પ્રેમના અંકુર

(18)
  • 10.9k
  • 5
  • 5.6k

સ્વાતિ ખુબજ સરળ સ્વભાવની છોકરી હતી તેના પરિવારમાં બે ભાઈ અને માતા હતા. પિતાજીનું થોડાક સમય પહેલા જ અવસાન થયેલું. મોટા ભાઈનું નામ નિલેશ અને નાનાનું નામ અંકુશ, પિતાના અવસાન બાદ પરિવાર પર આભ તુટી પડયું કમાવાનું એકનું એક પાત્ર જતું રહ્યું પરિવારની બધી જવાબદારી માતાને શિરે આવી પડી. તે આખો દિવસ બીજાને ઘરે જઈને કચરા પોતા કરીને પોતાનું ગુજરાન ચલાવતી તેમની સ્થિતી અત્યંત દયનિય હતી મોટો ભાઈ નિલેશ કમાવવાની ઉંમર છતા મોજ મસ્તીમાં પોતાનો સમય કાઢતો સ્વાતિની ઉંમર 16 વર્ષની હશે અને અંકુશ 13 વર્ષનો હતો તે બંને ભણવામાં ખૂબ હોશિયાર હતા પણ ઘરની પરિસ્થિતિ એવી ખરાબ હતી કે સ્વાતિને આગળનો અભ્યાસ છોડવો પડ્યો પરંતુ તેને નિશ્વય કર્યો કે તે ભાઈને ભણાવી ગણાવી આગળ કરશે ભાઈના ભણતર માટે પોતાનું ભણવાનુ કુરબાન કર્યું!

1

પ્રેમના અંકુર - ભાગ 1

સ્વાતિ ખુબજ સરળ સ્વભાવની છોકરી હતી તેના પરિવારમાં બે ભાઈ અને માતા હતા. પિતાજીનું થોડાક સમય પહેલા જ અવસાન મોટા ભાઈનું નામ નિલેશ અને નાનાનું નામ અંકુશ, પિતાના અવસાન બાદ પરિવાર પર આભ તુટી પડયું કમાવાનું એકનું એક પાત્ર જતું રહ્યું પરિવારની બધી જવાબદારી માતાને શિરે આવી પડી. તે આખો દિવસ બીજાને ઘરે જઈને કચરા પોતા કરીને પોતાનું ગુજરાન ચલાવતી તેમની સ્થિતી અત્યંત દયનિય હતી મોટો ભાઈ નિલેશ કમાવવાની ઉંમર છતા મોજ મસ્તીમાં પોતાનો સમય કાઢતો સ્વાતિની ઉંમર 16 વર્ષની હશે અને અંકુશ 13 વર્ષનો હતો તે બંને ભણવામાં ખૂબ હોશિયાર હતા પણ ઘરની પરિસ્થિતિ એવી ખરાબ હતી કે ...Read More

2

પ્રેમના અંકુર - ભાગ 2

આશા સાથે મોજ મસ્તી કરવામાં સમય વ્યતીત થવા લાગ્યું અંકુશ ને પોતાના પર જ અંકુશ રહ્યો નહી તે જાણે પ્રેમમાં પાગલ થઇ ગયો હતો. જોતજોતામાં દિવસો પસાર થવા લાગ્યા ત્રીજા વર્ષમાં આશાને તો ઠીકઠાક માર્કસ આવ્યા પણ અંકુશ ફેલ થયો આશા પણ અંકુશથી દૂર દૂર રહેવા લાગી અંકુશ પરિસ્થિત કળી ગયો પોતાનાથી બોવ મોટી ભૂલ થઈ છે પણ હવે પસ્તાવાથી શું થાય.હવે તેને બધું યાદ આવવા લાગ્યું સ્વાતિ અને માં તેની નજર સામે તરવરવા લાગ્યા પોતાનાથી બોવ મોટી ભૂલ થઈ છે તેનો અહેસાસ તેને થયો હવે આશા સાથે પણ બોલવાનુ ઓછું થઈ ગયું. આશા તો આગલા વર્ષમાં જતી રહી ...Read More

3

પ્રેમના અંકુર - ભાગ 3

અંકુશ હવે આશા ને સાવ ભૂલી જ ગયો હતો. આ બાજુ સુકેશ આશાને ધમકાવતો તેની સાથે ફરજિયાત સંબંધ રાખવા. કશું સમજી શકે એમ નહોતી શું કરવું તેને અંકુશ પાસે જવાની પૂરી ઈચ્છા હતી. રવિવારનો દિવસ હતો કોલેજમાં તો રજા હતી સુકેશે આશાને બહાર મળવા બોલાવી આશા તૈયાર નો થઈ અને ચોખ્ખું કહી દીધું મારે તારી સાથે કોઈ જ સંબંધ નથી રાખવા. પણ સુકેશ એટલી હદે બગડેલ હતો કે તે ગમે તે હદે જઈ શકે તેણે એકવાર બંનેની અંગત પળોનો વિડિયો ઉતારી લીધો હતો. આશાએ સંબંધ રાખવાની ના પાડી એટલે તેણે આ વીડિયો આશાને મોકલ્યો. આ વીડિયો જોઈને આશાના તો ...Read More

4

પ્રેમના અંકુર - ભાગ 4

બીજા દિવસે તરત જ તે કોલેજ જઈને સુકેશ પાસે ગયો. તેણે સુખેશને સમજાવ્યો કે તે આવું ના કરે તો અને આશાને હેરાન કરવાનું બંધ કરે. આ સાંભળી સુકેશ અંકુશની મજાક ઉડાવવા લાગ્યો. આ બધું અંકુશથી સહન થયું નહી તેણે જોરથી સુકેશને મુક્કો માર્યો અને તેનો ફોન આંચકી દોડવા જ માંડ્યો. સુકેશના ફ્રેન્ડ તેની પાસળ દોડ્યાં પણ અંકુશ હાથમાં આવ્યો નહી.અંકુશએ આશા પાસે જઈને સુકેશનો ફોન આપી દીધો અને એકી શ્વાસે કહ્યું કે, "આમાં જે હોય તે ડિલીટ કરી નાખ પસી તને સુકેશ ક્યારેય હેરાન નહી કરે." અંકુશ થાકી ગયો હતો.આશા સ્તબ્ધ થઈ ગઈ કે અંકુશને આ વાતની કેમ ખબર ...Read More

5

પ્રેમના અંકુર - ભાગ 5

અંકુશ હવે રોજ થોડો સમય આશા સાથે પસાર કરતો હતો. પણ આશાને હવે તેના પ્રત્યે ઓછી લાગણી હતી. બીજી તે સુકેશ તેનો પીસો કરતો હતો અને આશાને મનાવવાની કોશિશ કરતો પણ તે ફાવ્યો નહી.એક્ઝામ નો સમય નજીક આવી ગયો હતો તેથી અંકુશએ પણ આશા ને મળવા નું ઓછું કરી દીધું આશા ફરીથી એકલી પડી ગઈ.એકવાર જ્યારે અંકુશ મળ્યો ત્યારે તેને આશાને સમજાવ્યું કે આપણી પાસે ફક્ત ત્રણેક મહિના જેટલો સમય છે તેથી આપણે મળવાનું ઓછું કરી દઈએ અને ભણવામાં ધ્યાન આપીએ. આમ પણ આ લાસ્ટ યર છે એટલે પસી તો મજા જ મજા છે.....અંકુશ ના સમજાવવા છતાં આશા સમજી ...Read More