આ રચના સંપૂર્ણપણે કાલ્પનિક છે જેનો જીવિત કે મૃત તથા કોઈપણ ઘટના, ધર્મ, પ્રદેશ સાથે સંબંધ નથી. જો કોઈ સામ્યતા જણાય તો એ સંયોગ માત્ર છે. **************** ડિસેમ્બરની હાડ થીજવી દેતી ઠંડક પેરિસની ગલીઓને સૂમસામ કરી બેઠી હતી એવામાં હિટર ઓન હોવાં છતાં Champ de Mars નામક એપાર્ટમેન્ટમાં પોતાના ૧૪૭૦ ચો. ફૂટ નાં આલીશાન, આધુનિક સુવિધાઓથી સજ્જ બૅડરૂમમાં સૂતેલાં એ ૨૫ વર્ષનાં સુદ્રઢ બાંધો ધરાવતા સુંદર નવયુવાનને પરસેવો વળી રહ્યો હતો. એ સ્વપ્ન જોઈ રહ્યો હતો અને સ્વપ્નમાં એને કોઈ રહસ્યમય અવાજ પોકારી રહ્યો હતો. એ ઝબકીને જાગી ગયો. એનાં શ્વાસોશ્વાસની ગતિ અને ધમણની માફ્ક ઉપર-નીચે થતી છાતી રેલાતા પ્રસ્વેદ બિંદુઓને દિશા આપી રહી હતી. એણે ટૅબલલેમ્પ ચાલું કરી આખાં રૂમમાં બધે નજર ફેરવી પણ કોઈ ન દેખાયું. રૂમમાં કોઈ નથી એમ ખાતરી થતાં એ નવયુવાન સૂકાયેલા ગળાને ભીનું કરવા સાઈડ ટેબલ પર પડેલી ક્રિસ્ટલની બોટલમાંથી પાણી ગ્લાસમાં ભરી એક જ ઘૂંટડે ગટગટાવી ગયો.
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 1
અસ્વિકરણ:આ રચના સંપૂર્ણપણે કાલ્પનિક છે જેનો જીવિત કે મૃત તથા કોઈપણ ઘટના, ધર્મ, પ્રદેશ સાથે સંબંધ નથી. જો કોઈ જણાય તો એ સંયોગ માત્ર છે.****************ડિસેમ્બરની હાડ થીજવી દેતી ઠંડક પેરિસની ગલીઓને સૂમસામ કરી બેઠી હતી એવામાં હિટર ઓન હોવાં છતાં Champ de Mars નામક એપાર્ટમેન્ટમાં પોતાના ૧૪૭૦ ચો. ફૂટ નાં આલીશાન, આધુનિક સુવિધાઓથી સજ્જ બૅડરૂમમાં સૂતેલાં એ ૨૫ વર્ષનાં સુદ્રઢ બાંધો ધરાવતા સુંદર નવયુવાનને પરસેવો વળી રહ્યો હતો. એ સ્વપ્ન જોઈ રહ્યો હતો અને સ્વપ્નમાં એને કોઈ રહસ્યમય અવાજ પોકારી રહ્યો હતો. એ ઝબકીને જાગી ગયો. એનાં શ્વાસોશ્વાસની ગતિ અને ધમણની માફ્ક ઉપર-નીચે થતી છાતી રેલાતા પ્રસ્વેદ બિંદુઓને દિશા ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 2
"નથી લીધો રસ્તો, ન જાવું એ તરફ મારે,છતાં દર વળાંકે સામે, એ જ રસ્તો આવે,ખબર નથી પડતી પ્રારબ્ધે શો રચ્યો છે!નથી જોઈતી તોય મંઝિલ શોધતી મને આવે."- મૃગતૃષ્ણાપોર્શે પેરિસના રસ્તાઓ પર સરકતી રહી, અને સમય પોતાના વિચારોમાં ખોવાયેલો હતો. એફિલ ટાવરની જેમ જ એના મનમાં પણ પ્રશ્નો ઉંચા ને ઉંચા થઈ રહ્યા હતા. દાદુ, વ્યોમ રૉય, બાજુમાં બેસીને બહારના દ્રશ્યો નિહાળી રહ્યા હતા, પણ એમનું ધ્યાન સમયના ચહેરા પર વારંવાર છવાતી ગડમથલ પર જ હતું."આપણે પહોંચી ગયા," સૅમે ગાડી પાર્ક કરતાં કહ્યું. એમની સામે એક જુનવાણી, પથ્થરોથી બનેલું, શાંત દેખાતું ચર્ચ હતું. એનું સ્થાપત્ય ગોથિક શૈલીનું હતું, અને એની ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 3
"ન શોધું તોય, કોણ જાણે કેમ અણધાર્યુ મળે છે!ન માગું તોય સામેથી વણમાગ્યુ મળે છે."- મૃગતૃષ્ણાડબ્બી એનાં ખિસ્સામાં હતી, એનો સ્પર્શ હજી પણ એના આંગળા પર અનુભવાતો હતો, જાણે કોઈ જીવંત વસ્તુ હોય.શુટિંગના બાકીના ભાગમાં સૅમનું મન ભમતું રહ્યું. એ કેમેરા સામે હતો, સૂચનાઓનું પાલન કરતો હતો, પણ એનું ધ્યાન વારંવાર ખિસ્સામાં રહેલી પેલી ડબ્બી અને ચાવી તરફ જતું હતું. "રૉય પરિવાર સાથે જોડાયેલું... એક જૂનું રહસ્ય... એક અધૂરી શોધ." દાદુના શબ્દો એના મનમાં પડઘાતા રહ્યા.એણે ક્યારેય પોતાના પરિવારના ભૂતકાળ વિશે ઊંડાણપૂર્વક વિચાર્યું નહોતું. દાદુએ એના મમ્મી-પપ્પાના અકાળે અવસાન વિશે વાત કરી હતી, પણ એ સિવાય પરિવારના ઇતિહાસ વિશે ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 4
"જિંદગી તારી થપાટોનો સષાટો ક્યાંક દુઃખ ભર્યો તો ક્યાંક સુખરૂપ,રોમાંચક તો ખરી જ તું અને પાછી બહુરૂપ."- મૃગતૃષ્ણા_____________________૪. ડાયરીનું ધ્રુજતા હાથે ડાયરીનું પહેલું પાનું ખોલ્યું. એના પિતા, આદિત્ય રૉયના સુઘડ અને મરોડદાર અક્ષરો એની નજર સામે ઉપસી આવ્યા. તારીખ આજથી લગભગ સત્તર વર્ષ પહેલાંની હતી. સૅમ ત્યારે માંડ આઠ વર્ષનો હશે. એણે વાંચવાનું શરૂ કર્યું, દરેક શબ્દ એના મનમાં ઊંડો ઉતરતો ગયો."પ્રિય ડાયરી, આજે ફરી એ જ સ્વપ્ન... એ જ પોકાર. હવે તો જાણે એ મારા અસ્તિત્વનો એક ભાગ બની ગયો છે. ઓરોબોરોસનું પ્રતીક મને ઘેરી વળે છે, અને કોઈક અજાણી શક્તિ મને ખેંચી રહી છે. પપ્પા (વ્યોમ રૉય) ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 5
"નક્કી આ પ્રારબ્ધ જ છે,જ્યાં કેડી નથી ત્યાં રસ્તા ખૂલે છે,ઘનઘોરમાં પણ ભાનુ ઉગે છે.માત્ર ધગશ ને વિશ્વાસ જરૂરી જો હામ હોય તો પથ્થરમાય ફૂલો ખીલે છે."- મૃગતૃષ્ણા ____________________૫. લુવ્ર મ્યુઝિયમબીજી સવારનો સૂર્ય પેરિસ પર એની સોનેરી આભા પાથરી રહ્યો હતો, પણ સૅમ અને વ્યોમ રૉયના મનમાં એક અજંપાભરી ઉત્તેજના હતી. નાસ્તો પણ માંડ ગળે ઉતર્યો. એમના મનમાં ગઈ રાત્રે વાંચેલી ડાયરીના શબ્દો અને લુવ્ર મ્યુઝિયમમાં છુપાયેલા રહસ્યના વિચારો ઘુમરાઈ રહ્યા હતા."આપણે કયા સમયે નીકળીશું?" સૅમે પૂછ્યું, એનો અવાજ સામાન્ય કરતાં થોડો વધુ ગંભીર હતો."મ્યુઝિયમ ખૂલતાંની સાથે જ. ભીડ ઓછી હશે, અને આપણે શાંતિથી આપણું કામ કરી શકીશું," વ્યોમ ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 6
"ક્યારેક અંધાર તો ક્યારેક પ્રકાશમય છે.આ જિંદગીનાં રસ્તા કેટલાં રહસ્યમય છે.તાગ મેળવવો અઘરો કંઈકેટલાંય ભય છે.અદ્રશ્ય રહી દ્રશ્ય થતાં સમય છે."- મૃગતૃષ્ણા_____________________૬. સર્પ વીંટીરાત્રિના અંધકારમાં, Champ de Mars એપાર્ટમેન્ટનો સ્ટડી રૂમ જાણે કોઈ રહસ્યમય પ્રયોગશાળામાં ફેરવાઈ ગયો હતો. ટેબલ પર પિતાની ડાયરી, લુવ્રમાંથી મળેલો ચર્મપત્ર, ચાંદીની ડબ્બી, પેલી જૂની ચાવી અને સર્પ આકારની વીંટી – આ બધી વસ્તુઓ એક અદ્રશ્ય કડીથી જોડાયેલી હતી, જે સૅમને એના પરિવારના ભૂતકાળ અને એક પ્રાચીન રહસ્ય તરફ દોરી રહી હતી."સર્પની આંખો જ્યાં પથ્થરના રક્ષકને જુએ છે..." વ્યોમ રૉય આ પંક્તિ વારંવાર મનમાં બોલી રહ્યા હતા."પેરિસમાં પથ્થરના રક્ષકો તો ઘણા છે. નોત્રે ડેમના ગાર્ગોઈલ્સ, ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 7
"વીતાવી જિંદગી જે આસ પર એ રસ્તા વળી ગયા.જો લાગ્યો જરા લાગણીશીલ અમને ધુતારા ગળી ગયાં.કોની વાર્તા કહું, મારી તારી ઓ જિંદગી!લાગણીની થપાટે સંબંધ બળી બળી ગયા."- મૃગતૃષ્ણા__________________૭. કેટાકોમ્બ્ઝઅજંપે વિતેલ લાંબી રાત હળવેથી ધીમાં પગલે ચાલી નીકળી અને બીજા દિવસની સવાર એક નવી અનિશ્ચિતતા લઈને આવી.કેટાકોમ્બ્ઝનું નામ જ સૅમના મનમાં એક અજીબ ભય અને કુતૂહલ જગાવી રહ્યું હતું. પેરિસની ધરતી નીચે, લાખો આત્માઓની વચ્ચે, એમના પિતાના રહસ્યનો બીજો પડાવ હતો.વ્યોમ રૉયે કેટાકોમ્બ્ઝના પ્રવાસી માર્ગો અને (જેટલી માહિતી ઉપલબ્ધ હતી તેટલા) બિનસત્તાવાર નકશાઓનો અભ્યાસ કર્યો હતો. "આપણે પ્રવાસીઓ સાથે જ અંદર જઈશું, જેથી કોઈને શંકા ન જાય. પણ એકવાર અંદર ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 8
"તને શોધું કે મને! ઓ જિંદગી!અસમંજસમાં અટવાયો છું.શોધવા નીકળું ખુદને તો પામી લઉં તને કદાચ."- મૃગતૃષ્ણા___________________૮. પહેલો પ્રતિકારપેલો માણસ સૅમ તરફ ફર્યો, એની આંખોમાં હિંસા ચમકી રહી હતી. "હવે તારો વારો, છોકરા."સૅમ ડરી ગયો હતો, પણ એનામાં અચાનક એક અજીબ હિંમત આવી. એના પિતા, એના દાદુ... એ એમને નિરાશ ન કરી શકે. એણે આજુબાજુ જોયું. નજીકમાં જ એક મોટું, જાડું હાડકું (femur bone) પડ્યું હતું. એણે ઝડપથી એ ઉપાડી લીધું અને પોતાની રક્ષા માટે તૈયાર થયો.આ એક અસમાન લડાઈ હતી. એક અનુભવી હત્યારો અને એક યુવાન, બિનઅનુભવી છોકરો. પણ સૅમ પાસે ગુમાવવા માટે ઘણું બધું હતું.પેલો કાળો ઓછાયો, 'ગાર્ડિયન ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 9
"ફરી કહું છું જિંદગી પાછી વળી જા.હું માણસ નથી સીધી લીટીનો એટલું કળી જા.નમકનો સોદો રહેવા દે, ન આમ જા.લઈ જખ્મો ફરું છું તાજાં, ન લોહીમાં ભળી જા."- મૃગતૃષ્ણા____________________૯. ડ્રેગનનું અભયારણ્યપેરિસની એ નિર્જન, સાંકડી ગલીમાં ચંદ્રનો આછો પ્રકાશ પથરાયેલો હતો. કેટાકોમ્બ્ઝની ભયાનક ગૂંગળામણ પછી ખુલ્લી, તાજી હવા ફેફસામાં ભરતાં સૅમ અને વ્યોમ રૉયને અપાર શાંતિનો અનુભવ થયો. પણ આ શાંતિ ક્ષણિક હતી, એ તેઓ જાણતા હતા."આપણે અહીં વધુ સમય ઊભા રહી શકીએ નહીં," વ્યોમ રૉયે હાંફતાં કહ્યું. એમના માથા પર વાગેલા ફટકાની અસર હવે વર્તાઈ રહી હતી. એમને ચક્કર જેવું લાગી રહ્યું હતું. "પેલા માણસના સાથીઓ ગમે ત્યારે અહીં ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 10
"કારણ શું હશે! બસ, થયો જે મોહભંગ.જિંદગીને ચઢ્યો ફરીથી કેસરિયો રંગ.ને રહી સહી જે હામ હતી તે નસ નસમાં આવી.હવે તો હે ડર! તું છે, હું છું ને આપણી જ જંગ."- મૃગતૃષ્ણા_________________૧૦. ગાર્ડિયન્સ ઓફ શૅડોઝસૅમ આ ઠંડો, તિરસ્કારભર્યો અવાજ સાંભળીને થીજી ગયો.વ્યોમ રૉયે, માથાના દુખાવા છતાં, તરત જ પ્રતિક્રિયા આપી. એમણે સૅમને પોતાની પાછળ ધકેલી દીધો, એમનું દુર્બળ શરીર આશ્ચર્યજનક રીતે એક મજબૂત ઢાલ બની ગયું."તમે કોણ છો?" વ્યોમ રૉયે ધ્રૂજતા પણ દ્રઢ અવાજે પૂછ્યું. "અને તમને 'સર્પેન્ટ્સ હાર્ટ' થી શું લેવાદેવા છે?"તલવારધારી માણસ સૂકું હસ્યો. "અમે એ લોકો છીએ જેઓ સદીઓથી આવા રહસ્યોનું રક્ષણ કરતા આવ્યા છીએ... અને ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 11
"ભલે મારગ મળે કે ના મળે, ગોતી લઈશું.ડર સાથે પણ મિત્રતા કેળવી લઈશું.તિમિર રહ્યું સંગાથી, અમે તો આગિયા,લો ઉડીને અમે આ અંધારી રાતમાં."- મૃગતૃષ્ણા____________________૧૧. સર્પેન્ટ્સ હાર્ટપેરિસની એ સાંકડી, પથ્થર જડેલી 'Rue du Dragon' માંથી બહાર નીકળીને, સૅમ અને વ્યોમ રૉય મુખ્ય માર્ગ પર આવ્યા. સવારનો આછો ઉજાસ હવે સ્પષ્ટ થઈ રહ્યો હતો. શહેર ધીમે ધીમે પોતાના રોજિંદા ધબકાર તરફ પાછું ફરી રહ્યું હતું. પરંતુ સૅમ અને વ્યોમ રૉયના મનમાં અશાંતિનો ઘુઘવાટ હતો. 'સર્પેન્ટ્સ હાર્ટ', એ લાલ પ્રકાશ ફેલાવતી, ધબકતી વસ્તુ, સૅમની બેગમાં સુરક્ષિત હતી, પણ એની સાથે જોડાયેલા પ્રશ્નો અને ભય ઓછા થયા નહોતા."આપણે ક્યાંક છુપાવું પડશે, દાદુ," સૅમે ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 12
"વેપાર હોય વાણીનો તો અમારી તોલે કોણ છે?ત્રાજવે તોળાઈ શબ્દો ઘૂમતાં ચારેયકોર છે.કિંમત વધી જાય છે, અર્થ ફરી જાય જંગનો વિષય છે જરા નમતું ન જોખો."- મૃગતૃષ્ણા____________________૧૨. વેધશાળાબીજા દિવસે સવારે, પ્રોફેસર લેક્રોઈના ઘરે, વાતાવરણ ગંભીર પણ આશાસ્પદ હતું. નાસ્તાના ટેબલ પર, આદિત્ય રૉયની ડાયરી, કેટલાક જૂના નકશા અને પ્રોફેસરના પોતાના હસ્તલિખિત નોંધો ફેલાયેલા હતા. 'સર્પેન્ટ્સ હાર્ટ' ટેબલની મધ્યમાં, એક મખમલી ગાદી પર મૂકેલું હતું, એનો લાલ પ્રકાશ હવે વધુ શાંત અને સ્થિર લાગતો હતો."મેં આખી રાત આદિત્યની ડાયરી ફરીથી વાંચી," પ્રોફેસર લેક્રોઈએ પોતાની કોફીનો ઘૂંટ લેતાં કહ્યું. "અને મને લાગે છે કે આપણે એક મહત્વપૂર્ણ કડી ચૂકી ગયા હતા."એમણે ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 13
"મંજિલ નજદીક આવે તો ચાલવું કઠણ બની જાય છે.ઉત્સાહ અને હતાશાનો અદ્ભુત સમન્વય સર્જાય છે.હા અને ના, જીત અને સફળતા અને અસફળતામા મન ભરમાય છે.સમર્પણ જ ત્યારે સહારો બની રાહબર બની જાય છે."- મૃગતૃષ્ણા____________________૧૩. સર્પેન્ટ્સ હાર્ટની શક્તિગુંબજના પ્રવેશદ્વાર પર થયેલા જોરદાર ધમાકાથી વેધશાળાની શાંતિ ક્ષણભરમાં તૂટી ગઈ. ધૂળ અને લાકડાના ટુકડા હવામાં ઉડ્યા. સૅમ, વ્યોમ રૉય, પ્રોફેસર લેક્રોઈ અને મોન્સિયર ડુપોન્ટ સ્તબ્ધ થઈ ગયા. એમનો સૌથી મોટો ભય સાચો ઠર્યો હતો. 'ગાર્ડિયન્સ ઓફ શેડોઝ' એમને શોધી કાઢ્યા હતા, અને આ વખતે તેઓ કોઈ પણ ભોગે 'સર્પેન્ટ્સ હાર્ટ' મેળવવા આવ્યા હતા."તેઓ અંદર આવી રહ્યા છે!" મોન્સિયર ડુપોન્ટે ગભરાટમાં પાછળ હટતાં ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 14
"આજ નવીન હું છું ને નવી મારી કહાણી છે.કંઈક બદલાયું મુજમાં ને ઘણાં બદલાવ હજું બાકી છે,આ તો બસ, છે પરતોને અનાવૃત કરવાની,ઘણું ઉલેચવાનુ આ સમયની રેતમાંથી બાકી છે."- મૃગતૃષ્ણા_____________________૧૪. નવો અધ્યાયવેધશાળામાંથી નીકળતાં વ્યોમ રૉય અને સૅમે મોન્સિયર ડુપોન્ટનો ઝૂકીને આભાર માન્યો તથા ભવિષ્યમાં પણ એમની જરૂર પડે તો મદદ કરવા વિનંતી કરી.ડુપોન્ટૈ પણ સૅમનો હાથ પકડી, માથું હલાવી સહમતી દર્શાવી."હવેથી આપણે સૌ એક મહાન મિશનની એક ટીમ છીએ ડુપોન્ટ."પ્રોફેસર લેક્રોયે ડુપોન્ટ અને સૅમની પીઠ પર હાથ મૂકી કહ્યું."ચાલો. મળતાં રહીશું. નવાં શિખરો સર કરતાં રહીશું. આજે છૂટાં પડશું તો કાલે મળીશું." વ્યોમ રૉયે ટિખળ કરી ને બધાં હસતાં ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 15
" એક નવી સવાર, નવી તાજગી છે.નવ ઉત્સાહની ભરતી હૈયે આંબી છેકે આજ ભૂતકાળનો દરિયો ઘૂઘવાટા કરે છે.બહાર આવવા રહસ્યો મનમાં ઉભરે છે."- મૃગતૃષ્ણા_____________________૧૫. સર્પ-હૃદયનું આહ્વાનથોડા સમય પછી, સૅમ અને દાદુ સાથે ડાઇનિંગ ટેબલ પર બેસી ઘઉંનો શિરો, બેસનના મસાલેદાર પૂડલા સાથે ચાની ચૂસકી માણી રહ્યા હતા."તારાં પપ્પાને ઘઉંનો શિરો અને મમ્મીને બેસનના પૂડલા ખૂબ ભાવતાં." વ્યોમ રોયૅ શરૂઆત કરતાં, ભૂતકાળમાં ડોકિયું કરતાં ઉમેર્યું,"વ્યસ્તતા વચ્ચે આખો દિવસ કૌઈ મળે ના મળે પણ સવારનો નાસ્તો અથવા રાત્રે ભોજન તો બધાંયે સાથે જ કરવાનું એવો આદિત્ય અને સંધ્યાનો આગ્રહ રહેતો. અને લગભગ દર રવિવારે તો બધાનું ભોજન સંધ્યા જ બનાવતી, સ્ટાફનું ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 16
"કેટલીયે વાતો સામે અને કેટલીક છાની છે.વ્યક્તિત્વ રહસ્યમય પણ પ્રકાશપુંજનું આસામી છે.અંધકારનો ડર અમને ન બતાવો, અમે તો સૂરજ મીટ માંડી છે."- મૃગતૃષ્ણા____________________૧૬. છાયાના પદચિહ્નસાહસના દ્રઢ અને અણધાર્યા શબ્દોએ અભ્યાસખંડની હવાને જાણે થીજાવી દીધી. આદિત્ય પોતાના દીકરા સામે જોઈ રહ્યા. આ તે જ સાહસ હતો જેને તેઓ ખભા પર બેસાડીને મ્યુઝિયમમાં ફેરવતા હતા? આજે તેની આંખોમાં એક એવી પરિપક્વતા હતી જેણે આદિત્યના પિતૃત્વ અને સાહસિકતા વચ્ચે એક અદ્રશ્ય દીવાલ ઊભી કરી દીધી."આ કોઈ રમત નથી, સાહસ રોય," આદિત્યનો અવાજ કડક પણ ચિંતાથી ભરેલો હતો. "તને ખ્યાલ નથી કે આપણે કોનો સામનો કરવા જઈ રહ્યા છીએ. 'છાયાના રક્ષકો' કોઈ દંતકથા ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 17
"બહું રહસ્યો છૂપાવી બેઠી છે જિંદગી, ક્યારેક જરા ડરવું જરૂરી છે લડી લેવા, જીતી જવાય,કે હવે તો પડછાયાઓ પણ થયાં છે"- મૃગતૃષ્ણા_____________________૧૭. જીવંત પડછાયાશેર સિંહના ભયભીત શબ્દો ઠંડા પવનમાં ઓગળી ગયા, પણ તેની અસર ત્યાં હાજર દરેકના મન પર થઈ. "મેં કહ્યું હતું ને, સાહેબ... આ જગ્યા શુદ્ધ નથી. પહાડ આપણને પાછા ફરવાનો સંકેત આપી રહ્યો છે. આપણે અહીંથી ચાલ્યા જવું જોઈએ." તેના અનુભવી ચહેરા પર વર્ષોમાં પહેલીવાર આટલો ડર દેખાઈ રહ્યો હતો. તે જમીન પરના એ ભીના પદચિહ્નો તરફ એવી રીતે જોઈ રહ્યો હતો જાણે કોઈ જીવતા નાગને જોતો હોય.આદિત્યએ આગળ વધીને તેના ખભા પર હાથ મૂક્યો. "શેર ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 18
"બસ એક જ ક્ષણમાં તારી અસર થાય છે.જેમ જેમ ઉકેલુ રહસ્ય, વધુ ગૂંચવાય છે.ભ્રમણાઓ ભારી પડે છે બુદ્ધિ પર કોયડાઓ સામે આવી પડકાર કરી જાય છે."- મૃગતૃષ્ણા_____________________૧૮. મૌનનો કોયડોસર્પાકાર પથ્થરનો દરવાજો પૂરો ખુલતાં જ અંદરથી સદીઓ જૂની, બંધ હવાનો એક ઠંડો અને ભેજવાળો ઝોંકો બહાર આવ્યો. એ હવામાં માટી, પથ્થર અને બીજા કોઈ અકળ, પ્રાચીન પદાર્થની ગંધ ભળેલી હતી. જાણે સમય પોતે જ ત્યાં કેદ થઈ ગયો હોય. ગુપ્ત માર્ગની અંદર ગાઢ અંધકાર સિવાય બીજું કશું દેખાતું નહોતું. તેમની ટોર્ચનો પ્રકાશ પણ એ અંધકારને પૂરો ભેદી શકતો નહોતો, જાણે અંધારું પોતે જ એક ઘન પદાર્થ હોય જે પ્રકાશને ગળી ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 19
"ક્યારેક નીકળું છું વિરાગની મશાલ લઈ સાથે,પણ માયા જકડી લે છે બાહુપાશમાં ઉદાર દિલ સાથે,પછી ભટકી રહું છું ભ્રમમાં જિંદગી સાથે."- મૃગતૃષ્ણા_____________________૧૯. માયાવી સેતુત્રીજી સુરંગમાં પ્રવેશ્યા પછી તરત જ, વાતાવરણમાં એક સ્પષ્ટ ફેરફાર અનુભવાયો. આ સુરંગ અગાઉની સુરંગોની જેમ માનવ-નિર્મિત અને સુઘડ કોતરેલી નહોતી. આ એક કુદરતી ગુફા જેવી હતી, જેની દીવાલો ખરબચડી અને આડી-અવળી હતી. છત પરથી લટકતા ચૂનાના પથ્થરના સ્તંભો (Stalactites) એવા લાગતા હતા જાણે પહાડના દાંત હોય જે તેમને ગળી જવા તૈયાર હોય. હવા વધુ ઠંડી અને ભેજવાળી હતી, અને તેમાં ગંધકની એક તીવ્ર, અપ્રિય ગંધ ભળેલી હતી."આપણે પર્વતના હૃદયની વધુ નજીક જઈ રહ્યા છીએ," આદિત્યએ ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 20
"અગણિત માન્યતાઓમાં તારી પણ કહાણી છે.કેટલીક સાચી તો કેટલીક ઉપજાવી કાઢેલી છે.તારું હ્રદય જાણતું, તારી આપવીતીતારી અજાણતાં ને તારી મૃગતૃષ્ણા_____________________૨૦. પડઘાનો ખંડજેવી જ તેમણે નવી સુરંગમાં પ્રવેશ કર્યો, લયબદ્ધ ધબકારાનો અવાજ વધુ સ્પષ્ટ અને તીવ્ર બની ગયો. ધડક... ધડક... ધડક... આ અવાજ માત્ર તેમના કાન સુધી જ નહોતો પહોંચી રહ્યો, પણ તેમના આખા શરીરમાં, જમીનમાંથી આવતા કંપન દ્વારા અનુભવાઈ રહ્યો હતો. જાણે તેઓ કોઈ વિરાટ, જીવંત પ્રાણીના શરીરની અંદર ચાલી રહ્યા હોય. સુરંગની દીવાલો પણ હવે સૂકા પથ્થરની નહોતી; તે ચળકતી, ભેજવાળી અને સહેજ ગરમ હતી, અને દીવાલો પરથી ટપકતું પાણી પણ હુંફાળું હતું."સાવધાન," આદિત્યએ ધીમા અવાજે કહ્યું, તેમનો ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 21
"મંજિલ ને પામવા, મહેનત અમે કરી. અડચણોને અવગણી નવીન કેડી કોતરી. ખબર ક્યાં હતી મંજિલ મળ્યાં પછી કે આવશે અખતરાં કર્યાં પછી." - મૃગતૃષ્ણા _____________________ ૨૧. પસંદગી અને પડકાર સર્પ-હૃદયે ધબકવાનું બંધ કર્યું એ ક્ષણ એવી હતી જાણે સમગ્ર પર્વતનો શ્વાસ રોકાઈ ગયો હોય. આખા ખંડમાં છવાયેલી મૃત્યુ જેવી શાંતિમાં, સાહસના અનાયાસે લંબાવેલા હાથ તરફ ધીમે ધીમે નીચે આવતું સર્પ-હૃદય એકમાત્ર ગતિમાન વસ્તુ હતી. આદિત્ય, સંધ્યા અને શેર સિંહ સ્તબ્ધ થઈને આ અવિશ્વસનીય દ્રશ્ય જોઈ રહ્યા. સર્પ-હૃદય, જે તેમના જીવનનું લક્ષ્ય હતું, તેણે આદિત્ય, એક અનુભવી પુરાતત્વવિદ્, કે સંધ્યા, એક જ્ઞાની લિપિશાસ્ત્રી, ને બદલે સાહસને ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 22
"બસ કર. થાકી જવાય છે જિંદગી.તારી આ ઊથલપાથલની ભરમાર.હું માણસ છું. જીવતું જાગતું માણસ,નથી કોઈ ખેલનો યાંત્રિક કિરદાર."- મૃગતૃષ્ણા____________________૨૨. શહેરઋષિકેશની સાંકડી ગલીઓમાં દોડતી વખતે, રાત્રિના અંધારા અને લોકોની ભીડ તેમના માટે આશીર્વાદરૂપ બની. તેમની પાછળ DPAS એજન્ટોની સીટીઓ અને બૂમોનો અવાજ ધીમે ધીમે ઓછો થતો ગયો. તેઓ જાણતા હતા કે આ રાહત ક્ષણિક છે. હવે તેઓ માત્ર એક ગુપ્ત સંસ્થાના જ નહીં, પણ સમગ્ર સરકારી તંત્રના નિશાના પર હતા. તેમની ઓળખ, તેમના બેંક ખાતા, તેમના ફોન - બધું જ ટૂંક સમયમાં ટ્રેક કરવામાં આવશે."આપણે અલગ થવું પડશે," હાંફતા હાંફતા આદિત્યએ એક અંધારી ગલીમાં રોકાઈને કહ્યું. "તેઓ આપણને સાથે સરળતાથી ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 23
"આખું ને આખું બ્રહ્માંડ મારું,સૃષ્ટિના કણકણમાં ખુદને વિચારું,હું જ શક્તિ ને હું જ રક્ષકહું જ ઉર્જા ને હું જ મૃગતૃષ્ણા_____________________૨૩. વારાણસીનું ચક્રવ્યૂહયોજના જેટલી સાહસિક હતી, તેટલી જ જોખમી પણ હતી. પ્રોફેસર મિશ્રાએ વારાણસીના ભૂગોળ અને ઇતિહાસના પોતાના ઊંડા જ્ઞાનનો ઉપયોગ કરીને એક એવું ચક્રવ્યૂહ રચ્યું જે DPAS ના એજન્ટોને શહેરની સૌથી ગૂંચવણભરી ગલીઓમાં ફસાવી દે. લક્ષ્ય બે હતા: પહેલું, એજન્ટોને સાહસ અને સર્પ-હૃદયથી દૂર રાખવા અને બીજું, તેમને એટલા વિભાજિત અને દિશાહિન કરી દેવા કે તેઓ ફરીથી સંગઠિત ન થઈ શકે.યોજનાનો પ્રથમ તબક્કો હતો ભ્રમ પેદા કરવાનો. પ્રોફેસર મિશ્રાએ પોતાના કેટલાક વિશ્વાસુ વિદ્યાર્થીઓ અને સ્થાનિક મિત્રોની મદદ લીધી.બીજા દિવસે ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 24
"સમર્પણ ને શરણાગતિમાં ભેદ શો જણાવો?સમર્પણ સ્વયં નું હોય ને શરણાગતિ બીજાની હોય.એક એકાકાર ને બીજું દાસત્વ સૂચવે,એક ઈચ્છાથી બીજું જરૂરતથી"- મૃગતૃષ્ણા_____________________૨૪. હૃદયનું સમર્પણગુપ્ત સીડીઓ તેમને એક લાંબા, ભેજવાળા કોરિડોરમાં લઈ ગઈ, જેની દીવાલો પર એ જ પ્રાચીન પ્રતીકો કોતરેલા હતા જે સાહસે પોતાના દ્રશ્યમાં જોયા હતા. અહીં હવા શાંત અને પવિત્ર હતી. બહારની દુનિયાનો કોલાહલ, આરતીનો ઘંટારવ, બધું જ હવે દૂર અને ધીમું સંભળાતું હતું. માત્ર ગંગા નદીના પ્રવાહનો એક ધીમો, ગંભીર ગુંજારવ અનુભવાઈ રહ્યો હતો, જાણે તેઓ નદીના ગર્ભમાં ચાલી રહ્યા હોય.કોરિડોર એક વિશાળ, ગોળાકાર ગર્ભગૃહમાં ખુલ્યો. જે દ્રશ્ય તેમની સામે હતું, તે કોઈ પણ માનવ કલ્પનાની ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 25
"હું લઈને આવું સાહસ,મહેનત ને આસ,તું સમય લઈ આવ.ચાલ રમીએ રમત જીવતરની;એક શું કામ! બંને જીતીયે,રહી એક-મેકની પાસ."- મૃગતૃષ્ણા____________________૨૫. આહ્વાનવારાણસીની એ ઘટનાને લગભગ દસેક વર્ષ વીતી ગયા. સાહસ હવે સત્તર વર્ષનો યુવાન નહોતો, પણ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) નો એક સન્માનિત અને પ્રતિભાશાળી અધિકારી બની ગયો હતો. તેણે પોતાના પિતાના વારસાને આગળ વધાર્યો હતો, પણ તેની પોતાની આગવી શૈલીથી. તે માત્ર ઇતિહાસ શોધતો નહોતો, પણ તેને જીવંત કરતો હતો. સર્પ-હૃદયનો અનુભવ તેના વ્યક્તિત્વનો એક અભિન્ન અંગ બની ગયો હતો, જેણે તેને ઊંડાણ, સમજ અને એક અનોખી અંતર્દૃષ્ટિ આપી હતી.આદિત્ય અને સંધ્યા હવે લગભગ નિવૃત્ત જેવું જીવન જીવી રહ્યા હતા. ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 26
૨૬. ભૂગર્ભની ભુલભુલામણીતેમની પાછળ પુસ્તકોની દીવાલનો બનેલો ગુપ્ત દરવાજો ધડામ કરતો બંધ થયો. એક ક્ષણ માટે, મોન્સિયર જીન-પિયરના સંઘર્ષનો પેલા અજાણ્યા માણસના ગુસ્સાભર્યા અવાજનો ઘોંઘાટ સંભળાયો અને પછી એકદમ શાંતિ છવાઈ ગઈ. આદિત્ય, સંધ્યા અને સમય એક સાંકડી, પથ્થરની સીડી પર ઊભા હતા જે અંધકારમાં નીચે ઉતરતી હતી. હવામાં ભેજ અને સદીઓ જૂની ધૂળની ગંધ ભળેલી હતી."આપણે ચાલતા રહેવું પડશે," આદિત્યએ સમયનો હાથ મજબૂતીથી પકડીને કહ્યું. તેનો અવાજ શાંત હતો, પણ સંધ્યા તેની પાછળ રહેલી ચિંતાને પારખી શકતી હતી.તેઓ ઝડપથી સીડી ઉતરવા લાગ્યા. દરેક પગથિયું તેમને પેરિસની જીવંત દુનિયાથી વધુને વધુ દૂર અને એક અજાણ્યા, પ્રાચીન ભૂગર્ભ વિશ્વની નજીક ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 27
૨૭. જ્ઞાનના રક્ષકો અને ભવિષ્યનો નકશોઈઝાબેલના શબ્દો વિશાળ પુસ્તકાલયની શાંતિમાં પડઘાઈ રહ્યા હતા. સમયના એક નિર્દોષ પ્રશ્ને પરિસ્થિતિની ભયાનકતાને સ્પષ્ટ કરી દીધી હતી. આ લડાઈ માત્ર માનવજાતના ભવિષ્યને બચાવવા માટે નહોતી, પણ એક પ્રાચીન, જીવંત અસ્તિત્વને બચાવવા માટે પણ હતી, જેણે એક બાળકને પોતાના રક્ષક તરીકે પસંદ કર્યો હતો.આદિત્યએ ખંડની ચારે બાજુ નજર ફેરવી. "તો હવે શું? આપણે અહીં ક્યાં સુધી છુપાઈ શકીએ? જો કાઉન્ટ વોલ્કોવ પાસે જીન-પિયર છે, તો તે આ જગ્યા શોધી જ લેશે.""તમે સાચા છો," ઈઝાબેલે સ્વીકાર્યું, તેની નજર વચ્ચે પડેલા મોટા ટેબલ પર સ્થિર થઈ. "આપણે બચાવની રમત રમી શકીએ નહીં. આપણે હુમલો કરવો પડશે. ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 28
૨૮. કલાકારનું આશ્રય અને ઇતિહાસનું યુદ્ધસીન નદી પરથી આવતો ઠંડો પવન તેમના કપડાંની આરપાર જઈ રહ્યો હતો, પણ તેમના રહેલો ભય અને એડ્રેનાલિન તેમને ગરમ રાખી રહ્યા હતા. ભૂગર્ભ પુસ્તકાલયના વિનાશનું દ્રશ્ય તેમના મનમાંથી ખસતું નહોતું. ઈઝાબેલ તેમને પેરિસની સાંકડી, ભૂલભુલામણી જેવી ગલીઓમાંથી દોરી રહી હતી, દરેક વળાંક પર સાવધાનીથી નજર નાખતી."આપણે ક્યાં જઈ રહ્યા છીએ?" આદિત્યએ શ્વાસ લેતા પૂછ્યું, સમયને હજુ પણ મજબૂતીથી પકડી રાખ્યો હતો."એક બીજા સુરક્ષિત સ્થળે," ઈઝાબેલે કહ્યું. "ગાર્ડિયન્સ માત્ર વિદ્વાનો અને પુસ્તકપ્રેમીઓ નથી. અમે સમાજના દરેક વર્ગમાં છીએ. જ્યાં આપણે જઈ રહ્યા છીએ તે જગ્યા એવી છે જ્યાં ઓર્ડર ક્યારેય શોધવાની કલ્પના નહીં કરે."તેઓ ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 29
૨૯. કબ્રસ્તાનની છાયા અને ભુલભુલામણીનું યુદ્ધશિયાળુ અયનકાળની આગલી રાત પેરિસ પર એક કફન જેવી છવાઈ ગઈ. મોન્સિયર ક્લાઉડના સ્ટુડિયોમાં, તીવ્ર ગંધ ચિંતા અને વ્યૂહરચનાની ગંધ સાથે ભળી ગઈ હતી. ટેબલ પર મોન્ટમાર્ટની નીચેની કેટકોમ્બ્સનો વિશાળ નકશો ફેલાયેલો હતો, જેના પર ઈઝાબેલે લાલ શાહીથી ત્રણ સ્થાનો પર વર્તુળ કર્યા હતા. આ તે જગ્યાઓ હતી જ્યાં જ્ઞાન-સ્તંભો સ્થાપિત કરવાના હતા, જે કાઉન્ટ વોલ્કોવની વિધિને નિષ્ફળ બનાવવા માટે એક ત્રિકોણ બનાવતા હતા."આપણે રાત્રિના સૌથી અંધારા પ્રહરમાં નીકળવું પડશે," ઈઝાબેલે કહ્યું, તેનો અવાજ શાંત પણ મક્કમ હતો. "મોન્ટમાર્ટની આસપાસના કેટકોમ્બ્સના બધા જાણીતા પ્રવેશદ્વારો પર હવે ઓર્ડરના માણસોનો પહેરો હશે. તેઓ આપણી રાહ જોતા ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 30
૩૦. પવિત્ર હૃદય અને કાળો સૂરજસમયના અનપેક્ષિત પરાક્રમ પછી કેટકોમ્બ્સમાં એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ. હારેલા દુશ્મનોને પાછળ છોડીને, વધુ ઊંડાણમાં આગળ વધ્યા. સર્પ-હૃદય હવે સમયના હાથમાં શાંત હતું, પણ તેની ઊર્જા સ્પષ્ટપણે અનુભવી શકાતી હતી. તેણે માત્ર એક વસ્તુ જ નહીં, પણ એક સાથી, એક રક્ષકની ભૂમિકા નિભાવી હતી.તેમનો માર્ગ હવે વધુ કઠિન હતો. તેઓ જાણતા હતા કે વોલ્કોવ હવે તેમની દરેક હલચલ પર નજર રાખી રહ્યો હશે. નકશા અને સમયના માર્ગદર્શનનું મિશ્રણ કરીને, તેઓ બીજા અને પછી ત્રીજા શક્તિ કેન્દ્ર પર પહોંચ્યા. દરેક વખતે, ઈઝાબેલે એક જ્ઞાન-સ્તંભ સ્થાપિત કર્યો. ત્રીજો સ્તંભ સ્થાપિત થતાં જ, ત્રણેય સ્તંભોમાંથી એક ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 31
૩૧. અણધાર્યો અકસ્માતઆદિત્ય રૉયે પ્રોફેસર મિશ્રાને ફોન કરી બધી વિગતો જણાવી. પ્રોફેસરે પણ સર્પ હ્ર્દય મેળવવા ઉત્સુક કેટલાક ખતરનાક ધરાવતા શક્તિશાળી લોકો વિશે જણાવ્યું અને એમને ભારત પરત ફર્યા પછીતેમના પરિવારને સંભવિત જોખમોનો ચિતાર આપી સર્પ હ્ર્દયની સુરક્ષા માટે હાલ પૅરિસમાં જ રહેવાની સલાહ આપી.સાહસ, આદિત્ય તથા પ્રોફેસર મિશ્રાએ કેટલીક કાર્યવાહીઓ પૂર્ણ કરી અને રૉય પરિવાર પૅરિસમાં રહેવા લાગ્યો. 'Champ de Mars' અપાર્ટમેન્ટ એમનું નવું ઠેકાણું હતું. જોકે સાહસ ઈજિપ્ત પોતાના મિશન માટે પરત ફર્યો અને વ્યોમ રૉય હજુ ભારતમાં જ હતાં.આ ઘટનાક્રમમાં બધું સમુસુતરું પાર પડ્યું પણ સમયનાં કોમળ માનસ પર થોડી અલગ અસર વર્તાઈ. જે ઉર્જાનો પ્રવાહ ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 32
૩૨. પડછાયાની પદમણીબારી પાસેથી પસાર થયેલો એ પડછાયો વ્યોમ રૉયની અનુભવી આંખોમાંથી છટક્યો ન હતો. એ રાત્રે એમને ઊંઘ આવી. 'ગાર્ડિયન ઑફ શૅડોઝ'નું પુનરાગમન એમના માટે ચિંતાનો વિષય હતો.સવાર પડતાં જ એમણે પહેલું કામ આખા અપાર્ટમેન્ટમાં અત્યાધુનિક સુરક્ષા પ્રણાલી અને ગુપ્ત કેમેરા લગાવવાનું કર્યું. સૅમને આ બધું થોડું વિચિત્ર લાગ્યું, પણ દાદુની ચિંતા જોઈ એણે કોઈ સવાલ ન કર્યો.જીવન ફરી પાટા પર ચડવા લાગ્યું. સૅમ હવે મૉડેલિન્ગની સાથે-સાથે, દાદુના પેઇન્ટિંગ ઍક્ઝિબિશન અને પુરાતત્વ તેમજ સાંકેતિક લિપિનો અભ્યાસ પણ કરી રહ્યોં હતો. તેના માતાપિતા અને દાદાનો વારસો જાણે એના લોહીમાં વણાયેલો હતો. એનો મોટાભાગનો સમય પુસ્તકો અને ઐતિહાસિક ઇમારતોના સ્કેચ ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 33
૩૩. શંકાનો ઓછાયો અને લાગણીનો સ્પર્શઅસમંજસ અને અવિશ્વાસ છતાં સૅમ માટે લાગણીવશ થઈ વ્યોમ રૉયે હા તો પાડી દીધી હવે એમને પસ્તાવો થયો. પછી વિચાર્યું જે થશે, જોયું જશે. વ્યોમ રૉયને ધારાના અતિ ઉત્સાહિત અવાજે વિચાર તંદ્રા માંથી જગાડ્યા."થેંક્યું દાદાજી.. થેંક્યું સો મચ....થેંક્યું સૅમ. હું કાલે સવારથી જ આવી જઈશ." ધારાએ આભાર વ્યક્ત કરતા ઉત્સાહથી કહ્યું ને વિદાય લીધી.બીજા દિવસથી જાણે ચેસની રમત શરૂ થઈ એક પીઢ અને એક નવતર પણ ચબરાક ખેલાડી વચ્ચે. ધારા શિખતી જરૂર પણ વ્યોમ રૉય સામે કંઈ દોર્યું નહીં. વ્યોમ રૉયે એક - બે વાર કહ્યું પણ એણે સિફતથી એમ કહી ટાળી દીધું કે, ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 34
૩૪. તાળાની પાછળનું સત્ય"આ છોકરી એક ભૂત છે," વ્યોમ રૉય મનોમન બોલ્યા. "એનું કોઈ અસ્તિત્વ નથી, સિવાય કે જે બતાવવા માંગે છે." એમની શંકા હવે ખાતરીમાં બદલાઈ રહી હતી. પણ એમની ચિંતા સૅમ માટે હતી.સૅમ સંપૂર્ણપણે ધારાના પ્રભાવમાં હતો. સીધું કહેવાથી એ કદાચ માનવાનો ન હતો, બલ્કે એ બંને વચ્ચે કદાચ અદ્ર્શ્ય ખાઈ રચાય જાય અને એ એમનાથી દૂર થઈ જાત. વ્યોમ રૉયે રાહ જોવાનું નક્કી કર્યું. ધારા ભૂલ કરશે, એમને ખાતરી હતી. અને એ તક ધારાએ જાતે જ ઊભી કરી.એક બપોરે, જ્યારે વ્યોમ રૉય પોતાના નિયમિત મેડિકલ ચેકઅપ માટે બહાર ગયા હતા, ત્યારે ધારા સૅમના પ્રોજેક્ટમાં મદદ કરવાના ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 35
"આંખો ઉઘડે તો નજારા દેખાય,દ્રષ્ટિ ઉઘડે તો સપનાં દેખાય;દ્રષ્ટિકોણ ઉઘડે તો સત્ નાં દર્શન થાય,બાકી આ ક્ષણ તો ધુંધળી રહેશે કારણ;કે પાંપણના પલકારા દર્પણમાં જોઈ નથી શકાતાં."- મૃગતૃષ્ણા___________________૩૫. ઓળખ અને અસમંજસધારાના ગયા પછી, વ્યોમ રૉય અને સૅમ વચ્ચે એક ભારે મૌન છવાઈ ગયું. સૅમની નજર ઝુકેલી હતી. એ દાદુનો સામનો નહોતો કરી શકતો."તેં મારો વિશ્વાસ તોડ્યો, સૅમ," વ્યોમ રૉયનો અવાજ દુઃખ અને નિરાશાથી ભરેલો હતો. એમાં ગુસ્સો નહોતો, જે સૅમને વધુ ખૂંચી રહ્યો હતો."દાદુ, હું...""ચૂપ," વ્યોમ રૉયે એને અટકાવ્યો. "મારે જાણવું છે કે તું એ રૂમમાં કેમ ગયો? અને સાચું કહેજે. યાદ રાખજે, આ છોકરી વિશે હું તને ચેતવી ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 36
૩૬. બેવડી રમત અને હ્રદયનું પરિવર્તન"મને માફ કરી દે, સૅમ. આ બધું મારા કારણે થયું. મેં જ એ સ્ટડી જવા દબાણ કર્યું હતું પરંતુ મારો આશય માત્ર તારી મદદ કરવાનો હતો. હું દાદાજી સાથે વાત કરીશ, સત્ય જણાવીશ અને એમની માફી માંગીશ." ધારા બોલી."ના, રહેવા દે," સૅમે એને રોકી. "એમનો ગુસ્સો શાંત થવામાં સમય લાગશે. પણ મને લાગે છે કે એ ખોટું કરી રહ્યા છે. મારા પપ્પાના કામને સમજવાનો મારો પણ હક છે." આ વાક્ય બોલતી વખતે સૅમને પોતાના અભિનય પર ગર્વ થયો.ધારાએ એના ખભા પર હાથ મૂક્યો. "હું તારી સાથે છું, સૅમ. ગમે તે થાય." પણ અંદરખાને, એને ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 37
૩૭. ધારાનો ભૂતકાળએક બાજુ પ્રેમ નિકેતન અને બીજી બાજુ બે નિર્દોષ માણસો. આ બે વચ્ચે એ નિર્ણય નહોતી લઈ નિકેતન પર ઈશ્વરની કૃપા છે નહિ તો કેટલાંય લોકોએ પોતાના સ્વાર્થ ખાતર એને નેસ્તોનાબૂદ કરવાનાં પ્રયત્નો કર્યા છતાં પ્રેમ નિકેતન હજુ અડીખમ છે." અચાનક એને વૈષ્ણવીબેનની વાત યાદ આવી. એને યાદ આવ્યો એનો ભૂતકાળ...ગરીબી, ગરીબી કદી એકલી નથી આવતી. લાચારી અને દરેક પ્રકારના અન્યાયો અને પીડા સાથે આવે છે.પ્રેમ નિકેતન — જે ધારા અને તેના જીવનની પૃષ્ઠભૂમિ છે.વડોદરા શહેરના મધ્યસ્થ ભાગે આવેલું એક નાનું છતાં પ્રેમાળ આશ્રમ — ‘પ્રેમ નિકેતન’. અહીં રહેતી હતી એક કુશળ અને નાજુક દિલવાળી છોકરી – ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 38
૩૮. અસંભવિત જોડાણ અને પડછાયાનો હુમલોસૅમ હજુ પણ ફોન હાથમાં લઈને સ્તબ્ધ ઊભો હતો. ધારાના શબ્દો તેના કાનમાં ગુંજી હતા - "તમે ભયંકર ખતરામાં છો... તમને મારવા આવી રહ્યા છે." શું આ પણ કોઈ ચાલ હતી? શું એ તેમને ઘરમાંથી બહાર કાઢીને કોઈ જાળમાં ફસાવવા માંગતી હતી? પણ તેના અવાજમાં જે ડર અને તાકીદ હતી, તે અભિનય જેવી નહોતી લાગતી.એણે તરત જ વ્યોમ રૉયને ફોન કર્યો, જેઓ શહેરની બહાર નહોતા ગયા, પણ નજીકની જ એક હોટલમાં રોકાયા હતા. સૅમે ફોન પર બનેલી બધી ઘટના, નકલી ડાયરીની ચોરીથી લઈને ધારાના ચેતવણીભર્યા ફોન સુધી, બધું જ એક શ્વાસે કહી દીધું."શાંત થા, ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 39
૩૯. અગ્નિપરીક્ષા અને નવી શરૂઆતઔદ્યોગિક વિસ્તારનું એ ખંડેર જેવું કમ્પાઉન્ડ હવે એક યુદ્ધક્ષેત્રમાં ફેરવાઈ ગયું હતું. કાટ ખાધેલા કન્ટેનર્સ જૂની મશીનરી પાછળ ત્રણ જિંદગીઓ દાવ પર લાગી હતી. વ્યોમ રૉયે પોતાની પોઝિશન લીધી અને તૂટેલી દીવાલની ઓથ લઈને એક હત્યારા પર નિશાન સાધ્યું. એમનો હાથ હવે સ્થિર હતો. એમણે ફાયર કર્યું. ગોળી હત્યારાના ખભા પાસેની દીવાલમાં વાગી, જેનાથી એ ચોંકી ગયો અને કન્ટેનર પાછળ છુપાઈ ગયો.આ જ તકનો લાભ લઈને ધારા અને સૅમ અલગ-અલગ દિશામાં આગળ વધ્યા. ધારા કોઈ બિલાડીની જેમ ચપળતાથી એક કન્ટેનરથી બીજા કન્ટેનર પાછળ સરકી રહી હતી. એની હલચલ એટલી શાંત અને કુશળ હતી કે સૅમને ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 40
૪૦. ભૂતકાળના પડઘા અને ભવિષ્યની રણનીતિધારાના એ નાના ફ્લેટની ચાર દીવાલો હવે એક યુદ્ધકક્ષમાં ફેરવાઈ ગઈ હતી. આવનારા થોડા શાંતિમાં વીત્યા, પણ એ શાંતિ કોઈ તોફાન પહેલાની હતી. ધારા ધીમે ધીમે સ્વસ્થ થઈ રહી હતી. સૅમ અને વ્યોમ રૉય તેની દેખભાળ કરી રહ્યા હતા. આ સમય દરમિયાન, ત્રણેય વચ્ચે એક અજીબ પણ મજબૂત સંબંધ બંધાયો. તેઓ એકબીજાના ભૂતકાળને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, જેથી ભવિષ્યની લડાઈ માટે તૈયાર થઈ શકે.એક સાંજે, જ્યારે વ્યોમ રૉય નજીકના બજારમાંથી ખાવા-પીવાનો સામાન લેવા ગયા હતા, ત્યારે સૅમ અને ધારા ફ્લેટમાં એકલા હતા. ધારા બારી પાસે બેસીને બહાર જોઈ રહી હતી. એનો ચહેરો ચિંતાતુર ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 41
૪૧. સર્પના મુખમાં પ્રવેશયોજના તૈયાર હતી, અને હવે તેને અમલમાં મૂકવાનો સમય હતો. શુક્રવારની રાત. પૅરિસનું 'Le Serpent Noir' સંગીત અને રોશનીથી ધમધમી રહ્યું હતું. મોંઘી ગાડીઓમાંથી ઉતરતા પૅરિસના ધનિકો અને પ્રભાવશાળી લોકોની ભીડ હતી. બહારથી જોતાં, આ એક વૈભવી મનોરંજનનું સ્થળ હતું, પણ તેની ચમક પાછળ 'ગાર્ડિયન ઑફ શૅડોઝ'નો અંધકાર છુપાયેલો હતો.આ ભીડમાં, ત્રણ અજાણ્યા ચહેરાઓ પણ સામેલ હતા. વ્યોમ રૉય, એક શ્રીમંત ભારતીય ઉદ્યોગપતિના વેશમાં, મોંઘા સૂટ અને સનગ્લાસમાં સજ્જ હતા. તેમની સાથે સૅમ હતો, જે તેમનો યુવાન, ઉત્સાહી સહાયક લાગતો હતો. અને ક્લબના એક અંધારા ખૂણામાં, એક વેઇટ્રેસના યુનિફોર્મમાં, ધારા પોતાની બાજ નજરથી બધું નિહાળી રહી ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 42
૪૨. બે મોરચે લડાઈ"સાહસ..." વ્યોમ રૉયના મોંમાંથી એ નામ એક ઊંડા નિસાસા સાથે નીકળ્યું. એમની આંખો લેપટોપની સ્ક્રીન પર ગઈ હતી, જાણે એમને પોતાની આંખો પર વિશ્વાસ ન હોય. વર્ષોથી જે પૌત્રને તેઓ શોધી રહ્યા હતા, તે જીવતો હતો, પણ 'ગાર્ડિયન ઑફ શૅડોઝ'ની કેદમાં હતો. સૅમે પોતાના દાદાના ખભા પર હાથ મૂક્યો. એના મનમાં પણ લાગણીઓનું તોફાન ઉમટ્યું હતું. જે ભાઈને એ વર્ષોથી મળ્યો નહોતો, એના અસ્તિત્વના સમાચારે એને હચમચાવી દીધો હતો.ધારાએ પરિસ્થિતિની ગંભીરતા સમજી. "પ્રોજેક્ટ ઓએસિસ... મેં આના વિશે સાંભળ્યું છે. આ એમનું સૌથી ગુપ્ત અને સૌથી ક્રૂર સંશોધન કેન્દ્ર છે. તેઓ ત્યાં દુર્લભ કલાકૃતિઓ પર પ્રયોગો કરે ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 43
૪૩. કાઉન્ટડાઉન અને રણનું તોફાન'Intruder Detected.'એ ત્રણ શબ્દો સૅમના મગજમાં કોઈ એલાર્મની જેમ વાગ્યા. 60 સેકન્ડ. એની પાસે માત્ર મિનિટ હતી. એક મિનિટમાં આખી ગેલેરી એક અભેદ્ય કિલ્લામાં ફેરવાઈ જવાની હતી, અને તે અંદર કેદ થઈ જવાનો હતો. ભય અને એડ્રેનાલિનના મિશ્રણે એના શરીરમાં એક નવી ઊર્જાનો સંચાર કર્યો. હવે પીછેહઠ કરવાનો કોઈ વિકલ્પ નહોતો.એણે પોતાની યોજના બદલી. સર્વરને હેક કરીને ડેટા ડાઉનલોડ કરવાનો સમય નહોતો. એનું પહેલું લક્ષ્ય હવે ભોંયરામાં પહોંચીને સર્વર રૂમમાં ભૌતિક રીતે પ્રવેશ કરવાનું હતું.50 સેકન્ડ બાકી હતા.એણે ઝડપથી બાયોમેટ્રિક સિસ્ટમ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. એણે મુખ્ય કોડને બાયપાસ કરવાને બદલે, સિસ્ટમમાં એક લૂપહોલ શોધી ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 44
૪૪. રાખમાંથી ઉદય અને નવી સવારએ જ સમયે, પૅરિસમાં, સૅમના લેપટોપ પર એક સંદેશ ચમક્યો: 'Download Complete.'એણે બધો જ મેળવી લીધો હતો. હવે વારો હતો અંતિમ પ્રહારનો. એણે પોતાના બનાવેલા વાયરસ - 'સર્પદંશ' - ને 'ગાર્ડિયન ઑફ શૅડોઝ'ના મુખ્ય સર્વરમાં અપલોડ કર્યો અને 'Enter' દબાવ્યું.સ્ક્રીન પર એક સાપની આકૃતિ ઊભરી આવી, જે ધીમે ધીમે સર્વરના ડેટાને 'ખાઈ' રહી હતી. 'ગાર્ડિયન ઑફ શૅડોઝ'નું ડિજિટલ સામ્રાજ્ય ક્ષણે ક્ષણે નષ્ટ થઈ રહ્યું હતું.સૅમે પોતાનો સામાન ભેગો કર્યો અને બહાર નીકળવાનો રસ્તો શોધવા લાગ્યો. પણ એને ખબર નહોતી કે ભોંયરામાં લોકડાઉન દરમિયાન એક બીજો પ્રોટોકોલ પણ સક્રિય થાય છે - 20 મિનિટ પછી ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 45
૪૫. બ્રહ્માંડના ધબકારાની ગાથા"દાદુ," ધારાએ પોતાની તર્કબદ્ધ જિજ્ઞાસાને રોકી ન શકતા પૂછ્યું, "કે આ સર્પ હ્રદય છે શું? એનો શું? એમાં આટલી શક્તિ અને જ્ઞાન કેવી રીતે સમાઈ શકે? માફ કરજો પણ મને હજી પૂરેપૂરો વિશ્વાસ નથી બેસતો કે એક રત્ન જીવંત હોઈ શકે કે બ્રહ્માંડના જ્ઞાનનો શક્તિસ્રોત હોય."વ્યોમ રૉયે સ્મિત કર્યું. તેમની આંખોમાં ધારાની શંકા પ્રત્યે કોઈ નારાજગી નહોતી, પણ એક પ્રકારની સમજણ હતી. "એ તો જે જુએ તે જાણે અને અનુભવે તે માણે, બેટા. એટલે હું તારી સ્થિતિ બરાબર સમજું છું. શંકા-આશંકા એ જરાય ખોટી વસ્તુ નથી, એ તો સત્યશોધકનું સૌથી મોટું પ્રેરકબળ છે. જ્યાં સુધી એના ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 46
૪૬. અધૂરો ગ્રંથ અને નાગહ્રદયનું રહસ્યનાગ હ્ર્દયની ઉત્પત્તિને ઘણો સમય વીતી ગયો હતો. આ સમયગાળા દરમિયાન પૃથ્વી પર જીવન કેટલાંય યુગો ઊગ્યા અને આથમ્યા, કેટલીયે માનવ સંસ્કૃતિઓ વિકસી અને અસ્ત થઈ. કેટલીયવાર જ્ઞાન ધરતી પર અવતર્યુ અને નાશ પામ્યું, રહી ગઈ બસ માત્ર એ સમયની કથાઓ, નિશાનીઓ અને અમુક રહસ્યમય વસ્તુઓ.________________આ વાત છે એ સમયની, જ્યારે પૃથ્વી હજી યુવાન હતી અને માનવજાત પોતાના અસ્તિત્વના અર્થ શોધી રહી હતી. હિમાલયની ગગનચુંબી, બરફાચ્છાદિત ગિરિમાળાઓની વચ્ચે, એક એવી ગુપ્ત ગુફા આવેલી હતી જેનું અસ્તિત્વ નકશાઓ પર નહોતું. એ ગુફાની હવા પણ જાણે જ્ઞાનના કણોથી ભરેલી હતી. એ પવિત્ર ગુફામાં, એક મહાન સંત ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 47
૪૭. ચોરી અને વિગ્રહ(પ્રત્યેક પ્રકાશ પાછળ પડછાયો હોય છે, અને જ્યાં પ્રકાશ જ્ઞાનનો હોય, ત્યાં પડછાયો વધુ ઘાટો અને જીવંત હોય છે...)અરિષ્ટનેમિના પ્રયાસોથી જ્ઞાનની સરિતા ફરી એકવાર પૃથ્વી પર વહેવા લાગી હતી. તેમણે નાગહ્રદયના તેજમાંથી જે પચાસથી વધુ ગ્રંથો રચ્યા હતા, તે માત્ર શાહી અને પાનાંનો સંગ્રહ નહોતા; તે જીવંત ચેતનાના સ્ત્રોત હતા. તપોવન, વૃહદનગર અને દેવમુખી જેવા નગરોમાં આ ગ્રંથોની સ્થાપના થઈ. લોકો તેને વાંચતા નહીં, પણ પોતાના અસ્તિત્વનો ભાગ બનાવતા. દરેક પેઢી આ જ્ઞાનને અનુભવી રહી હતી, અને તેમના જીવનમાં શાંતિ અને સમજણનો ઉદય થઈ રહ્યો હતો.પરંતુ અરિષ્ટનેમિ એક સત્યથી અજાણ હતા — નાગહ્રદયનો દરેક અંશ સ્વતંત્ર ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 48
૪૮. અંતરમંદિરની પ્યાગોન અને ભવિષ્યના સંકેત(જ્યાં મૌન છે, ત્યાં ઊંડી વાત થાય છે. અને જ્યાં અવાજો એ મૌનમાં વિલીન છે, ત્યાં ભવિષ્યની લિપિ લખાય છે...)મૌનશક્તિ કણના પુનરાગમન સાથે, તપોવન અને આસપાસના જ્ઞાનકેન્દ્રોમાં એક શાંતિપૂર્ણ વસંત જેવો માહોલ છવાઈ ગયો. ગ્રંથો ફરી જીવંત બન્યા હતા અને લોકોના જીવનમાં સંતુલન પાછું ફર્યું હતું. પરંતુ આ શાંતિ એ ઊંડા સરોવરના પાણી જેવી હતી – ઉપરથી સ્થિર, પણ ઊંડાણમાં અસંખ્ય રહસ્યો અને ભવિષ્યની સંભાવનાઓના વમળો છુપાયેલા હતા.અરિષ્ટનેમિએ પોતાના ચિંતનગૃહમાં એકાંતવાસ સ્વીકાર્યો. તેઓ એક એવો ગ્રંથ લખી રહ્યા હતા જે પહેલાં ક્યારેય લખાયો ન હતો. આ ગ્રંથ વર્તમાનની સમજણ માટે નહીં, પરંતુ ભવિષ્યને આકાર ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 49
૪૯. શ્રાવણી(ક્યારેક નાનકડી આંખોમાં આખું બ્રહ્માંડ સમાયેલું હોય છે. પ્રશ્ન માત્ર એ છે – શું આપણે એ આંખોમાં જોવાની કરીએ છીએ કે નહિ?)તપોવનના પ્રાચીન મંદિરની પાછળ, બોરસલીના ઘટાદાર વૃક્ષ નીચે, એક નાનકડી બાળકી દિવસના મોટાભાગના સમયે શાંતિથી બેઠી રહેતી. તેના હાથમાં ફાટેલા, પીળા પડી ગયેલા પાનાંનો એક જૂનો ગુચ્છો હતો. એ પાનાં કોઈ સામાન્ય પુસ્તકના ન હતા; તે સંકેતગ્રંથોના અસંગઠિત અવશેષો હતા. એવું માનવામાં આવતું હતું કે તેઓ કદાચ કોઈ પ્રાચીન આગમાંથી બચાવી લેવાયા હતા અથવા કોઈએ તેમને ઉતાવળમાં ભૂલી જવા દીધા હતા. સમયના પ્રવાહમાં વિસરાઈ ગયેલા, પણ પોતાનામાં અનંત રહસ્યો છુપાવતા, આ પાનાં શ્રાવણી માટે એક આખી દુનિયા ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 50
૭૪. ચેતનાનું વિસર્જન – અનંતમાં વિલીનતા(જ્યાં જ્ઞાન અનંત પ્રવાહ રૂપે વહે છે, ત્યાં ચેતના પોતાનું અંતિમ ઘર શોધે છે. છે અસ્તિત્વનો સર્વોચ્ચ ત્યાગ અને સર્વોચ્ચ સિદ્ધિ: અનંતમાં વિલીનતા.)શ્રાવણીએ પોતાનું કાર્ય પૂર્ણ કર્યું હતું. તેણીએ નાગહ્રદયના જ્ઞાનને માત્ર પૃથ્વી પર જ નહીં, પણ કાળક્રમે સમગ્ર બ્રહ્માંડમાં, શાશ્વતકાળ સુધી વહેતું કરી દીધું હતું. અક્ષર-પરમ યુગ હવે ખરેખર "શાશ્વત યુગ" બની ગયો હતો, જ્યાં જ્ઞાન, સત્ય, અને એકતાનો પ્રવાહ અનંત હતો.પરંતુ, જ્ઞાનની યાત્રા ક્યારેય સમાપ્ત થતી નથી. આ "શાશ્વત યુગ" ભલે સર્વોચ્ચ શાંતિ અને સુમેળનો યુગ લાગે, પણ બ્રહ્માંડ અનંત છે, અને તેની સાથે નવા રહસ્યો અને નવા પડકારો પણ સતત ઉદ્ભવતા ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 51
૫૧. મહાચક્રનો આરંભ – અનંતનું ચક્ર(જ્યાં ચેતના અનંતમાં વિલીન થાય છે, ત્યાં એક નવું ચક્ર શરૂ થાય છે. જ્ઞાન સમાપ્ત થતું નથી, તે માત્ર પોતાના નવા સ્વરૂપમાં પ્રગટ થાય છે, અનંતકાળ સુધી વહેતું રહે છે.)"પછી શું થયું, દાદુ?" સાહસે કુતુહલવશ પૂછ્યું."પછી! પછી થયો એક મહાચક્રનો આરંભ.શ્રાવણીનું વિસર્જન એ અંત નહોતો, પણ 'અક્ષર-પરમ' અને 'શાશ્વત યુગ' માટે એક નવા, અનંત ચક્રનો આરંભ હતો. તેણી હવે ભૌતિક રીતે ઉપસ્થિત નહોતી, પણ તેની ચેતના 'અનંત પ્રવાહ' નો અભિન્ન અંગ બની ગઈ હતી. તે 'અનંત પ્રવાહ' માં, 'શાશ્વત સત્ય' માં, અને 'નાગહ્રદય' ના હૃદયમાં સંપૂર્ણપણે વિલીન થઈ ગઈ હતી, અને ત્યાંથી જ બ્રહ્માંડના ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 52
૫૨. વિશ્વાસઘાતીની ઓળખ"પપ્પા એ ડાયરીમાં એક જગ્યાએ લખ્યું હતું,'મારા દિકરા, યાદ રાખજે વિશ્વાસઘાત અજાણ્યા સ્થળેથી આવી શકે છે.' એનો અર્થ હશે!" સૅમે પ્રશ્ન કર્યો."એમાં શું અર્થ કાઢવો! એ તો એક સાવધાની રાખવાની વાત હતી. કેમકે એને ઈઝાબેલ તરફથી દગો મળ્યો હતો." વ્યોમ રૉયે સમજાવ્યું."ખબર નહીં કેમ પણ મને એ વાત પર વિશ્વાસ નથી આવતો, દાદુ. એટલે કે, ઈઝાબેલ આન્ટી વિશ્વાસઘાતી હોઈ શકે પણ..." સૅમે કહ્યું."પણ? પણ શું સૅમ?" વ્યોમ રૉયે પૂછ્યું."તમે જ વિચારો દાદુ, જ્યારે મમ્મી પપ્પાની પૅરિસ આવવાની વાત કોને ખબર હતી?" સૅમે પ્રશ્ન કર્યો."કોઈને પણ નહીં. મને પણ નહોતી ખબર. આદિત્યએ મને પણ નહોતું જણાવ્યું. માત્ર પ્રોફેસર ...Read More