ghadtar - 1 books and stories free download online pdf in Gujarati

ઘડતર - વાર્તા -1 નમ્યા

રાત્રે અનંત અને આસ્થા બંને દાદા દાદી રૂમમાં આવ્યા. અનંત કહે કે, "દાદા ચાલોને ગેઈમ રમીએ."

દાદા બોલ્યા કે, " ચાલો રમીએ"

ત્યાં આસ્થા રડમસ અવાજે બોલી કે, "તો પછી આજે સ્ટોરી નહીં સાંભળવા મળે. આજે સ્ટોરી કહેવાનો ટર્ન કોનો હતો?"

દાદીએ કહ્યું કે, "તમારા દાદાનો"

આસ્થા ઉત્સાહિત થઈને બોલી કે, " મારે તો ગેઈમ રમવી છે અને સ્ટોરી પણ સાંભળવી છે. આપણે બેય કામ કરીશું ને દાદા દાદી."

આસ્થા નો ભોળો ચહેરો જોઈ દાદા દાદીના ચહેરા પર ખુશી આવી ગઈ.

દાદાએ વાર્તા કહેવાની શરૂ કરી.

નમ્યા

" 'અપના ઘર' નામનું એક અનાથાશ્રમ હતું. એના મેનેજર દયાલ શર્મા હતાં. એક રસોઈયો શના મહારાજ રહેતા. અહીં લગભગ તો ત્રણ-ચાર વર્ષ ના 15 બાળકો રહેતા હતા. એમાં ત્રણ બાળકો મોટાં હતાં.

'નમ્યા સાત વર્ષની એક બાળકી હતી. એને કોઈ ને કચરાપેટીમાં મળેલી. એ માણસે તેને અનાથાશ્રમમાં મૂકી ગયો. નમ્યા ના સપનાં ખૂબ જ ઊંચા હતાં. સપનાં પૂર્ણ કરવા માટે ની મહેનત પણ ઘણી કરતી. નમ્યાની ઢબ દરેક કામ કરવાની એટલી સિફતપૂર્વક તે ઝડપથી બધાં જ કામો પતી જતાં. એના જેવડી બીજી છોકરી ના તો કોઈ કામ કરતાં આવડતું હોય કે ના તે પૂરાં કરી શકતી હોય. એવા બધાં જ કામ નમ્યા પોતાની સૂઝબૂઝથી કરી લેતી.'

'બીજો હતો નમન. તે પંદર વર્ષ નો છોકરો હતો. તેનું નામ જ ખાલી નમન હતું. પણ નમ્રતા ના એકય ગુણ તેનામાં નહોતા. તે હંમેશા દરેક બાળકો પર રોફ ઝાડયા કરતો. એકલા બાળકો જ નહીં તે પ્યૂન, શના મહારાજ પર પણ ઝાડતો. પરંતુ એ લોકોને નમન ની દરેક ચોરીમાં ભાગ મળતો હોવાથી તેઓ ચૂપ રહેતા. અને મેનેજર ને ફરિયાદ નહોતા કરતાં. તેને કયારેય કોઈ કામ કરવું નહોતું ગમતું. એ હંમેશા નમ્યા પર જોહુકમી કરીને તેના ભાગના બધાં કામ નમ્યા જોડે કરાવી લેતો. આમ તે મેનેજર ના ગુસ્સાથી બચી જતો.'

'ત્રીજો હતો સોમેશ નામનો તેર વર્ષ નો છોકરો. એ નમ્યા કે કોઈ બાળક પર જોહુકમી નહોતો કરતો. પણ કયારેય કામ પૂરાં નહોતો કરતો. હંમેશા એના દોષ નો ટોપલો બીજા પર ઢોળી દેતો.'

નમન અને સોમેશ મોટાં હતા એટલે નાના બાળકો ને સાચવવાનું કામ કરવું પડતું.

નમ્યાને કીચનમાં મહારાજને મદદ કરવી ગમતી. નમન અને સોમેશ ને કામ કરવું ગમતું નહીં એટલે નમ્યા એમને પણ મદદ કરી લેતી. આમને આમ 'અપના ઘર'ની વ્યવસ્થા ચાલે જતી. આ બંનેની નમ્યા પરની દાદાગીરી પણ.

એક દિવસ એક અમેરિકન દંપતિ આવ્યું અને જણાવ્યું કે, "તેઓ 'અપના ઘર'ને ડોનેશન આપવા માંગે છે. સાથે સાથે તે સમયે ક તે એક બાળકને દત્તક લેવા માંગે છે."

મેનેજર કહ્યું કે, "બધાં બાળકોને બોલાવી લઉં. તમે પસંદ કરો પછી કાનૂની કાર્યવાહી કરી લઈશું."

મિ.વિલસન બોલ્યાં કે, "ના એમ નહીં. અમે પરીક્ષા કરીશું અને પછી નક્કી કરીશું કે કોને દત્તક લેવું છે. કોર્ટ ની કાર્યવાહી કરવાનું ચાલુ કરી દો."

મિસિસ વિલસન બોલ્યા કે, "અને હા, આ વાત તમારે કોઈનેય જણાવવાની નથી."

આમ કહીને તેમણે પરીક્ષા કેવી રીતે લેવાની તે પણ કહ્યું.

મેનેજર કહ્યું કે, "જેમ તમે કહો તેમ."

એ પ્રમાણે શના મહારાજ, પ્યૂન અને આયા ને સમજાવી દીધું.

બધું ગોઠવીને મેનેજર દયાલ શર્માએ કોઈ કામથી બે દિવસ માટે બહારગામ જવાનું છે. એમ કહીને એમણે અનાથાશ્રમની જવાબદારી મોટા ત્રણ બાળકો પર મૂકી.

સોમેશ અને નમનને ઓફિસવર્ક અને બાળકો ને સાચવવાનું સોંપવામાં આવેલું.

જયારે નમ્યાને મહારાજને રસોઈ બનાવવામાં મદદ કરવાનું અને બાળકોને સંભાળવાનું કામ સોપ્યું.

શના મહારાજ અને પ્યૂનને બરાબર ધ્યાન રાખવાનું કહીને મેનેજર બહારગામ ગયાં.

અચાનક જ શના મહારાજની તબિયત બગડી. એમને ચક્કર ને તાવ આવ્યો હોવાથી તે ઊઠી પણ શકે એમ નહોતા.

શના મહારાજે નમ્યા, નમન અને સોમેશ ને બોલાવીને કહ્યું કે, " મારી તબિયત બિલકુલ સારી નથી. બપોર થવા આવી છે અને છોકરાં ઓને ભૂખ લાગશે. તો હવે શું કરીશું?"

નમ્યા તરતજ બોલી કે, "મહારાજ અંકલ તમે ચિંતા ના કરો. તમે આરામ કરો."

સોમેશ બોલ્યો કે, "તો બપોરનું ભોજન?"

નમ્યા એ કહ્યું કે, "તે પણ થઈ જશે."

એ બધાં રૂમમાંથી બહાર આવ્યા એટલે નમન બોલ્યો કે, "તને ડાહપણ કરવાનું કોને કીધું હતું. બપોરનું ભોજન કેવી રીતે બનાવીશું?"

નમ્યાએ કહ્યું કે, "આપણે, મને બનાવતા આવડે છે. તમે મને મદદ કરજો. હું ઝડપથી બનાવી દઈશ."

સોમેશ બોલ્યો કે, "અમારે શું મદદ કરવી પડશે?"

નમ્યાએ કહ્યું કે, " શાક સમારી આપજો. અને બાળકો નું ધ્યાન રાખજો. એક શાક હલાવવા માં મદદ કરજો. હું રોટલી બનાવી દઈશ અને શાકમાં મસાલો કરી દઈશ."

"શું કામ મદદ કરૂં? હું તો કંઈજ નહીં કરૂં. ના બાળકો નું ધ્યાન રાખીશ કે ના ભોજન બનાવવામાં મદદ કરીશ. સોમેશ ચાલ રૂમ પર જઈને સૂઈ જઈ. જો નમ્યા મારું નામ આવશે તો તારી ખેર નથી." આટલું કહીને નમન સોમેશ ને લઈ જતો રહ્યો.

નમ્યા નિરાશ થઈ ગઈ. પ્યૂન અંકલ પણ નથી. કામથી બહાર ગયાં છે. બાળકોને સાચવાના, બપોર નું ભોજન બનાવવાનું કરવું કેવી રીતે? છતાંય નમ્યા હિંમત કરીને કીચન માં ગઈ.

અને કામ શરૂ કરવાનું વિચારતી હતી ત્યાં જ બાળકોનો ઝઘડવાનો અવાજ આવ્યો. નમ્યા ભાગીને એમની જોડે ગઈ. તેઓ એકબીજા ની ફરિયાદ કરવા લાગ્યા.

નમ્યાના મનમાં એક વિચાર આવ્યો. તેણે બાળકોને કહ્યું કે, "તમારે મારી જોડે ગેઈમ રમવી છે ને તો ચાલો." રમવાને બહાને કીચન આગળ લઈ ગઇ. થપ્પો રમવાનું કહીને અને કહ્યું કે, " તે દાવ લેશે અને બધાં છૂપાશે."

નમ્યા કીચનમાં જઈને નંબર બોલવા લાગી ને બધાં બાળકો છૂપાઈ ગયાં. નમ્યા જોડે જોડે શાક સમારવા લાગી. ઘડીકમાં શાક સમારે. ઘડીકમાં થપ્પો રમે. આમ કરતાં કરતાં શાક સમારી લીધું. શાક વઘારી પણ લીધું.

હવે વારો હતો રોટલીનો. રોટલીનો લોટ બાંધી લીધો હતો. પણ થપ્પો રમતાં રોટલી કેવી રીતે થાય? તો નમ્યાએ બધાંને બોલાવ્યા ને કહ્યું કે, "ચાલો હવે થાક લાગ્યો છે. આપણે અંતાક્ષરી રમીએ."

ગોલુ-મોલુ કહેવા લાગ્યા કે, "દીદી અમને ગીતો નથી આવડતા."

નમ્યા એ કહ્યું કે, " કંઇ નહીં. જેવા આવડે, જેટલા આવડા એટલા."

બધાં મસ્તી કરતાં કરતાં જ ગાવવા લાગ્યા. અને નમ્યા રોટલી તેના નાના નાના હાથથી બનાવવા લાગી.

પછી બાળકો જમવા આપ્યું. નમન અને સોમેશને પણ આપ્યું. નમન બોલ્યો કે, " આ શાક કાચું છે. આ રોટલી આડી તેડી છે. આવું હું નહીં ખાઉં."

નમ્યાને ગમેતેમ બોલવા લાગ્યા. મહારાજને જમવા આપ્યું તો તેમને વખાણ કર્યા અને જમી પણ લીધું.

આવું ને આવું સાંજે પણ નમ્યા એ ગાડું ગબડાવ્યુ. નમ્યા ખૂબજ થાકી ગઈ હતી.

અધૂરામાં પુરુ રાત્રે આયા પણ ના આવી. નમ્યા એ બાળકોને ફોસલાવીને સૂવાડી તો દીધા. છતાંય તે બાળકો કોઈને પાણી જોઇએ, કોઈને બાથરૂમ જવું હોય. આમ આખી રાત ચાલ્યું. પણ ના તો તેણે શના મહારાજ કે નમન , સોમેશ ની મદદ લીધી.

બીજા દિવસે સવારે અચાનક જ મેનેજર અંકલ આવી ગયા.

બધાં બાળકોને મેનેજર બોલાવ્યા. ટ્રસ્ટીઓ પણ આવ્યાં હતાં. જોડે એક ફોરેન દંપતી પણ હતું.

મેનેજર બોલ્યાં કે, "આ મિ. એન્ડ મિસિસ વિલસન છે. તેઓ નમ્યાને દત્તક લેવાના છે."

બધાં બાળકો ખુશ થઈ ગયા. પણ સોમેશ અને નમન નાખુશ થયા. અને દબી અવાજ માં બોલ્યાં કે, "નમ્યાને તો જોઈ પણ નથી છતાંય તેને કેવી રીતે દત્તક લે છે?"

મેનેજર બોલ્યા કે, "તમે બંને નમ્યા કરતાં મોટા હોવા છતાં ના કામ ઉપાડયું કે ના તેને મદદ કરી. જો તમે સ્વાવલંબી થયા હોત તો તમને ગઈકાલે પડેલી તકલીફ ના પડી હોત. ના ભૂખ્યા રહેવું પડત. અને આજે તમે નમ્યા ની જગ્યાએ અમેરિકા જાત."

નમ્યા આમ અમેરિકા પહોંચી ગઈ."

"જોયું ને બેટા તમે આપણે સ્વાવલંબી બનવું જોઈએ. એટલે કે પોતાના કામ જાતેજ કરવા. મમ્મી પાસે પોતાના કામ કરવા માટે બૂમો ના પાડવી." દાદા બોલ્યા.

દાદી બોલ્યાં કે, "ચાલો હવે લૂડો રમીએ."

અનંત અને આસ્થા ખુશ થઈ ગયા. અનંત બોલ્યા કે, "દાદા પ્રોમિસ હવેથી હું મારા કામ જાતે કરીશ. મમ્મી પર બૂમો નહીં પાડું."

આસ્થા બોલી કે, "હા દાદા હું પણ."
પછી બધાં લૂડો રમવા લાગ્યા.