????????????મોબાઈલ યુગમાં બાળકો પાસે દાદા અને દાદી જોડે બેસી ને વાર્તાઓ સાંભળવાનો કે નવી વાતો કે તેમને સમજવાનો ટાઈમ નથી.પંચતંત્રની વાર્તાઓ વિડીયો રૂપે યુ ટુબમાં છે. પણ બાળકો પાસે નવા કે જૂના મૂલ્યો શીખવા માટે ટાઈમ નથી. એટલે જ નવા- જુના મૂલ્યોનો સમન્વય કરતી ધારાવાહિક, વાર્તામાં વાર્તા પ્રસ્તુત છે.ઘડતર????????????મારું નામ અશોક છે. મારી પત્ની નું નામ આરતી છે. બંને જણા કેરિયર ઓરિયેન્ટડ. હું એમએનસી કંપનીમાં જોબ કરું જયારેપત્ની મોડલિંગ ને સીંગીગ માં બીઝી.અમારા બે બાળકો માં એક દીકરો અનંત 8 વર્ષનો અને દિકરી અનન્યા 6 વર્ષની. અમારો 5 bhkનો પોશ એરિયામાં ફલેટ છે. મારા પિતાએ રિટાયર્ડ થયા પછી મારા માતા અને પિતા

New Episodes : : Every Tuesday

1

ઘડતર - 0

????????????મોબાઈલ યુગમાં બાળકો પાસે દાદા અને દાદી જોડે બેસી ને વાર્તાઓ સાંભળવાનો કે નવી વાતો કે તેમને સમજવાનો ટાઈમ વાર્તાઓ વિડીયો રૂપે યુ ટુબમાં છે. પણ બાળકો પાસે નવા કે જૂના મૂલ્યો શીખવા માટે ટાઈમ નથી. એટલે જ નવા- જુના મૂલ્યોનો સમન્વય કરતી ધારાવાહિક, વાર્તામાં વાર્તા પ્રસ્તુત છે.ઘડતર????????????મારું નામ અશોક છે. મારી પત્ની નું નામ આરતી છે. બંને જણા કેરિયર ઓરિયેન્ટડ. હું એમએનસી કંપનીમાં જોબ કરું જયારેપત્ની મોડલિંગ ને સીંગીગ માં બીઝી.અમારા બે બાળકો માં એક દીકરો અનંત 8 વર્ષનો અને દિકરી અનન્યા 6 વર્ષની. અમારો 5 bhkનો પોશ એરિયામાં ફલેટ છે. મારા પિતાએ રિટાયર્ડ થયા પછી મારા માતા અને પિતા ...Read More

2

ઘડતર - વાર્તા -1 નમ્યા

રાત્રે અનંત અને આસ્થા બંને દાદા દાદી રૂમમાં આવ્યા. અનંત કહે કે, "દાદા ચાલોને ગેઈમ રમીએ."દાદા બોલ્યા કે, " રમીએ"ત્યાં આસ્થા રડમસ અવાજે બોલી કે, "તો પછી આજે સ્ટોરી નહીં સાંભળવા મળે. આજે સ્ટોરી કહેવાનો ટર્ન કોનો હતો?"દાદીએ કહ્યું કે, "તમારા દાદાનો"આસ્થા ઉત્સાહિત થઈને બોલી કે, " મારે તો ગેઈમ રમવી છે અને સ્ટોરી પણ સાંભળવી છે. આપણે બેય કામ કરીશું ને દાદા દાદી."આસ્થા નો ભોળો ચહેરો જોઈ દાદા દાદીના ચહેરા પર ખુશી આવી ગઈ.દાદાએ વાર્તા કહેવાની શરૂ કરી.નમ્યા" 'અપના ઘર' નામનું એક અનાથાશ્રમ હતું. એના મેનેજર દયાલ શર્મા હતાં. એક રસોઈયો શના મહારાજ રહેતા. અહીં લગભગ તો ત્રણ-ચાર ...Read More

3

ઘડતર - વાર્તા 2 - મોબાઈલ છોકરો

બીજા દિવસની રાત્રે અનંત અને આસ્થા લડતાં લડતાં રૂમમાં આવ્યા. બંને વચ્ચે હજુ ઝઘડો ચાલુ જ હતો. આસ્થા બોલી "ભાઈ તારી પાસે મોબાઈલ મમ્મી અને પપ્પાએ લઈ આપેલ છે. એટલે તારે મારી જોડે શેર કરવો તો પડે જ. " અનંત બોલ્યો કે, "શું કામ શેર કરું?" આસ્થા રોવા જેવી થઈ ગઈ ને બોલી કે, "ધેટ સો નોટ ફેર. યુ..... યુ આર ચીટર." "અરે અરે, આસ્થા રડ નહીં અને અનંત ઝઘડો ના કરો." દાદાએ કહ્યું. આસ્થા બોલી ઊઠી કે, "જુઓ ને દાદા" "તમે બંનેને તો મોબાઈલ માટે 'મોબાઈલ છોકરાં' વાર્તાના અનય જેવું વળગણ છે. એના જેવું જ તમારી જોડે થવું ...Read More

4

ઘડતર - વાર્તા - 3 અઘરો વિષય

રાત્રે આસ્થા કહે કે, "આજે મારો વારો....." દાદા-દાદી, અનંત હસી પડ્યા. દાદી કહે કે, "સારું તું કહે વાર્તા." "પણ મને તો સ્મોલ વાર્તા જ આવડે છે." આસ્થા બોલી. દાદા કહે કે, "સારું, તું વાર્તા કહે. પછી આપણે લૂડો રમીએ" આસ્થાએ વાર્તા શરૂ કરી. ???????????????? સૌથી અઘરો વિષય એક વખત એક વિધ્યાર્થી આવ્યો. એણે અકબરના નવરત્નોને પૂછયું કે, "સૌથી અઘરો વિષય કયો?"સેનાપતિ માનસિંહ એ પૂછયું, "કેમ આવો પ્રશ્ન પૂછયો?"શિષ્યે જવાબ આપ્યો કે, "મારે એ જ વિષયમાં પારંગત થવું છે." એકે કહ્યું કે, "ગણિત" બીજો કહે કે, "ઈતિહાસ" કોઈ કહે કે, "ભાષા" એમ ...Read More

5

ઘડતર - વાર્તા-4 પિયાનો

આસ્થા-અનંત રાત્રે દાદા-દાદી જોડે વાર્તા સાંભળવા ગયાં ત્યારે દાદા બોલ્યા કે, "આજે તો વાર્તા કહેવા નો વારો અનંત નો અનંત બોલ્યો કે, "મને તો દાદા જેવી વાર્તા કહેતાં નથી આવડતી." દાદા બોલ્યા કે, "કંઈ વાંધો નહીં બેટા. જેવી આવડે તેવી કહે." અનંતે વાર્તા શરૂ કરી. ??????????? ???? પિયાનો તબલાં, વાયોલિન, ગિટાર, ડ્રમ, બાસુંરી અને પિયાનો પર હાલજ મ્યુઝિકલ નાઈટની પ્રેકટીસ પુરી થઈ હતી. એ બધાં જ સ્ટોરરૂમ માં રિલેક્સ મૂડમાં હતાં. એ પ્રેકટીસ ટાઈમ યાદ કરીને હસી રહ્યા હતા. "વાહ વાહ, કેવો સરસ મારો અવાજ તકધીના-તકધીનતા. હમણાં જ હું બોલી પડીશ કે મારા માંથી શબ્દો હાલજ બહાર આવશે." તબલાં ...Read More

6

ઘડતર - 5 - રાજા શૈલ અને કવિ નાઝ

રાત્રે જયારે અનંત અને આસ્થા દાદા-દાદી ના રૂમમાં ગયાં. દાદા-દાદી કશુંક શોધતાં હતાં. બાળકોએ પૂછયું કે, "શું શોધો છો, દાદી બોલ્યા કે, "અમારી એક કોડી ખોવાઈ ગઈ છે,બેટા." આસ્થા બોલી કે, "દાદી આ ત્રણ કોડીઓ તો છે." દાદા બોલ્યા કે, "બેટા ત્રણે કોડીઓ ચોથી કોડી વગર અધુરું છે." અનંતે પૂછ્યું કે, "એવું કેમ દાદા?" દાદા બોલ્યા કે, " દરેક વસ્તુ કે વ્યક્તિનું એક ઈમ્પોર્ટન્ટ હોય છે. એના વગર આપણું જીવન અધુરું છે. ચાલો આજે એના પર તમને વાર્તા કહું." આસ્થા ઉત્સાહિત બોલી કે, "રાજાની વાર્તા કહેશો ને દાદા." દાદાએ હસીને હા પાડી. ???????????????? શૈલરાજા અને કવિ નાઝ 'માનપુર નામનું ...Read More