padchhayo - 6 books and stories free download online pdf in Gujarati

પડછાયો - 6

ઇકબાલના મનમાં ભય હતો. ભય એ વાતનો હતો કે આજે પણ કાલની જેમ જ રાત થઈ ગઈ છે. કાલ જંગલમાં કાર બંધ થઈ ગઈ હતી. એજ રીતે આજે પણ એ દાઢીવાળો... એવા વિચારો ઇકબાલના મનમાં ફરી રહ્યા હતા.

નિશા ગાડી ખૂબ ન નિરાંતે ચલાવી રહી હતી કારણ કે સાગરનું એક્સીડેન્ટ થયું એ બધું એના મગજમાં હતું. સાવ શાંતિ પૂર્વક અને નિરાંતે કાર ચલાવી રહ્યા હતા. ઇકબાલને ડર હતો એટલે ઇકબાલ મનમાને મનમાં સંકોચ અનુભવતો હતો. અને સાગરનું એક્સીડેન્ટ થવાનું છે એ અગાઉથી જ એના સપનામાં દેખાયું હતુ. આ બધું શુ થઈ રહ્યું છે! કોણ કરી રહ્યું છે! એ દાઢીવાળો!

" નિશા તું કાર ઝડપથી ચલાવને, તનેતો ખબર જ છે કે આ રસ્તો કેટલો ભયાનક છે!! અને કાલ રાત્રે મને અનુભવ થઈ ગયું છે. તો તું ઝડપથી ચલાવ. " ઇકબાલ ડરતા ડરતા નિશાને કહે છે.

" હા સર તમને ખબર જ છે કે કાર સ્પીડમાં ન ચલાવાય, તમારી સામે જ એક ઉદાહરણ છે કે સાગરનું એક્સીડેન્ટ થયું એવી રીતે આપણું પણ થઈ શકે છે. એટલા માટે નિરાંતે અને શાંતિપૂર્વક કાર ચલાવું જ યોગ્ય છે. " નિશા કાર ચલાવતા ચલાવતા ઇકબાલને કહે છે.

" પણ નિશા આજ માટે તું કાર સ્પીડમાં ચલાવ કારણ કે રાત થઈ ગઈ છે આજે મારે વહેલું ઘરે ચાલ્યું જવું છે. "

" હા સર કઈ વાંધો નઈ હું કાર સ્પીડમાં ચાલવું છું "

નિશા કારની સ્પીડ વધારી નાખે છે જોત જોતામાં એ જંગલની અંદર પ્રવેશ કરે છે. આખો રોડ સુમસામ હાલતમાં હતો. કોઈ જ વાહનોની અવર જવર ન હતી. એની સિવાય કોઈ જ દેખાય રહ્યું ન હતું. ગાઢ અંધકારમય જંગલ હતું. નિશા એજ સ્પીડથી કાર ચલાવી રહી હતી ઇકબાલ પણ થાકી ગયો હતો. એને હવે નીંદર આવી રહી હતી એ આંખ બંધ કરીને સીટ ઉપર જ સુઈ જાય છે. એને આંખ બંધ કરી દીધી હતી પણ હજી પણ એને ઓલા દાઢીવાળો જ દેખાય રહ્યો હતો.

ત્યાંતો અચાનક ગાડી ડચકા ખાવા લાગી એવુ લાગી રહ્યું હતું કે નિશા કારને બ્રેક મારી રહી હોય ઇકબાલ સીટ ઉપરથી ડાયરેક આગળ જઈને થોકાનો એને સીટ બેલ્ટ બાંધ્યો હોવાથી વાંધો ન આવ્યો. ઇકબાલ આંખ ખોલીને જોવે છેતો એક કૂતરો રસ્તા વચ્ચે આવી ગયો હતો જેના લીધે નિશાને બ્રેક મારવી પડી.

નિશા આમ ટેનશન આવી ગયું હતું કે આજેતો આ કૂતરો ગયો જ માથે જ ચઢાવી દીધી હોત સારું કહેવાય કે આવા અંધારામાં પણ મારી નજર ગઈ નકર એતો આજે ગયો જ હોત!

" સર કાર સ્પીડમાં ન ચલાવાય હો... માંડ માંડ બ્રેક મારી તમે સીટ બેલ્ટ બાંધ્યો ન હોતતો તમને પણ લાગી શકત! "

" હા નિશા કોઈ જ ઉતાવર નથી, તમ તારે તું નિરાંતે કાર ચલાવ અને તારે ઘરે પણ જવાનું છેને? શુ કરવાની છો ઓફિસે જઈશ કે પછી ઘરે લઈ લેસ? "

" ના સર ખૂબ જ મોડું થઈ ગયું છે હવે ઓફિસે નથી જાવું ડાયરેક ઘરે જ લય લેવ છું. કાલે સવારે મારા ભાઈને કહીશ કે એ મૂકી જાય મારી સ્કૂતી ભલે ઓફીસે જ પડી. "

" ભલે ભલે કઈ વાંધો નઈ તું ઘરે લઈ લે પછી હું ઘરે ચાલ્યો જઈશ. "

નિશા કારને એના ઘરે લઈલે છે ત્યારબાદ ઇકબાલ કાર ચલાવતો હોય છે. ઇકબાલ અલ્લાને પ્રાર્થના કરે છે કે એ ઘરે સલામત રીતે ઘરે પહોંચી જાય. એ કારને ખૂબ જ સ્પીડમાં ચલાવી રહ્યો હતો. એ અંતે ઘરે પહોંચી જાય છે.

એ કાર મુકીને ઘરે જાય છેતો ફરિયામાં અંધારું હતું. કેમ આ અંધારું છે? શુ લાઈટ ચાલુ નઈ કરી હોય? ઘરમાંતો લાઈટ ચાલુ હતી એટલે લાઈટ ચાયલી ગઈ હોય એવુંતો ન બને. એ માંડ માંડ દરવાજા પાસે પહોંચે છે અને દરવાજો ખોલીને અંદર જાય છે.

" સાયરા... ઓ સાયરા... આ બારની લાઈટ કેમ ચાલુ નથી કરી જોતો કેટલું અંધારું છે લાઈટતો ચાલુ કરાયને શુ લાઈટ ચાલુ કરતા ભૂલી ગઈ છો? " ઇકબાલ દરવાજા પાસે બુટ કાઢતા કાઢતા સાયરાને કહે છે.

એને કોઈ વળતો જવાબ નથી આવતો એ રૂમમાં જઈને જોવે છેતો રૂમમાં ટીવી ચાલુ હોય છે પણ સાયરા ક્યાંય દેખાતી નથી. એ ક્યાં ગઈ હશે એ રસોડામાં રસોઈ કરતી હશે એમ કરી એ રસોડામાં જાય છે પણ ત્યાં પણ સાયરા હોતી નથી. તો એ ગઈ ક્યાં હશે.

ઇકબાલ રૂમમાં જઈ રહ્યો હતો ત્યાં જ પાછળથી અવાજ આવ્યો " તમે આવી ગયા? " એ અવાજ સાયરનો જ હતો એ પાછળના દરવાજાથી ઘરમાં પ્રવેશ કરે છે.

" તું અત્યાર સુધી ક્યાં ગઈ હતી હું તને ક્યુનો ગોતું છું. રૂમમાં જોયુંતો ટીવી ચાલુ હતી, પણ તું નોતી ત્યારબાદ રસોડામાં જોયું રસોડામાં પણ ન હતી તું અત્યારે ક્યાં ગઈ હતી??? " ઇકબાલ સાયરા પાસે આવીને કહે છે.

" અરે ઓલી ભારતી પાસે ગઈ હતી. એને કઈ કામ હતુંતો એની છોકરી બોલાવા આવી હતી એટલે ત્યાં ગઈ હતી. તમારા આ બરાડા સાંભરીને આવી કે આ આવી ગયા લાગે છે. " મનમાને મનમાં હસ્તી હસ્તી સાયરા ઇકબાલને કહે છે.

" એ બધું મૂક પણ આ બહારની લાઈટ કેમ બંધ છે? એને શુ થયું? "

" સાંજના સમયે છોકરાઓ રમતા હતાતો બલ્બ ફોડી નાખ્યો એટલે બંધ છે કાલ આવોતો લેતા આવજો હો... "

" રસોઈ બની ગઈ કે નઈ? બની ગઈ હોયતો ચાલ જમી લયયીએ! "

" હા હા ક્યુની બની ગઈ છે, તમારી જ રાહ જોતી હતી તમે આવો એટલે ભેગા જમી લઈએ. કાલતો હું વાત જોઈ જોઈને થાકી ગઈ પણ આવ્યા જ નહીં રાત્રે મોડા મોડા આવ્યા એટલે જમી લીધું. આજે પણ જો ન આવ્યા હોતતો જમી જ લીધું હોત "

" ચાલ ચાલ હવે જમવાનું કાઢ હવે મને ભૂખ લાગી છે "

ઇકબાલ જમીને ઉભો થાય છે અને ત્યારબાદ બહાર ફળિયામાં ચાલવા જાય છે. બલ્બ ન હતું એટલે બહાર અંધારું હતું. એ અંધારામાં પણ બહાર ચાલતો હતો થોડીવાર બહાર ચાલે છે ત્યારે આ બધું અંધારું જોઈને એને પેલા દાઢીવાળો ડોસો જ યાદ આવતો હતો. કોણ જાણે એ ડોસો ઇકબાલના મગજમાંથી જતો જ ન હતો. એને એ દાઢીવાળાના જ વિચારો આવતા હતા. આજે આખો દિવસ એના જ વિચારો આવ્યા હતા.

એ હવે ઘરમાં જાય છે. સાયરા ટીવી બંધ કરીને એના રૂમમાં સુઈ ગઈ હતી ઇકબાલ થાક્યો હતો પણ નીંદર, નીંદર આવતી ન હતી.

ઇકબાલ આટલી રાત્રે શુ કરી શકે એટલે એને ટીવી ચાલુ કરીને સોફા ઉપર બેસી જાય છે. હાથમાં રહેલ રિમોટના બટનો દબાવે દબાવ કરતો હતો કેમ કે ટીવીમાં કોઈ જ એવો પ્રોગ્રામ આવતો ન હતો કે ઇકબાલ જોઈ શકે. એને ન ગમતા જ પ્રોગ્રામો જ આવતા હતા. ઇકબાલ હાથમાં રહેલ રિમોટને સોફા ઉપર હાથ વડે મારે છે. આંખ બંધ કરીને સોફા ઉપર સૂતો હોય છે ત્યાંતો એ અચાનક પોતાની આંખ ખોલે છે ટીવીનો રિમોટ હાથમાં લઇ છે. અને ગીતની ચેનલ રાખે છે ત્યારે ગીતની ચેનલ ઉપર ગીત આવી રહ્યું હતું, " આદમી મુસાફિર હૈ આતા હૈ જાતા હૈ આતે જાતે રસ્તે મે યાદે છોડજાતા હૈ " ઇકબાલને નીંદર આવતી ન હતી.

હવે શું લાગે છે એ દાઢીવાળો ઇકબાલ પાસે આવશે?

એ દાઢીવાળો ઇકબાલને હેરાન કેમ કરી રહ્યો છે?

એ કોઈને નુકશાન કરશે?

ક્રમાંક