વસુધા - વસુમાં - પ્રકરણ - 63

(55)
  • 3.1k
  • 2
  • 1.7k

વસુધા - વસુમાં પ્રકરણ  - 63        વસુધા બધાની સુવાની તૈયારીઓ કરી રહી હતી એનાં માં પાપા -સાસુ સસરા બધાં સુવા લાગ્યાં હતાં. એની અને સરલાની પથારીઓ એનાં રૂમમાં કરી હતી દુષ્યંત એનાં મિત્રનાં ઘરે ગયેલો ભણવા એ સવારે આવવાનો હતો. વસુધા દિવાળીફોઈ અને આકુ સૂતેલાં ત્યાં આકુને લેવાં ગઈ હતી પણ ડૂસકાંનો અવાજ સાંભળી એનાં પગ ત્યાંજ રોકાઈ ગયાં. એને સમજણ પડી ગઈ હતી કે આકુ ઘસઘસાટ ઊંઘે છે પણ દિવાળી ફોઈને કંઈક ઓછું આવ્યું છે... એમનાં ડૂસકાંનો અવાજ છે. એ હળવે રહીને એમની પાસે ગઈ અને એમનાં ચહેરાં પરનાં આંસુ લૂછ્યાં. દિવાળી ફોઈ ચમકીને બેઠાં થઇ ગયાં...કાળજી