પડછાયો

(161)
  • 36.8k
  • 10
  • 15.2k

રાતનો સમય હતો. ઇકબાલ પોતાના ટેબલ ઉપર બેસીને કામ કરી રહ્યો હતો. આજે ખૂબ જ મોડું થઈ ગયું હતું. ઇકબાલ વિચારતો હતો કે મારે કઈ કામ કરવાનું હતું શુ હતું? એને યાદ આવી રહ્યું ન હતું થોડીવાર પહેલા એને યાદ હતું પણ અત્યારે મગજમાંથી એ નીકળી ગયું હતું. એ વિચારતો હતો કે શું કામ કરવાનું હતું. એની બાજુમાં સાગર બેઠો હતો. ઇકબાલ સાગરને જોઈ રહ્યો હતો અને સાથે સાથ વિચારતો હતો કે શું કરવાનું હતું. ત્યાં જ સાગરની નજર ઇકબાલ ઉપર જાય છે. એને આમ કઈ વિચારતા જોઈને સાગર પૂછે છે, " સર, શુ વિચારી રહ્યા છો? કાંઈ કામ ખરું?

New Episodes : : Every Wednesday

1

પડછાયો - 1

રાતનો સમય હતો. ઇકબાલ પોતાના ટેબલ ઉપર બેસીને કામ કરી રહ્યો હતો. આજે ખૂબ જ મોડું થઈ ગયું હતું. વિચારતો હતો કે મારે કઈ કામ કરવાનું હતું શુ હતું? એને યાદ આવી રહ્યું ન હતું થોડીવાર પહેલા એને યાદ હતું પણ અત્યારે મગજમાંથી એ નીકળી ગયું હતું. એ વિચારતો હતો કે શું કામ કરવાનું હતું. એની બાજુમાં સાગર બેઠો હતો. ઇકબાલ સાગરને જોઈ રહ્યો હતો અને સાથે સાથ વિચારતો હતો કે શું કરવાનું હતું. ત્યાં જ સાગરની નજર ઇકબાલ ઉપર જાય છે. એને આમ કઈ વિચારતા જોઈને સાગર પૂછે છે, " સર, શુ વિચારી રહ્યા છો? કાંઈ કામ ખરું? ...Read More

2

પડછાયો - 2

( ઇકબાલ ઘરે જઈ રહ્યો હતો ત્યાં એની કાર રસ્તામાં ખરાબ થઈ જાય છે. રસ્તો સાવ સુમસામ હતું. ચામાચીડિયાનો ઇકબાલના કાનમાં અથડાય રહ્યો હતો. ફોનમાંથી નેટવર્ક પણ ચાલ્યું ગયું હતું. ) હવે આગળ... ઇકબાલ ખરી મુંજવણમાં ફસાયો હતો. રાત્રે કોઈને બોલાવી પણ ન શકે, ફોન પણ સ્વીચ ઓફ થઈ ગયો હતો. અચાનક નેટવર્ક ચાલ્યું જાવું અને ફોન સ્વીચ ઓફ થઈ જાવું આ બધું એક સાથે બનવું! આ બધું પહેલીવાર ઇકબાલ સાથે ઘટી રહ્યું હતું. એ ફોનને ચાલુ કરે છે પણ ફોન ચાલુ થઈ રહ્યો ન હતો. ફોનમાં બેટરીતો ફૂલ હતી તો વળી ફોનને શુ થયું! ગાડી પીપળાની બાજુમાં જ ...Read More

3

પડછાયો - 3

( ઇકબાલ કાર ખોલીને રીપેર કરી રહ્યો હતો. ઇકબાલ અનેક પ્રયત્ન કરે છે છતાં પણ કાર ચાલુ થતી નથી કારમાં જ સુઈ જવાનું નક્કી કરે છે. ત્યાં એને પીપળા પાસે એક પડછાયો દેખાય છે. ત્યાં જોવે છેતો કોઈ જ હોતું નથી. ત્યાં અચાનક કોક વૃદ્ધ વ્યક્તિ ત્યાં આવી જાય છે. એ કાર રીપેર કરે છે ઇકબાલ પાછળ ફરીને જોવે છેતો એ ગાયબ! ) હવે આગળ... ઇકબાલના આ જ પ્રશ્ન થયા રાખતો હતો કે એ ક્યાં ગાયબ થઈ ગયો હશે. એ વૃદ્ધ વ્યક્તિ કોણ હશે અચાનકનું પ્રગત થઈ જાવું તરત કારને રીપેર કરવી અને રીપેર થયા પછી ગાયબ થઈ જાવું! ...Read More

4

પડછાયો - 4

સાંજ પડે છે છતાં પણ સાગર આવતો નથી. ઇકબાલને ચિંતા થાય છે કે કઈ થયુંતો નહીં હોયને? કેમ અત્યાર એ આવ્યો નથી. એ ટેબલ ઉપર બેઠા બેઠા વિચારતો હતો. ત્યાં જ ફોનની રિંગ વાગે છે. ઇકબાલ ફોન ઉપાડે છે. સામે છેડેથી કોક લેડીઝ બોલી રહી હતી એ શાંતિ પૂર્વક સાંભરી રહ્યો હતો, " અરે ન હોય આવું થયું? ચાલો હું આવું જ છું " ઓફિસની અંદર કામ કરતી નિશા પણ આ બધું ધ્યાનથી સાંભરી રહી હતી. એ ઇકબાલ સામે જોઈ રહી હતી એને લાગ્યું જ કે કઈ ખરાબ ઘટના બની હશે. શુ થયું હશે? આ વાત નિશા પણ જાણવા ...Read More

5

પડછાયો - 5

નિશા અને ઇકબાલ હોસ્પિટલમાં પ્રવેશ કરે છે. નિશાને થયું કે ઇકબાલ સર સાગરને આ બાબતે કઈ કહે નહીં. ઇકબાલ ડરેલાં છે સાથે સાથે સાગર પણ ડરી જાશે. " સર પ્લીઝ મહેરબાની કરી આ સપનાવાળી વાત સાગરને કરશો નહિ. એકતો એનું એક્સીડેન્ટ થયું છે અને આ બધી વાત સાંભરી વધુ ચિંતામાં મુકાશે એટલા માટે એને કઈ જ કેસોમાં...!!! " " હા મને એ ખ્યાલ છે કે આવી વાત એને ન કરાય. આવી વાત કરવાની હોય ખરી!" એ બને સાગરને શોધી રહ્યા હતા. એ બંનેને સાગર ક્યાંય મળતો નથી. આમ તેમ આજુ બાજુના વોર્ડમાં જોવે છે પણ એને ક્યાંય સાગરનું રૂમ ...Read More

6

પડછાયો - 6

ઇકબાલના મનમાં ભય હતો. ભય એ વાતનો હતો કે આજે પણ કાલની જેમ જ રાત થઈ ગઈ છે. કાલ કાર બંધ થઈ ગઈ હતી. એજ રીતે આજે પણ એ દાઢીવાળો... એવા વિચારો ઇકબાલના મનમાં ફરી રહ્યા હતા. નિશા ગાડી ખૂબ ન નિરાંતે ચલાવી રહી હતી કારણ કે સાગરનું એક્સીડેન્ટ થયું એ બધું એના મગજમાં હતું. સાવ શાંતિ પૂર્વક અને નિરાંતે કાર ચલાવી રહ્યા હતા. ઇકબાલને ડર હતો એટલે ઇકબાલ મનમાને મનમાં સંકોચ અનુભવતો હતો. અને સાગરનું એક્સીડેન્ટ થવાનું છે એ અગાઉથી જ એના સપનામાં દેખાયું હતુ. આ બધું શુ થઈ રહ્યું છે! કોણ કરી રહ્યું છે! એ દાઢીવાળો! " ...Read More

7

પડછાયો - 7

( સાંજ પડી ગઈ હતી, રાતનો સમય હતો અને એજ જંગલમાંથી પસાર થવાનું હતું. ઇકબાલ ઘરે પહોંચે છેતો ફરીયાની બંધ હતી. એ ઘરમાં જાય છે જોવે છેતો સાયરા ઘરમાં ન હતી. ટીવી પણ ચાલુ હતું. ઇકબાલ જમીને બહાર ચાલવા જાય છે ત્યારબાદ ઘરે આવી ટીવી ચાલુ કરે છે, એ ગીતની ચેનલ મૂકે છે. ) હવે આગળ... આજે ઇકબાલને નીંદર આવતી ન હતી. એક બાજુ કામ અને હોસ્પિટલની દોડધામમાં ખૂબ જ થાકી ગયો હતો. ટીવી પર એવું કોઈ પણ પ્રોગ્રામ આવતો ન હતો કે જે ઇકબાલ જોઈ શકે! એ એના હાથમાં રહેલ રિમોટથી ચેનલ જ ફેરવી રહ્યો હતો. અંતે એ ...Read More

8

પડછાયો - 8

( ઇકબાલને નીંદર આવતી ન હતી. એ આંખ બંધ કરીને સુઈ જાય છે બારીમાંથી પવન આવવાને કારણે પળદો ઉડતો થોડીવાર પછી કુતરા ભસતા હતા. એ બહાર જાય છે ત્યારે એક બિલાડી અગાસી પરથી નીચે આવે છે ત્યારે કૂતરો બની જાય છે. ) હવે આગળ... ત્યાંતો કોઈ વસ્તુ નીચે પડી હોય એનો અવાજ આવે છે. ઇકબાલ ફરીથી લાઈટ ચાલુ કરે છે. અત્યારે પણ કોઈ જ હોતું નથી ઇકબાલ નીચે પડેલા ગ્લાસને જોઈ શકતો હતો પણ આ કોને પડ્યો એ હજી પણ ખબર પડતી ન હતી. આજ રાત્રે શુ જાણે શુ થઈ રહ્યું છે! આ રૂમની અંદર કોકતો છે? કોણ હશેએ? ...Read More

9

પડછાયો - 9

( ઇકબાલને નીંદર આવતી ન હતી. ઘડીક ગીત સાંભરીને સુઈ જવાનું નકકી કરે છે. એમ કાય તરત જ નીંદર આવે એટલે દિવસભર ઘટેલી ઘટનાને યાદ કરે છે. પળડાનું અચાનક હલવું, કૂતરાનું ભસવું અને એ વૃદ્ધનો પડછાયો દેખાવો આ બધું નવું. ) હવે આગળ... સવાર પડે છે. સાયરા ઉઠી જાય છે અને ઇકબાલને ઉઠાડવા માટે રૂમમાં જાય છે. રૂમમાં જોવે છેતો ઇકબાલ ત્યાં હતો નહીં! એ ક્યાં ગયો હશે. એ દૂધ લેવા માટે દુકાને જાય છે. ત્યાં એ શું જોવે છે કે ઇકબાલ બહાર ફરિયામાં સૂતો હતો. સાયરા એને જોવે છે કે આ કેમ અહીં? શુ થયું કે આ ફરિયામાં ...Read More

10

પડછાયો - 10

( ઇકબાલ બહાર ફળિયામાં સૂતો હોય છે સાયરા દૂધ લેવા જાતી હોય છે ત્યારે એ ઇકબાલને જોઈ જાય છે આ ઇકબાલ બહાર કેમ સૂતો છે? એ એને ઉઠાડે છે પછી ઇકબાલ એને વાત કરી ઓફિસે જાવા નીકળે છે. ) હવે આગળ... નિશા એનું કામ કરી રહી હતી. ઇકબાલ પણ એના કામમાં વળગી જાય છે. આજે એ સાગરને મળવા જાવાનું નક્કી કરે છે કેમ કે એને લાગી રહ્યું હતું કે આ એક્સીડેન્ટ પેલા ડોસા એજ કરાવ્યું હશે. હું બચી ગયો અને એ સાગર આતીમાં આવી ગયો એવું એને લાગે છે. આજે સાગર ઘરે આવી ગયો હશે એની કોઈ જ માહિતી ...Read More

11

પડછાયો - 11

( સાયરા દૂધ લેવા જતી હતી. ઇકબાલ બહાર ફરિયામાં સૂતો હતો એટલે એ એને ઉઠાડે છે. ઇકબાલ સાયરાને બધી કરે છે કે આવી રીતે છે. એ ઓફીસ જવા નીકળે છે. તે ઓફિસેથી સાગરના ઘરે જાય છે. એ ઘરે જવા નીકળતો હતો ત્યાં સાયરાનો ફોન આવે છે. એ ફોનમાં વાત કરી ઘરે જવા નીકળે છે. ) હવે આગળ... ઇકબાલને દિવસભર એ વૃદ્ધના જ વિચારો આવતા હતા. એ કાર ચલાવતા ચલાવતા એજ વૃદ્ધ વિશે જ વિચારતો હતો. એ શું કરવા માંગે છે. એ મારી પાછળ કેમ પડી ગયો છે. અને સાગરનું એક્સીડેન્ટ પણ એને જ કરાવ્યું હોય એવું લાગે છે. એ ...Read More

12

પડછાયો - 12

( અલીશા ઘરે આવી હતી. સાયરા અલીશાને બધી વાત કરે છે. ઇકબાલ ઘરે આવે છે. એ અલીશાને જોઈને ખુશ જાય છે. એ આજે ઓફિસે નથી જવું અલીશાને બહાર લઈ જાવી છે એવું નીક્કી કરી નિશાને ફોન કરીને કહે છે. ) હવે આગળ... અલીશા એની બહેનપરીને મળવા ગઈ હતી. એ ઘણા દિવસો પછી આવી હતી એ પણ યાદ કરતી હતી. આ બાજુ ઇકબાલ બપોરના સમયે ઓફિસે જતો નથી. એ નિશાને ફોન કરીને કહી દેય છે કે આજે હું ઓફિસે આવીશ નહીં. બપોરનો સમય હતો. ફરવાતો સાંજે જવાનું હતુ એટલા માટે એ બપોરના સમયે આરામ કરે છે. સાંજ પડે છે. ઇકબાલની ...Read More