Premna Ankur - 3 books and stories free download online pdf in Gujarati

પ્રેમના અંકુર - ભાગ 3

અંકુશ હવે આશા ને સાવ ભૂલી જ ગયો હતો. આ બાજુ સુકેશ આશાને ધમકાવતો તેની સાથે ફરજિયાત સંબંધ રાખવા. આશા કશું સમજી શકે એમ નહોતી શું કરવું તેને અંકુશ પાસે જવાની પૂરી ઈચ્છા હતી.

રવિવારનો દિવસ હતો કોલેજમાં તો રજા હતી સુકેશે આશાને બહાર મળવા બોલાવી આશા તૈયાર નો થઈ અને ચોખ્ખું કહી દીધું મારે તારી સાથે કોઈ જ સંબંધ નથી રાખવા. પણ સુકેશ એટલી હદે બગડેલ હતો કે તે ગમે તે હદે જઈ શકે તેણે એકવાર બંનેની અંગત પળોનો વિડિયો ઉતારી લીધો હતો. આશાએ સંબંધ રાખવાની ના પાડી એટલે તેણે આ વીડિયો આશાને મોકલ્યો. આ વીડિયો જોઈને આશાના તો મોતિયા જ મરી ગયા એણે ક્યારેય એવું વિચાર્યું પણ નહોતું કે આવો પણ કોઈ દિવસ જોવો પડશે.


હવે આશા સાવ અંદરથી ભાંગી પડી. તે સાવ નિઃસહાય હતી શું કરવું કઈ ખબર નહોતી પડતી. હવે અંકુશ પાસે જાય તો પણ એને શું કહે. તેને કઈ સૂઝતું નહોતું આખરે તેણે નક્કી કર્યું કે તે આંકુશ પાસે જઈને માફી માગી લે કદાચ અંકુશ તેને માફ કરી દે અને પોતાને અપનાવી લે એવી આશાએ આશા અંકુશ પાસે જવા દૃઢ નિશ્વયી બની.


તેને હિંમત કરીને અંકુશને ફોન લગાવ્યો, પરંતુ અંકુશનો ફોન બંધ આવ્યો. હવે શું કરવું તેને સમજાયું નહિ. પસી અંકુશને કોલેજમાં જ મળવું એમ જાણીને બીજા દિવસે તે કોલેજ ગઈ. પહેલા રોજ જે canteen માં મળતા તે canteen માં જઈને અંકુશની રાહ જોવા લાગી તેને પાકો વિશ્વાસ હતો કે અંકુશ જરૂર આવશે.

થોડોક સમય થયો અંકુશ આવ્યો નહીં. આશા ખૂબ નિરાશ થઈ તે ત્યાંથી જવા ઊભી થઈ ત્યાં જ અચાનક અંકુશ તેની સામે આવી ગયો. બંને એકબીજાને આટલા ક્લોસથી લગભગ 1 વર્ષ પસી જોય રહ્યા હશે. "આશા તું આજે અહી!" આંકુશે સ્વસ્થ થઈને આશાને આશ્ચર્યથી પુશ્યું કારણકે તે બંનેના breakup બાદ આશા ક્યારેય આ canteen માં આવતી નહી. "હાઈ, અંકુશ..." આશા જાજુ બોલી શકી નહિ. તેને બધું કહી દેવું હતી અંકુશ ને પણ તેનું મન માનતું નહોતું.


બંનેએ એકબીજા સાથે થોડીક વાતો કરી. પસી અંકુશ બોલી ઉઠ્યો "ઓહ માય ગોડ, બે વાગી ગયા" મારો લેક્ચર શરૂ થઈ ગયો હશે સારું ચાલ આશા હું જાવ છું બાય કાલે મળીએ. અંકુશ ચાલ્યો ગયો આશા વિલા મોએ અંકુશને જતા જોઈ રહી.....

કાલે તો ગમે તે થવું હોય તે થાય ભલે પણ આ વાત તો અંકુશને કહી જ દવ એમ નિશ્વય આશાએ કર્યો.


બીજા દિવસે આશા canteenma અંકુશની રાહ જોઈ રહી પરંતુ અંકુશ આવ્યો નહીં. ફોન પણ લગાવ્યો પણ લાગ્યો નહી. તેણે અંકુશના ફ્રેન્ડ સાથે પુસપરસ કરી તો ખબર પડી કે અંકુશના ભાઈ નિલેશનું અવસાન થયું હોવાથી તે ગામડે ગયો છે. આશા નિરાશ થઈ ગઈ.



.........

આ બાજુ સુકેશ તેને વધારેને વધારે હેરાન કરતો જતો હતો. એક દિવસ તો હદ જ થઈ ગઈ તેણે આશાને કહ્યું કે તે પોતાના દોસ્તોને તેની સાથે સંબંધ બાંધવા દે નહિતર પોતાની પાસે રહેલો વિડિયો વાઇરલ કરી દેશે. આ સાંભળી આશા ત્યાં જ રડી પડી તેને સૂકેશને બે હાથ જોડીને વિનંતી કરી આવું ના કરવા પોતે બરબાદ અને બદનામ થઈ જશે. પણ સુકેશનું પથ્થર દિલ ક્યાં કંઈ સમજવાનું હતું. આશા મજબૂર હતી પરંતુ આ કામ તે નહી કરે તેમ નિશ્વય કર્યો. તેને સુકેશને વિનંતી કરી કે સારું હું આ કામ કરીશ પરંતુ આ સમયે હું માસિક ધર્મમાં છું એટલે અત્યારે તે શક્ય નહી બને. એટલે મને થોડાક દિવસ નો સમય આપ પ્લીઝ, આખરે સુકેશ માન્યો. આશાએ ખોટું બોલીને થોડાક દિવસનો સમય મેળવી લીધો હવે તેણે આમાંથી કેમ બચવું એવું વિચાર કરવા લાગી.

પરંતુ અંકુશના એક મિત્રને ખબર પડી ગઈ આ વાતની કે સુકેશ આવી રીતે આશાને બ્લેકમેઇલ કરે છે. તેણે તરત જ અંકુશને ફોન લગાવ્યો અને બધી જ સચ્ચાઈ કહી દીધી. આ સાંભળી અંકુશ તો વિચારમાં પડી ગયો કે મારે શું કરવું હવે તો મારે આશા સાથે કોઈ સંબંધ જ નહી તો પસી હું તેની મદદ શા માટે કરું.


પસી તેને યાદ આવ્યું કે તે દિવસે કદાચ આશા આ વાતની મદદ માટે જ મારી પાસે આવી હશે પરંતુ કઈ બોલી શકી નહિ હોય. આવા વિચારોમાં તે રાતે તેને ઊંઘ ન આવી. આ બધા વિચારો તેને સુવ દેતા નહોતા. આશા કેવું વિચારશે મને ખબર છે છતાં હું તેની મદદ નથી કરતો. ભલેને તેને મારી સાથે કોઈ સંબંધ નથી મારે તેની મદદ કરવી જ જોઈએ એવું અંકુશને થઈ આવ્યું


આખરે બીજા જ દિવસે તેણે માં તથા બહેન સ્વાતિને પોતાના સેવિંગ કરેલ પૈસા આપીને શહેર તરફ જવા રજા લીધી. સ્વાતિ બોલી ઉઠી ભાઈ તમે બે ત્રણ દિવસ વધારે રોકાઈ જાવ તો મજા આવશે. આમ પણ ભાઈનું બારમું પતી ગયું છે એટલે હવે મજા કરીશું. " ના બહેન, મારે થોડુક કામ આવું ગયું છે એટલે જવું જ પડશે." અંકુશ બોલી ઉઠ્યો.

તે સાંજે જ અંકુશ ટ્રેનમાં બેસી શહેર માં આવી ગયો.

......

ક્રમશઃ