Premna Ankur - 5 books and stories free download online pdf in Gujarati

પ્રેમના અંકુર - ભાગ 5

અંકુશ હવે રોજ થોડો સમય આશા સાથે પસાર કરતો હતો. પણ આશાને હવે તેના પ્રત્યે ઓછી લાગણી હતી. બીજી બાજુ તે સુકેશ તેનો પીસો કરતો હતો અને આશાને મનાવવાની કોશિશ કરતો પણ તે ફાવ્યો નહી.

એક્ઝામ નો સમય નજીક આવી ગયો હતો તેથી અંકુશએ પણ આશા ને મળવા નું ઓછું કરી દીધું આશા ફરીથી એકલી પડી ગઈ.

એકવાર જ્યારે અંકુશ મળ્યો ત્યારે તેને આશાને સમજાવ્યું કે આપણી પાસે ફક્ત ત્રણેક મહિના જેટલો સમય છે તેથી આપણે મળવાનું ઓછું કરી દઈએ અને ભણવામાં ધ્યાન આપીએ. આમ પણ આ લાસ્ટ યર છે એટલે પસી તો મજા જ મજા છે.


....

અંકુશ ના સમજાવવા છતાં આશા સમજી નહિ તેને હવે ભણવામાં બિલકુલ રસ રહ્યો નહોતો.

એક વખત canteen માં એકલી બેસી હતી. તેનું મન વિચારોમાં ખોવાયેલ હતું શું કરવું ને શું ન કરવું તે એને કંઈ સમજાતું નહોતું. એવામાં સુકેશ ત્યાં આવી ચડ્યો. તેના હાથમાં ગુલદસ્તો હતો. આવીને એકાએક નીચે નમીને બોલ્યો.
"Will you marry me aasha"

આશા પણ એકદમ સુકેશ ના બદલાયેલ સ્વરૂપ ને જોઇને અચંબિત થઈ ગઈ. તે કશું બોલી ના શકી તે ત્યાજ બેસી ગઈ. સુકેશ એ તેને આશ્વાસન આપ્યું અને બોલી ઉઠ્યો, "સોરી આશા મારાથી જે ભૂલ થઈ ગઈ તેને માફ કરી દે."

આશા કશું જ ન બોલી શકી અને ત્યાંથી ચાલી ગઈ. તે રાતે આશાને ઊંઘ જ ન આવી તેને વારે ઘડીએ સુકેશ એ કરેલ proposal જ યાદ આવતું હતું. તે વિચારે ચડી ગઈ કે શું ખરેખર સુકેશ બદલાય ગયો છે. આમ પણ તે કેટલાય સમયથી સુકેશ ના આ બદલાયેલ સ્વરૂપને જોતી હતી. તેને સુકેશની પુરાની યાદો તાજા થઈ.

તે બંને એ સાથે કરેલ એ મોજ મસ્તીના દિવસો તેની નજર સમક્ષ તરવરવા લાગ્યા. આ બધામાં સુકેશ એ તેની સાથે દગો પણ કર્યો હતો એ તો સાવ ભૂલી જ ગઈ.

.....

બીજા દિવસે જ્યારે સુકેશ ને તે મળી તો બંને એ ખૂબ વાતો કરી આશા બધું જ ભૂલી ગઈ હતી. તે સુકેશ ના પ્રેમમાં પાગલ થઇ ગઇ હતી.

આશાએ કહ્યું કે તું મારી જોડે લગ્ન તો કરીશ ને તો જવાબમાં સુકેશ એ હા પાડી અને કહ્યું કે "તું કહે તો આજે જ આપણે મંદિરમાં જઈને લગ્ન કરી લઈએ." આશાએ હા પાડી અને તે જ દિવસે બંને એ બાજુના મંદિરમાં જઈને ભગવાનને સાક્ષી માનીને લગ્ન કરી લીધા.

સુકેશ એ આશાનું એવું તો બ્રેઈન વોશ કર્યું તું કે તે અંકુશ ને તો સાવ ભૂલી જ ગઈ અંકુશ ની એ દોસ્તી, એનો પ્રેમ, એનો સહારો મુશ્કેલીના સમયમાં અંકુશ જ સાથે ઊભો હતો. પણ કહેવાય છેને કે 'વિનાશ કાલે વિપરીત બુદ્ધિ.'

હવે તો સુકેશ પણ આશાનો ખૂબ જ ખ્યાલ રાખતો હતો. આશાની નાની નાની વાતનું પણ ધ્યાન રાખતો.

આશા એ સુકેશ ને પોતાનું સર્વસ્વ આપી દીધું બંને સાથે ખૂબ જ ખુશ હતાં. આ બાજુ અંકુશ ને પણ આ વાતની ખબર પડી ગઈ તે અંદરથી ભાંગી પડ્યો. તે ખૂબ જ રડયો. તેને થઈ આવ્યું કે આ બધું મે કોના માટે કર્યું. પરંતુ એક્ઝામ નજીક હોવાથી તે આ વિષયમાં પડ્યો નહી. તેણે બધું જ લક્ષ્ય ભણવામાં આપ્યું.

દિવસો પસાર થતા રહ્યા exam નો સમય આવી ગયો. અંકુશ એ તો ફૂલ confidence સાથે એક્ઝામ આપી. તે ખુશ હતું તેની એક્ઝામ સારી ગઈ હતી.

હવે તે બિલકુલ ફ્રી હતો તેને આશા યાદ આવી. તેણે ફોન કરીને આશાને canteen માં મળવા બોલાવી આશા આવી. બંને ઘણા સમય પસી મળ્યા અંકુશ બોલ્યો, "હાઈ આશા કેમ છે? મજા માં ને? તબિયત કેમ છે? એક્ઝામ કેમ ગઈ છે?" અંકુશ એ બે ચાર સવાલ એક સાથે પુસી નાખ્યાં. આશા બોલી "હું એકદમ મજામાં છું. એક્ઝામ પણ ઠીકઠાક ગઈ છે. તું કે તારે કેવી રહી એક્ઝામ." મારે પણ સારી રહી અંકુશ બોલ્યો.

અંકુશ એ સુકેશ ની વાત છેડતા કહ્યું કે તું કેમ સુકેશ સાથે ફરે છે તારી સાથે આટલું કર્યું તો પણ તું તેની સાથે છે.
સુકશની વાત થતાં જ આશા લાલપીળી થઈ ગઈ અને બોલી ઊઠી "don't talk any shit about my husband understand."
"હસબન્ડ, તે લગ્ન ક્યારે કર્યા! મને કીધું કેમ નહિ!" અંકુશ આશાની વાતથી ચકિત થઈ ગયો. "કેમ મારે તને કેવું જરૂરી હતું આમેય તું ક્યાં ફ્રી હતો તારી તો એક્ઝામ હતી ને" આશા એ મો બગડતા કહ્યું.

ઓકે કોઈ બાત નહીં, હવે હું એ લગનો પણ નથી એમને અંકુશ એકાએક ગુસ્સે થઈને ત્યાંથી ચાલ્યો ગયો.

આશા ને એનાથી કશું ફરક પડ્યો નહિ કેમ કે હવે તેને અંકુશની બિલકુલ જરૂર નહોતી. છતાં આશા ને લાગ્યું કે એને અંકુશ ને કોલ કરવો જોઈએ તેથી તેણે અંકુશ ને ફોન લગાવ્યો અને તેની માફી માગી.પણ અંકુશ ગુસ્સામાં હતો એટલે તેણે આશા સાથે વાત કર્યા વગર જ ફોન કાપી નાખ્યો.


.......




ક્રમશઃ