mara jivan na Kala padcchaya - 4 books and stories free download online pdf in Gujarati

મારા જીવનના કાળા પડછાયા - ભાગ 4

               જીવનમાં ધડાધડ એટલી ઘટનાઓ બનતી ગઈ કે હવે હું એની નોંધ લેવા લાગી.. શારીરિક પીડા તો ચાલુ જ હતી. કોઈ દવાની અસર થતી નહોતી મને બહાર નીકળતા શરમ આવતી મને આજે પણ યાદ છે હું એક રોટલી કરતી હાથ ધોવા જતી એક એક રોટલી કરતી એમ નાક ચાલુ જ રહેતું . કોઈ વાર તો માંથુ પકડી બેસી જતી એક સાથે 25 છીંકો આવતી આવી સ્થિતિ માં પણ રાત દિવસ ભણવામાં મેહનત કરતી .પણ હુ ં જે ધારુ એ થતુ જ નઈ... મારે એમ.એમાં એડમિશન લેવું હતું . ટકા પણ બી.એડ્ માં સારા હતાં.. 90.4 એટલે કોલેજ માં આસાનીથી એડમિશન મળી જશે એ આશાએ હું ગઈ પણ એમ.એ માં એડ્મિશન ના મળ્યુ. વર્ષના બગડે એટલે મેં એમ.એડ્ ચાલુ કર્યુ. ત્યાં એક મસ્ત ખુશીના સમાચાર મળ્યા. સરે કિધુ કે તારા ટકા અત્યારે એડમિશન પામેલા બધા કરતા વધુ છે . સંસ્થાના નિયમ મુજબ તને એક વર્ષની ફી માફ થશે. એટલે એક વર્ષના 75000 માફ.... પણ નસીબ જુઓ એ જ વર્ષ સંસ્થાએ એ લાભ બંધ કર્યો.
                 ધીમે ધીમે હવે મારા મગજ સાથે એની રમત ચાલુ થઈ હતી. લગન પહેલા પણ આવુ થતુ પણ હવે વધ્યુ.. લગન પહેલા અમુક સમયે સપના આવતા એ મગજ પર એટલી ઉંડી છાપ મૂકતા કે આખો દિવસ હું એ જ વિચાર્યા કરુ હદ ત્યારે આવી કે  બે સપના મારી નજર સામે હૂબહૂ સાચા પડ્યા ત્યાર થી કોઈ સપનુ આવતુ તો મારુ વિચારવાનુ જરૂરી થઈ પડતુ જે દિવસો માં મારે મારુ ઘર મજબૂરીમાં છોડવુ પડ્યુ એ વખતે સતત એક અઢવાડિયા સુધી એક જ સપનુ... તુ જતી રે .. તુ ભાગી જા... બસ આ જ આવ્યા કરે....પણ આ બધુ હું ઓછુ ધ્યાનમાં લેતી સાયકોલોજી મુજબ આપણે આખો દિવસ વિચારીએ એજ  સપના આવે એટલે લગન પછી મેં આની પર ધ્યાન ઓછુ રાખ્યું
              આમ તો મારોને  મારા પતિનો સંબંધ સારો એવો મજબૂત હતો . અત્યારે પણ છે પણ એક સમય એવો હતો જ્યારે અમે એક બીજા સાથે કામ પૂરતી જ વાત કરતા હું મારા મિત્રો સાથે મારી મૂઝવણ રજુ કરતી મારા પતિને સુધારવા હું મથતી એમને કોઈ ખરાબ આદત નહોતી બસ ખાલી ગુસ્સો જ  ઓછો નતો થતો દિવસે દિવસે વધતો  જતો.... પણ પહેલુ મહાભારત ઘરમાં અમુક  ઘટનાઓથી થયું...
      હું મારા સાસુ સાથે રહેતી એ વખતની વાત છે. પહેલી ઘટના બની મારા સાસુ નું વર્તન મારા મમ્મી જેવુ થતુ જતુ પણ એક દિવસે એ રીસાઈ સૂઈ ગયા... કેમ રીસાયા ખબર નઈ કોઈ બોલ્યુ નથી કંઈ જ નહોતુ ને રડયા કરતા..... મારે અને મારા સસરાને બાપ દિકરી જેવા સંબંધ અને એથી સારા એ મારા ખાસ મિત્ર પણ હતાં... એટલે એમને મેં વાત કરી પણ એ પણ અજાણ હતાં રાતે જમવા બેઠા એટલે મેં એમને જમવાનું પૂછ્યુ એટલે એમને ના પાડી   બે ત્રણ વાર પૂછ્યુ એક જ જવાબ નથી જમવુ એટલે હું ને મારા સસરા જમવા બેઠા હજી બે થાળી પીરસી અને મારા સાસુ ઝઘડવા લાગ્યા .... મને કે તું જ નઈ સારી મારા સામે પડી છે..... ઘણુ બધુ વાત ના કોઈ મૂળ કે કંઈ નહોતુ.ઉનાળો હતો એટલે હું રાતે ફ્રેશ થવા બાથરૂમમાં ગઈ અને પપ્પા બેઠાબેઠા રોજની જેમ ગીતા વાંચતા હતાં . મમ્મી ઉઠ્યા   ફ્રીઝ માં પડેલી મીઠાઈ લીધી અને પાછળ ખેતરમાં ફેકી દિધી.... એમના ભાગનું જમવાનું મે કાઠેલુ એ પણ ફેકી દિધુ મારા બહાર આવતા પહેલા વાંસણ  સાફ કરી મૂકી દિધા અને જેમ સૂતા હતાં એમ સૂઈ ગ્યા....પપ્પા આ બધુ જ જોતા હતા. પણ એમને એટલુ કંઈ ધ્યાનમાં ના લીધુ ... રાતે મારા પતિનો ફોન આવ્યો કે ઘરનું વાતાવરણ હવે કેવુ  છે.... મમ્મી જમ્યા કે નઈ.... મેં ફ્રીઝ ખોલી જોયુ તો જમવાના વાસણ નહોતા એટલે મેં તો ફોનમાં કઈ દિધુ કે મમ્મી જમીને સૂઈ ગયા... 
           બીજા દિવસે સવારે  જૈમિન નો ફોન મમ્મી પર આવ્યો .. એમને પૂછ્યુ કે તું જમીતી મમ્મી એ ના પાડી કે હું નથી જમી.... પત્યુ મારાને જૈમિન વચ્ચે ઝઘડો થઈ ગયો .. એમને એમ કે હું જુઠ્ઠુ બોલી... પછી પપ્પાએ વાતનુ સમાધાન કર્યુ અને હકિકત કિધી....... એટલેથી ના પત્યુ... તો રાતે પાછા મારા સાસુ  ઉભા થઈ આત્મહત્યા કરવા ગયા ને પડ્યા..... રડવા લાગ્યા.... હુ ને પપ્પા આખી રાત જાગ્યા અને મમ્મી મસ્ત સૂઈ ગ્યા....
        કોઈ માણસ કોઈ ઝઘડા કે કોઈ કારણ વગર આમ કરે જ કેમ.... 
   બીજી ઘટના  એના થોડા દિવસ પછી બની મારી નવી લાવેલી લેગી મેં મૂકેલી જગ્યા પર મળે જ નઈ ... મને એમ કે મમ્મીએ મૂકી હશે પણ એ પણ ના પાડતા હતા. મારા કપડા ઓછા હતાં.... મેં વારંવાર ફેદયુ પણ ના મળી... બીજા દિવસે હું જૈમિન જોડે રહેવા ગઈ ચાર દિવસ પછી અમે બન્ને ઘરે આવ્યા એ પણ એક દિવસ મમ્મી પપ્પાને મળવા આવેલા... હજી ઘરમાં પગ પણ નહતો મૂક્યોને મારા સાસુ એમના હાથમાં લેગી લઈ આવ્યા.... મને કે તારામાં ભલીવાર નથી છે.. દુકાનના સામાનના નીચેથી પપ્પાને મળી પપ્પાને ખબર નતી કે આ શું ... છે....? એટલે મેં કિધુ અમી શોધતી તી એની છે....... આનો મતલબ કે હું પાગલ છુ ..   મને વારંવાર આવુ જતાવાથી કોઈ મારી વાત સાંભશે જ નઈ ... એવુ એમને લાગતુ હતું પણ મને 3 વાત પર વહેમ હતો કે મેં મારી લેગી ... બહાર કપડા જોડે વાળી મૂકીહોય તો એ દુકાનના સામાનમાં ક્યાથી આવે ... ચલો માની લઈએ આવી પણ જાય તો સામાન આખો ભરેલો હોય તો ઉપર પડી રહે છેક નીચે ક્યાંથી જાય..... પછી મેં પપ્પાને મોકો  મળતા જ પૂછી લીધુ કે દુકાનના સામાનમાંથી મારી કોઈ વસ્તુ તમને મળી હતી... પપ્પાએ ના પાડી.... હું ખૂબ જ ગુસ્સામાં હતી .... એટલે મારાથી  મારા સાસુ ને બોલાઈ ગયુ કે તમે જ મારી વસ્તુ સંતાડો છો ને મને ભૂલકડ પાગલ બધા આગળ દેખાડો છો.... ! મોટો ઝઘડો ચાલુ.... 3 દિવસે એતો ના બોલ્યા પણ જૈમિને મારા સાસુના પગ પકડાઈ મને માફી મંગાવી...... આજે પણ વાક વગર મેં માફી માંગી રડી એ બધામાં ખાલી પપ્પા મારા સસરા જ મારી જોડે હતાં.મને જોઈ એ પણ રડતા.... પણ અમારા હાથમાં કંઈ જ નહોતું...
        આ તો ખાલી શરુઆત હતી.... ખરો ખેલ તો હવે રમાવાનો હતો..
રાત્રે વારંવાર એવા સપના આવતા કે જૈમિન ને કંઈક થઈ ગયું એને કંઈક થઈ જશે આનાથી હું સતત ટેનશનમાં રહેતી . એવામાં મારા મોટા સસરા મૃત્યુ પામ્યા એટલે અમે ગામડે રહેવા ગ્યા પાંચ દિવસ.... રાતે એક સ્ત્રી મેં સફેદ સાડીમાં સવારના થવાના સમયે જોઈ... એ મારા ખાટલા આજુ બાજુ ફરી મારા બન્ને પગને અડી એનો સ્પર્શ મેં અનુભવ્યો હું બસ જોયા જ કરતી હતી પણ એનો ચહેરો ના દેખાયો પછી હું સૂઈ ગઈ મને એમ કે મોટા ભાભી કામેથી સવારે વહેલા આવ્યા હશે... આમે મેં અને બીજા બધાએ સફેદ સાડી પહેરી હતી એટલે મને કંઈ સમજાયુ જ નઈ... 
   મારાને મારા સાસુના સંબંધો પણ સારા જ છે એ મને કોઈ વાતે રોકતા ટોકતા નથી મારા માટે કોઈવાર જૈમિને પણ બોલે પણ ઘરડો જીવ થાય એટલે થોડો રઘવા કરે... ..એટલે કામ વગર એ વેલા ઉઠે એટલે મેં એમને પૂછ્યુ કે આપડા ઘરે સવારે કોઈ આવ્યુ તું ચાર વાગતા.... મમ્મી  ના પાડી.... મેં વળી ભાભીને પૂછ્યુ એમને પણ ના પાડી.... મને એમ કે સપનુ હશે પણ એ સપર્શ થયો તો એતો રીયલ હતો.... ?
 ક્રમશ: