મર્ડર માસ્ટરી (આઝમપુર)

(191)
  • 14.7k
  • 29
  • 5k

પુરપાટ ઝડપે અઝામપુર શહેરના મુખ્ય ધોરી માર્ગ પર પોલીસ વાન દોડી રહી હતી.થોડીકવાર પહેલા જ અઝામપુરના પૂર્વીય પોલીસ સ્ટેશનમાં કોઈક અજ્ઞાત વ્યક્તિએ ફોન કરીને જણાવ્યું હતું. કે શહેરના છેવાડે આવેલા શોર્યગંજ રોડ ઉપર કોઈક વ્યક્તિની લાસ પડી છે. પોલીસ એ વ્યક્તિને કંઈક વધારે પુછપરછ કરે એ પહેલા જ સામેના છેડેથી આવેલો ફોન કટ થઈ ગયો. ફોન કટ થતાંની સાથે જ આઝમપુર પોલીસ સ્ટેશનમાંથી એક પોલીસ વાન આઝમપુરના મુખ્ય માર્ગ ઉપર દોડવા લાગી. આઝમપુરના આ મુખ્ય માર્ગથી શોર્યગંજ રોડ વચ્ચેનું અંતર લગભગ ત્રણેક કિલોમીટર જેટલું હતું. એટલે પોલીસ વાનને ત્યાં સુધી પહોંચતા દસ મિનિટ જેવું તો લાગી જ જાય.

New Episodes : : Every Sunday

1

મર્ડર માસ્ટરી (આઝમપુર) - 1

પુરપાટ ઝડપે અઝામપુર શહેરના મુખ્ય ધોરી માર્ગ પર પોલીસ વાન દોડી રહી હતી.થોડીકવાર પહેલા જ અઝામપુરના પૂર્વીય પોલીસ સ્ટેશનમાં અજ્ઞાત વ્યક્તિએ ફોન કરીને જણાવ્યું હતું. કે શહેરના છેવાડે આવેલા શોર્યગંજ રોડ ઉપર કોઈક વ્યક્તિની લાસ પડી છે. પોલીસ એ વ્યક્તિને કંઈક વધારે પુછપરછ કરે એ પહેલા જ સામેના છેડેથી આવેલો ફોન કટ થઈ ગયો. ફોન કટ થતાંની સાથે જ આઝમપુર પોલીસ સ્ટેશનમાંથી એક પોલીસ વાન આઝમપુરના મુખ્ય માર્ગ ઉપર દોડવા લાગી. આઝમપુરના આ મુખ્ય માર્ગથી શોર્યગંજ રોડ વચ્ચેનું અંતર લગભગ ત્રણેક કિલોમીટર જેટલું હતું. એટલે પોલીસ વાનને ત્યાં સુધી પહોંચતા દસ મિનિટ જેવું તો લાગી જ જાય. છેલ્લા ...Read More

2

મર્ડર માસ્ટરી (આઝમપુર) - 2

પોલીસ સ્ટેશને જવા તૈયાર થયેલી વૈશાલી ઘરની પાછળના પોતાના બગીચામાં ખુરશી પર બેઠી બેઠી ચા પી રહી હતી. જમણા ચાનો કપ હતો અને ડાબા વડે એ સામેના નાનકડા ટેબલ ઉપર પડેલા ન્યુઝપેપરના પન્ના ફેરવી રહી હતી. "છ ખૂનો બાદ ફરી એકવાર આઝમપુરમાં સનસનાટી ફેલાવી નાખે એવી ઘટના બની. આઝમપુરના જાણીતા અને માનીતા લેખક વિશ્વદીપ મિશ્રાનું અડધી રાતે ખૂન" ન્યુઝ પેપરના મથાળે જ હેડલાઈનમાં ઉપરના સમાચારો છપાયેલા હતા. "ઓહ..' સમાચાર વાંચીને વૈશાલીના મોંઢામાંથી દુઃખભર્યા ઉદ્દગાર નીકળી પડ્યા. વૈશાલી રાતે પોલીસ સ્ટેશનમાંથી વહેલી ઘરે આવી ગઈ હતી એટલે વિશ્વદીપ મિશ્રાનું ખૂન થયું એ અંગે એ સાવ બેખબર હતી. ન્યુઝપેપરના પહેલા ...Read More

3

મર્ડર માસ્ટરી (આઝમપુર) - 3

દિલ્લી ક્રાઇમ બાન્ચના વડા અનિકેત શર્માને સિવિલ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. તેઓ કોસ્ટેબલ વૈશાલી અને પીઆઇ એમ.કે.રાઠોડ ત્રણ ચાર પોલીસ જવાનો સાથે એમના ક્વાર્ટર તરફ જવા રવાના થયા હતા. પંદર મિનિટમાં તો પોલીસ કાફલા સાથે અનિકેત શર્મા એમના ક્વાર્ટરે આવી પહોંચ્યા. આખી ઘટના જાણ્યા બાદ વૈશાલીના મનમાં એક પ્રશ્ન ઉભો થતો હતો કે ગુનેગાર આમ ખુલ્લી રીતે શા માટે પોલીસને ધમકી આપી રહ્યો હતો ? અને એ પણ ક્રાઇમ બ્રાન્ચના વડા અનિકેત શર્માને.!! આ વાત ખરેખર હેરાન કરી નાખે એવી અને આશ્ચર્ય ઉપજાવે એવી હતી. ખરેખર ગુનેગાર આવું શા માટે કરી રહ્યો હશે ? અને આવું ...Read More

4

મર્ડર માસ્ટરી (આઝમપુર) - 4

આઝમપુર શહેરના પશ્ચિમી છેડે જૂનું કબ્રસ્તાન આવેલું હતું. કબ્રસ્તાનમાં ઠેર-ઠેર નાની મોટી બિન ઉપયોગી વનસ્પતિઓ ઉગી નીકળી હતી. એ ઘણા સમય પુરાણી કબરો અને મકબરાઓ હતા. કબ્રસ્તાનને અડીને જ નદી વહી રહી હતી. આ નદીની આસપાસ થોડાંક કોતરો પણ હતા. એમાંના એક કોતરમાં બે માણસો વાત કરી રહ્યા હતા. એક માણસ પોલીસ વર્દીમાં સજ્જ હતો. જયારે બીજા માણસે કાળા ઓવર કોટથી સંપૂર્ણ રીતે પોતાનું શરીર ઢાંકી દીધું હતું. જે માણસ પોલીસ વર્દીમાં હતો એ બીજું કોઈ નહિ પણ ખ઼ુદ પોલીસ કોન્સ્ટેબલ આરીફ હતો. "આગળ હવે પોલીસ શું પગલાં લેશે?" કાળા ઓવરકોટધારી માણસે કોન્સ્ટેબલ આરીફને પૂછ્યું. "અમૂક સબુતો પોલીસના હાથમાં ...Read More