વસુધા - વસુમાં - પ્રકરણ-82

(32)
  • 2.4k
  • 2
  • 1.3k

વસુધાને વાસદ-વડોદરા નજીકનાં રણોલી ગામમાં બહેનોને દૂધ ઉત્પાદન અંગે પ્રેરીત કરવા જવાનું હતું. વસુધા ખુશ હતી કે બીજા ગામની બહેનોને પ્રેરણા મળે એમાં નિમિત બનવાની તક મળી છે. ગુણવંતભાઇએ જ્યારથી એને કહ્યું એ ઉત્સાહમાં આવી ગઇ હતી ડેરીનાં કામકાજ જોયાં પછી એ બોલવાની જાણે પ્રેક્ટીસ કરી રહી હતી એ ડેરીથી સાંજે ઘરે આવી એણે આકુની ખબર પૂછી હવે આકુએ ચાલવાનું દોડવાનું શરૂ કરી દેવું હતું. વસુધા અને સરલા ઘરે આવ્યાં એની આહટ સાંભળતાંજ આકુ દીવાળીફોઇ પાસેથી દોડીને બહાર આવી ગઇ અને બોલવા લાગી ‘વસુ.. વસુ...” વસુધા દોડીને આકુને લે છે બોલી “આકુ મારી દીકરી તારે તો જીભ અને પગ બધું