ચાલો ઠીઠીયા કાઢીએ

(83)
  • 45.7k
  • 16
  • 17.4k

નોંધ - દોસ્તો, મારી લખેલ નવલકથાસેતુ - કુદરત નો એક અદભુત ચમત્કાર"સેતુ" નવલકથાનાં અત્યાર સુધી પબ્લીશ થયેલાં દરેક ભાગને તમામ વાચકોએ ઉત્સાહભેર આવકાર્યા છે. તો એ બદલ તમામ વાચકોનો હું ખૂબ-ખૂબ આભાર વ્યકત કરૂ છું. બીજુ ખાસ હું એ કહેવા માંગુ છું કે, સેતુ નવલકથાનો 7મો ભાગ થોડો ભારે છે, અને હવે પછીનાં ભાગ પણ એટલાજ ભારે છે. તો મને થયુ લાવ વચ્ચે થોડા હળવા થઈએ. એટલે, આ નવલકથાની સાથે-સાથેજ હું એક કોમેડી વાર્તાની શ્રુખલાં ચાલુ કરવા જઇ રહ્યો છુ. હું આશા રાખું છું કે એને પણ તમામ વાચકોનો પૂરેપૂરો સાથ અને સહકાર મળશેજ.અહી હાસ્ય એટલે ખુશી,જીત. આપણે જાણીએ છીએ કે

New Episodes : : Every Saturday

1

ચાલો ઠીઠીયા કાઢીએ - જવાબદારીનાં ધાઢ જંગલમાં હાસ્યનું ઝરણું - 1

નોંધ - દોસ્તો, મારી લખેલ નવલકથાસેતુ - કુદરત નો એક અદભુત ચમત્કાર"સેતુ" નવલકથાનાં અત્યાર સુધી પબ્લીશ થયેલાં દરેક ભાગને વાચકોએ ઉત્સાહભેર આવકાર્યા છે. તો એ બદલ તમામ વાચકોનો હું ખૂબ-ખૂબ આભાર વ્યકત કરૂ છું. બીજુ ખાસ હું એ કહેવા માંગુ છું કે, સેતુ નવલકથાનો 7મો ભાગ થોડો ભારે છે, અને હવે પછીનાં ભાગ પણ એટલાજ ભારે છે. તો મને થયુ લાવ વચ્ચે થોડા હળવા થઈએ. એટલે, આ નવલકથાની સાથે-સાથેજ હું એક કોમેડી વાર્તાની શ્રુખલાં ચાલુ કરવા જઇ રહ્યો છુ. હું આશા રાખું છું કે એને પણ તમામ વાચકોનો પૂરેપૂરો સાથ અને સહકાર મળશેજ.અહી હાસ્ય એટલે ખુશી,જીત. આપણે જાણીએ છીએ કે ...Read More

2

ચાલો ઠીઠીયા કાઢીએ - જવાબદારીનાં ધાઢ જંગલમાં હાસ્યનું ઝરણું - 2

બહુ સમય પહેલા એકવાર અડવીતરાને નોકરી માટે એનાં મામાએ અમદાવાદ પોતાની પાસે બોલાવવાનું વિચાર્યું. મામા પણ ભાણાને જાણતા તો પણ એમને એમ કે નાના શહેરમાંથી મોટા શહેરમા આવશે એટલે અજાણ્યા લોકો સામે એ વધારે જાણ-પહેચાન નહીં હોવાથી સુધરી જશે, અને અહી કોઈ કામધંઘે લાગશે એટલે એને સમય પણ નહીં મળે. તેમજ જૂની જગ્યા અને જાણીતા લોકોથી દુર રહેશે એટલે આપોઆપ ઠેકાણે આવી જશે. મામાનું તારણ આમતો ખોટું ન હતુ. પણ એ વાત અલગ હતી કે અડવીતરાએ બીજાના મગજનાં "તાર ખેંચવામાં PHD" કરેલ. હવે જોઈએ મામાનું તારણ કેટલું કારગત નીવડે છે. મામાને એમ કે અહી આવી ઠેકાંણે પડી જશે પણ ...Read More

3

ચાલો ઠીઠીયા કાઢીએ - ભાગ - 3

ટીકીટ ચેકરને રૂપિયા 500 આપી મામા, અળવીતરાને લઇને બસ સ્ટેન્ડની બહાર નીકળી રહ્યાં છે, ત્યાંજ, પેલા ફ્રુટવાળા મામાના નજર, દૂરથી આવતાં લક્ષ્મીચંદ અને એમનાં ભાણા પર પડે છે. મામા ને આવતા જોતાં ફ્રુટવાળાભાઈ : લક્ષ્મીચંદ આવી ગયા તમારા ભાણાભાઈ ?મામા હજી ગુસ્સામાં હતાં પરંતુ હાલ ગુસ્સો દબાવી થોડા સ્વસ્થ થઈ ફ્રુટવાળા તેમનાં મિત્રનેલક્ષ્મીચંદ : હા, આવી ગયા હો ભાઈ.ત્યારબાદ લક્ષ્મીચંદ તેમના ફ્રુટવાળા મિત્રને ભાણાની ઓળખાણ કરાવવા ભાણાસામે જેઈમામા : જુઓ ભાણા ભાઈ, આ મારા મિત્ર છે. આ વખતે અળવીતરો, ખભે મોટો થેલો ભરાવીને ટિકિટ ચેકર સામે જોતો ઊંધોજ ઊભો હતો. મામાનો અવાજ સાંભળીને તે જેવો સીધો થવા જાય છે, ત્યાંજ ફ્રુટવાળાનો સફરજનનો ટોપલો, એના ખભે ...Read More

4

ચાલો ઠીઠીયા કાઢીએ - ભાગ - 4

ભાગ - 4આગળના ભાગમાં આપણે જોયુ કે, સ્કૂટર અડવીતરો ચલાવી રહ્યો છે, અને મામા તેની પાછળ બેઠા છે.સામે આવતા રસ્તા પરનું સિગ્નલ બંધ થવાની તૈયારીમા છેલ્લી 5 સેકન્ડ બતાવી રહ્યુ છે. અડવીતરો જેવો દુરથી ટ્રાફિક સિગ્નલમાં પોતાની લાઇન બંધ થવાની છેલ્લી 5 સેકન્ડ જુએ છે, ને એક્ષીલેટર ઘુમાવે છે.હમણાં સુધી મામાની નજર ભાણા પર હતી. એને જોતા-જોતા મામા વિચારી પણ રહ્યાં હતાં કે, આમતો આ બાહ્ય દેખાવે સામાન્યજ લાગે છે. પરંતું ગરબડ એની અંદર રહેલા/ "જો હોય તો" મગજમાંજ લાગે છે.એ પોતે કામ નથી કરતો ...Read More

5

ચાલો ઠીઠીયા કાઢીએ - ભાગ - 5

ભાગ - 5"ગોળ" સર્કલ ફરતે સ્કૂટર રાઉન્ડ મારી રહ્યુ છે.સ્કૂટરના બન્ને વ્હીલની "ગોળ ફરવાની ગતી અત્યારે એકસરખી" છે.સ્કૂટરના સ્ટેરિંગનું, બાજુનું હેન્ડલ મામાએ "ડાબા હાથથી" અને જમણી બાજુનું હેન્ડલ "જમણા હાથે" પકડ્યું છે. ભાણાને તેનાં ગામ "પાછા" મોકલવાનો આઈડિયા જયાં સુધી મગજમાં ના આવે, ત્યાં સુધી, બસ આમ ગોળ-ગોળ ફરવાનું છે, મામાને બસ અત્યારે આટલુજ યાદ છે.પાછળ બેઠેલ ભાણો શુ કરે છે ? એનાથી પણ હવે મામાને મતલબ નથી.સામે ભાણાને પણ મામા શુ કરે છે ? શા માટે ગોળ ફરે છે ?એનાથી કોઈ મતલબ નથી.પહેલેથીજ ભાણાનો સ્વભાવ ...Read More

6

ચાલો ઠીઠીયા કાઢીએ - ભાગ - 6

ભાગ - 6ખાસ નોંધ - આ ભાગમાં મામાને, કે એમનાં મિત્રને શારીરિક, માનસીક, આર્થીક કે "તાર્કીક" ગમે તે પ્રકારની વાગે અને ઠીક ના થાય"અથવા બીજા કોઈ પ્રકારની- બીજા કોઈ પ્રકારની એટલાં માટે કે, ભાણા પાસે સામેવાળાને અસંખ્ય પ્રકારની તકલીફ આપવાનું, વિશેષજ્ઞાન નહીં, પરંતુ "કેવળ એનુંજ જ્ઞાન" છે. હા પણ એમાય, લગભગ એનો વાંકતો હોતોજ નથી, પરંતુ સામેવાળા વ્યક્તી તેનાં પર પૂરો વિશ્વાસજ નથી મુકતા.માટે હવે આ લોકોને કંઈ પણ તકલીફ થાય, હાની કે પછી માનહાની થાય, એમા અડવીતરાનો કોઈજ વાંક નથી.હા પણ નુકશાન બહુ મોટુ થવાનું છે. એ નક્કી...મામાને સ્કૂટર પર સર્કલનાં ચક્કર લગાવતા જોઇ ઉભા રહી ગયેલાં મામાના મિત્ર, ગાડીમાંથી નીચે ઊતરે છે.તેમની સાથેજ તેમનો ...Read More

7

ચાલો ઠીઠીયા કાઢીએ - ભાગ - 7

ભાગ - 7મામાએ તેમનાં મિત્રને કહેલ વાક્ય"તુ જોજે આજની ઘડી અને આજની મુલાકાત" તારા માટે જીવનભરનું સંભારણું બની રહેશે. વાક્ય સાંભળી, મામાના મિત્રને કંઈ ખબર નથી પડી રહી,પરંતુ હમણાંજ તે મિત્રએ મામાને મોઢે, ભાણાનો ભૂતકાળ અને વર્તમાનકાળ જાણ્યો હોવાથી તે... પોતાના ભવિષ્યકાળની ચિંતામાં આવી જાય છે. એટલેજ તેમામાએ કહેલ વાક્યનો મર્મ જાણવામાં એ મિત્ર એટલાં મગ્ન થઈ જાય છે કે, પોતાની ગાડી જયાં ઊભી હતી, ત્યાંથી પણ વિચારોમાં ને વિચારોમાં ચાલતા-ચાલતા થોડા આગળ નીકળી જાય છે.એતો સારૂં કે ડ્રાઇવરની નજર પડી, અને તેણે સાહેબને બુમ મારી બોલાવી લીધાં, પછી તેઓ ગાડીમાં બેસી, ...Read More

8

ચાલો ઠીઠીયા કાઢીએ - 8 - જવાબદારીના ધાઢ જંગલમાં હાસ્યનું.. 8

ભાગ - 8આગળના ભાગમાં આપણે જાણ્યું કે,નવા મશીનમાં બ્લાસ્ટ થવાથી મશીનના ફૂરચે-ફુરચા ઉડી ગયા છે. પ્રથમ ગ્રાસે મક્ષિકા થયું હમણાં થોડા સમય પહેલા જે નવા મશીનની પાસે ઊભા રહીકંપનીના કર્મચારીઓ એ મશીન સાથે પોતાના ફોટા પડાવી રહ્યા હતા, અત્યારે તે મશીનની હાલત ઇન્સ્યોરન્સ વાળા ફોટા પાડવા આવે એવી થઇ ગઈ હતી. અને મશીનની બિલકુલ બાજુમાં જેટલા લોકો ઊભા હતા,એમાંથી બ્લાસ્ટને કારણે કેટલાક કર્મચારીઓને તો એક્સરેના ફોટા પડાવવા પડે તેવી હાલત થઇ ગઈ હતી. બીજી બાજુ હવે આગળ શું કરવું ? તેની ચર્ચા કરવા તે કંપનીના શેઠ મેનેજરને લઈને તેમની ઓફિસમાં ચર્ચા કરી ...Read More

9

ચાલો ઠીઠીયા કાઢીએ - ભાગ - 9

ભાગ - 9વાચક મિત્રો ઘણાં લાંબા સમયના અંતરાલ પછી, હું આ કાલ્પનિક રમુજી વાર્તાનો ભાગ 9 લખી રહ્યો છું.કેમકે, પ્લેટફોમ પર મારી બીજી બે નવલકથા ચાલુ કરી હતી, જે પુરી થવા આવતા, હું ફરી આ મનોરંજક પાત્ર અડવીતરાની યાત્રા આગળ વધારું છું.મિત્રો આગળના ભાગ આઠમાં આપણે જાણ્યું કે, પ્યુને પોતાના હાથમાં રહેલ ગરમાગરમ ચા કોફી અને ઠંડા પાણીના ગ્લાસ મુકેલ ટ્રે, પૂરી તાકાતથી અડવીતરાના મોઢા ઉપર ઘા કરીને મારી છે. બનવાકાળ એ ટ્રે, એને વાગે એ પહેલા, અળવીતરો હમણાં સુધી વાંચી રહેલ મેગેઝીન ટેબલના ખાનામાં મુકવા થોડો નીચે નમે છે, અને એ ટ્રે સીધી, એજ ઓફિસની વોલ પર લાગેલ, શેઠની મનપસંદ પેઇન્ટિંગ ...Read More

10

ચાલો ઠીઠીયા કાઢીએ - 10 - જવાબદારીના ધાઢ જંગલમાં હાસ્ય..

ભાગ - 10 અળવીતરો, ઓફિસના પ્યુન અશોકનો ગુસ્સો, તેમજ જો આજે એ પોતે પ્યુનના હાથમાં આવી જશે, તો પ્યુન "હાલનેહાલ" પોતાનો શું હાલ કરશે ? તે પૂરેપૂરી રીતે નહીં, પરંતુ સંપૂર્ણ રીતે જાણી ગયો છે, અને એટલેજ, અત્યારે બેચેન થઈ, અડવીતરો ફેક્ટરીની હેવી માલસામાન ખસેડવાની krain પર ચડી ગયો છે. Krain બહુ ઊંચાઈ પર હોવાથી, ત્યાં સુધી કઈ રીતે પહોંચવું / તે માટે પ્યુન અશોક, મારવો છે અડવીતરાને, પરંતુ તે ગોડાઉનમાંજ આમથી તેમ"આંટા" મારી રહ્યો છે. અડવીતરા સુધી કેમ કરીને પહોંચવું ? એ પ્રશ્ન અત્યારે પ્યુન માટે યજ્ઞ પ્રશ્ન છે. આમ તો આજ સુધી પણ, એ પ્રશ્ન યજ્ઞ પ્રશ્નજ હતો, કે અડવીતરા સુધી કેવી રીતે પહોંચવું ? ...Read More

11

ચાલો ઠીઠીયા કાઢીએ - 11 - જવાબદારીના ધાઢ જંગલમાં

ભાગ અગીયારવાચક મિત્રો, આગળના ભાગમાં આપણે જાણ્યું કે,આજે પ્યુન અશોક, ઉંચી Krain પર ચડી ગયેલ અડવીતરાને પકડી, એને ફેદોડી, ઘાભા ને ડૂચા કાઢી, વર્ષો જૂનો બદલો લેવા આટલો ઉતાવડો કેમ થયો છે.હવે આગળ, અળવીતરો તો krain પર ચડી ગયો છે, અને પ્યુન અશોક, તેને ઝડપવા અને તેને ઝડપી ને સરખો કરવા, અને પોતાનો વર્ષો જૂનો બદલો લેવા, આજે રીતસર તલપાપડ થયો છે. એનાંજ અનુસંધાને,આજે અળવીતરો krain પરથી નીચે ઉતરી ભાગી ન જાય, એ માટે પ્યુન અશોકે, ફેક્ટરી વર્કશોપના બધાજ દરવાજા, અંદરથી બંધ કરી તાળુ પણ મારી દીધું છે. તાળું માર્યા પછી, એ તાળાની બધીજ ચાવીઓને, અડવીતરા પર આજે એને કેટલો ગુસ્સો છે, તેના ભાગરૂપે, ...Read More

12

ચાલો ઠીઠીયા કાઢીએ - 12

ભાગ - ૧૨વાચક મિત્રો,આગળનાં ભાગમાં આપણે જાણ્યું કે,નવી કંપની પર, ઉઘરાણી માટે ગયેલ અડવીતરાના આજનાં, ઉથલ-પાથલવાળા કારસ્તાનથી, એ બરોડાવાળી સમગ્ર સ્ટાફની સાથે-સાથે, બોઘાટા પાડી ગયેલ, એ કંપનીના શેઠે, આગળ જતા, ગમે તેવી પરિસ્થિતિ ઊભી થાય, જોકે તેમનો હાલનો સમય તો એવોજ કંઈક ઈશારો કરી રહ્યો હોવાથી, તે કંપનીના મેનેજરને, આ માથા ફરેલ અડવિતરાને પહોંચી વળવા માટે, એ જે કંપનીમાંથી આવ્યો હતો, તે કંપનીનાં બોસની સાથે-સાથે,પોલીસ ખાતામાં, ફાયર બ્રિગેડ વિભાગમાં, એમ્બ્યુલન્સ સેવામાં, અને જરૂર પડે તો, સબવાહિની માટે પણ ફોન કરવાં એક લીસ્ટ આપે છે.જોકે સવારથી ધુઆ ફુઆ થઈ ગયેલ મેનેજર, શેઠે આપેલ આ લીસ્ટ જોઈને, એક્વાર તો એને લગભગ ગોળ ગોળ ચક્કર પણ આવી જાય છે.કેમકે, આજે ...Read More