માર્કશીટની વેદના

(93)
  • 10k
  • 2
  • 3.7k

માર્કશીટની વેદના.....ભાગ 1 હાશ....આખરે હવે મારા ઉપર પેલા અમુક આંકડા છપાઈ ગયા હતા. આંકડાની સાથે સાથે વિદ્યાર્થીઓના નામ અને નંબર પણ છપાઈ ગયા હતા .મારા ઉપર મસ્ત લેમીનેશન પણ કરવામાં આવ્યું હતું.ગુજરાત બોર્ડના માર્કશીટ બનાવનાર ભાઈએ મને મસ્ત શણગાર આપી દીધો હતો. હવે તો બસ એ જ જોવાનું હતું કે, " હું જેના હાથમાં જઈશ એ બાળક મને જોઈ ને....ના ના...કદાચ મારા ઉપર છપાયેલા આ આંકડાઓ જોઈને ખુશ થશે કે દુઃખી થશે......!" આખરે હવે એ દિવસ પણ આવી જ ગયો હતો .પરિણામનો દિવસ. મને મારા જેવી જ બીજી માર્કશીટની

Full Novel

1

માર્કશીટની વેદના - 1

માર્કશીટની વેદના.....ભાગ 1 હાશ....આખરે હવે મારા ઉપર પેલા આંકડા છપાઈ ગયા હતા. આંકડાની સાથે સાથે વિદ્યાર્થીઓના નામ અને નંબર પણ છપાઈ ગયા હતા .મારા ઉપર મસ્ત લેમીનેશન પણ કરવામાં આવ્યું હતું.ગુજરાત બોર્ડના માર્કશીટ બનાવનાર ભાઈએ મને મસ્ત શણગાર આપી દીધો હતો. હવે તો બસ એ જ જોવાનું હતું કે, " હું જેના હાથમાં જઈશ એ બાળક મને જોઈ ને....ના ના...કદાચ મારા ઉપર છપાયેલા આ આંકડાઓ જોઈને ખુશ થશે કે દુઃખી થશે......!" આખરે હવે એ દિવસ પણ આવી જ ગયો હતો .પરિણામનો દિવસ. મને મારા જેવી જ બીજી માર્કશીટની ...Read More

2

માર્કશીટની વેદના - 2

આપણે ભાગ-1માં જોયું કે એક માર્કશીટ પોતાની વ્યથા સાંભળાવતા કહે છે કે, પોતે કેવી રીતે એક છોકરીના જાય છે અને એ માર્કશીટ પરના આંકડાઓ એ છોકરીને અને એના પરિવારને ખુશ કરી જાય છે.એ જ આંકડાઓ એ છોકરીને મન વગર જ સાયન્સ લેવા મજબૂર પણ કરે છે......હવે વાંચો માર્કશીટની આગળની સફર.......... હવે તો એ છોકરીએ સાયન્સ લઈ લીધું હતું.એનું વેકેશન પણ પૂરું થઈ ગયું હતું.એ સ્કૂલે જવા લાગી હતી.હવે એ મારા ઉપર કયારેક કયારેક જ નજર નાખતી હતી.હા,એણે મને હજુ સાચવીને રાખી હતી.એ જ પેલી ફાઈલમાં.....મારી બીજી ઝેરોક્ષ કોપીની સાથે જ. ...Read More

3

માર્કશીટની વેદના - 3 - છેલ્લો ભાગ

માર્કશીટની વેદના -3 દિવસો પાણીની માફક વહેતા અને આખરે હવે 12 સાયન્સના પરિણામનો દિવસ પણ આવી જ ગયો હતો.ફરી એકવાર એ છોકરીના જીવનમાં એક નવી માર્કશીટ આવવાની હતી.ફરી એકવાર પેલા આંકડાઓનો ખેલ શરૂ થવાનો હતો.ફરી એકવાર માસુમ બાળકોના જીવનમાં માત્ર આંકડાઓને કારણે પરિવર્તન આવવાનું હતું. હું પેલી ફાઈલમાં પડ્યા પડ્યા આવા બધા વિચારો કરી રહી હતી.ત્યાં જ પેલી છોકરીએ આવીને મને ફાઈલમાંથી બહાર કાઢી.એ છોકરી મને હાથમાં લઈને બસ મારી સામે ટગર ટગર જોયા કરતી હતી.એ ખૂબ જ ડરેલી લાગતી હતી.એની આંખોમાં સાફ ...Read More