વસુધા - વસુમાં - પ્રકરણ-13

(41.1k)
  • 7.9k
  • 4.7k

વસુધાપ્રકરણ-13 સરલા અને દુષ્યંત ખેતરમાં ફરવા નીકળ્યાં. વસુધા ત્યાં રૂમનો ઓટલે બેસી ગઇ. પીતાંબર એની બરોબર બાજુમાં આવી બેસી ગયો અને વસુધાને શું ગમે ? શું શોખ છે એ પૂછવા લાગ્યો. વસુધાએ કીધુ. ભણવાં સાથે બધુ ગમે. ફીલ્મ જોવી, ગામમાં આવે ત્યારે રામલીલા, આંકડી કચુકી રમવી, મારી લાલી સાથે વાતો કરવી મને ખૂબ ગમે. ત્યાં પીતાંબર વસુધાનાં ખભે હાથ મૂક્યો અને... વસુધા થોડી આધી ખસી ગઇ. વસુધા શરમાઇ રહી હતી. પીતાંબરે કહ્યું આજે આપણો સંબંધ નક્કી થયો ગોળધાણા ખવાયા અને સાકરપેંડો અપાઇ ગયો. વડીલોનાં આશીર્વાદ લીધાં હવે લગ્ન થવાનાં આમ શરમાય છે કેમ ? હવે તો આપણે નજીક આવવું જોઇએ