Chalo Thithiya Kadhia - 4 books and stories free download online pdf in Gujarati

ચાલો ઠીઠીયા કાઢીએ - ભાગ - 4

ભાગ - 4

આગળના ભાગમાં આપણે જોયુ કે, સ્કૂટર અડવીતરો ચલાવી રહ્યો છે, અને મામા તેની પાછળ બેઠા છે.
સામે આવતા ચાર રસ્તા પરનું સિગ્નલ બંધ થવાની તૈયારીમા છેલ્લી 5 સેકન્ડ બતાવી રહ્યુ છે.
અડવીતરો જેવો દુરથી ટ્રાફિક સિગ્નલમાં પોતાની લાઇન બંધ થવાની છેલ્લી 5 સેકન્ડ જુએ છે,
ને એક્ષીલેટર ઘુમાવે છે.
હમણાં સુધી મામાની નજર ભાણા પર હતી. એને જોતા-જોતા મામા વિચારી પણ રહ્યાં હતાં કે, આમતો આ બાહ્ય દેખાવે સામાન્યજ લાગે છે. પરંતું ગરબડ એની અંદર રહેલા/ "જો હોય તો" મગજમાંજ લાગે છે.
એ પોતે કામ નથી કરતો તેમ એના મગજે પણ કામ કરવાનું બંધ કરી દીધું હશે.
"એ પોતે પોતાની કેર નથી કરતો, તો પછી તેનુ મગજ તેની કેર શા માટે કરે" ?
સ્કૂટરનું એક્ષિલટર વધવાથી,
"મામાને એક વધારે અને "બાહ્ય" આંચકો આવે છે"
મામાની નજર સામે સિગ્નલ પર જાય છે.
અત્યાર સુધી ભાણો સામેવાળાને અગાઉથી ખ્યાલ ના આવે, તેવા ઓચિંતા આંચકા આપતો હતો.
આ વખતે પહેલીવાર મામાને અગાઉથી ખ્યાલ આવી જાય છે કે,
ભાણાને હાલ "સાનો" દોરો ઉપડ્યો છે.
પરંતુ ભાણાને રોકવા મામા પાસે જે સમય હતો તે સેકન્ડોમા હતો.
એટલે...
મામા : ભાણા રહેવા દે, નહીં નીકળાય
ભાણો : મામા નીકળી જશે...
નહીં નીકડાય, નીકળી જશેમાં સ્કૂટર બરાબર ચાર રસ્તાની વચ્ચે પહોંચે છે,
ને ટ્રાફિકપોલિસ એ લોકોને રોકે છે.
મામા સ્કૂટર પરથી નીચે ઉતર્યા પહેલા ખિસ્સામાંથી પર્સ કાઢી લે છે, અને હવે ઘરે ના પહોંચે ત્યાં સુધી પર્સ હાથમાંજ રાખવાનું નક્કી કરી લે છે.
પછી ટ્રાફિકપોલીસને.
મામા : સોરી સાહેબ, ભુલ થઈ ગઈ.
પોલીસ : કાકા, છોકરો ભુલ કરે છે, તો તમે આટલા સમજુ વડીલ પાછળ બેઠા છો, તો તમારે એનુ ધ્યાન રાખવું જોઈએને ?
મામા : સાહેબ, "મારુ ધ્યાન એની ઉપરજ હતુ"
એટલેજ ભુલ થઈ ગઈ.
મામા દંડ પેટે 100 રૂપિયા આપી પાવતી લઈ, ચહેરો લાલઘૂમ કરતા અને આંખો મોટી કરી, ઉંચા અવાજે ભાણાને સ્કૂટર થોડુ સાઈડમાં લેવાનું કહે છે.
તેઓ ટ્રાફિક પોલિસથી થોડા દુર જાય છે.
આ જોઇ સાંભળી ટ્રાફિક-પોલિસને સાથે-સાથે
ભાણાને પણ એમ કે,
આજે આવી બન્યુ.
ભાણાને મનમાં એમકે મામા બરાબરનું ફાયરીંગ કરશે.
પણ ભાણા માટે ગમે તેનુ ગમે તેટલું ફાયરિંગ હોય, એની અસર એનાં માટે તો હવાના ફાયરીંગ બરાબરજ હતી.
પણ બન્યુ કંઇક અલગજ
મામા : ભાણા તુ પાછળ બેસ, હુ સ્કૂટર ચલાવી લઉ છુ.
બિલકુલ નમ્રતાથી મામાના મોઢેથી બોલાયેલા આ શબ્દો સાંભળી,
અડવીતરો એટલું તો સમજી જાય છે કે, મામાએ ભલે અત્યારે જાતે સ્કૂટર ચલાવવાની વાત કરી, પણ મામા હવે મને કે મારા સ્વભાવને નહીં ચલાવી લે.
પરંતુ ભાણાનો પણ આજ સુધીનો રેકોર્ડ છે કે, સામેવાળાનો મુળ, તેના વર્તનને લીધે ગમે તેટલો ખરાબ થયો હોય, છતા, તેની અડવીતરા પર કોઈ અસર કે આડઅસર આજ સુધી જરા પણ થઈ હોય, એવું કોઈ ચસ્મદિત ગવાહ મળવું મુશ્કેલ છે.
મામા સ્કૂટર ચલાવી રહ્યા છે, ભાણો પાછળ બેઠો છે.
મામાનું મગજ અત્યારે બરાબર ચકરાવે ચડેલુ છે.
એટલું ચકરાવે ચડ્યું છે કે, મામાને પોતાને હાલ એવું થઈ રહ્યુ છે કે, હવે એક પણ નવી હરકત ભાણો કરશે, તો મારૂ મગજ તો બહેર મારીજ ગયુ છે.
એ બિલકુલ કામ કરતું બંધ થઈ જાય, એ પહેલા ઘરે પહોચી જઇએ તો સારૂં,
નહીતો, મારે મારાજ ઘરે જવા પણ ગુગલ કરવું પડશે, અને એનાં માટે પણ મારે એડ્રેસ તો પાછું યાદ રાખવું પડશે.
બસ મનમાં આવા વિચારો કરતા-કરતા મામા પોતાના ઘરથી થોડા પહેલા આવતાં સર્કલ સુધી પહોચે છે.
તેમની સોસાયટી સામેજ દેખાઈ રહી છે.
હવે મામાને પોતાના ઘરનું એડ્રેસ યાદ નહીં રાખવું પડે એટલી હાશ થતા, મામા વિચારે છે કે,
આનું મારે શું કરવું ?
મારી કોઈ ભુલ તો નથી થઈને એને અહી બોલાવીને ?
મામાને ભાણા વિશે આટલો બધો તો અંદાજ હતોજ નહીં. મામાને તો એમ હતુંકે અહી અજાણ્યા લોકો વચ્ચે રહેશે તો, શાંત અને ચુપ રહેશે.
પરંતું અડધા કલાકમાં તો, એ જેટલાંને મળ્યો એ લોકોતો ભાણાનો ચહેરો અને સ્વભાવ ક્યારેય નહીં ભૂલે એટલો ફેમસ થઈ ગયો હતો.
મામા એને અહીંથીજ, રસ્તામાંથીજ પાછા વળી બસસ્ટેન્ડ મુકી આવવાનું વિચારે છે.
પણ વિચારવાનો એટલો સમય તો મામા પાસે હતો નહીં.
તો હવે આ બાબતે ઘરે પહોંચ્યા પહેલા, વિચારવાનો સમય મળે તેનાં માટે શુ કરવુ ?
ઘર તો સામેજ છે.
પાછું મામાને બીજો આઈડિયા આવે છે કે, મારા નવા ઘરે તો ભાણો આજે પહેલીવાર આવી રહ્યો છે. એને શુ ખબર કે મારૂં ઘર સામેજ છે.
જ્યારે આવી અણગમતી મુસીબત કોઇના સામે આવે કે ગળે પડે,
ત્યારે જે તે વ્યક્તીનું મગજ તેજ ગતિએ આપોઆપ સ્વબચાવનાં સાચા અને ઇન્ટેલિજન્ટ આઈડિયા આપવા લાગી જાય છે.
હવે મામા પોતાનુ મગજ, અત્યારે જેટલા આઈડિય આપે તેમાંથી,
કયો આઈડિયા અપનાવવો ?
એ બાબતે વિચારવા, મામાને થોડો સમય જોઈતો હતો.
અને તે સમય કેવી રીતે કાઢવો, તેનો આઈડિયા પણ મામાએ શોધી કાઢ્યો.
પરંતુ કહે છે ને કે રઘવાટમા અને ઉચાટમા માણસ શુદ્ધ-બુદ્ધ ગુમાવી દે છે.
મામા સાથે પણ અત્યારે એવુંજ થયુ.
વિચારવાનો સમય કાઢવા મામા, તેમને આવેલ આઈડિયા પ્રમાણે, બીજા કોઈ રસ્તે કે પોતાના ઘરે જવાને બદલે,
જયાં સુધી અડવીતરાનું આગળ શુ કરવું ?
એ વિચારવામા ને વિચારવામા, મામાને પોતાને પણ ખ્યાલ ના રહ્યો, અને મામા આ ઓછી અવર-જવરવાળા સર્કલના ગોળ-ગોળ ચક્કર લગાવવા લાગ્યા.....
વધુ આગળના ભાગમાં
Share

NEW REALESED