ માટે લાભની વાત ...Read Moreપણ કોઈએ ગંભીરતાથી લીધી નહીં ઉપરથી ઉપહાસ કર્યા જેવું લાગતું હતું. રમણભાઈએ કહ્યું તમારું સૂચન લાભદાયીજ હતું પણ આ મંડળીની ચંડાળ ચોકડીને પોતાનો અંગત સ્વાર્થ છોડવોજ નથી એટલે એમણે વાત ગંભીરતાથી લીધી નહીં ફગાવી દીધી. રમણભાઈને ગુણવંતભાઈએ કહ્યું તમારી વહુઓ ખુબ મહેનતું અને ભણેલી ગણેલી છે મારી વસુધાની જેમ એટલે એલોકોને તો આ નિર્ણય ગમશેજ. રમણભાઈએ થોડીવાર અટકી પછી ઉદાસ
વસુધા : ૩૭ પીતાંબરે કહ્યું તમે વાતો કરો હું શહેરમાં જઈને બધાં સાધનો અને ઉપકરણોનું લિસ્ટ પ્રમાણે તપાસ કરીને આવું. વસુધા પીતાંબર જેવો ઘરની બહાર નીકળ્યો એની પાછળ પાછળ એને વિદાય આપવા બહાર આવી. પીતાંબર ગાડી સ્ટાર્ટ કરીને નીકળ્યો ...Read Moreએક કાળી બિલાડી આડી ઉતરીને ત્યાંથી દોડી ગઈ. પીતાંબર ધ્યાન આપ્યા વિના આગળ નીકળી ગયો પણ વસુધાની લગોલગ પાછળ ઉભેલી સરલાનું ધ્યાન ગયું અને બોલી પડી...આ મૂઈ બિલાડી અત્યારે ક્યાંથી આડી ઉતરી ? વસુધાએ કહ્યું સરલાબેન મેં જોયું છે પણ એમાં કોઈ જાતનો વ્હેમ રાખવાની જરૂર નથી આ બધી ખોટી માન્યતાઓ છે ચલો એવું વિચારો કે આનાંથી કંઇક સારું જ
વસુધા પ્રકરણ -38 તમાકુની ખળી... આ જગ્યાં ગામનાં ખેડુ અને ગામની વાતોનો ખરખરો કરવાનો અડ્ડો હતો. અહીં ટોળકી મિત્રો આવી બેસે ગામ ગપાટા મારે પોતાને કરવાની વાતો અને ગોઠવવાનાં કામ કાર્યક્રમ અહીં થતાં. મોડી સાંજે કે રાત્રે સરખે સરખા ...Read Moreમેહફીલ પણ કરી લેતાં અને ગામ પંચાત કરી છુટા પડતાં. પરંતુ આજે મોતી ચૌધરી, કૌશિક એક ખાસ કામ નક્કી કરીને ખળીએ આવેલાં. કૌશિક હાથમાં મસાલો માવો ચોળી રહેલો એ રમણ અને પકલાની રાહ જોઈ રહેલો. મોતીકાકા હાથમાં તમાકુ ચોળી રહેલાં પણ જાણે મનમાં કોઈની આકૃતિ હોય એમ જડબાથી દાઝ કાઢી તમાકુને જોર દઈ રહેલાં..... ત્યાં બાઈક પર રમણો અને પકલો
વસુધા - વસુમાં પ્રકરણ 39 પીતાંબર શહેરમાં એનાં મિત્ર નયન સાથે ડેરી બધી માહીતી લઇ નયનનાં ઘરે જઈ પછી એનાં અને વસુધાનાં મોબાઈલ ફોનમાં સીમ લીધાં એની બહેન સરલા માટે નવો મોબાઈલ લીધો એનું પણ સીમ લીધું અને ઘરે ...Read Moreનીકળ્યો. રસ્તામાં એને વસુધાની વાતો યાદ આવતી હતી. તમે ડેરી અંગેની બધીજ સવિસ્તર માહિતી લેતા આવજો. આપણાં મોબાઈલ જેવોજ સરલાબેન માટે મોબાઈલ પણ લાવજો. વસુધા બધાનું કેટલું ધ્યાન રાખે છે. આમ પૈસા વાપરવા માટે મને ટોકતી પણ સરલા માટે પણ મોબાઈલ લેવા કીધો. વસુધા બધાં માટે કેટલું વિચારે છે અને પોતે પેટથી છે ચાર મહિના થયાં છે પણ ઘરનાં કામ
વસુધા પ્રકરણ-40 ગુણવંતભાઇ કરસન અને મનુભાઇની મદદથી પીતાંબરને શહેરમાં સીટી હોસ્પીટલમાં તાત્કાલીક સારવાર વિભાગમાં દાખલ કરે છે ત્યાં ઇમરજન્સીમાં ડોક્ટર એની સ્થિતિ જોઇ સારવાર તો ચાલુ કરે છે પણ સાથે સાથે તાકિદ કરે છે કે આ અકસ્માતનો કેસ છે ...Read Moreપણ જાણ કરવી પડશે. કરસન કહે છે ડોક્ટર તમે તાત્કાલીક સારવાર ચાલુ કરો પોલીસ કંમ્પલેન થઇ ચૂકી છે. હમણાં પોલીસ અહીં આવતીજ હશે હમણાં મારાં મિત્રને સારવાર મળવી જરૂરી છે. સીટી હોસ્પીટલમાં ઇમરજન્સી વોર્ડમાં પીતાંબરની સારવાર ચાલી રહે છે. ગુણવંતભાઇ વોર્ડની બહાર ચિંતાગ્રસ્ત ચહેરે બેઠાં છે મારાં પીતાંબરને આ શું થઇ ગયું ? એ ક્યો નરાધમ હતો જેણે સમજીને આ
વસુધા પ્રકરણ-41 ડોકટરે પીતાંબરને સારવાર આપી. ઘવાયેલાં અંગોને ડ્રેસીંગ કર્યું અને સીટી સ્કેન વગેરે રીપોર્ટ કઢાવવા સૂચના આપી. પીતાંબરને શારીરીક ઇજાઓ પહોચી હતી એમાંય માથામાં જે ઘા થયેલો એ ગંભીર હતો. પ્રાથમિક સારવાર કર્યા બાદ એનું લોહી વહેતું બંધ ...Read Moreપરંતુ ભાનમાં નહોતો આવી રહ્યો. ડોક્ટરે કહ્યું રીપોર્ટ નીકળ્યાં પછી જરૂર પડે તો વડોદરા કે અમદાવાદથી ન્યૂરોલજીસ્ટ બોલાવવા પડશે. ઇશ્વરને પ્રાર્થના કરો એને હોંશ આવી જાય. પીતાંબરનાં બેડની આજુબાજુમાં ભાનુબહેન, વસુધા, સરલા, ગુણવંતભાઇ પુરષોત્તમભાઇ બધાંજ હાજર હતાં. બધાંની નજર પીતાંબર તરફ હતી. દરેકની આંખમાં પીતાંબર માટે દયા પ્રેમ અને વાત્સલ્યની ઝાંખી હતી પીતાંબર બેભાન અવસ્થામાં આંખ બંધ કરીને શાંત પડ્યો