અમદાવાદના એચ એલ કોમર્સ કોલેજના કેમ્પસમાં વસંતના દિવસની હળવી ધૂપ, લીલાં ગાર્ડન અને ગુલાબના ફૂલોની સુગંધ બધું શાંત અને મીઠી લાગણી ભરતું હતું. સંદીપ એ ખૂણામાં, પોતાના નોટબુક અને પેન સાથે બેઠો, પાનું પર શબ્દો ખેંચતો રહ્યો. ક્યારેક કવિના હૃદયની ઊંડાઈમાંથી ઉકળતી લાગણીઓ પાનું પર ઉતરતી, ક્યારેક અનામી પ્રેમની ચુપ્પી ગાળવામાં જ રહી. હર સમય સંદીપ ની નજર એ એક જ વ્યક્તિ પર ઝુકેલી હતી અને તે હતી કામિની તેની સહપાઠી. તે પ્રથમ દિવસ થી જ કામિની ને મનોમન પસંદ કરવા લાગ્યો હતો. સંદીપ એક શરમાળ, ડરપોક અને ભણવામાં વ્યસ્ત છોકરો હતો, જે ક્યારેય પોતાના હૃદયની લાગણીઓને સીધા વ્યક્ત ન કરતો. કોલેજના ગાર્ડન, ક્લાસ, લાઇબ્રેરી તે માત્ર એ સ્થળો હતા જ્યાં સંદીપ કામિનીને દૂરથી જોઈ શકે.
સ્નેહની ઝલક - 1
એક મૌન નજરઅમદાવાદના એચ એલ કોમર્સ કોલેજના કેમ્પસમાં વસંતના દિવસની હળવી ધૂપ, લીલાં ગાર્ડન અને ગુલાબના ફૂલોની સુગંધ બધું અને મીઠી લાગણી ભરતું હતું. સંદીપ એ ખૂણામાં, પોતાના નોટબુક અને પેન સાથે બેઠો, પાનું પર શબ્દો ખેંચતો રહ્યો. ક્યારેક કવિના હૃદયની ઊંડાઈમાંથી ઉકળતી લાગણીઓ પાનું પર ઉતરતી, ક્યારેક અનામી પ્રેમની ચુપ્પી ગાળવામાં જ રહી.હર સમય સંદીપ ની નજર એ એક જ વ્યક્તિ પર ઝુકેલી હતી અને તે હતી કામિની તેની સહપાઠી. તે પ્રથમ દિવસ થી જ કામિની ને મનોમન પસંદ કરવા લાગ્યો હતો. સંદીપ એક શરમાળ, ડરપોક અને ભણવામાં વ્યસ્ત છોકરો હતો, જે ક્યારેય પોતાના હૃદયની લાગણીઓને સીધા વ્યક્ત ...Read More
સ્નેહની ઝલક - 2
લતા મંગેશકર અને રાજ સિંહ ડુંગરપુર ની અધૂરી પ્રેમકથા: સુર અને ક્રિકેટ ની અમર ગાથા1929ની સપ્ટેમ્બરની એક શાંત સવારે, સાંકડી ગલીમાં એક નાનકડી બાળકીનો જન્મ થયો—નામ પડ્યું લતા મંગેશકર. ઘરમાં સંગીતની મહેક ફેલાતી. પિતા દીનાનાથ મંગેશકર, મરાઠી રંગમંચના પ્રખ્યાત ગાયક અને નાટ્યકાર, તબલાની થાપ પર રાગ આલાપતા. માતા શેવંતી, ગુજરાતી ગૃહિણી, પોતાના પ્રેમથી પરિવારને જોડી રાખતી. લતા પાંચ ભાઈ-બહેનોમાં સૌથી મોટી હતી—ભાઈ હૃદયનાથ અને બહેનો આશા, ઉષા, મીના. નાનપણથી જ લતાને સંગીતનો રંગ ચડ્યો. પાંચ વર્ષની ઉંમરે, પિતાની પાછળ નાનકડા પગલાંઓથી સ્ટેજ પર ચડી, તે ગાતી—*“જય જગદીશ હરે”*ની ધૂનમાં તેનો અવાજ એટલો મધુર હતો કે લોકો ચોંકી ઊઠ્યા, “આ ...Read More
સ્નેહ ની ઝલક - 3
નંદિતા આજે ચાલીસ વર્ષની હતી. એની આંખોમાં અનુભવની શાંતિ ઝળકતી હતી, પરંતુ હૃદયમાં એક અધૂરી પીડા હજી પણ જીવંત એના ચાંદી જેવા વાળ પવનમાં લહેરાતા, જાણે જીવનની ઉદાસી અને આશા બંનેની વાર્તા કહેતા હોય. નંદિતાનું જીવન બહારથી સફળ લાગતું હતું—એક સારી નોકરી, આદરણીય સામાજિક સ્થાન, અને એક શાંત રૂટિન—પરંતુ એના હૃદયની એક ખાલી જગ્યા હજી પણ એને ડંખતી હતી. આ વાર્તા છે એના યુવાનીના પ્રેમની, એની નિરાશાની, અને એક નવી આશાની, જે એના જીવનમાં ચાંદનીની જેમ પ્રકાશ લઈને આવી.નંદિતાની યુવાની કોલેજના રંગીન દિવસોમાં ખીલી હતી. તે સમયે એ એક ઉજ્જવળ વિદ્યાર્થિની હતી, જેની આંખોમાં સપનાં અને હૃદયમાં ઉત્સાહ ભરેલો ...Read More
સ્નેહ ની ઝલક - 4
એક હતું રાજકોટ શહેર – ધૂળના ગોળા ઊડે, રિંગ રોડ પર ટ્રાફિકનો શોર હોય, અને યુવાનોના દિલમાં એક અજાણી શહેરના પશ્ચિમ છેડે રેસકોર્સ – નામ તો રેસકોર્સ છે, પણ ત્યાં ઘોડા નથી દોડતા. ઘોડા તો ઘણાં વર્ષો પહેલાં બંધ થઈ ગયા. હવે ત્યાં ફક્ત ખુલ્લું મેદાન છે, ચારે બાજુ લીલું ઘાસ, દૂર દૂર સુધી ફેલાયેલું આકાશ, અને સાંજે ચાયની ટપરી પર ચર્ચા થાય કે “આજે માર્કેટ કેવું રહ્યું?” પણ આ વાર્તાનું મેદાન નહોતું ઘોડાઓનું, એ હતું બે દિલોનું – રિયા અને અર્જુનનું.રિયા રાજકોટની જ. રેસકોર્સની બાજુમાં જ એનું ઘર બાલ્કનીમાંથી દેખાતું એ ખુલ્લું મેદાન, જ્યાં એ દર સાંજે ચા ...Read More
સ્નેહ ની ઝલક - 5
કોલેજ સમયેવિજયનું નામ સાંભળતાં જ લોકો કહેતા, “અરે, એ તો કવિ છે!” પણ વિજય પોતે હસતો અને કહેતો, “ના હું તો બસ શબ્દોનો ચાહક છું.” એની કલમમાં શબ્દો હંમેશા વહેતા, જાણે નદીનું પાણી. પણ એ પાણી કાગળ સુધી કદી પહોંચતું નહીં. દરરોજ સવારે ચા પીતાં પીતાં એ વિચારતો, “આજે તો લખીશ… એ બધી સુંદર પળો, જે જીવન એ મને આપી છે.” પણ ઓફિસનું બેગ ઊંચકીને નીકળી પડતો, અને રાતે ઘરે પાછો ફરતો ત્યારે થાકેલું શરીર અને મન બંને ઊંઘી જતા.વિજયનું ઘર શહેર ના એક શાંત વિસ્તારમાં હતું. નાનું, પણ હૂંફાળું. બારીમાંથી દેખાતું એક નાનું બગીચું, જ્યાં એની પત્ની પ્રિયા ...Read More
સ્નેહ ની ઝલક - 6
સલીમ અનારકલીથી કિશોર કુમાર સુધી મધુબાલાની અધૂરી પરંતુ અમર સફરબોમ્બેની વરસાદી સાંજ હતી, 1951ની. ફિલ્મ સિટીના સેટ પર વરસાદના ઝાપટા પડી રહ્યા હતા. લાઇટબૉય્સ ભીંજાતા હતા, કેમેરા કવરમાં છુપાયો હતો, અને દિગ્દર્શક બૂમો પાડી રહ્યા હતા. એ જ વખતે એક યુવાન છોકરી ચૂપચાપ ઊભી હતી, જેની આંખોમાં સમુદ્રની લહેરો રમતી હતી. તેનું નામ હતું મધુબાલા. અને તેની સામે એક ઝાડ નીચે ઊભા હતા ટ્રેજેડી કિંગ દિલીપ કુમાર જેમની આંખોમાં કંઈક એવું હતું જે કોઈ સ્ક્રિપ્ટમાં લખાયું નહોતું.દૂરથી રેડિયો પર ગીત વાગી રહ્યું હતું “સીને મેં સુલગતે હૈ અરમાન…” દિલીપે ધીમેથી ગણગણવા માંડ્યું. મધુબાલા હસી. “આ ગીત તો આપણી ફિલ્મ ...Read More
સ્નેહ ની ઝલક - 7
સ્વપ્ન અને હકીકત નો સામનો 1૧૯૮૦નું તે નિર્દોષ અને સોનેરી દાયકો. સોસાયટીના જૂના મકાનોમાં સાંજ પડતા દીવડા ઝળહળતા. એ સોસાયટીમાં સામસામાં ઘરોમાં રહેતા હતા અર્પિત અને રુદ્રા બાળપણથી એકબીજાને જોવા વાળા, પણ હૃદયની અંદર ક્યાંક કોઈ અજાણ્યો નરમ રંગ ધીમે ધીમે ચઢતો હતો.તે સમયમાં છોકરીઓ ફુલકાઝળી અને સોળ સોમવાર એવા અનેક વ્રતો કરતી, અને ત્યારે સોસાયટીમાં રાત્રે જાગરણનો રંગ જ આગવો રહેતો હતો. શાંત ચાંદનીમાં છોકરીઓ તથા છોકરા ઓ તેમજ સોસાયટી ની અમુક સ્ત્રી ઓ ના ગીતો અંતાક્ષરી માં ગુંજતા અને બાળકોની તથા તેમાં જોડાતા અમુક મોટા લોકો ની રમતોમાં હાસ્યની છાંટા છૂટતી.એ જ રમતોમાં આગવી રમત એટલે સાત ...Read More
સ્નેહ ની ઝલક - 8
સ્વપ્ન અને હકીકત નો સામનો 2અર્પિત અને રુદ્રાનો પ્રેમ કોઈ ફિલ્મી ગાજવીજથી ભરેલો નહોતો; તે બે લોકોની શાંતિપૂર્ણ સમજણમાંથી સંબંધ હતો.બન્ને ભણવામાં તેજસ્વી — અર્પિતે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી માસ્ટર શરૂ કર્યું અને UPSC ની તૈયારી પણ આગળ વધારી રહ્યો હતો.રૂદ્રા પણ પોતાના અભ્યાસમાં એ જ ઉત્સાહથી આગળ વધી, અને ગ્રેજ્યુએશન સુધી પહોંચી.બંધ બારણાં પાછળની ઘણી કાળજી છતાં, એક દિવસ વાત તેમના ઘરના કાન સુધી પહોંચી ગઈ.જબ્બર ધબકારા ભરેલી એક સાંજે રૂદ્રાએ અચાનક અર્પિતને કહ્યું:“અપણે કેટલું પણ ધ્યાન રાખ્યું, હવે પપ્પા ને બધી ખબર પડી ગઈ છે… અને તેઓ મારા માટે છોકરા જોવા લાગ્યા છે. મારી અને મોટી બહેન ...Read More
સ્નેહ ની ઝલક - 9
શ્વાસ માટેનો સંઘર્ષઅશોકભાઈ અને મનીષાબેનનું જીવન બહારથી નિરાંતે ભરેલું લાગતું હતું. પોતાના મકાનમાં વર્ષો સુધી તેઓએ પુત્ર–પુત્રી સાથે સુખપૂર્વક કર્યો હતો. પુત્રીનું લગ્ન થઈ ગયું હતું, પુત્ર અભ્યાસ માટે બીજા શહેરમાં રહેવા જતો રહ્યો હતો. હવે ઘરમાં માત્ર દંપતી જ રહેતા હતા.એક સાંજ મનીષાબેન બોલ્યાં:“અશોક, હવે આ મકાન રાખીને શું કરવાનું? સીડીઓ ચઢવું–ઉતરવું ભારે પડી જાય છે. એક સુંદર ફ્લેટ હોય, એક જ માળમાં બધું હોય તો કેવું સારું લાગે!”અશોકભાઈએ થોડી વેળા ચૂપ રહીને કહ્યું:“આ ઘર સાથે કેટલી યાદો છે મનીષા… પરંતુ તારી વાત સાચી છે. ચાલ ફ્લેટ જોવાનું શરૂ કરીએ.”સ્વપ્નનું ઘરશહેરના મધ્યમાં એક જૂનું એપાર્ટમેન્ટ હતું. ત્રીજા માળે ...Read More
સ્નેહ ની ઝલક - 10
દોસ્તી – લાગણી અને મર્યાદા વચ્ચે વહેતી એક વાર્તાશાળાની સવાર હંમેશાં થોડી અવ્યવસ્થિત હોય છે. ઘંટ વાગે તે પહેલાં મેદાન અવાજોથી ભરાઈ જાય. કોઈ દોડે છે, કોઈ હસે છે, કોઈ છેલ્લી ક્ષણે ક્લાસ શોધે છે. એ ભીડમાં આર્યન હંમેશાં શાંત દેખાતો. તે બહુ બોલતો નહોતો, પણ બધું ઊંડાણથી જોતા શીખ્યો હતો. એને લાગતું કે ભીડમાં રહેવું સહેલું છે, પણ કોઈ એક સાથે સાચું રહેવું બહુ મુશ્કેલ છે.એ જ ક્લાસમાં નૈના હતી. આત્મવિશ્વાસભરી, પોતાની વાત સ્પષ્ટ રીતે કહેતી, અને આંખોમાં અજાણ્યા સપનાઓ રાખતી. તે સૌ સાથે સ્નેહથી વર્તતી, પણ પોતાની અંદરની નાજુક દુનિયા સુધી દરેકને પ્રવેશ ન આપતી. બંને એકબીજાને ...Read More
સ્નેહ ની ઝલક - 11
પરિવાર એટલે સંપૂર્ણ બ્રહ્માંડશહેરના જૂના ભાગમાં આવેલી એ સંકડી ગલીમાં એક નાનકડું મકાન હતું. મકાન શું, બસ બે રૂમ, જૂની ખુરશી, કાચા રંગની દીવાલો અને છતમાંથી ટપકતી બૂંદો. વરસાદ પડે ત્યારે ઘરની અંદર પણ છત્રી ખોલવાની ફરજ પડે એવી હાલત. છતાં, એ ઘરમાં એક એવી ગરમી હતી, જે મોટા બંગલામાં પણ ભાગ્યે જ મળે.રમેશ એ મકાનનો આધારસ્તંભ હતો. દિવસના બારથી ચૌદ કલાક મજૂરી, ક્યારેક બાંધકામ પર, તો ક્યારેક ટ્રકમાંથી માલ ઉતારતો. હાથમાં પડેલા કાઠાં, પગમાં સતત દુખાવો પણ ચહેરા પર કદી ફરિયાદ નહીં. એ જાણતો હતો કે એની થાકેલી આંખો પાછળ એક પરિવાર રાહ જોઈ રહ્યો છે.સીતાબેન, એની પત્ની, ...Read More
સ્નેહ ની ઝલક - 12
⭐ રાજેશ ખન્ના : પ્રેમ, પ્રતિષ્ઠા અને પડછાયાજતિન ખન્ના જ્યારે મુંબઈના નાના નાટ્યમંચ પર ઊભો રહીને પોતાના સંઘર્ષને શાંતિથી કરતો હતો, ત્યારે તેને કદાચ ખબર પણ નહીં હોય કે આવનારા સમયમાં તેનું પ્રેમજીવન તેની કારકિર્દી જેટલી જ ચર્ચિત અને વિવાદાસ્પદ બનશે. આ કહાણી માત્ર એક સુપરસ્ટારની નથી, પરંતુ એક એવા માણસની છે, જે પ્રેમમાં અતિ સંવેદનશીલ હતો, સફળતામાં અહંકારથી ઘેરાઈ ગયો અને અંતે એકાંતમાં ડૂબતો ગયો. અંજુ મહેન્દ્રુ અને ડિમ્પલ કપાડિયા બંને અલગ સ્વભાવ, અલગ સપના અને અલગ જીવનદૃષ્ટિ ધરાવતી સ્ત્રીઓ હતી. અને વચ્ચે હતો રાજેશ ખન્ના જેને દુનિયાએ ‘કાકા’ તરીકે પૂજ્યો, જેના ગીતોએ પ્રેમને અવાજ આપ્યો, પરંતુ જેણે ...Read More
સ્નેહ ની ઝલક - 13
શહેરની ભીડમાં ઘણી વાર માણસ સૌથી વધુ એકલો હોય છે. રસ્તાઓ પર લોકોની કતારો, બસમાં દબાણ, ઓફિસો માં હસતી ઓ બધું હોવા છતાં અંદર ક્યાંક એક ખાલીપો રહે છે. આ ખાલીપો કોઈ શોરથી ભરાતો નથી, તેને તો માત્ર એક સાચી આત્માની શાંતિ જોઈએ.આકાશ એ ખાલીપામાં જીવતો હતો.તે કોઈ ઉદાસ વ્યક્તિ નહોતો. લોકો તેને સ્માર્ટ, સફળ અને સ્થિર માનતા. મોટી કંપનીમાં સિનિયર મેનેજર, સારી આવક, પોતાનું ઘર, કાર, મિત્રવર્તુળ બધું હતું. છતાં દર રાતે જ્યારે તે બારીમાંથી બહાર જોતા, ત્યારે કોઈ અદૃશ્ય તરસ અંદરથી તેને કચોટતી. જાણે હૃદય કંઈક એવું શોધી રહ્યું હોય જે શબ્દોમાં કહી શકાય નહીં.તેને લાગતું આ ...Read More
સ્નેહ ની ઝલક - 14
જ્યારે પ્રેમ પથદર્શક બનેરાત ફરી એકવાર મારી બારી સુધી આવી હતી. શહેર ઊંઘતું હતું, પરંતુ મારી અંદર એક અજાણી જાગતી હતી. ટેબલ પર પડેલી ડાયરી ખુલ્લી હતી, પાનાં પર અડધા લખાયેલા વાક્યો હતા, જાણે કોઈ મારી આત્માને ધીમે ધીમે કાગળ પર ઉતારી રહ્યો હોય.મીરાએ પાછળથી મને જોયો. તેના વાળ ખભા પર ફેલાયેલા હતા, અને આંખોમાં એવો સ્નેહ હતો જે શબ્દોમાં આવતો નથી. તે મારી પત્ની હતી, પરંતુ હજી પણ મારા માટે મારી પહેલો પ્રેમ.તે ધીમેથી બોલી,“તું દરરોજ લખે છે… પણ ક્યારેય મને કહ્યું નથી કે કોના માટે?”હું કલમ રોકી દીધી. આવા સવાલનો જવાબ શબ્દોમાં મૂકવો સહેલું નથી. છતાં મેં ...Read More
સ્નેહ ની ઝલક - 15
છાયાઓની પાછળનો સૂર્યશહેરના સૌથી મોટા ફેમિલી કોર્ટમાં તે દિવસ અસામાન્ય ભીડ હતી.માત્ર એક છૂટાછેડાની સુનાવણી નહોતી, પણ એક માણસની જાહેર વિઘટન થવાનો હતો.“મારા પતિ સંપૂર્ણ પુરુષ નથી, માનનીય જજ સાહેબ!એ મને કદી માતૃત્વ આપવાનો લાયક નથી!”કેવલ આ શબ્દો નહીં, પણ તે શબ્દોમાં છુપાયેલ અપમાન, તિરસ્કાર અને વર્ષોનું દબાયેલું ગુસ્સો – બધું મળીને અદિત્યના હૃદયમાં વીજળીની જેમ વાગ્યું.તે શાંત ઊભો હતો.હૃદયમાં વાવાઝોડું, ચહેરા પર ખાલી શાંતિ.સામે ઉભેલી સ્ત્રી રીવા જે માટે તેણે આખી દુનિયા સામે લડાઈ લડી હતી, આજે તે જ તેની સૌથી મોટી આરોપી બની હતી.અદિત્ય અને રીવાની કહાની કોઈ ફિલ્મ જેવી હતી.બે અલગ દુનિયાઓમાંથી આવેલા બે મન.અદિત્ય એક ...Read More
સ્નેહ ની ઝલક - 16
રાજકોટનું એ ઉષ્ણ અને જીવંત શહેર… અને એ શહેરમાં પારસ સોસાયટીની એક શાંત ગલી. સવાર પડતાં જ ચકલીનો કલરવ, બાળકોની ધમાલ અને સાંજે ઘરોની બારીઓમાંથી આવતો ચા નો સુગંધિત વાસ. એ જ ગલીમાં બે નાનકડાં પગલાં રોજ સાથે દોડતાં પંકજ શાહ અને માલતી દવે.પારસ સોસાયટીમાં બધા એકબીજાને ઓળખતા. કોઈના ઘરે તહેવાર હોય તો આખી સોસાયટી ખુશી મનાવતી. એ જ માહોલમાં પંકજ અને માલતીનું બાળપણ ખીલી ઊઠ્યું. સ્કૂલમાંથી પાછા આવ્યા પછી બેગ ફેંકી દેતા અને સીધા ગલીમાં મળી જતા. ક્યારેક સાતપથ્થર રમતા, ક્યારેક લુકાછુપી, તો ક્યારેક માટીમાં નાનું ઘર બનાવી “આપણું ઘર” કહીને હસતા.એક દિવસ વરસાદ પડ્યો હતો. પારસ સોસાયટીની ...Read More
સ્નેહ ની ઝલક - 17
અંદર રહી ગયેલી તુંસહજને હંમેશાં લાગતું હતું કે તેની જિંદગી ગોઠવાયેલી છે. બધું યોગ્ય જગ્યાએ છે કામ, મિત્રો, જવાબદારીઓ, બહારથી જોનારને તે સ્થિર અને સમજદાર માણસ લાગતો. પરંતુ અંદર એક ખાલી જગ્યા હતી, જેનું કારણ તેને સમજાતું નહોતું. કોઈ ખાસ દુઃખ નહોતું, છતાં કંઈક ઉણપ હતી. જાણે જીવનની ધૂન ચાલી રહી હોય, પણ એક સૂર ગાયબ હોય.સવારની ચા સાથે બારી પાસે ઉભો રહીને સહજ ઘણી વાર વિચારતો શું આ જ બધું છે? દિવસો પસાર થતા, કામ પૂર્ણ થતા, લોકો મળતા, હાસ્ય પણ થતું… છતાં રાત્રે એક અજાણું મૌન તેને ઘેરી લેતું.પછી એક દિવસ તે વરસાદ પછીની સાંજ આવી.પુસ્તકાલયના ખૂણે ...Read More
સ્નેહ ની ઝલક - 18
મારી દુનિયાવરસાદ પછીની એક મીઠી સાંજ હતી. અમદાવાદની ગલીઓ ભીની હતી અને દીવાઓની રોશની પાણીમાં ઝળહળી રહી હતી. સહજ ના લાકડાના બારણાં ધીમેથી ખૂલ્યા. અંદર શાંતિ હતી, જૂના પુસ્તકોની સુગંધ અને પાનાંઓની સરસરાટ વચ્ચે એક અનોખી શાંતિ છવાઈ હતી.આરવ હંમેશાની જેમ કવિતાની શેલ્ફ સામે ઊભો હતો. એનો સ્વભાવ જ એવો હતો કે લોકો કરતાં શબ્દો સાથે વધારે નજીક હતો. જીવનમાં બધું હતું, સારો વ્યવસાય, ઓળખાણ, મિત્રો, પરંતુ અંદર ક્યાંક એક ખાલીપો હતો. જાણે હૃદય કોઈ અજાણી રાહ જોઈ રહ્યું હોય.બારણું ફરી ખૂલ્યું.પવન સાથે સફેદ દુપટ્ટો અંદર સરક્યો. આરવે નજર ઉઠાવી અને એ ક્ષણે સમય ધીમો થઈ ગયો.એ હતી મિરા.ભીના ...Read More
સ્નેહ ની ઝલક - 19
આજના સોશિયલ મીડિયા ના યુગમાં આપણે હજારો લોકો સાથે જોડાયેલા હોઈએ છીએ. દરેક પોસ્ટ પર ‘લાઈક’, દરેક સ્ટોરી પર બધું ખૂબ સામાન્ય બની ગયું છે. પરંતુ ક્યારેક એ સામાન્ય લાગતી વસ્તુઓની પાછળ અસામાન્ય લાગણીઓ છુપાયેલી હોય છે.અનુરાગ રોજ સોશિયલ મીડિયા પર સક્રિય રહેતો. લખવાનું તેને બહુ ગમતું ક્યારેક જીવન વિશે, ક્યારેક સંબંધો વિશે, તો ક્યારેક પોતાના મનના વિચારો શબ્દોમાં ઉતારતો. લોકો તેની પોસ્ટ વાંચતા, વખાણતા અને આગળ વધતા.પરંતુ એક નામ એવું હતું, જે હંમેશા દેખાતું દરેક પોસ્ટ પર ‘લાઈક’, દરેક સ્ટોરી પર હાજરી પરંતુ ક્યારેય એક શબ્દની કોમેન્ટ નહીં.અનુરાગે ઘણીવાર ધ્યાન આપ્યું, પણ ક્યારેય ખાસ વિચાર્યું નહીં.એક દિવસ અચાનક ...Read More
સ્નેહ ની ઝલક - 20
"તું જ મારી દુનિયા"અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં એક સામાન્ય પરિવારમાં અર્જુન પટેલ રહેતો હતો. વય ૨૮ વર્ષ. એક માધ્યમ વર્ગની સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતો. સવારે ઑફિસ, સાંજે ઘરે આવીને માતા-પિતા સાથે વાતો, અને રાતે લેપટોપ પર કામ. જીવન એક નિયમિત લાઈન જેવું કોઈ વળાંક નહીં, કોઈ રંગ નહીં. માતા વારંવાર કહેતી, "બેટા, હવે કોઈ સારી છોકરી જોઈ લે. સમાજમાં પૂછપરછ થાય છે." અર્જુન હસીને ટાળી દેતો. તેને લાગતું કે પ્રેમ એ તો કવિતાઓમાં જ હોય છે.એક સવારે, ઑફિસ જતાં રસ્તે તે એક કોલેજની સામે આવ્યો. ત્યાંથી વિદ્યાર્થીઓ બહાર નીકળતા હતા. અર્જુનની નજર અચાનક એક યુવતી પર અટકી ગઈ. સાદી ...Read More
સ્નેહ ની ઝલક - 21
અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલું વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. જેને અમે અમદાવાદીઓ આજે પણ પટેલ સ્ટેડિયમ જ કહીએ છીએ. હાલ માં 1,32,000ની ક્ષમતા સાથેનું આ મેદાન જ્યારે ફ્લડલાઇટ્સ પ્રગટે છે, ત્યારે આખા શહેરનું ધ્યાન ખેંચી લે છે. અહીં ગુજરાત ક્રિકેટની ઘરેલુ મેચો, આઈપીએલ અને આંતરરાષ્ટ્રીય મેચો રમાય છે.એક તેજસ્વી સાંજે, ગુજરાત અને રાજસ્થાન વચ્ચે એક મહત્વની લિસ્ટ-એ મેચ રમાઈ રહી હતી. સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું હતું. ગુજરાતનો યુવા બેટ્સમેન અર્જુન પટેલ આ મેચમાં રાઈઝિંગ સ્ટાર તરીકે ચર્ચામાં હતો. વીસ વર્ષનો અર્જુન કાલુપુર વિસ્તારમાં રહેતો હતો. તેના પિતા રામેશ્વર પટેલ નાની કપડાની દુકાન ચલાવતા. અર્જુન દિવસે ...Read More
સ્નેહ ની ઝલક - 22
અમદાવાદના એક સાદા અને સામાન્ય વિસ્તારમાં – જ્યાં રસ્તાઓ સાંકડા હોય, ઘરો નાના-નાના હોય અને લોકોના સપનાઓ મોટા હોય સુનિલ અને નેહાનું નાનકડું ઘર હતું. આ વિસ્તારનું નામ હતું નારણપુરા. અહીં સવારે ચા-નાસ્તાની ગંધ, બાળકોના રમતના અવાજ અને સાંજે મંદિરની ઘંટડીનો અવાજ એકસાથે ગુંજતો. ઘર મોટું નહોતું માત્ર બે નાના રૂમ, એક નાની કિચન જેમાં બે જ વ્યક્તિ ભાગ્યે જ ઊભા રહી શકે અને એક નાની બાલ્કની જ્યાંથી આસપાસના ઘરોની છતો અને આકાશ દેખાતું. છત પર કેટલીક ટાઇલ્સ તૂટેલી હતી, દિવાલો પર સમયના નિશાન અને ભીનાશના ડાઘ હતા. પણ આ ઘરમાં પ્રેમ એટલો ભરપૂર હતો કે ક્યારેક તેમને લાગતું ...Read More
સ્નેહ ની ઝલક - 23
અમદાવાદના એક શાંત વિસ્તારમાં, સાબરમતી નદીના કિનારે જ્યાં સવારે પવન હળવે હળવે વાતો કરતો હોય, ત્યાં રહેતી હતી નીરા. ૨૮ વર્ષની, સરકારી ઑફિસમાં અકાઉન્ટન્ટ તરીકે કામ કરતી. તેના ચહેરા પર હંમેશા એક હળવી મુસ્કાન હોય, પણ આંખોમાં એક અજાણ્યો દુઃખ છુપાયેલો રહેતો. નીરાના પિતા એક વર્ષ પહેલાં જ ગુજરી ગયા હતા. માતા અને નાની બહેન અનુ સાથે તે જીવતી હતી. પિતાના મૃત્યુ પછી ઘરની બધી જવાબદારીઓ તેના ખભા પર આવી ગઈ હતી.નીરાનો પ્રેમ હતો હર્ષ સાથે. હર્ષ તેનો કોલેજનો સાથી હતો. કોલેજના છેલ્લા વર્ષમાં બંનેએ એકબીજાને પ્રેમ કરવાનું શરૂ કર્યું હતું. હર્ષ એક સાદો, સપનાં જોનારો છોકરો હતો. તે ...Read More
સ્નેહ ની ઝલક - 24
શહેરના વ્યસ્ત માર્ગો વચ્ચે આકાશને અડતી ઊંચી ઈમારતોની વચ્ચે “નીતિન ઇન્ડસ્ટ્રીઝ”નું ભવ્ય મુખ્યાલય ગૌરવથી ઊભું હતું.આ ઈમારતની ઊંચાઈ અને ચમકદાર કાચની દીવાલો શહેરના આકાશને જાણે અડીને ઊભી હોય તેમ લાગતું. અંદરથી તેના હોલમાં દરેક કર્મચારીઓની ચાલમાં એક અલગ જ ઉત્સાહ અને વ્યવસ્થા દેખાતી. આ સામ્રાજ્યના સ્થાપક હતા નીતિનભાઈ એવા ઉદ્યોગપતિ જેમણે પોતાના જીવનની શરૂઆત એક નાનકડા ગામડામાંથી કરી હતી.તેઓ બાળપણમાં પિતાના નાના કારખાનામાં મદદ કરતા અને રાત્રે અભ્યાસ કરતા. મહેનત, શિસ્ત અને દૂરંદેશીથી તેમણે અબજો રૂપિયાનું સામ્રાજ્ય ઉભું કર્યું હતું. તેમની કંપની આજે ટેક્સટાઈલ, રિયલ એસ્ટેટ અને ફાર્મા સેક્ટરમાં અગ્રેસર હતી.નીતિનભાઈ માટે સફળતા માત્ર પૈસા સુધી મર્યાદિત નહોતી. તેઓ ...Read More
સ્નેહ ની ઝલક - 25
અડગ વિશ્વાસ ની અજોડ જીતશહેરના એક શાંત અને સામાન્ય મધ્યમ વર્ગીય વિસ્તારમાં જનકભાઈનું ઘર હતું. મોટું તો ન હતું, એ ઘરમાં શાંતિ હતી, સંતોષ હતો અને સૌથી વધુ રામકૃષ્ણમયી સુગંધ હતી. જનકભાઈનું જીવન જાણે એક ચાલતું ધ્યાન હતું. સવાર પડે એટલે આંખ ખોલતાં પહેલાં જ રામકૃષ્ણ દેવનું નામ હૃદયમાં ગુંજતું, અને સાંજ પડે એટલે દુનિયાના બધા થાક, તણાવ અને દુનિયા ના કાવાદાવા થી દૂર તેઓ રામકૃષ્ણ મિશનમાં ધ્યાનમાં બેસી જતા.જનકભાઈ કહેતા,“દુનિયા તો દરિયો છે દીકરી, તરતા આવડવું જોઈએ, પણ લહેરો પર વિશ્વાસ રાખવો નહીં. વિશ્વાસ રાખવો હોય તો રામકૃષ્ણ પર રાખજે.”એ જ સંસ્કારોમાં ઉછરી હતી પ્રીતિ એ જનકભાઈની સહુથી ...Read More
સ્નેહ ની ઝલક - 26
અડગ વિશ્વાસ ની અજોડ જીતલોકલ ડોક્ટર પાસેથી નિરાશાજનક જવાબ મળ્યા પછી ઘરનું વાતાવરણ ભારે બની ગયું હતું. દીવાલો પણ મૌન થઈ ગઈ હતી. મયુર ખિડકી પાસે ઊભો રહીને દૂર આકાશ જોઈ રહ્યો હતો એ આકાશ જે ક્યારેક અનંત શક્યતાઓથી ભરેલું લાગતું હતું, આજે અજાણ્યા પ્રશ્નોથી ઢંકાયેલું લાગતું હતું.પ્રીતિએ અંદરથી આંચકો અનુભવ્યો હતો, પરંતુ એણે પોતાના ચહેરા પર ભયને આવવા દીધો નહીં. રાત્રે જ્યારે બધા સૂઈ ગયા, ત્યારે તે શાંતિથી ઠાકુરની તસવીર આગળ બેસી રહી. આંખોમાંથી આંસુ વહતા હતા, પણ હોઠ પર એક જ વાક્ય“રામકૃષ્ણ દેવ જો તમારી ઇચ્છા હશે તો હું સુહાગન રહીશ. મારો વિશ્વાસ તૂટવા ન દેજે.”બીજા દિવસે ...Read More
સ્નેહ ની ઝલક - 27
રાજકોટના રેસકોર્સ વિસ્તારની એ જૂની સોસાયટી હવે શહેરની નવી ચમક સામે થોડી ઝાંખી પડી ગઈ હતી, પણ એની ગલીઓમાં પણ જૂના દિવસોની સુગંધ વસતી હતી. સાંજ પડે એટલે ઓટલાં પર લોકો બેઠા રહે, ચા સાથે રાજકારણથી લઈને ક્રિકેટ સુધીની ચર્ચા ચાલે, બાળકો ગલીઓમાં દોડતા રહે અને દરેક ઘરની બારીમાંથી કોઈને કોઈ ઓળખીતો અવાજ આવે આ સોસાયટીમાં લોકો ફક્ત પડોશી નહોતા, એકબીજાના જીવનનો હિસ્સો હતા.બી-૭ અને બી-૮ — બાજુબાજુનાં બે ઘર. વચ્ચે માત્ર એક સાંકડી ભીંત, જે પર વરસો પહેલાં ચડાવેલો લીલો રંગ હવે ખસી ગયો હતો. પણ એ ભીંત ક્યારેય બે ઘરો વચ્ચે આવી નહોતી. બન્ને ઘરના દરવાજા જાણે ...Read More
સ્નેહ ની ઝલક - 28
“અદૃશ્ય સંબંધ”રાજકોટ શહેરની રાત્રિઓમાં એક અલગ જ શાંતિ હતી. દિવસભર ગાડીઓના હોર્ન, લોકોની ભાગદોડ અને બજારોની ભીડથી ધમધમતું શહેર, જાણે પોતાની થાકેલી આત્માને શાંતિ આપતું હોય એમ શાંત થઈ જતું. પરંતુ એ શાંતિની અંદર પણ અનેક અવાજો દટાયેલા હતા. અધૂરા સપનાઓના, તૂટેલા સંબંધોના, અને એવા રહસ્યોના જેને કોઈ ખુલ્લેઆમ બોલતું ન હતું.આ જ શહેરમાં રહેતી હતી “કાવ્યા” એક જાણીતી લેખિકા અને સાઇકલોજિસ્ટ. લોકો એને માત્ર લેખિકા માને, પરંતુ ખરેખર એ માનવ મનને વાંચવાની અનોખી શક્તિ ધરાવતી હતી. એના લેખોમાં પ્રેમ હતો, મિત્રતા હતી, અને જીવનના ગૂંચવાયેલા પ્રશ્નોના જવાબ પણ હતા. ઘણા લોકો એને માત્ર શબ્દોની જાદુગરણી કહેતા.પરંતુ કાવ્યાના પોતાના ...Read More
સ્નેહ ની ઝલક - 29
પ્રેમની ડોઝઅમદાવાદની વિખ્યાત અમદાવાદ સિટી હાર્ટ હોસ્પિટલમાં ડો. સૂરજ શર્મા હાર્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા હતા. તેમની સારવારથી અનેક દર્દીઓના બચ્યા હતા, પરંતુ તેમનું પોતાનું હૃદય પાંચ વર્ષથી ખાલી અને સૂનું પડ્યું હતું. તેમની પત્નીના અચાનક અવસાન પછી સૂરજે પ્રેમને પોતાના જીવનમાંથી સંપૂર્ણપણે કાઢી નાખ્યો હતો. તેઓ કહેતા, “પ્રેમ એ માત્ર એક અસ્થાયી લાગણી છે, જે અંતે દુઃખ જ આપે છે.”એક તોફાની વરસાદી સાંજે ઇમર્જન્સી વોર્ડમાં એક યુવતીને લાવવામાં આવી. તેનું નામ ચાંદની હતું એક પ્રસિદ્ધ ફેશન ડિઝાઇનર. તેનું હૃદય અસાધારણ રીતે ઝડપથી ધબકી રહ્યું હતું. તેની આંખોમાં આંસુ અને ચહેરા પર દુઃખની લીલી છાયા હતી. તાજેતરમાં જ તેના પ્રેમીએ ...Read More