એક અંધારી રાત્રે

(131)
  • 31.9k
  • 11
  • 18.8k

ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. આકાશમાંથી જાણે અનેક ધોધ વહી રહ્યા હતા. વચ્ચે વચ્ચે વીજળીના ચમકારા આંખ આંજી દેતા હતા અને ગડગડાટ કાનમાં તમરાં બોલાવી દેતા હતા. રસ્તાઓ ઉપર પાણી તો એટલાં વહેતાં હતાં જાણે કોઈ નદી સંગમ સ્થળની નજીક હોય. એક તો થોડી મોડી રાત્રી, ઉપરથી ઘનઘોર વાદળોથી કાળું ડીબાંગ અંધારું તો હતું જ, સાથે વરસાદમાં રોડ લાઈટો પણ બંધ પડી ગઈ હતી. વાતાવરણ ખૂબ સૂમસામ હતું. રડ્યાં ખડયાં વાહનો મારી આગળ પાછળ જતાં હતાં. હું મારું બાઈક પાછળ પાણીના પટ્ટા ઉડાડતો ખૂબ ધીમેધીમે, ક્યાંક ખાડામાં ન પડી જવાય તેનું ધ્યાન રાખી સાચવીને જતો હતો. આગળ કશું દેખાવું મુશ્કેલ હતું. મેં હેલ્મેટ પહેર્યો હોઈ માથું તો ભીનું થતું ન હતું પણ ચશ્મા આડે વરસાદની બોછારોથી દ્રષ્ટિ ઢંકાઈ જતી હતી. મારું ઘર અહીંથી હજી દસેક કી.મી. દૂર હતું. ઓફિસથી મોડો નીકળેલો કેમ કે મારી ઉપર અમુક જવાબદારી હતી અને એક અગત્યની મિટિંગ ચાલુ હતી તે દરમ્યાન જ લાઈટ ગઈ અને પાછી આવી ત્યાં ખૂબ મોડું થઈ ગયેલું અને વરસાદ પૂરાં જોરથી તૂટી પડેલો.

Full Novel

1

એક અંધારી રાત્રે - 1

1. ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. આકાશમાંથી જાણે અનેક ધોધ વહી રહ્યા હતા. વચ્ચે વચ્ચે વીજળીના ચમકારા આંખ આંજી હતા અને ગડગડાટ કાનમાં તમરાં બોલાવી દેતા હતા. રસ્તાઓ ઉપર પાણી તો એટલાં વહેતાં હતાં જાણે કોઈ નદી સંગમ સ્થળની નજીક હોય. એક તો થોડી મોડી રાત્રી, ઉપરથી ઘનઘોર વાદળોથી કાળું ડીબાંગ અંધારું તો હતું જ, સાથે વરસાદમાં રોડ લાઈટો પણ બંધ પડી ગઈ હતી. વાતાવરણ ખૂબ સૂમસામ હતું. રડ્યાં ખડયાં વાહનો મારી આગળ પાછળ જતાં હતાં. હું મારું બાઈક પાછળ પાણીના પટ્ટા ઉડાડતો ખૂબ ધીમેધીમે, ક્યાંક ખાડામાં ન પડી જવાય તેનું ધ્યાન રાખી સાચવીને જતો હતો. આગળ કશું દેખાવું ...Read More

2

એક અંધારી રાત્રે - 2

2. એ સાચે જ એક સ્ત્રી હતી. યુવાન સ્ત્રી. એકદમ ડીમ લાઇટમાં હું જોઈ શક્યો કે તે એકદમ ગોરી, સફેદ ત્વચા અને લાંબા કાળા વાળ ધરાવતી હતી. યુવાન ઉપરાંત ખાસ્સી સુંદર સ્ત્રી હતી. હું અથડાયો એટલે તે થોડી પાછળ ખસી ગઈ. મને તેના યૌવનસભર અંગોનો ખ્યાલ આવ્યો. તેણે મારી સામે નહીં પણ મારી પીઠ પાછળથી થઈ મેઈન ડોર તરફ જોયું ને દૃષ્ટિ ત્યાં ઠેરવી. જાણે રીમોટનું બટન દબાયું હોય તેમ ડોર કદાચ બહારથી આવેલાં પવનનાં ઝાપટાંથી જોરથી અથડાઈને, ફરી એ કર્કશ ચીં.. અવાજ કરતું બંધ થઈ ગયું હતું. ફરી બહારથી આવતા પવનમાં પછડવા જતું હતું પણ જાણે બહારથી આગળીઓ ...Read More

3

એક અંધારી રાત્રે - 3

3. તે તો હમણાં દાદરો ઊતરતી હતી ને? અત્યારે મારી સાવ બાજુમાં! તેની હાઇટ.. મારા કાનની ઉપલી બુટ સુધી મારી ભમર સુધીની હતી. મોબાઈલના પ્રકાશમાં મને તેનું એકદમ આકર્ષક ફિગર દેખાયું. તેની તેજસ્વી નીલી આંખો મને તાકી રહી હતી. હું તેની આંખોમાં આંખ મેળવી શક્યો નહીં અને નીચું જોઈ ગયો. મોબાઈલના સ્ક્રીનની આટલી બ્રાઈટ લાઈટ? મેં ફ્લેશ તો ઓન કર્યો નથી. મારો હાથ પડતાં સ્ક્રીન એક્ટિવેટ થયો હશે અને સ્ક્રીન પર ફ્લેશની સાઈન પર આંગળી દબાઈ ગઈ હશે. તો પણ લાઈટ હોય તે કરતાં વધુ શાર્પ હતી. મેં મોબાઈલ સામેની તરફ ધર્યો. દાદરો ઉપર જતો દેખાયો. તે તો નીચે ...Read More

4

એક અંધારી રાત્રે - 4

4. મારાં મોંમાંથી જોરથી એક ચીસ નીકળી ગઈ. મારો અવાજ પણ ફાટી ગયેલો. તે ખડખડાટ હસી. "આવા ફટાકડા જેવા જુવાન થઈને શું ચીસાચીસ કરો છો? રિલેક્સ. જે થાય એ જોયા કરો. હવે આવા ભર વરસાદમાં, આવી ઘોર અંધારી રાત્રે અહીં આવ્યા પછી કોઈ વાત તમારા હાથમાં નથી." તેણે કહ્યું. ફરી મને એક ભયનું લખલખું આવી ગયું. લાઈટ નહોતી. આસપાસ રસ્તાઓ પર પણ પાવર ગયો હોય તેમ લાગ્યું. ઘરમાં તો એટલું ઘોર અંધારું હતું કે અમે એકબીજાને જોઈ શકતાં ન હતાં. કદાચ એ મને જોઈ શકતી હશે? હું ઊંડા શ્વાસ લેતો ચૂપ રહ્યો. થોડી ક્ષણો એકદમ શાંતિ રહી. "કોઈ આવ્યું ...Read More

5

એક અંધારી રાત્રે - 5

5. હું કોફી બનાવવા લાગ્યો અને તે ડ્રોઈંગ રૂમમાં ગઈ. મારા વિચારોએ એકાંતમાં જોર પકડ્યું. ચારે બાજુ સંપૂર્ણ અંધકાર. મીણબત્તી, સામે ગેસ, દીવાલ પર મારો જ મીણબત્તીનાં અજવાળાંમાં મોટો, ધ્રૂજતો પડછાયો અને એકદમ ભેંકાર શાંતિ સાથે વચ્ચે વચ્ચે ઓચિંતો બહાર ક્યાંક વરસાદના પાણીનો ટપકવાનો માણસનાં પગલાં જેવો અવાજ. હું એકદમ થરથર ધ્રુજવા લાગ્યો. શું તે ચુડેલ હતી? શું તે કોઈ આત્મા હતી? હું કિચનમાં હતો. મેં પાછળ ડોર પર એક દેશી કેલેન્ડર જોયું. આજે અમાસની તિથિ હતી. અમાસના તો ભૂત પ્રેત, ચુડેલ, ડાકીની ને એવું બધું પૂરી તાકાતથી તેની શક્તિઓ અજમાવતું હોય છે એવુંએવું વાંચેલું. મારાં રૂંવાડાં ઊભાં થઈ ...Read More

6

એક અંધારી રાત્રે - 6

6. તેના ઘરના ઘડિયાળમાં ત્રણ ટકોરા પડ્યા. આસુરી શક્તિઓ માટેનો શ્રેષ્ઠ સમય. મારામાં ભગવાનને યાદ કરવાની પણ તાકાત નહોતી. ઊભી થઈ મારી સામે આવી. હવે હું ગયો. એણે જ કહેલું કે અંજામની કલ્પના કરી હશે. ડરના માર્યા મેં આંખ બંધ કરી દીધી. કાઈં થયું નહીં. એણે થોડી ઘણી લાઈટ આવતી હતી તે પણ કાચની બારી પરનો પડદો બંધ કરી અટકાવી. ફરી એક મીણબત્તીનો પ્રકાશ મારાં મોં પર પથરાયો. મીણબત્તી ક્યાંથી આવી? મને હવામાં મીણબત્તી અધ્ધર હોય તેવો ભાસ થયો. પણ કદાચ એ કોઈ ટીપોય કે એવી વસ્તુ પર હશે! અંધારામાં મીણબત્તી નીચે પણ કાઈં દેખાયું નહીં. હું થોડી વાર ...Read More

7

એક અંધારી રાત્રે - 7

7. એમ ને એમ નિરવ શાંતિ અને ગાઢ અંધકારમાં અમે કેટલો સમય બેઠાં રહ્યાં હશું તેનો અંદાજ નથી. મારા એ વાત ઘોળાયા કરી કે આજ સુધી વેમ્પાયર તરીકે એકદમ રૂપાળી, યુવાન સાથે સારા ઘરની શિક્ષિત સ્ત્રી બતાવી જોઈ કે સાંભળી નથી. ચોક્કસપણે આ યુવતી કલ્ચર્ડ છે અને મને મદદરૂપ પણ થઈ હતી. છતાં જે જોયું અને કહેવાયું તે મુજબ લાગતું હતું કે ખૂબ લાંબા સમયથી બંધ બંગલામાં આ અપાર્થિવ સ્ત્રી રહે છે. બીજી તરફ મન કહેતું હતું કે આવી સ્ત્રી ભૂત, ચુડેલ કે ડાકણ ન હોઈ શકે. અત્યારે તો હું શાંતિથી બેઠો રહ્યો. એકદમ કાચની બારી ખખડી. દરવાજો ધણધણ્યો. ...Read More

8

એક અંધારી રાત્રે - 8

8. હું કેટલીયે વાર સુધી એમ ને એમ પડ્યો રહ્યો. અંદરથી હું સખત ડરી ગયેલો. મને લાગતું હતું કે તે ઘડીએ આ પ્રેતાત્મા મારો જીવ લઈ લેશે. મારી આંખ ખોલવાની હિંમત નહોતી અને નહીં તો પણ ચારે બાજુ, આ બંગલાની બહાર તેમ જ અંદર માત્ર ઘોર અંધારું હતું. આંખ ખોલું તો પણ શું? વળી વિચારો મગજ થોડું શાંત થતાં ફર્યા. દરિયાનાં મોજાંની જેમ લાગણીઓ ઘડીકમાં તેને મને ગમી ગયેલી સુંદર સ્ત્રી કલ્પે તો ઘડીમાં તેનું હમણાં જોયેલું પ્રેત સ્વરૂપ. એક તરફ થોડી ઉત્તેજના થવા લાગી તો બીજી તરફ ડર. આખરે લાગ્યું કે એ મનુષ્ય ન હોઈ શકે અને આવું ...Read More

9

એક અંધારી રાત્રે - 9

9. હું ચોંકી ગયો. હું સહેજ ડોકું નમાવું તો તેનાં ચીક બોન પર કીસ કરી શકું એટલી તે મારી હતી. પણ મને તેને કીસ કરવા કરતાં એક જોરદાર તમાચો મારી લેવાની ઈચ્છા થઈ આવી. હું તેને કમરેથી પકડીને ઊભો હતો, તે મારા ખભે બે હાથ રાખી મને દાદરાના કઠેડા સાથે દબાવે ત્યાં લાઈટ આવી ગઈ એટલે હું દાદરાને ટેકે, તે મારે ટેકે હોય એટલી નજીક. આમ તો આ રોમેન્ટિક પોઝ કહેવાય. રાજકપૂરની ફિલ્મોનો લોગો હોય એવો. તેણે ફરી ખડખડાટ મુક્ત હાસ્ય કર્યું. "..., કેવી મઝા આવી?" તેણે મને નામથી સંબોધી પૂછ્યું. "મઝા કેવી? હું તો ડરી ગયેલો. મને તારી ...Read More

10

એક અંધારી રાત્રે - 10 - છેલ્લો ભાગ

10. "બીજી એક વાત પૂછું. એક વખત તારું શરીર અર્ધું દેખાયેલું. હવામાં હોય એવો ભાસ થયેલો. એક વાર મીણબત્તી તરતી હોય તેમ લાગેલું. એનાથી હું ખૂબ ડરી ગયેલો. મારી શંકા દ્રઢ બનેલી કે હું.." મેં કિચનમાં જતાં પૂછ્યું. "ડ્રેક્યુલા સાથે છું અને હમણાં તે મારા ગળે દાંત માંડી લોહી ગટક ગટક પીશે. એમ જ ને? વિચારીએ એવી દુનિયા દેખાય." તેણે કહ્યું અને આગળ ચલાવ્યું - "તું સૂતો હતો. સેન્ટર ટીપોય તારી આંખના લેવલે, વધુ નજીક હોઈ મોટી દેખાય. હું પડદા નજીક એટલે દૂર હોઈ ટીપોય કરતાં નાની ઈમેજ દેખાય. આગળ ટીપોય છે તે અંધારામાં દેખાયું નહિ હોય એટલે મારું ...Read More