સથવારો.....સંબંધો ભાગ્યનાં - 6

  • 1.7k
  • 1k

બદલાતો જીવન પ્રવાહ ●●●●●○○○○○●●●●●○○○○●●●● સવારમાં વાડીએ જવાને બદલે નાનજી સાકરને હાથપકડીને બઘીઆઈ પાસે લઈ ગયો.આઈને હવે ઓછું દેખાતું અને પણ સાકર-નાનજીનાં પગરવથી ટેવાયેલાં કાન. એ બોલ્યાં "કેમ અતારમાં ?"નાનજી"આ તમારી દિકરીને સમજાવો એનો મગજને છટકી ગ્યો.વીસ વીસ વરસ પછી ફારગતી (છૂટાછેડાં) લેવાની વાત કરેશ" બઘીઆઈએ કહ્યું" કા'ક માંડીને વાત કર્ય તો ખબર્ય પડે".નાનજી કહે" ઈને મારા બીજા વિવાહ કરવા છ વંશ આગળ વધારવો તી'આવું કરે છ,ની પોતે ક્યાં જાહે ,છે એને આશરો?" સાકર ચૂપ હતી પણ મક્કમ હતી.આઈએ સમજાવી"હજી તને ચાલીસ(ચાલીશ) નથ થયાં હજી મોડું નથ થ્યું અમારા જમાનામાં સાસુ વવ(વહું) હાર્યે પેટ માંડત્યું. (એક જ સમયગાળામાં સંતાનને જન્મ આપવો).