Padchhayo - 11 books and stories free download online pdf in Gujarati

પડછાયો - 11

( સાયરા દૂધ લેવા જતી હતી. ઇકબાલ બહાર ફરિયામાં સૂતો હતો એટલે એ એને ઉઠાડે છે. ઇકબાલ સાયરાને બધી વાત કરે છે કે આવી રીતે છે. એ ઓફીસ જવા નીકળે છે. તે ઓફિસેથી સાગરના ઘરે જાય છે. એ ઘરે જવા નીકળતો હતો ત્યાં સાયરાનો ફોન આવે છે. એ ફોનમાં વાત કરી ઘરે જવા નીકળે છે. )

હવે આગળ...

ઇકબાલને દિવસભર એ વૃદ્ધના જ વિચારો આવતા હતા. એ કાર ચલાવતા ચલાવતા એજ વૃદ્ધ વિશે જ વિચારતો હતો. એ શું કરવા માંગે છે. એ મારી પાછળ કેમ પડી ગયો છે. અને સાગરનું એક્સીડેન્ટ પણ એને જ કરાવ્યું હોય એવું લાગે છે. એ શા માટે આવું કરે છે. શુ કરું મનેતો કઈ જ સમજાતું નથી. એની કોઈ ઇરછા અધૂરી રહી ગઈ હશે કે શું???

મેં સાંભર્યું છે કે જે વ્યક્તિની કોઈ ઇરછા અધૂરી રહી ગઈ હોય એ પોતાની ઇરછા પુરી કરવા માટે પૃથ્વી પર ભટકતા હોય છે. અત્યાર સુધી એને આવી ઇરછા મને ક્યારેય કહી નહીં? આ અંગે કોઈકને કઈ વાત કરવી જ પડશે જેથી આનો ઉકેલ આવે પણ ભૂત પ્રેતની વાત બીજાને કરીયેતો એ આપણે ગાંડા સમજે! ઇકબાલને એક બાજુ એ વૃદ્ધનો ડર હતો અને બીજી બાજુ લોકોને કહીશતો એ મારો મજાક ઉડાવશે એ વાતની પણ બીક હતી. હવે કરવું તો શું કરવું???

આજ વાત મેં સાયરાને કરી એ પણ મસ્તી સમજતી હતી. તો બીજાતો આ વાત માને જ નહીંને??? જો ઘરના વ્યક્તિઓને મારીવાત ઉપર વિશ્વાસ ન હોયતો બીજાતો શું કરી શકે?

આ બાજુ સાયરાએ રસોઈ બનાવી લીધી હતી. આજે અલીશા પણ આવી હતી. અલીશાએ સાયરા અને ઇકબાલની દીકરી હતી. એના લગ્ન એક વર્ષ પહેલાં જ થયો હતો.

" મમ્મી આજે મને અહીં જોઈને પપ્પા બહુ ખુશ થશે. મારે એમના ચહેરા જે ખુશી હશે એ જોવી છે. " અલીશા એની મમ્મીને કહે છે.

" હા હો જોવ છું કે ખુશ થાય છે કે નઈ "

" કેમ મમ્મી તું એમ કેમ કેશ? કોઈ પણ બાપ એની દીકરી ને જોઈને ખુશ ન થાય? તે કાય પપ્પાને ફોન કર્યો હતો ત્યારે કહી દીધું નથીને કે અલીશા આવી છે. "

" ના ના મેં કઈ જ કીધું નથી. તારા પપ્પા બે ત્રણ દિવસથી થોડા ડરેલા છે. "

" શુ થયું પપ્પાને કેમ ડરેલા છે??? વળી શુ થયું? "

સાયરા અલીશાને ઇકબાલની બધી જ વાત કહે છે કે બે ત્રણ દિવસથી સુતા નથી રાત્રે મોડે સુધી બહાર ચાલતા હોય છે અને આજે સવારેતો ફળિયામાં સુતા હતા.

" હા મમ્મી આવું બની શકે કે કોઈ ભૂત પ્રેત હોય શકે છે? અમારા ગામમાં પણ એવું જ બન્યું હતું. ગામની અંદર એક કાકા હતા. એને પણ આવું જ કઈ બન્યું હતું. એને પણએ ભૂત પ્રેત હેરાન કરી રહ્યો હતો અને અંતે એમનું આશ્ચરિય જનક રીતે મૃત્યુ થયું છે. મમ્મીતું આ વાતને કઈ મજાકમાં ન સમજતી હો. "

અલીશાની આ વાત સાંભરીને સાયરાને પણ એમ થઈ જાય છે કે હા હો ઇકબાલ સાચું જ કેતો હશે એની સાથે ખરેખર આવું બન્યું હશે. હું આને મસ્તીમાં લેતી હતી.

" તને કોઈ ખ્યાલ છે કે આની માટે શું કરી શકાય? " સાયરા અલીશાને કહે છે.

" મમમી જે આ અંગે જાણતું હોય એને કહેવા જેવું છે. કોકતો હશે કે ભૂત પ્રેત વિશે જાણતો હોય એને વસમાં કરી શકતો હોય. "

" એવુંતો મને કોઈ ખ્યાલ નથી. ચાલ હું એ અંગે વાત કરીશ... "

દરવાજા ખાખડાવાનો અવાજ આવે છે. ટકક... ટકક... ટકક... સાયરાના ચહેરા ઉપરથી લાગી રહ્યું હતું કે એ આ દરવાજો ખખડવાથી ડરી ગઇ છે. અલીશા જોઈ રહી હતી.

" મમ્મીતું પણ આટલી ડરી જાશ... પપ્પા આવ્યા હશે "

" એયતું દરવાજો ન ખોલતી હો. કઈ ઓલો ડોસો હશેતો... "

" મમ્મી પપ્પા હશે તું મને દરવાજો ખોલવાદે પપ્પા જ હશે. "

અલીશા દરવાજો ખોલે છે. સાયરા થોડી ડરેલી હતી. એટલે એનું ધ્યાન એ દરવાજા ઉપર અને અલીશા સામે જ હતું. દરવાજો ખુલે છે અલીશાએ દરવાજો અર્ધ સુધી ખોલી નાખ્યો હતો. હવે તે પણ સંપૂર્ણ ખુલી ગયો હતો. સાયરાની નજર દરવાજાની બહાર જાય છે. જોવે છેતો ઇકબાલ હતો. ત્યારે સાયરાને થોડો હાશકારો થાય છે.

દરવાજો ખુલતાની સાથે જ ઇકબાલ જોવે છે કે અલીશા આવી છે. એને જોતાંની સાથે જ ઇકબાલના ચહેરા ઉપર એક ખુશી હતી. એની દીકરીને આયવી જોઈને એ પણ ખુશ હતો.

" અરે અલીશા તું આવી છો, તારે મને ફોન કરીનેતો કહેવાયને પપ્પા હું ઘરે આવું છું. તારી માટે તને ગમતી વસ્તુ ન લઈ આવત. તારી મમ્મીએ પણ ફોન કર્યો હતો ત્યારે પણ એને મને કંઈ નથી કીધું. તમે બેય આજે મળી ગયા છો. " ઇકબાલ હસતા હસતા બોલે છે.

અલીશા ઘણા દિવસો પછી આવી હતી. ઇકબાલ પણ ઘણા દિવસોથી અલીશા પાસે જવાનું વિચારતો હતો પણ કામ એટલું બધું હોવાથી જઈ શકાય એમ ન હતું. એને જોઈને એ બધું જ ભૂલી ગયો હતો.

" અરે પપ્પા મેં જ મમ્મીને કહ્યું હતું કે પપ્પાને ન કહેતી કે હું આવી છું. એ કહેવાની જ હતી પણ મેં રોકી રાખી હતી. "

" આજે બોલ ક્યાં ફરવા જાવું છે તું કહીશ ત્યાં તને લઈ જાવ, બોલ ક્યાં જવું છે આજે રાત્રે બહાર હોટલમાં જ જમીસુ અને જમાઈ આવ્યા નહીં? "

" પપ્પા એ આવયા હતા પણ એમને કામ હતું એટલે મને મૂકીને ચાલ્યા ગયા. અત્યારે એ પણ કામમાં ખૂબ જ વ્યસ્ત હોય છે. "

" તું ફોન કરીને આજે સાંજે ફિરોઝને બોલાવીલે ભેગા જ જસુ... "

" પપ્પાએ કામથી બહાર જવાના છે. એટલે આવી નહીં શકે એમને પણ આવવાનું ખૂબ જ મન હતું શુ કરીયે? કામતો કરવું જ પડેને? "

" તો ફિરોઝને કહી દેજે કે પપ્પાએ કહ્યું છે કે તમારે રોકવા તો આવું જ પડશે. "

" હા હું એમને કહી દઈશ. એ ઓમેય આવવાના જ છે રજા આપશે એટલે એ આવશે. "

" ચાલો પપ્પા જમી લઈએ મમ્મી ક્યુની રાહ જોવે છે. "

ઇકબાલ જમીને ઉભો થાય છે. અલીશાએ એની જૂની બહેનપરીના ઘરે મલવા જાય છે. ઇકબાલને એમ થાય છે કે આજે ઓફિસે નથી જવું, બપોરે આરામ કરી લઉં અને સાંજે ફરવાનું જવાનું છે એટલે ઓફિસે નઈ જવાય. હું ફોન કરીને કહી દઉં છું કે હું નઈ આવું એ લોકો કામ સાંભરી લેશે. એટલે હું ન જાઉંતો પણ કાઈ જ વાંધો નથી. ઇકબાલ નિશાને ફોન લગાડે છે. નિશા ફોન ઉપાડે છે.

" નિશા તું ક્યાં છો? "

" હા સર બોલોને હું ઓફિસે જ છું. "

" તો આજે મારે બારે જવાનું છે એટલે આજનો દિવસ ઓફીસ સંભારી લેજેને! "

" હા સર, હું જોઈ લઈશ અને આજનું બધું જ કામ પૂરું કરી નાખીશ "

ઇકબાલ ફોન કાપી નાખે છે. અત્યારે ઇકબાલના મનમાં કઈ ન હતું. જાણે એ બધું જ ભૂલી ગયો હોય એમ ? પણ હજી પણ એ વૃદ્ધ ભુલ્યો નથી રાત્રે બહાર જવાનો છે...

આજે રાત્રે કોઈ ઘટનાતો નઈ બંનેને???

શુ થશે? ઇકબાલ કઈ રીતે પોતાનો બચાવ કરશે???

સાયરા કે અલીશાએ ભૂતને જોશેતો???

ક્રમાંક