Premna Ankur - 1 in Gujarati Love Stories by Ajay Kamaliya books and stories PDF | પ્રેમના અંકુર - ભાગ 1

પ્રેમના અંકુર - ભાગ 1

સ્વાતિ ખુબજ સરળ સ્વભાવની છોકરી હતી તેના પરિવારમાં બે ભાઈ અને માતા હતા. પિતાજીનું થોડાક સમય પહેલા જ અવસાન થયેલું. મોટા ભાઈનું નામ નિલેશ અને નાનાનું નામ અંકુશ, પિતાના અવસાન બાદ પરિવાર પર આભ તુટી પડયું કમાવાનું એકનું એક પાત્ર જતું રહ્યું પરિવારની બધી જવાબદારી માતાને શિરે આવી પડી. તે આખો દિવસ બીજાને ઘરે જઈને કચરા પોતા કરીને પોતાનું ગુજરાન ચલાવતી તેમની સ્થિતી અત્યંત દયનિય હતી મોટો ભાઈ નિલેશ કમાવવાની ઉંમર છતા મોજ મસ્તીમાં પોતાનો સમય કાઢતો સ્વાતિની ઉંમર 16 વર્ષની હશે અને અંકુશ 13 વર્ષનો હતો તે બંને ભણવામાં ખૂબ હોશિયાર હતા પણ ઘરની પરિસ્થિતિ એવી ખરાબ હતી કે સ્વાતિને આગળનો અભ્યાસ છોડવો પડ્યો પરંતુ તેને નિશ્વય કર્યો કે તે ભાઈને ભણાવી ગણાવી આગળ કરશે ભાઈના ભણતર માટે પોતાનું ભણવાનુ કુરબાન કર્યું!

પોતે તેની માં સાથે રોજ કામે જતી અને પાઈ પાઈ ભેગી કરતી જોત જોતામાં દિવસો જવા લાગ્યા અંકુશ હોશિયાર હતો 12 માં ધોરણ માં સારા માર્કસથી પાસ થયો બહેન ની ઈચ્છા હતી કે ભાઈ મોટો ડોક્ટર બને.

આ બાજુ નિલેશ અવળા રસ્તે ચડી ગયો હતો ખરાબ વ્યક્તિને સંગાથે તેનામા કેટલીક કુટેવો આવી ગઈ હતી દારુ, સિગારેટ, ગુટખા વગેરેનું સેવન તે કરતો થોડુક ઘણું કમાતો તે બધું આમાં નાખી દેતો અને ઉપરથી ઘરેથી ધમકાવીને પૈસા લઈ જતો સ્વાતિ અને તેની માં ખૂબ જ દુઃખી હતા શું કરવું તેને સમજાતું નહોતું પોતે અંકુશને ભણાવવા માટે પાઈ પાઈ એકઠી કરી તે બધું નિલેશ આમજ ઉડાવતો લાખ કોશિશ છતાં એ સમજ્યો જ નહી. સ્વાતિતો કેમેય કરીને સહન કરી લેતી પણ તેની માં ઉપર જાણે દુઃખનું વાદળ હટવાનુ નામ ના લેતું હોય તેમ હૈયા ફાટ રુદન કરતી આ જોઈને સ્વાતિનું હૃદય પણ ભરાઈ આવતું.

ક્યારેક તે પણ ભગવાન પાસે બેસીને ખૂબ રડતી આવા સમયમાં ભાગવાન સિવાય બીજું કોણ યાદ આવે! બીજી બાજુ અંકુશ પણ ભણવામાં તેજ હતો 12મુ પૂરું થયા પસી કોલેજ કરવા તે સિટી માં ગયો હતો અહીંનું વાતાવરણ સાવ અલગ હતું પોતે નાના ગામડામાંથી આવ્યો હતો એટલે તેને આ સાવ નવીન લાગ્યું.

કોલેજના પહેલા વર્ષમાં તે ખૂબ મન લગાવી ભણ્યો સારા માર્કસ સાથે પાસ પણ થયો પણ તેની સાથે અભ્યાસ કરતી છોકરી આશાને તે દિલ આપી બેસ્યો બંને બેસ્ટ ફ્રેન્ડ હતા આશા પણ ભણવામાં ખૂબ હોશિયાર હતી. બંને સાથે ખૂબ ફરતા અંકુશ પોતાની દિલની વાત આશાને કહી શકતો નહીં. જ્યારે આશા તો ખાલી તેને બેસ્ટ ફ્રેન્ડ જ માનતી હતી. આમને આમ દિવસો પસાર થવા લાગ્યા અંકુશ ને ભણવામાં મન ચોંટતું નહી તે સતત આશાના જ વિચરોમાં ખોવાયેલું રહેતું અને છેલ્લા કેટલાક દિવસોથી તે ઉદાસ ઉદાસ રહેવા લાગ્યો ક્યારેક તેને થતું કે મારે તેને મારા દિલની વાત કહી જ દવ પણ અંદરથી એની હિંમત ચાલતી નહી.

આમને આમ દિવસો જતા રહ્યા 2જા વર્ષમાં અંકુશ ધાર્યા પ્રમાણે સ્કોર કરી શક્યો નહી સ્વાતિ અને તેની માં ખૂબ દુખી થયા આશા એ પણ અંકુશ સાથે બોલવાનુ ઓછું કરી દીધું હવે અંકુશથી રહેવાયું નહી એક દિવસ અંકુશે આશા ને પ્રોપોસ કરી દીધું આશા તો એકદમ સ્તબ્ધ થઈ ગઈ તેને આ વિશે ક્યારેય વિચાર્યું પણ નહોતું બેસ્ટ ફ્રેન્ડ હોવાથી તે ના નો પાડી શકી પણ તેણે કહ્યું કે હું હજુ આના માટે તૈયાર નથી અંકુશ પણ મોકાની રાહ જોય રહ્યો હોય તેમ કહી દીધું કે તું તારો સમય લઈ શકે છે.

આશાને પણ હવે થોડીક ફિલિંગ જાગી હતી તે પણ અંકુશના વિચારોમાં ખોવાઈ જતી તેને ખબર નહોતી કે આ પ્રેમ છે કે attrection પસી તેને વિચાર કરીને અંકુશનું proposal સ્વીકારી લવ એવું નક્કી કર્યું અને બીજા દિવસે જ્યારે બંને canteen માં નાસ્તો કરી રહ્યા હતા ત્યારે આશાએ કહ્યું કે તને જે ફિલિંગ મારા માટે છે એ જ ફિલિંગ મને પણ તારા માટે છે. આ સાંભળી અંકુશ તો જાણે પાગલ થઈ ગયો હોય તેમ નાચવા માંડ્યો. તેની ખુશી સાતમા આસમાને પહોંચી ગઈ.

પસી તો બંને રોજ સાથે ફરવા જતા પિક્ચર જોવા જતા આશાને ખુશ કરવાના પ્રયાસમાં તે પોતાની ઘરની પરિસ્થિતિ ભૂલી ગયો તે ભૂલી ગયો કે તેની બહેનનું શું સ્વપ્ન હતું તે ભૂલી ગયો તેની માં ના પ્યારને હવે તેને ફક્ત આશા જ દેખાતી હતી તે શા માટે આવ્યો હતો તેનો ધ્યેય શું હતો બધું જ તે ભૂલી ગયો.

ક્રમશ:


Rate & Review

girish ahir

girish ahir 5 months ago

Dsk

Dsk 6 months ago

HarShA

HarShA 6 months ago

Share