બેઇન્તેહા : નફરત અને પ્રેમ

(25)
  • 434
  • 0
  • 40.5k

આર્ટ એન્ડ આર્કિટેક્ચર કંપનીમાં આજે સવારથી બધા એમ્પ્લોયની ભાગદોડ ચાલુ હતી, કારણ કે જે ક્લાયન્ટ ૧૪ દિવસ બાદ આવવાના હતા, તે અચાનક સોમવારે આવી જવાથી બધા એમ્પ્લોય પોત પોતાના કામ પર લાગી ગયા હતા. ગઈકાલ, શનિવારની રાત્રે ૧૦:૦૦ વાગે. ફોનની રીંગ વાગી રહી હતી. બે થી ત્રણ રિંગ થઈ, મીરા ફ્રેશ થવા ગઈ હતી. બહાર આવીને તેણે ફોન જોયો, રાહિલના બે મિસ્ડકૉલ અને ઝોયાનો એક મિસ્ડકૉલ આવી ગયો હતો. મીરાએ રાહીલને કૉલ કર્યો, હેલ્લો. રાહિલએ હેલ્લોનો જવાબ દીધા વગર કહ્યું, હેલ્લ

1

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 1

આર્ટ એન્ડ આર્કિટેક્ચર કંપનીમાં આજે સવારથી બધા એમ્પ્લોયની ભાગદોડ ચાલુ હતી, કારણ કે જે ક્લાયન્ટ ૧૪ દિવસ બાદ આવવાના તે અચાનક સોમવારે આવી જવાથી બધા એમ્પ્લોય પોત પોતાના કામ પર લાગી ગયા હતા. ગઈકાલ, શનિવારની રાત્રે ૧૦:૦૦ વાગે. ફોનની રીંગ વાગી રહી હતી. બે થી ત્રણ રિંગ થઈ, મીરા ફ્રેશ થવા ગઈ હતી. બહાર આવીને તેણે ફોન જોયો, રાહિલના બે મિસ્ડકૉલ અને ઝોયાનો એક મિસ્ડકૉલ આવી ગયો હતો. મીરાએ રાહીલને કૉલ કર્યો, હેલ્લો. રાહિલએ હેલ્લોનો જવાબ દીધા વગર કહ્યું, હેલ્લો બેલ્લો છોડ તું, તને કંઈ ખબર ...Read More

2

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 2

મીરા બીજા બધા એમ્પ્લોય પાસે ગઈ અને કહ્યું, તમે લોકો હવે જઈ શકો છો, હવે કામ પૂરું થવા જ છે. હેલો ગર્લ્સ ક્યાં પહોંચ્યું કામ? રાહીલએ આવીને ઝોયા અને મીરાને પૂછ્યું. કંઈ નહીં હું બસ પ્રેઝન્ટેશન રેડી કરું છું. ઝોયાએ જવાબ આપ્યો. અને હું હોટેલનો ડેમો રેડી કરું છું. મીરાએ કહ્યું. તો હું કોને હેલ્પ કરવા લાગુ? રાહીલએ બંને સામે જોઈને કહ્યું. તો ઝોયાએ માસુમ ફેસ કરીને રાહીલ સામે જોયું,જાણે કેહતી ન હોય કે પ્લીઝ મારી હેલ્પ કર. એનું માસુમ ફેસ જોઇને મીરા અને રાહીલ બંને હસી પડ્યા. ...Read More

3

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 3

મીરાએ માસૂમ ફેસ કરીને પહેલી વાર પેલા વ્યક્તિને જોયો અને બસ તે વ્યક્તિમાં જ ખોવાઈ ગઈ..... તે વ્યક્તિએ બ્લેક ફોર્મલ પેન્ટ અને વાઈટ શર્ટ પહેર્યો હતો.... તેના ચહેરા પર એકદમ પરફેક્ટ ટ્રીમ કરેલી બિર્યેડ હતી.... તેના વાળ ક્લાસિક ટાઈમલેસ હેરસ્ટાઇલ જેવા કટ કરેલા હતા..... જીમથી કરેલું મજબૂત શરીર હતું, તેના સફેદ શર્ટ માંથી તેના મજબૂત બાંધા દેખાતા હતા. તેની હન્ટર આંખો જોઈને મીરાના શરીરમાંથી વીજળી પસાર થઈ ગઈ.... ચહેરા પર એક અલગ જ ખુમારી હતી, મીરા તે વ્યક્તિને જ એકટસ જોઈ રહી હતી. મીરા માથું હલાવીને મનમાં, આમ શું જોવે છે પાગલ છોકરી, ...Read More

4

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 4

મીરાએ ઢગલો મિસ્ડકૉલ જોયા રાહીલ અને ઝોયાના, તેને થોડી વાર તો મગજમાં તમ્મર ચડી ગયા, તે લમણે હાથ દઈને ગઈ. ત્યાં જ પાછોરાહીલનો ફોન આવ્યો, મીરાએ ફટાફટ કૉલ ઉપાડ્યો. અહીંયા રાહીલના જીવમાં જીવ આવ્યો. હેલો મીરા તું ક્યાં છો અને પહોંચે છે કે નહીં ઓફિસે? તને ખબર છે ને ક્લાઈન્ટ ૯:૩૦ આવે છે, તું જલ્દી આવ ઓફિસે. રાહીલ એક જ શ્વાસમાં બોલ્યો. મીરાએ જવાબ આપ્યો,હા હું બસ આવું જ છું, બસ દસ મિનિટ. હા તું જલ્દી આવ. અહીંયા મીરા ફટાફટ બેડ ઉપરથી ઉભી થઈ અને કપડાં હાથમાં ...Read More

5

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 5

રાહીલએ સવાલ પૂછ્યો મિ.રાઠોડને અને મીરા મનમાં બોલી, આ ચાંપલાને શું પૂછવાની જરૂર છે...આ ડીલ તો નક્કી ગઈ હાથમાંથી. મિસ્ટર રાઠોડએ કહ્યું, તેમાં એવું થયું કે હું કાર ડ્રાઇવ કરી રહ્યો હતો. અંધારું પણ ઘણું હતું અને એક છોકરી રોડ પર ચાલી રહી હતી, તેને જોતા જ મે બ્રેક લગાડી પણ તે છોકરીને થોડી ઠોકર લાગી ગઈ, તેના હાથમાં થોડી ઇજા થઇ. જેના લીધે મને પોહચતા લેટ થયું, છેલ્લું વાક્ય તેમણે મીરાને જોઈને કહ્યું. પણ સર ભૂલ પેલી છોકરીની જ કહેવાય, જે રોડની વચોવચ ચાલી રહી હતી. ફરીવાર રાહીલ બોલ્યો મીરાને ...Read More

6

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 6

મિસ્ટર રાઠોડ મીરાને ધમકી આપીને પોતાનો કોર્ટ એટિટ્યૂડમાં સરખો કરીને નીકળી ગયા. મીરા બસ મિસ્ટર રાઠોડને જોઈ રહી, તે ઊંડા શ્વાસ લેવા લાગી અને પોતાના મનને કહી રહી હતી, મીરા ખરેખર તું એક બેવકુફ છોકરી છે. તારે શું જરૂર હતી તેની સાથે લડવાની, તારી લીધે તેની ડીલ કેન્સલ થઈ... તે આ શું કર્યું. તે જેમ કહીને ગયો છે એમ લાગે છે કે થોડા ટાઈમમાં તારા દિવસો ખતમ. પાછી પોતાના મનને સમજાવી પણ રહી હતી કે કંઈ નહીં મીરા, અગર ડીલ થઈ તો પણ પ્રોજેક્ટ કમ્પ્લીટ કરીને તો તને એ ડેવિલથી છુટકારો ...Read More

7

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 7

બૉસ તેને આપણે બિઝનેસમાં હરાવી દેશું, પણ તે તેના મનથી કોઈ દિવસ નહિ હારશે, એ કંઈક વધારે જ મક્કમ રોયએ કહ્યું. રોય મે તને તેની તારીફ કરવાનું નથી કહ્યું,...તીર નહી તો ખંજર સહી, પણ એવું શોધ જેથી તેના દીલના કટકે કટકા થઈ જાય. વિક્રમ રાણાએ આગ ઝરતી આંખોએ કહ્યું. યેસ બૉસ. રોય તેના બૉસના ગુસ્સાને લીધે ડરી ગયો અને બને તેટલી જલ્દી બહાર નીકળી ગયો.**********રાઠોડ વિલા ભાઈ રાણાના પાલતુ કૂતરાઓની નજર આપણી ઉપરથી હટતી નથી. એક ૨૪વર્ષના યુવકે અથર્વને કહ્યું. અબીર આપણે તે પાલતુ કૂતરાઓ પર ધ્યાન નથી ...Read More

8

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 8

મીરાએ આગળ કહ્યું, હું ડેમો બનાવીને ઓફિસેથી નીકળી, મને એક પણ રિક્ષા ન મળી અને.......અને મિ.અથર્વ તને મળ્યા અને ઘરે ડ્રોપ કરી. ઝોયા પાછી વચમાં બોલી. મીરા હવે પૂરી રીતે કંટાળી ગઈ અને તેણે કહ્યું, જવા દે મારે તને કંઈ નથી કહેવું તું જાણેજ છે ને બધું, નથી કંઈ કેહવુ તને મારે. સોરી સોરી મીરા બસ સોરી, હવે હું મારું મોઢું નઈ ખોલું બસ પ્રોમિસ... તું મને બધું કહે. ઝોયાએ આજીજી કરતા કહ્યું. સારું તો તારું મોઢું ખોલતી જ નહિ વચમાં...મીરાએ આગળ કહ્યું, હા તો મને રિક્ષા મળી જ નહીં અને હું ...Read More

9

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 9

અથર્વએ પ્રોફાઈલ ખોલી તેમાં મીરાનો ફોટો અને તેનું નામ વાંચ્યું. આગળ તેણે વાંચ્યું કે, મીરાએ કર્મશિયલ આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર બંને પર કામ કર્યું છે. અથર્વએ આખી પ્રોફાઇલ મીરાની વાંચી લીધી અને થોડીવાર પછી બધી ફાઇલ્સ વાંચ્યા બાદ અથર્વએ રાહીલને પાછો કેબીનમાં બોલાવ્યો. મિસ્ટર પરીખ, આગળના કેટલા પ્રોજેક્ટ હજુ સુધી ખતમ નથી થયા...તે પ્રોજેક્ટની ફાઈલ મારી પાસે લઈને આવો. સર તે બધા પ્રોજેક્ટની ફાઈલની ડિટેઈલ મિસ મીરા શાહ પાસે હોય છે. મીરાનું નામ સાંભળીને અથર્વએ કહ્યું, જેની પાસે હોય તેને ફાઈલ્સ લઈને મોકલો. જી સર હું હમણાં જ મીરાને મોકલું છું. ...Read More

10

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 10

મીરાને ડર હતો કે અથર્વ તેને આ કંપનીમાંથી કાઢી મૂકશે. જેથી ઝોયાએ તેને કહ્યું, કે તેને આ કંપનીમાંથી નીકાળવી છે. ખબર નહિ તે ડેવિલ શું કરે એનું કંઈ નક્કી નહીં. મીરાએ ડરથી કહ્યું. ચાલો તો જઈએ અને મારે બંને ક્લાયન્ટને ફોન કરીને મિટિંગનું પણ કહેવાનું છે. યાર આ બંને પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ જાય તો સારું, નહીંતર હવે તો બંને ક્લાઈન્ટ આવીને ડીલ કેન્સલ કરીને ચાલ્યા જશે. લગભગ ૮ મહિનાથી પ્રોજેક્ટ અધૂરો છે. ઝોયાએ કહ્યું. હા ઝોયા, બહુ ટાઈમથી આ પ્રોજેક્ટ બંધ છે સારું જલ્દી કમ્પ્લીટ થઈ જાય તો. સર ...Read More

11

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 11

અથર્વ મીરાને કાલે મિટિંગ માં ટાઈમ પર પોહચવા માટે કહી રહ્યો હતો. મીરાએ કટાક્ષમાં કહ્યું, જી સર સહી સલામત ઘરે પોહચી ગઈ તો કાલે ટાઈમ પર જ પોહચી જાઈશ. તો વાંધો નહીં, નહિતર મને પસંદ નથી મારી મિટિંગ કોઈની સાથે સ્ટાર્ટ હોય અને મારા એમ્પ્લોય મને શર્મિંદા કરેક્લાયન્ટની સામે. અથર્વએ ફરી કટાક્ષમાં કહ્યું. જી નહી સર હું ટાઈમ પર જ આવીશ અને તમને શરમિંદા નહીં કરું. મીરાએ કહ્યું. સારું હવે જઈ શકો છો. અથર્વએ કહ્યું...... અને મીરા ઘરે આવીને જમી ને સુઈ ગઈ. અહીંયા અથર્વએ અબીરને ...Read More

12

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 12

સવારે આર્ટ એન્ડ આર્કિટેકચરમાં મિસ્ટર હિતેશ દેસાઈ કંપનીમાં આવ્યા. અથર્વએ તેમની સાથે મુલાકાત કરી. અથર્વ તેમને લઈને રૂમમાં ગયો. થોડીવાર બાદ રાહીલ કોફી લઈને આવ્યો. મીરા પણ બધી ફાઈલ લઈને આવી રહી હતી. તેણે મિટિંગ રૂમનો દરવાજો ખોલ્યો. તે અંદર આવી, તેનાથી અનાયાસે અથર્વ સામે જોવાઈ ગયું. તે અથર્વને જોતી જોતી જ ચાલી રહી હતી... તેની આગળ એક ચેર હતી મીરાનું ધ્યાન નોહ્તું....તેનો પગ ચેર સાથે ભટકાયો તે પડતી પડતી બચી. પણ હાથમાંથી ફાઈલ છૂટી સીધી મિસ્ટર હિતેશ દેસાઈના ખોળામાં પડી. અથર્વએ તેની આ હરકતથી ચિડાઈને મોઢું બગાડ્યું અને પોતાના કપાળ પર હાથ ફેરવવા માંડ્યો. ...Read More

13

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 13

ત્યાંજ અબીરે તેનો હાથ પકડી લીધો અને તેને કહ્યું, શું લેવા ઇગ્નોર કરે છે ઝોયા તું મને, મારા કર્યાની દેવાને બદલે? હાથ છોડો મારો. ઝોયાએ ગુસ્સામાં કહ્યું. ઝોયા શું લેવા ન ઓળખવાનો બિહેવ કરે છે તું,..મને મારા કર્યાની સજા દે, પણ પ્લીઝ મને માફ કરી દે. હાથ છોડો મિસ્ટર અબીર અલી મારો. ઝોયાએ ખૂબ જ ગુસ્સામાં કહ્યું. હાથ પાછો છોડવા માટે નથી પકડ્યો મેં....તને ખબર છે કાલનો હું કોલેજમાં તારી વિશે પૂછી રહ્યો હતો, શોધી રહ્યો હતો તને. આપણા બધા મિત્રોને પણ પૂછ્યું પણ ક્યાંય તારો પતો ન લાગ્યો... હું નિરાશ થઈ ...Read More

14

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 14

ઝોયાએ ખૂબ જ ગુસ્સામાં અબીરને કહ્યું, અબીર હું તને ક્યારેય માફ નહિ કરું અને બીજો મોકો તો મે મારી પણ નથી આપ્યો કારણ કે, હું કોઈ પણ પ્રકારના પેહલાના બેવકૂફી ભર્યા ફેંસલા લેવા નથી માંગતી. તું અહી શું લેવા આવ્યો છે, ચાલ્યો જા અહીં થી. ઝોયા એટલું કહીને ગુસ્સામાં ત્યાંથી નીકળી ગઈ અને અબીર તેને નિરાશા ભરી નજરે જોતો રહ્યો. ********** થોડા દિવસો વીતી ગયા. મિસ્ટર હિતેશ દેસાઈનો અથર્વ પર કૉલ આવ્યો તેમણે કહ્યું, મિસ્ટર અથર્વ તમે કન્સ્ટ્રકશન પર આવી શકશો? જી શું કામ છે મિસ્ટર દેસાઈ? અથર્વએ પૂછ્યું. સર એક ...Read More

15

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 15

આર્ટ એન્ડ આર્કિટેક્ચરમાં મિટિંગ માટે એક ક્લાયન્ટ આવવાના હતા. જે આજે આવ્યા હતા તેમના પ્રોજેક્ટ માટે. રાહીલએ તેમને કર્યું અને અંદર લઈને આવ્યો. થોડીવાર બાદ અથર્વ પણ મિટિંગ રૂમમાં આવ્યો. રાહીલએ અથર્વને તે ક્લાયન્ટનું ઇન્ટ્રોડક્શન કરાવ્યું. સર આ છે અવિનાશ વર્મા, એ.વી ટેકસટાઇલ માર્કેટના માલિક અને ગુજરાતમાં ઘણી જગ્યાએ તેમના ફિટનેસ સેન્ટર પણ છે....પછી અવિનાશને અથર્વનું ઇન્ટ્રોડક્શન આપ્યું. મિસ્ટર અવિનાશ આ છે, આર્ટ એન્ડ આર્કિટેકચર કંપનીના માલિક મિસ્ટર અથર્વ રાઠોડ. બંને એકબીજાને હાથ મેળવીને મળ્યા. અવિનાશ જે અથર્વની હમઉમ્રનો જ હતો. તેણે કહ્યું, તમારું કામ મે જોયું છે મિસ્ટર અથર્વ, તમારી We ...Read More

16

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 16

મારી વાત મિસ મીરા શાહ સાથે કરાવી આપશો? અવિનાશએ કહ્યું જી સર હું તમારી વાત મિસ શાહ સાથે છું અને રિસેપ્શનિસ્ટએ મીરાને બોલાવી અને કહ્યું, મેમ તમારી માટે કૉલ છે મિસ્ટર અવિનાશ વર્માનો. મીરાએ કૉલ ઉપાડ્યો અને બોલી, હેલ્લો સર. સામે છેડેથી અવિનાશએ કહ્યું, હાય મિસ મીરા. જી સર હું શું મદદ કરી શકું તમારી? મીરાએ કહ્યું. મિસ મીરા, મારે વીલા વિશે વાત કરવી છે. મારે થોડા સુધારા વધારા કરવા છે. પણ પ્રોબ્લેમ એ છે કે, મારી એક અરજન્ટ મિટિંગ છે, નહિતર હું તમારી કંપનીએ જ આવીને વાત કરી લેત, એટલે તમે શું ...Read More

17

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 17

બે કોડીની એમ્પ્લોય, તે મારી પર હાથ ઉઠાવ્યો. તારી એટલી હિંમત. અવિનાશ મીરાના તમાચાથી ઉશ્કેરાઈ ગયો તેણે મીરાના બેય પકડીને ડેસ્ક પર સુવરાવી દીધી અને તેની સાથે જબરજસ્તી કરવા લાગ્યો. મીરા છૂટવાના પ્રયાસો કરી રહી હતી. અહી અથર્વ અવિનાશની કેબિન સુધી આવી ગયો હતો ત્યાજ અવિનાશના આસિસ્ટન્ટએ અથર્વને રોક્યો. બૉસની મિટિંગ શરૂ છે, તમે અત્યારે અંદર નહિ જઈ શક્શો. અથર્વએ અવિનાશના આસિસ્ટન્ટને જોરથી મોઢા પર મુક્કો માર્યો અને પેલો નીચે પડી ગયો. અથર્વએ જોરથી કેબિનના દરવાજા પર લાત મારી અંદરનું દૃશ્ય જોઈને અથર્વના ગુસ્સાનો આપો ન રહ્યો. અથર્વને જોઈને અવિનાશ મીરાથી દૂર ખસ્યો...અથર્વને જોઈને મીરાના જીવમાં જીવ આવ્યો. ...Read More

18

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 18

રાહીલએ ઊંડો શ્વાસ લીધો અને બોલી ગયો, ઈશા આઇ લવ યુ! ઈશા વિચારમાં પડી ગઈ. તેનાથી ફરીથી પૂછાઈ શું? ઈશાના બીજી વાર પૂછવા પર, રાહીલ હવે બોલવામાં થોથરાયો, આ...આઇ..લ..વ..યુ! ઈશાનું મોઢું સહેજ પડી ગયું. રાહીલને ડર લાગ્યો તે બોલ્યો, ઈશા હું તને વચન આપું કે હું તને હંમેશા ખુશ રાખીશ. ઈશા હું તને ખૂબ પ્રેમ કરું છું. તું મીરા અને ઝોયાને પણ પૂછી જોજે મને તારી સાથેકેટલો પ્રેમ છે. તે બંને જાણે છે આ વિશે. રાહીલ આ શક્ય નથી. ઈશાએ કહ્યું. રાહીલને આંચકો લાગ્યો તે બોલ્યો, પણ કેમ ઈશા...શું હું તને નથી ગમતો?......થોડીવાર ...Read More

19

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 19

કંપનીનું કામ કરી બધા એમ્પ્લોય પોત પોતાના ઘરે જવા માટે નીકળ્યા. અબીર પાર્કિંગમાં અથર્વની રાહ જોઈ રહ્યો અને ત્યાં જ ઝોયા પણ મીરાની રાહ જોઈ રહી હતી. અબીર ઝોયાને જ જોઈ રહ્યો હતો. જ્યારે ઝોયા તેની સામે નજર પણ નહોતી કરી રહી. ત્યાજ અબીર ઝોયા પાસે આવ્યો અને ઝોયાનો હાથ પકડી પોતાનું માથું તેની સામે નમાવ્યું અને માફી માંગી. ત્યાં સુધીમાં મીરા અને અથર્વ પણ ત્યાં આવી ગયા હતા. પણ એ બંને થોડા દૂરથી જ ઝોયા અને અબીરને જોઈ રહ્યા હતા. અબીરે માફી માંગી ઝોયા પાસે, ...Read More