chalo thithiya kadhiae - 2 books and stories free download online pdf in Gujarati

ચાલો ઠીઠીયા કાઢીએ - જવાબદારીનાં ધાઢ જંગલમાં હાસ્યનું ઝરણું - 2

બહુ સમય પહેલા એકવાર અડવીતરાને નોકરી માટે એનાં મામાએ અમદાવાદ પોતાની પાસે બોલાવવાનું વિચાર્યું. મામા પણ ભાણાને જાણતા તો હતાજ, પણ એમને એમ કે નાના શહેરમાંથી મોટા શહેરમા આવશે એટલે અજાણ્યા લોકો સામે એ વધારે જાણ-પહેચાન નહીં હોવાથી સુધરી જશે, અને અહી કોઈ કામધંઘે લાગશે એટલે એને સમય પણ નહીં મળે. તેમજ જૂની જગ્યા અને જાણીતા લોકોથી દુર રહેશે એટલે આપોઆપ ઠેકાણે આવી જશે. મામાનું તારણ આમતો ખોટું ન હતુ. પણ એ વાત અલગ હતી કે અડવીતરાએ બીજાના મગજનાં "તાર ખેંચવામાં PHD" કરેલ. હવે જોઈએ મામાનું તારણ કેટલું કારગત નીવડે છે. મામાને એમ કે અહી આવી ઠેકાંણે પડી જશે પણ આતો બીજાને ઠેકાણે પાડવાવાળો. મામાએ અડવીતરાને જે દિવશે અને જે બસમાં આવવાનું કહ્યુ હતુ, તે બસના સમયે મામા એને લેવા માટે, સમયસર બસસ્ટેશનના પાર્કિંગમાં પોતાનું સ્કૂટર પાર્ક કરી અને બસસ્ટેન્ડ બાજુ જઇ રહ્યાં છે. કોઇના "બસમા" નહીં રહેવાવાળો અડવીતરો આજે બસમાં આવવાનો હતો. મામા બસ સ્ટેન્ડની અંદર પ્રવેશે છે. બસ સ્ટેન્ડના નાકે એક ફ્રુટવાળા ભાઈની દુકાન છે, જે ફ્રુટવાળા ભાઈ મામાલક્ષ્મીચંદનાં મિત્ર છે. froot વાળો મામાને જોતા જ,
ફ્રુટવાળો : આવો આવો લક્ષ્મીચંદ, કેમ આજે આ બાજુ ભૂલા પડ્યા ?
લક્ષ્મીચંદ : અરે ભાઈ ભૂલો નથી પડ્યો, પરંતુ મારો ભાણો આવવાનો છે, "એ ભૂલો ના પડી જાય" માટે એને લેવા આવ્યો છુ. (એમ કહીને બંને હશે છે)
લક્ષ્મીચંદ : પેલી મહેસાણાવાળી લોકલ બસ આવી ગઈ ?ફ્રુટવાળો : હા, હમણાં જ આવી. શું એમાં ભાણાભાઈ આવવાના હતા ?
લક્ષ્મીચંદ : હા,એમાંજ આવવાનો છે. એ બસ ક્યાં ઊભી છે ?
ફ્રુટવાળો : પેલી સામે ઉભી, હજી પેસેન્જર ઉતરે છે અને ટીકીટ ચેકિંગ પણ ચાલે છે.
લક્ષ્મીચંદ : સારું ત્યારે ભાઈ હું આવુ હમણાં.
(લક્ષ્મીચંદ ઝડપભેર તે બસ બાજુ જાય છે. દૂરથી તેમણે જોયું કે બે-ત્રણ ટીકીટ ચેકિંગવાળામાથી એક ચેકિંગવાળા ભાઈ અળવીતરાને પકડીને ઊભા છે. આ જોતાજ લક્ષ્મીચંદ દોડીને )
લક્ષ્મીચંદ : શું થયું ભાણા ?

(મામા ને જોતા જ અળવીતરો)
અડવીતરો : મામા આ લોકોએ મારી પાસે ટિકિટ હોવા છતાં મને ખોટી રીતે પકડ્યો છે.
(ચેકર એક લક્ષ્મીચંદ ને )
ચેકર : શું આ તમારો ભાણો છે ? તમે એને લેવા આવ્યા છો ?
લક્ષ્મીચંદ : હા સાહેબ, એ મારો ભાણો છે અને હું તેને જ લેવા આવ્યો છું.
ચેકર : તમારો ભાણો ક્યાંથી આવવાનો હતો ?
લક્ષ્મીચંદ : સાહેબ, મહેસાણાથી. શું તેને ટિકિટ નથી લીધી કે શું ? (વચ્ચે જ)
અળવીતરો : મામા મેં ટીકીટ લીધી છે, અને તે ટીકીટ સાહેબના હાથમાં જ છે.
લક્ષ્મીચંદ : સાહેબ એણે ટીકીટ લીધી છે, તો તમે કેમ એને પકડ્યો છે. ?
ચેકર : વડીલ, એણે જે ટીકીટ લીધી છે તેતો કલોલથી અમદાવાદની છે.
લક્ષ્મીચંદ : હાતો, એ કલોલ સુધી બીજા કોઇ વાહનમાં આવ્યો હશે. અને કલોલથી બસ પકડી હશે.
અળવીતરો : ના મામા, મે બસ તો મહેસાણાથીજ પકડી છે. આ બસમાં ખૂબ જ ભીડ હતી તો પણ, હું આ બસમાં જ આવ્યો છું.
લક્ષ્મીચંદ : તો પછી તે ટીકીટ કેમ કલોલથી અમદાવાદની લીધી ?
અળવીતરો : મામા મેં કલોલથી અમદાવાદની ટીકીટ માંગીજ નથી, કન્ડક્ટરે મને આપી.
(વચ્ચે કંડકટર)
કંડકટર : ભાઈ તમે મને 100ની નોટ આપી અને એક અમદાવાદની ટીકીટ માંગી કે નહીં ?
અળવીતરો : હા તો ?
કંડકટર : મેં તમને પૂછ્યું પણ ખરા કે તમે ક્યાંથી બેઠા ? તમે કહ્યું, કલોલથી પછીજ મેં તમને ટીકીટ આપીને ?
અળવીતરો : હા બરાબર.
કંડકટર : તો પછી મારું ખોટું નામ શુ કામ આપો છો ?
ચેકર : ભાઈ તમે માનો છોને કે મહેસાણાથી તમે આવ્યા, અને ટીકીટ તમે કલોલથી અમદાવાદની લીધી.
અળવીતરો : હા સાહેબ,
ચેકર : તો પછી તમે કંડકટરનો વાંક કેમ કાઢો છો ?
અળવીતરો : સાહેબ જુઓ, તમે પહેલા મારી આખી વાત સાંભળો.
ચેકર 1 : હા બોલો
અડવીતરો : મે મહેસાણાથી બસ પકડી બરાબર ?
ચેકર 1 : બરાબર
અળવીતરો : બસમાં ઉભા રહેવાની પણ જગ્યા ન હતી બરાબર ?
ચેકર 1 : બરાબર
અળવીતરો : છતા હું મારો મોટો થેલો લઈને આ બસમાંજ આવ્યો બરાબર ?
ચેકર 1 : ( કંટાળીને ) અરે ભાઈ બધુ બરાબર છે બોલને આગળ.
અળવીતરો : સાહેબ કંઈજ બરાબર નથી. બસમાં લોકોના ધક્કા ખાવા, ઉભા-ઉભા બસની મુસાફરી કરવી અને ઉપરથી ગરમીનો સમય આમાં શું બરાબર છે ? પાછા કહો છો બધું બરાબર છે.
ચેકર 1 : (વધારે કંટાળીને) હા ભાઈ બરાબર, આગળ બોલ. અળવીતરો : લોકલ બસને કારણે દરેક સ્ટેન્ડ પર બે પેસેન્જર ઊતરે અને ચાર પેસેન્જર ચડે જતા હતા બરાબર ?
ચેકર 1 : બરાબર
અળવીતરો : ભીડ વધતી જતી હતી. બરાબર ?
( ચેકર 1 થાકીને કંટાળીને ધીરે રહીને બરાબર બોલવાની જગ્યાએ ખાલી મુન્ડી હલાવે છે અળવીતરો ચેકર સામે જોઈ ફરીથી )
અડવીતરો : બરાબર ?
(એટલામાં તેમની નજીક એક પેસેન્જર સામાન લઇને કોઈની રાહ જોતું હતું અને એને લેવા વાળાભાઈ આવી જતા )
આગંતુક : આવો આવો કેમ છે, બધું બરાબર ?
પેસેંજર : હા બધુ બરાબર.
આગંતુક : મને લેવા આવવામાં મોડું નથી થયું ને ?
પેસેંજર : ના ના, બરાબર ટાઈમે આવ્યા છો.
આગંતુક : મને બસનો સમય બરાબર ખબર હતો એટલે બરાબર સમયે ઘરેથી નીકળ્યો.
( ચારે બાજુ બરાબર શબ્દ ગુંજી રહયો હતો.)
આગંતુક : લાવો મોટો થેલો ખભે મૂકાવી દઉં, બહાર રીક્ષા ઊભીજ છે. ખભે ફાવશેને બરાબર ?
પેસેંજર : હા બરાબર ફાવશે.
(આ બરાબર શબ્દથી ચેકર બરાબરના કંટાળ્યા છે છતા, અડવીતરાને જવાબ આપતાં )
ચેકર 1 : હા બરાબર, ભાઈ આગળ બોલ.
અળવીતરો : કંડકટરને ટીકીટ કાપતા-કાપતા અને છુટાની મગજમારી કરતા-કરતા, મારી પાસે આવવામાં કલોલ પણ નીકળી ગયું હતું બરાબર ?
ચેકર 1 : (બીજા ચેકરને) ભાઈ તું અહી ઉભો રેને પ્લીઝ.
ચેકર 2 : (પહેલા ચેકરને) કેમ સર ?
ચેકર 1 : કંઈ નહીં, તારે ખાલી આ જેટલી વાર બરાબર બોલે એટલીવાર બરાબર બોલવાનું. બરાબર ?
ચેકર 2 : હા સાહેબ, બરાબર
ચેકર 1 : હા તો અહી ઉભોરે બરાબર.
(ચેકર 2 અળવીતરાને એની વાત આગળ ચાલુ રાખવા કહે છે.)
અળવીતરો : આગળનું બધુ તમે સાંભળ્યું બરાબર કે પછી પહેલેથી કહું ?
(ચેકર એક ગુસ્સામાં મુઠ્ઠીવાળી મનમાંજ અડવીતરાને મારવાનો વિચાર કરે છે અને પછી ત્વરિત ખાલી પગ પછાડી એ વિચાર કેન્સલ પણ કરે છે.)
ચેકર 2 : મે બધુ સાંભળ્યું છે, ( થોડીવાર રહીને) બરાબર, તમે બોલો આગળ.
અડવીતરો : એટલામાં કંડકટર મારી પાસે આવ્યા, અને મને પૂછ્યું ક્યાંથી બેઠા ? (કંડકટર વચ્ચે બોલવા જાય છે, પેલા ચેકર 1 કંડકટરને બોલતાં રોકે છે.)
અળવીતરો : નાના બોલવા દો ને

ચેકર 2 : ના ભાઈ, તુ કંડક્ટરની વાત જવા દે તું બોલ આગળ.(એટલામાં ત્યાંથી એકભાઈ એક હાથમાં બેગ અને બીજા હાથમાં મોબાઈલ લઈ વાત કરતા-કરતા નીકળે છે. તેમની નજર આ લોકો પર પડે છે. બસ આ બબાલ જોતાંજ સર્વ સામાન્ય સ્વભાવ પ્રમાણે ચાલુ ફોનમાં સામેવાળી પાર્ટીને "ફોન ચાલુ રાખજો" કહીને જોવા ઉભા રહી જાય છે.) અળવીતરો : (એ ભાઈને) કેમ ભાઈ શું છે ? શું જોવા ઉભા છો ?
પેસેન્જર : (ગભરાઈને) કંઈ નહી, કંઇ નહીં કહી ફોનમાં સામે વાળી પાર્ટીને હા, બોલો... કરતો ત્યાંથી નીકળી જાય છે.
અળવીતરો : કંડકટરને મેં કહ્યું, કલોલથી બેઠો, એટલે એમણે મને એક ટીકીટ અને બાકીના પૈસા પાછા આપ્યા. એ ટીકીટને અને પાછા આપેલ પૈસાને મે જોયા વગર ખિસ્સામાં મૂકી દીધા. બરાબર ?
ચેકર 2 : હા બરાબર.
(એટલામાં ચેકર 1 ને કંઇક યાદ આવતાં વચ્ચે જ)
ચેકર 1 : એક મિનિટ એક મિનિટ, ભાઈ તે ટીકીટ કે પૈસા ભલે ચેક કર્યા સિવાય ખિસ્સામાં મૂક્યા, પણ તુ મોઢેથીતો બોલ્યોને કે કલોલથી બેઠો.
અડવીતરો : હા તો કલોલથી બેઠો એમ બોલ્યો એમાં મારો શું વાંક ?
ચેકર 1 : ભાઈ તું આવે છે મહેસાણાથી, અને કંડક્ટરને ખોટું બોલે છે કે કલોલથી બેઠો.
અડવીતરો : સાહેબ હુ ખોટું ક્યાં બોલ્યો ? હું તો હજી પણ કહુંછુ કે મેહેસાણાથી આવ્યો છું.
ચેકર 1 : તો તે કંડકટરને એવું કેમ કહ્યું કે તુ કલોલથી બેઠો ?
અડવીતરો : પણ સાહેબ, મહેસાણાથી તો હું ભીડમાં ઊભા-ઉભાજ આવ્યો, કલોલથી બેસવાની જગ્યા મળી, પછી બેઠો અને એટલામાં કંડકટર આવ્યા, મેં 100 રૂપિયાની નોટ આપી કંડકટર પાસે અમદાવાદની એક ટીકીટ માંગી. કંડકટરે મને પૂછ્યું તને ક્યાંથી બેઠા ? એટલે મે કહ્યુ કલોલથી તો એમાં મેં ખોટું શું કીધું ?
(મામાલક્ષ્મીચંદ અને ચેકર બધી વાત સમજી જાય છે. મામા અડવીતરાને ચુપ કરાવતા સાહેબને)
મામા : સાહેબ જે થયું તે, એને બહુ લાંબી ખબર પડતી નથી. તમારે જે દંડ થતો હોય તે કહો હું આપી દઉં છું.
ચેકર 1 : 500 રૂપિયા આપો
( મામાલક્ષ્મીચંદ 500 રૂપિયા આપે છે. ચેકર એમને દંડની પાવતી આપે છે. લક્ષ્મીચંદ પાવતી લઈને નીકળી રહ્યા છે ત્યાંજ અડવીતરો)
સાહેબ હવે તો બરાબર બોલો
મામા એને ધમકાવાનું વિચારે છે પણ, પછી એમને થયુ ઘરે જઇને રાત્રે/નિરાંત્રે નિરાંતે આ પ્રોગ્રામ રાખું. એમ વિચારી બન્ને બસસ્ટેન્ડની બહાર જવા નીકળે છે. મામા 500 રૂપિયાના દંડ વિશે મનમાં વિચારી રહ્યાં છે. પહેલા એમણે બસની જગ્યાએ ગાડી લઇને લેવા જવાનું વિચાર્યું હતુ. પણ પછી એમને એમ કે ખોટું ગાડીમાં 500 રૂપિયાનું પેટ્રોલ બગાડવું એનાં કરતા ભલે બસમાં આવતો પણ હવે મામા 500 ખિસ્સામાંથી જતા એ રીતે મન વારે છે કે, એમ સમજી લેવાનું કે ગાડી લઇને લેવા ગયો હતો. પણ મામાને હજી એટલી ક્યાં ખબર છે કે હજી તો બસસ્ટેન્ડની બહાર પણ નથી નીકળ્યાં, ઘરે પહોંચતા-પહોંચતા મન એટલું વાળવાનું છે કે...વાળેજ જવાનું છે
અરે હવે પછી મન 90નાં કાટખૂણે વળેલુંજ રહેવાનું છે.
અને ઘરે પહોંચતા-પહોંચતા ખીસ્સુતો એટલું હળવું થવાનું છે કે એને લેવા ગાડી લઇને નહીં પરંતું પ્લેન લઇને ગયા હોત તો પણ સસ્તું પડત.
વધું આવતાં ભાગમાં