જિંદગી ….રમત શૂન્ય ચોકડીની !

(241)
  • 27.3k
  • 36
  • 14.8k

માઝા મૂકીને વરસી રહેલાં વરસાદને કારણે મુંબઇમાં જળ-થળ-તળ બધું એક થઈ જળબંબાકાર દેખાઈ રહેલું.આગલી રાતથી વરસી રહેલો વરસાદ આજે બીજા દિવસે પણ અટકવાનું નામ નહોતો લઈ રહ્યો. એવા સમયે નમતી સાંજે લાવણ્યા હજી ઓફિસમાં હતી. એનાં ચહેરા પર ચિંતાની વાદળીઓ ઊતરી આવેલી. 'આઈ થિંક ધિસ ઇઝ કલાઉડ બર્સ્ટ!' અનમોલ દાદરમાં આવેલી એની આધુનિક ઓફિસની ગ્લાસ વિન્ડોઝમાંથી બહાર તાકતા બોલ્યો.પછી એ લાવણ્યા તરફ ફર્યો.

Full Novel

1

જિંદગી ….રમત શૂન્ય ચોકડીની ! - 1

માઝા મૂકીને વરસી રહેલાં વરસાદને કારણે મુંબઇમાં જળ-થળ-તળ બધું એક થઈ જળબંબાકાર દેખાઈ રહેલું.આગલી રાતથી વરસી રહેલો વરસાદ આજે દિવસે પણ અટકવાનું નામ નહોતો લઈ રહ્યો. એવા સમયે નમતી સાંજે લાવણ્યા હજી ઓફિસમાં હતી. એનાં ચહેરા પર ચિંતાની વાદળીઓ ઊતરી આવેલી. 'આઈ થિંક ધિસ ઇઝ કલાઉડ બર્સ્ટ!' અનમોલ દાદરમાં આવેલી એની આધુનિક ઓફિસની ગ્લાસ વિન્ડોઝમાંથી બહાર તાકતા બોલ્યો.પછી એ લાવણ્યા તરફ ફર્યો. ...Read More

2

જિંદગી ….રમત શૂન્ય ચોકડીની ! - 2

છેલ્લાં છ મહિનાથી અનમોલનાં સંપર્કમાં આવેલી લાવણ્યા દિન - પ્રતિદિન પોતાની જાતને અનમોલ પ્રત્યે ખેંચાઈ રહેલી મહેસૂસ કરી રહેલી. પોતાની જિંદગીની અસલિયતથી વાકેફ એવી લાવણ્યા સભાનપણે પોતાનાં મનને અનમોલનાં વિચારો કરતું રોકવાના પ્રયાસ કરતી, તો એનાથી બમણી ઝડપે અનમોલ એનાં દિલદિમાગ પર છવાઈ જતો. ...Read More

3

જિંદગી ….રમત શૂન્ય ચોકડીની ! - 3

કેમેરાનો ફ્લેશ ઝબક્યો. એ સાથે ઝબકારાથી ચમકી ઊઠેલી લાવણ્યાની કાળી, લાંબી, ઘેરી પલકો ઊંચકાઈ ન ઊંચકાઈ અને પાર્લાની મીઠીબાઈ કૉલેજમાં નજર સમક્ષ ઘડીભરમાં તડાફડી થઈ ગઇ. લાવણ્યાનાં ખૂબસૂરત ચહેરા અને મોહક દેહાકૃતિને ઝડપનાર એ કેમેરા રોનકનાં હાથમાંથી ખેંચાઈ ગયેલો. રોનક હતપ્રભ હતો. અત્યાધુનિક કેમેરાનો જો એ ગુસ્સા સાથે કરાયેલો 'થ્રો' સમયસર લાવણ્યાએ ઝીલી ન લીધો હોત તો અત્યારે લાખ્ખોની કિંમતનાં એ કેમેરાના ટુકડે ટુકડા થઈ ગયા હોત. ...Read More

4

જિંદગી ….રમત શૂન્ય ચોકડીની ! - 4

છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ ! શલ્ય આજે ટેકસાસ જઇ રહ્યો હતો. બધા એને એરપોર્ટ પર મૂકવા આવ્યાં હતા. લાવણ્યા પણ પંદર દીવસ પહેલાં તો શલ્યનાં હાલ બારે વહાણ ડૂબી ગયા હોય એવાં હતા. વર્ષોથી એની જોહુકમીને વશ થઈ, તેની જ ઇચ્છા પ્રમાણે વર્તતી લાવણ્યાએ એનાં લગ્નનાં પ્રસ્તાવને ધરાર નકાર્યો હતો. બંને કુટુંબની સહમતી હોવા છતાં લાવણ્યા આ લગ્ન માટે રાજી નહોતી. ...Read More

5

જિંદગી ….રમત શૂન્ય ચોકડીની ! - 5

સુધન !!! આખરે એ હતો કોણ ? લગભગ આઠ મહિના પહેલાં એ લાવણ્યાનાં જીવનમાં અજાણતાં પ્રવેશ્યો હતો. 'અનસૂયા, બિલકુલ ચિંતા કર્યા વગર તારી સખી સુધાને અહીં બોલાવી લે...'લાવણ્યાનાં પપ્પા સુરજે પત્નીને કહેલું. મૂળ નવસારીનાં - એવી સુધા અને અનસૂયા બન્નેય વર્ષો જુની સખીઓ હતી. અનસૂયા પરણીને મુંબઇ આવી હતી, જ્યારે સુધા નવસારીમાં પરણી હતી. લગ્નનાં ફકત ત્રણ વરસમાં સુધા વિધવા થઈ હતી. એથી અનસૂયાને એની આ કમનસીબ સખી માટે ખૂબ લાગણી હતી. એને એ ક્યારેય કોઈ પણ પ્રકારે મદદ કરવામાં પાછળ ન પડતી. સૂરજ હંમેશ એમાં પત્નીને સાથ આપતો. ...Read More

6

જિંદગી ….રમત શૂન્ય ચોકડીની ! - 6

હાય..' અત્યંત સંતુલિત સ્વરે લાવણ્યા બોલી. સામા છેડે શલ્યને સમજ ન પડી કે વાતની શરૂઆત કેવી રીતે કરવી.અંતે બોલવાનું તો જ હતું. કેમ કે કૉલ એણે જોડયો. હતો. 'મારે તારી સાથે થોડી પર્સનલ વાત કરવાની છે. તારી સાથે અત્યારે કોઈ છે ?' શલ્યે પુછ્યું. લાવણ્યાની નજર સુધન સાથે એક થઈ ન થઈ અને બોલી, ' મારી સાથે સુધન છે. તું કહે તો હું બીજા રૂમમાં જઈને વાત કરું.' ...Read More

7

જિંદગી ….રમત શૂન્ય ચોકડીની ! - 7

'દીદી, શુન્ય ચોકડીની રમતમાં તું હમેંશા મને હરાવી દે છે...' નાના ભાઈ મલય સાથે શુન્ય ચોકડીની રમત રમી રહેલી લાવણ્યા એની ફુંગરાવેલ મ્હોંએ કરેલ ફરીયાદથી હસી પડી. પછી એને એક અકળ ઉદાસી ઘેરી વળી. શુન્ય ચોકડીની રમતમાં સળંગ ત્રણ શુન્ય કે ચોકડી એક લાઇનમાં ગોઠવી દેવાય તો બાજી આપણી તરફથી સફળ રમાઇ ગણાય. પણ જીંદગી ? ...Read More

8

જિંદગી ….રમત શૂન્ય ચોકડીની ! - 8

શ્યામલી, આખરે તને મારામાં શું કમી લાગે છે ?' મૌન શ્યામલીને શલ્ય ધૂંધવાતા સ્વરે પૂછી બેઠો.એની ધીરજ હદ વટાવી મનની બધી વાત શ્યામલી સમજતી હતી. એને શલ્ય ગમતો નહોતો. અલબત્ત, એ પોતાની પાછળ ગમે તે કરવા માટે તૈયાર રહેતા શલ્યનો જરૂર પડ્યે વગર ખચકાટે ઉપયોગ કરી લેતી. 'વેલ...એઝ એ ફ્રેન્ડ તું ઠીક છે, પણ તું ક્યારેય મારો હસબન્ડ ન બની શકે શલ્ય ! આ વાત તું જેટલી સ્પષ્ટપણે સમજી લે એ તારાં હિતમાં છે.' અકળાયેલી શ્યામલીએ શલ્યને આજે એની કિંમત કરતાં એનું ચોક્કસ સ્થાન ચીંધી દીધેલું. ...Read More

9

જિંદગી ….રમત શૂન્ય ચોકડીની ! - 9 - છેલ્લો ભાગ

વારંવાર લાવણ્યા અને અનમોલની નજર એક થઈ જતી હતી. ઓફીસમાં યંત્રવત કામ કરી રહેલ લાવણ્યાનાં હૈયે જરાય ધરપત ન આજે વારંવાર અનમોલ તરફ એટલે જોવાઇ જતું હતું કે કદાચિત તે આજના દિવસ પૂરતી જ અનમોલને નજરભરી નિહાળવા સ્વતંત્ર હતી.કેમ કે આજે સાંજે હોટેલ સેન્ટોરમાં એણે શલ્ય સાથે ડિનર લેવાનું હતું અને તેનો અંતિમ જવાબ આપવાનો હતો, એ પણ હકારમાં જ સ્તો. ...Read More