વસુધા - વસુમાં - પ્રકરણ-12 

(55)
  • 6.3k
  • 1
  • 3.6k

વસુધાપ્રકરણ-12 વસુધા-પીતાંબર બંન્ને એકબીજાનાં માતાપિતાને પગે લાગ્યાં અને પછી બંન્ને જણાં દિવાળી ફોઇને પગે લાગ્યાં. આશીર્વાદ લીધાં. ત્યારબાદ વડીલોએ વાતો ચાલુ કરી અને વસુધા પાછળ લાલી પાસે ગઇ અને લાલીને કહ્યું તારાં જમાઇ આવ્યાં છે. સારાં લાગે છે દેખાવમાં પણ સ્વભાવે કેવા ખબર નથી. ત્યાં દિવાળી ફોઇએ કહ્યું પીતાબંરકુમાર તમે જાવ જરા પગ છુટા કરો અને બેન સરલા જાવ વાડો જુઓ વસુધા ત્યાંજ છે. સરલાએ ભાવેશકુમારને આવવા પૂછ્યું. ભાવેશકુમારે કહ્યું તમે જાવ વાતો કરો હું અહીં પાપા પાસે બેઠો છું પછી આવું છું અને સરલા અને દુષ્યંત પણ પીતાંબર સાથે બહાર ગયાં. વાડા તરફ દુષ્યંત દોરી ગયો અને બૂમ પાડી