એક ચોર હતો, જેનું નામ ગણપત. ગણપત અત્યારે જેલમાં હતો, ગઇકાલે રાતે જ એ જીવનમાં પહેલી વાર કોઇના ઘરમાં ચોરી કરવા ગયો અને રંગે હાથ પકડાઇ ગયો. અત્યાર સુધી નાના મોટા પાકીટમારીના અને મોબાઈલ તફડંચીના જ કામ કરતો હતો, પણ જરુર એવી ઉભી થઇ કે મોટી રકમ હાથ લાગે તો જ કામ થાય એવું હતું. એટલે મજબૂરીમાં મોટા બંગલામાં ચોરી કરવાનું નક્કી કર્યું. બંગલો તો બહુ સરસ જોઇને પસંદ કર્યો, અને કોઇની ખાસ અવર જવર ના હોય અને એમાં ઓછા લોકો રહે છે એવો અંદાજો આવ્યો પછી જ એણે રાતે અઢી વાગે અંદર દાખલ થવાનું નક્કી કર્યું. અન્ય એક ચોર

New Episodes : : Every Thursday

1

ભીનાશ - 1 - ચોરીનો કિસ્સો

એક ચોર હતો, જેનું નામ ગણપત. ગણપત અત્યારે જેલમાં હતો, ગઇકાલે રાતે જ એ જીવનમાં પહેલી વાર કોઇના ઘરમાં કરવા ગયો અને રંગે હાથ પકડાઇ ગયો. અત્યાર સુધી નાના મોટા પાકીટમારીના અને મોબાઈલ તફડંચીના જ કામ કરતો હતો, પણ જરુર એવી ઉભી થઇ કે મોટી રકમ હાથ લાગે તો જ કામ થાય એવું હતું. એટલે મજબૂરીમાં મોટા બંગલામાં ચોરી કરવાનું નક્કી કર્યું. બંગલો તો બહુ સરસ જોઇને પસંદ કર્યો, અને કોઇની ખાસ અવર જવર ના હોય અને એમાં ઓછા લોકો રહે છે એવો અંદાજો આવ્યો પછી જ એણે રાતે અઢી વાગે અંદર દાખલ થવાનું નક્કી કર્યું. અન્ય એક ચોર ...Read More

2

ભીનાશ - 2 - શબનમ

શબનમને ઓફિસ જોઈન કર્યાને હજુ મહિનો જ થયો હતો, પણ સારી એવી હળી મળી ગઈ હતી બધાં સાથે. મેનેજર સોલંકી પણ ખુશ હતાં એના કામથી. શબનમ એકલી જ મુસ્લિમ હતી આખા સ્ટાફમાં. સ્ટાફ પણ જો કે બે પટાવાળા સહિત ગણીયે તો કુલ ૧૮ જણનો જ હતો. દિગ્વિજયસિંહ ૩૫ વર્ષની ઉંમરના ઠરી ઠામ છતાં નસ નસમાં યુવાની ભરેલી હોય તેવું વ્યક્તિત્વ ધરાવતાં હતાં. હેડ ઓફીસમાંથી મેઈલ આવ્યો કે શબનમ મનસૂરી નામક ૨૫ વર્ષની નવી યુવતી આવતીકાલથી હાજર થશે. એ વાંચીને દિગ્વિજય થોડાં નિરાશ થઇ ગયા હતાં. ધાર્મિક રીતે બહુ જડ તો નહોતા, પણ રાજકારણની સારી એવી અસર હતી એમના પર. ...Read More