મારા જીવનના કાળા પડછાયા

(386)
  • 16.5k
  • 36
  • 7.2k

       દરેકની લાઈફમાં ઘણુ બધુ બનતુ હોય છે. જે આપણે વિચાર્યુ પણ ના હોય છતાં આપણે સતત એનાથી લડીએ છીએ હારતા નથી.. પણ મારી લાઈફમાં જે કાઈ બન્યુ એના પર ભાગ્યે જ કોઈ વિશ્વાસ કરશે પણ જો તમે એમ માનતા હોવ કે ઈશ્વર છે. અથવા કોઈ એવી શક્તિ છે જે આ દુનિયા રૂપિ ઘંટીને ચલાવે છે તો તમારે એ પણ માનવુ જ રહ્યુ કે કાળા પડછાયા પણ હોય જ છે...           તમે કેશો કે હું ભણેલો છું કે હું ભણેલી છું પણ મિત્રો આ બધી બાબતો જ્યારે સહન કરવી પડેને ત્યારે ના છૂટકે આપણે..અંધશ્રદ્ઘા ગણો

Full Novel

1

મારા જીવનના કાળા પડછાયા. - Part 1

દરેકની લાઈફમાં ઘણુ બધુ બનતુ હોય છે. જે આપણે વિચાર્યુ પણ ના હોય છતાં આપણે સતત એનાથી લડીએ છીએ નથી.. પણ મારી લાઈફમાં જે કાઈ બન્યુ એના પર ભાગ્યે જ કોઈ વિશ્વાસ કરશે પણ જો તમે એમ માનતા હોવ કે ઈશ્વર છે. અથવા કોઈ એવી શક્તિ છે જે આ દુનિયા રૂપિ ઘંટીને ચલાવે છે તો તમારે એ પણ માનવુ જ રહ્યુ કે કાળા પડછાયા પણ હોય જ છે... તમે કેશો કે હું ભણેલો છું કે હું ભણેલી છું પણ મિત્રો આ બધી બાબતો જ્યારે સહન કરવી પડેને ત્યારે ના છૂટકે આપણે..અંધશ્રદ્ઘા ગણો ...Read More

2

મારા જીવનના કાળા પડછાયા. part 2

પ્રેમ એ દરેક માટે એક ખાસ પાર્ટ હોય છે લાઈફનો મારા માટે પણ છે. પણ મારા લવ પાછળ મોટુ કારણ છે જે કયારેય કોઈ પણ સ્વીકારશે નઈ કેમકે લવ મેરેજ ભાગીને લગ્ન કરવા એ આજ કાલ નવી વાત નથી. પણ મારા જેવી માટે હતી.. ... મારા મા બાપ મારા થી દૂર જતાં હતાં . સતત ઘરના લોકો મારી લાગણી દુભાવતા મારે ભાગીને લગ્ન કરવા જ નહોતા પણ... પણ... જીંદગી તો બીજાના હાથમાં હતી. મમ્મી સરખી રીતે વાત જ ન્હોતી કરતી . મારી જોડે ખબર નઈ એને શું થઈ જતું ...Read More

3

મારા જીવનના કાળા પડછાયા - 3

એક દિવસ રાતે બિલકુલ શ્વાસ ન્હોતો લેવાતો પાંચ મિનિટ તો એવુ જ લાગેલુ કે હવે હું નઈ બચુ... પણ કોઈએ તકલીફ ના લીધી.... મમ્મી જોવા આયા ... બામની ડબ્બી આપી જતા રહ્યા..... રાતે બહુ જ હેરાનગતિ થઈ..... અને પપ્પાની ઉંઘ બગડી..... પપ્પા ગુસ્સામાં બોલ્યા. " આ.. રોજ રોજ ઉંઘ બગાડે છે આના કરતા કેનાલમાં પડ એટલે શાંતિ... . " હું આખી રાત રડી..... પણ નક્કી કર્યું કે મારી જીંદગી જાતે જ જીવીશ બધા પોતાનું જ વિચારે...... રાતે સાચે મને કંઈક થઈ ગ્યુ હોત તો ?...... કોઈને ફર્ક ના પડત...... સાચે મારી જાતને હું એકલી જ અનુભવતી.....ધીમે ધીમે પ્રેમના પગથિયે ...Read More

4

મારા જીવનના કાળા પડછાયા - ભાગ 4

જીવનમાં ધડાધડ એટલી ઘટનાઓ બનતી ગઈ કે હવે હું એની નોંધ લેવા લાગી.. શારીરિક પીડા તો ચાલુ જ હતી. દવાની અસર થતી નહોતી મને બહાર નીકળતા શરમ આવતી મને આજે પણ યાદ છે હું એક રોટલી કરતી હાથ ધોવા જતી એક એક રોટલી કરતી એમ નાક ચાલુ જ રહેતું . કોઈ વાર તો માંથુ પકડી બેસી જતી એક સાથે 25 છીંકો આવતી આવી સ્થિતિ માં પણ રાત દિવસ ભણવામાં મેહનત કરતી .પણ હુ ં જે ધારુ એ થતુ જ નઈ... મારે એમ.એમાં એડમિશન લેવું હતું . ટકા પણ બી.એડ્ માં સારા હતાં.. 90.4 ...Read More

5

મારા જીવનના કાળા પડછાયા - 5

એક વર્ષ વીતી ગયું. મેં બે વાર સરકારી નોકરી માટે પરીક્ષા આપી. પણ ઘરે બધુ જ આવડતું એ ભૂલી જવાતું એટલે કે વાંચેલા પ્રશ્નો હોય છતાં મગજ ગડમથલે ચડી જતું આ જવાબ આવશે કે પેલો ... એ પછી 5 જેવા ઈન્ટરવ્યુ આપ્યા એમાં બધા કરતા મારી પાસે જાણકારી આવડત વધુ હતી પણ આજકાલ કેવુ ચાલે છે એ તો તમે જાણો જ છો... મારી પાસે ઓળખાણ ન્હોતી.. 3 ઈન્ટરવ્યુ તો ફ્રૉડ નીકળ્યા રહ્યા બે એક હાઈસ્કૂલનું ઈન્ટરવ્યુ હતું . મેં સારી રીતે આપ્યું એ લોકોને જેવો ટીચર જોઈએ એનાથી વધુ ક્વોલિટી એમણે મારામાં જોઈ ...,જેમકે ...Read More