વસુધા - વસુમાં - પ્રકરણ-37

(49)
  • 4.7k
  • 2.7k

વસુધા : ૩૭ પીતાંબરે કહ્યું તમે વાતો કરો હું શહેરમાં જઈને બધાં સાધનો અને ઉપકરણોનું લિસ્ટ પ્રમાણે તપાસ કરીને આવું. વસુધા પીતાંબર જેવો ઘરની બહાર નીકળ્યો એની પાછળ પાછળ એને વિદાય આપવા બહાર આવી. પીતાંબર ગાડી સ્ટાર્ટ કરીને નીકળ્યો અને એક કાળી બિલાડી આડી ઉતરીને ત્યાંથી દોડી ગઈ. પીતાંબર ધ્યાન આપ્યા વિના આગળ નીકળી ગયો પણ વસુધાની લગોલગ પાછળ ઉભેલી સરલાનું ધ્યાન ગયું અને બોલી પડી...આ મૂઈ બિલાડી અત્યારે ક્યાંથી આડી ઉતરી ? વસુધાએ કહ્યું સરલાબેન મેં જોયું છે પણ એમાં કોઈ જાતનો વ્હેમ રાખવાની જરૂર નથી આ બધી ખોટી માન્યતાઓ છે ચલો એવું વિચારો કે આનાંથી કંઇક સારું જ