વસુધા - વસુમાં - પ્રકરણ - 66

(26.2k)
  • 4.8k
  • 1
  • 2.7k

વસુધા - વસુમાં પ્રકરણ  - 66       ગુણવંતભાઈ ઘરમાં આવીને વસુધાને બૂમ પાડવા લાગ્યાં. એમનાં ચહેરાં પર આનંદ હતો કોઈ ખુશખબરી આપવાનાં હોય એવો ખ્યાલ આવી જતો હતો. ભાનુબહેન કહે “વાડામાં છે હું બોલાવું” ત્યાં વસુધા વાડામાંથી દોડીને આવી ગઈ. એને એનાં સાસરાનાં અવાજમાં ખુશીનો એહસાસ થઇ ગયો એનું કુતુહલ વધી ગયું. ગુણવંતભાઈ કહે “એક સાથે 3 સારી ખબર લાવ્યો છું બોલ કઈ પહેલી કહ્યું ?” વસુધા કહે “પાપા બધીજ સારીજ ખબર છે ને. આ ઘરમાં હવે સારી ખબર ઘણાં સમયે આવી છે.” ગુણવંતભાઈ પહેલાં ગંભીર થઇ ગયાં. એમણે કહ્યું “દીકરા તારી વાત સાચી છે હું પણ ઘણાં સમયથી