કાશ તેં મને કહ્યું હોત….

(343)
  • 25.5k
  • 69
  • 15k

જસલોક હોસ્પિટલ - મુંબઇ આઈ. સી. યુ વિભાગની બહાર, પતિ પ્રશાંતનાં આયુષ્ય માટે સજળ નેત્રે ઈશ્વર સ્મરણ કરી રહેલી એ માનુની એનાં યુવાન સંતાનોથી વીંટલાયેલી હતી. સમયાંતરે એનો પુત્ર નિસર્ગ અને જમાઈ નિશિથ એને આશ્વાસન આપતા રહેલાં. અત્યારે પણ નિસર્ગ કહી રહેલો,' ડોન્ટ વરી મમ્મી ! ડૉક્ટરે આપેલો કટોકટીભર્યો સમય લગભગ પૂરો થવા આવ્યો છે. હવે ડૉકટરનાં કહેવા પ્રમાણે ડેડ ગમે ત્યારે ભાનમાં આવી શકે છે.'

Full Novel

1

કાશ તેં મને કહ્યું હોત…. - 1

જસલોક હોસ્પિટલ - મુંબઇ આઈ. સી. યુ વિભાગની બહાર, પતિ પ્રશાંતનાં આયુષ્ય માટે સજળ નેત્રે ઈશ્વર સ્મરણ કરી રહેલી એ એનાં યુવાન સંતાનોથી વીંટલાયેલી હતી. સમયાંતરે એનો પુત્ર નિસર્ગ અને જમાઈ નિશિથ એને આશ્વાસન આપતા રહેલાં. અત્યારે પણ નિસર્ગ કહી રહેલો,' ડોન્ટ વરી મમ્મી ! ડૉક્ટરે આપેલો કટોકટીભર્યો સમય લગભગ પૂરો થવા આવ્યો છે. હવે ડૉકટરનાં કહેવા પ્રમાણે ડેડ ગમે ત્યારે ભાનમાં આવી શકે છે.' ...Read More

2

કાશ તેં મને કહ્યું હોત…. - 2

પતિ-પત્નીનાં પચીસ વર્ષનાં દાંપત્યજીવનની ઇમારતને પાયાસહિત ધ્રુજાવી નાંખનાર ઘટનાની શરૂઆતનાં મંડાણ નીલાક્ષી જ્યારે ગાયનેકોલોજિસ્ટ પાસે ત્રણ મહિના પહેલાં ચેકઅપ ગઈ હતી ત્યારથી થયેલ. નિલાક્ષી મેનોપોઝનાં કપરા સમયમાંથી પસાર થઈ રહેલી.એ એક નહીં, વિવિધ પ્રકારની મનોદૈહિક તકલીફ ભોગવી રહેલ. ...Read More

3

કાશ તેં મને કહ્યું હોત…. - 7

'નિ....લા...' ત્રણ દિવસે ભાનમાં આવેલાં પ્રશાંતનાં હોઠેથી પહેલો એ શબ્દ સર્યો હતો. ડોક્ટરે એમની પ્રશ્નભરી નજર નિર્ઝરી પર ઠેરવી. નિર્ઝરીએ કંઇક ડઘાઈ. એણે નિશીથ તરફ જોયું. અત્યારે નિશીથની નજરમાં વંચાતા ચોખ્ખા ઠપકાથી તેની આંખો ઝૂકી ગઇ હતી. ...Read More

4

કાશ તેં મને કહ્યું હોત…. - 6

નિલાક્ષીનાં શબ્દે શબ્દે એનાં કાનમાં જાણે પીગળતું સીસું રેડાઈ રહ્યું હતું. એ પગથી માથા સુધી ખળભળી ઉઠ્યો હતો. એનું નિલાક્ષીને ધિક્કારી ઊઠ્યું. શીલાનાં બેડરૂમ સુધી નિલાક્ષીને શોધતાં આવી ચઢેલા પ્રશાંતે મિહિર અને નિલાક્ષી વચ્ચેની વાત દરવાજાની આડશે રહી અક્ષર:સ સાંભળી હતી. ...Read More

5

કાશ તેં મને કહ્યું હોત…. - 5

પ્રશાંત - નિલાક્ષીનું એ ત્રીજું બાળક દત્તક લેવા બીજું કોઈ નહીં ખુદ મિહિર એની પત્ની તૃષા સાથે આવ્યો હતો. મિહિરને નિલાક્ષી સ્તબ્ધ હતી. કેવી વિચિત્ર વિડંબના હતી એના જીવનની કે કોઈક સમયે જેને બેહદ ચાહ્યો હતો એ જ પ્રેમી તેની પત્ની સાથે તેનાં સંતાનને દત્તક લેવા ઇચ્છતો હતો, એય એક સોદારૂપે ! ...Read More

6

કાશ તેં મને કહ્યું હોત…. - 4

નિલાક્ષીને નવમો મહિનો બેસી ચુક્યો હતો. બીજી તરફ પ્રશાંતે જણાવ્યું હતું કે એની નાદુરસ્ત તબિયત અને પેટનાં દુ:ખાવા માટે એક માત્ર કિડની જે ખરાબ થઈ ચૂકી છે એ જવાબદાર છે. જેનાં માટે એને યોગ્ય કિડની ડોનર જોઈશે અને ટ્રાન્સપ્લાટેશન કરાવવું પડશે. એનો ખર્ચ આશરે પાંચ લાખ જેટલો છે. ...Read More

7

કાશ તેં મને કહ્યું હોત…. - 3

શીલાનાં ફ્લેટ સુધી માંડ -માંડ પહોંચી શકેલી નિલાક્ષી ફ્લેટનાં દરવાજે તાળું જોઈ હતાશ થઈ ગઈ. થાકેલાં તન-મન સાથે નજીકમાં બીજા કોના ઘરે જઈ શકાય એમ તે વિચારી રહી. બરાબર એ જ સમયે સામેનાં ફ્લેટનો દરવાજો ખુલ્યો. વરસાદી રેઇનકોટ પહેરીને નીકળેલો તે મજબૂત બાંધાનો ઊંચો -તંદુરસ્ત યુવાન થોડી ક્ષણો નિલાક્ષીનાં બ્લૉઉઝમાંથી દેખાઈ રહેલી અધખુલી ગૌર પીઠ, ખુલ્લાં રેશમી ભીંજાયેલા વાળ અને ઘાટીલી કાયાને પ્રશંસનીય નજરે જોઈ રહ્યો. એને બહાર જવું હતું એથી તેણે દાદર ઉતરવા માટે નિલાક્ષીને સંબોધી.... ...Read More

8

કાશ તેં મને કહ્યું હોત…. - 8 - છેલ્લો ભાગ

પ્રશાંતનાં હાથમાં તૃષાએ નિલાક્ષીને લખેલો પત્ર હતો. જેમ -જેમ પત્ર વંચાઈ રહેલો તેમ -તેમ પ્રશાંતનાં ચહેરો ઝંખવાતો ચાલ્યો અને કાળોધબ્ બની ગયો. ડિયર નિલાક્ષી, વર્ષો પછી ખાસ કારણસર પત્ર લખી રહી છું. તું તારાં પરિવાર સાથે કુશળ હોઈશ. તારે ત્યાં આ પત્ર લઈને આવનાર યુવતીને તું ઓળખી ગઈ હોઈશ. ...Read More